ટેક્સ પ્લાનિંગ: મુકેશ પટેલ સાથે કાળા નામા પર ચર્ચા

ના રોજ પ્રકાશિત Fri, 18, 2016 પર 18:03  |  સ્ત્રોત : CNBC-Bajar

8મી નવેમ્બર 2016ના રોજ 500-1000ની નોટને સર્ક્યુલેશન માંથી છુટ કારો મળશે. 1000-500ની નોટોને પરત લેવાની જાહેરાત કરી છે. વડાપ્રધાને 9/11 સ્ટ્રાઇકની પાછળ તેમને ત્રિપાંખિયો જંગ ખેલ્યો છે. પ્રથમ મુદ્દો બનાવટી નોટો છાપીને અર્થતંત્રમાં ફરતી રાખવાના કૌભાંડને અટકાવવાનો પ્રયાસ છે. એક અંદાજ મુજબ દર 1000 નોટમાં 4 નોટ 500 અને 1000ની બનાવટી નોટ હતી. બીજો મુદ્દો બ્લેકમનીને નાથવાનો હતો. એક અંદાજ પ્રમાણે આપણી જીડીપીના 25%થી વધારે કાળા નાણાં સિસ્ટમમાં છે. કાળા નાણાનું રોકાણ ફક્ત રોકડમાં નથી પરંતુ રિયલ એસ્ટેટ, સોનામાં કે અન્ય અસ્કયામતોમાં પણ છે. લગભગ રૂપિયા 17 લાખ કરોડની ચલણી નોટો છે, તેમાં 86% ચલણી નોટ 500 અને 1000ની છે. આ નિર્ણય બાદ ફેક કરન્સી પરત આવી જશે અને જે કાળુ નાણું છે તે બેન્કમાં જમા થઇ જશે.


ભારતીય પરંપરા મુજબ ઘરમાં રોકડની બચત કરતાં હોય છે. નવમી નવેમ્બરથી ઇન્કમટેક્સ ડિસ્ક્લોઝર સ્કીમની જેમ ઘરની બચત ગૃહિણીઓ તરફથી બહાર આવી છે. કારણ કે એ રકમ હવે બેન્કમાં જમા કરાવવાની છે. તેથી નાણામંત્રીએ કહ્યું કે રૂપિયા 2.5 સુધીની રકમ કોઇપણ વ્યક્તિના પોતાના ખાતામાં જમા કરાવશે તો તેના ઉપર અમે કોઇ પ્રશ્ન પૂછીશું નહીં. ઘરના તમામ સભ્યો જેમ કે પતિ-પત્ની, માતા-પિતા અને 18 વર્ષથી મોટી ઉંમરના સંતાનોના ખાતામાં રીપિયા 2.5 લાખ જમા કરાશે તો તેના ઉપર પ્રશ્નો પૂછાશે નહીં.


સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે કે રૂપિયા 2.5 લાખની વિશેષ છૂટ આપવામાં આવી છે તે વ્યક્તિ દીઠ આપવામાં આવી છે. વ્યક્તિ દીઠ વિશેષ છૂટ તેથી એક વ્યક્તિના એકથી વધુ ખાતા હોય તો પણ તમામ ખાતામાં થઇને રૂપિયા 2.5 લાખ સુધીની રકમ હશે તો વાંધો નથી. પરંતુ રૂપિયા 2.5 લાખથી વધુની રકમ હશે તો આવકવેરા કાયદાના નિયમ 114(C) અને 114(E) અનુસાર 9મી નવેમ્બર થી 30મી ડિસેમ્બરના સમય ગાળામાં રૂપિયા 2.5 લાખથી વધુની રકમ હશે તો તેની વિગત આવકવેરા વિભાગને બેન્ક આપશે.


ઘણાં લોકો એવું સમજે છે રૂપિયા 2.5 લાખએ આવકવેરા મર્યાદા અનુસાર છે. પરંતુ ધ્યાનમાં રાખો કે 9મી નવેમ્બર થી 30 ડિસેમ્બર સુધીના સમય ગાળામાં જે રૂપિયા 2.5 લાખની રકમ જમા થશે તેને તમારી કરપાત્ર કે કરમુક્તિ સાથે સંલગ્ન નહીં કરાય શકે છે. તમારી આવક રૂપિયા 25 લાખની હોય કે 1 લાખની હોય તમારી કાયદેસરની બચતનાં રૂપિયા 2.5 લાખ જમા કરાવી શકો છો. એચયુએફએ વ્યક્તિ નથી તેથી રૂપિયા 2.5 લાખ માટે એચયુએફને ઉપયોગમાં લઇ શકતાં નથી.


એનઆરઆઈ માટે પણ રૂપિયા 2.5 લાખની લિમિટ લાગુ પડે છે. કારણ કે એનઆરઆઈ પણ ભારત આવતાં હોય છે તેમની પાસે અહીં એનઆરઓ એકાઉન્ટ હોય તો તે પણ રૂપિયા 2.5 લાખ જમા કરી શકે છે. એનઆરઆઈ એકાઉન્ટમાં રૂપિયા 2.5 લાખ જમા ન કરી શકો છો, કારણ કે તેમાં વિદેશી હુંડિયામણ જમા થાય છે. 8મી નવેમ્બર પહેલાં તમે કોઇ મોટી રકમનો ઉપાડ કર્યો છે તો આવી મોટી રકમને જમા કેમ કરાવી જોઇએ. આવકવેરા વિભાગના કહેવા મુજબ રૂપિયા 2.5 લાખથી વધુની રકમ ઉપર પ્રશ્ન પૂછવામાં આવશે. પરિણામે રૂપિયા 2.5 લાખથી વધુ રકમ જમા કરાવવા ઉપર તેનો ખુલાસો કરદાતા આપી શકે છે. કે કોઇ કારણસર આ રકમ પાછલા મહિનાઓમાં ઉપાડ કરવામાં આવી છે. તે હવે ઘરમાં રાખી શકાય તેમ નથી તેથી તેને ડિપોઝિટ કરાવી છે. અર્થાત રૂપિયા 2.5 લાખથી વધુની ડિપોઝિટ ઉપર કોઇ મનાઇ નથી પરંતુ જે રકમ જમા કરાવવામાં આવે તે કયા માધ્યમથી આવી છે. તેની વિગત આવકવેરા વિભાગ માગે તો આપવાની રહે છે.


રૂપિયા 2.5 લાખથી વધુ રકમ હોય અને તેનો યોગ્ય ખુલાસો આપી શકો તો કોઇ વાંધો નથી. પ્રોપરાઇટર ધંધાના સેવિંગ્સ એકાઉન્ટમાં રૂપિયા 2.5 લાખ થી વધુની રકમ જમા કરાવો તો તેને કરદાતાએ જો ચોપડે દર્શાવેલી હોય તો તેમાં કોઇ વાંધો નથી. કરન્ટ એકાઉન્ટ માટે તાજેતરમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે રૂપિયા 12.5 લાખથી વધુ રકમ જમા કરાશે તો તેની વિગત આવકવેરા વિભાગને રિપોર્ટ કરવામાં આવશે. સરકારે 9મી નવેમ્બરથી 30મી ડિસેમ્બર સુધીમાં સેવિંગ્સ એકાઉન્ટમાં રૂપિયા 2.5 લાખ અને કરન્ટ એકાઉન્ટમાં રૂપિયા 12.5 લાખથી વધુ હશે તો રિપોર્ટ કરવામાં આવશે. કરન્ટ એકાઉન્ટમાં જે રકમ જમા કરાવવા માંગો છે તે તમારા વ્યવહારો સાથે મેંચિગમાં થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. કાયદામાં એવો કોઇ બાધ નથી કે બે-ચાર હપ્તામાં રકમ જમા કરાવી ન શકો છો. પરંતુ 8 મી નવેમ્બર પહેલાના રૂપિયા 12 લાખ હતા તે માંથી 2-3 લાખ જમા કરાવો, ત્યારબાદ વધુના 3-4 લાખ રૂપિયા જમા કરાવીને બેથી ત્રણ સપ્તાહમાં રકમ ભરો તો તેના ઉપર સંશય થવાની શક્યતાં છે. તેથી શક્ય હોય ત્યાં સુધી બે સપ્તાહમાં રકમ જમા કરાવવામાં આવે તો તે વધારે યોગ્ય રહેશ.


બેન્કમાં જમા કરવા માટે કોઇ રોક-ટોક નથી ઉપાડ અને એક્સચેન્જ માટેની લિમિટ છે. તમે સમજાવી ન શકો તેવી કેશ ઓન હેન્ડ કરતાં વધારે રકમ જમા કરો તો મુશ્કેલી છે. જો કોઇ એમ સમજે કે રૂપિયા 2.5 લાખ થી વધુની રકમ જમા કરાવવામાં તો ઓટોમેટિક પેનલ્ટી લાગે એવું નથી. તમે ન સમજાવી શકો એવી રકમ જમા કરાવો તો તેના ઉપર જ ચિંતા કરવાની રહેશે. રૂપિયા 2.5 લાખ થી વધુની રકમ જમા કરાવો અને તેના સંબધી કોઇ ખુલાસો આપી તેને સમજાવી ન શકો તો તેના ઉપર આવક વેરો લાગશે. એ રકમ તમારી આવક વેરા આકારણીમાં ઉમેરવામાં આવે તો 30% ના ફ્લેટ દરે ટેક્સ અને તેના ઉપર 200%નો દંડ અને સજા પણ થઇ શકે છે. આવક વેરા કાયદાની કલમ 69A અનુસાર ન સમજાવી શકાય તેવા નાણાં હોય તેને કર પાત્ર આવક ગણવામાં આવે છે. તેમજ તેના ઉપર કલમ 115 બીઈઈ મુજબ 30% લેખે ટેક્સ ભરવાનો થાય છે. પરિણામે જો તમે સામેથી 30% ટેક્સ ભરો તો તેના ઉપર કોઇ પેનલ્ટી લાગશે નહીં.