ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે નેશનલ પેન્શન સ્કીમ અને કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 30, 2017 પર 17:59  |  સ્ત્રોત : CNBC-Bajar

કર્મચારીઓ માટે ટેક્સ પ્લાનિંગના આકાશમાં તેજસ્વી તારલો નેશનલ પેન્શન સ્કીમ છે. એનપીએસનો પ્રારંભ વર્ષ 2004માં થયો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એવો નિર્ણય લીધો કે સરકારી કર્મચારીઓને સરકાર પેન્શન આપે છે. આ પેન્શનનો ભાર એપ્રિલ 2004 પછી જોડાનાર સરકારી કર્મચારીઓ માટે પોતાના શિરેથી હટાવી દીધો છે.


વર્ષ 2004 બાદ સરકારી કર્મચારી પોતાના પેન્શન માટે તેમના પગારમાંથી હિસ્સો આપે અને સરકાર પણ તેમાં અમુક હિસ્સો ઉમેરે છે. આ રકમનો અમુક હિસ્સો રિટાયર્મેન્ટ સમયે લમ્પસમ અને અમુક હિસ્સો એન્યુટી-પેન્શન તરીકે મળે છે. એનપીએસ ફક્ત સરકારી કર્મચારી માટે નહીં પરંતુ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ આપ્યો છે. વર્ષ 2009થી સેલ્ફ એમ્પ્લોઇડ પ્રોફેશ્નલ અને ધંધાદારી વ્યક્તિ પોતાના સક્રિય સમય દરમિયાન એનપીએસમાં રોકાણ કરીને એન્યુટી તરીકે રિટાયર્મેન્ટ સમય રકમ મળી શકે છે.


18 વર્ષથી શરૂ કરીને 60 વર્ષ સુધીની વયના કોઇપણ રહીશ કે બિનરહીશ વ્યક્તિને એનપીએસમાં રોકાણ કરવાની છૂટ છે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓની વાત કરીએ તો કર્મચારી પ્રોવિડન્ટ ફંડમાં પોતાનો ફાળો આપે અને માલિક તેમના તરફથી પણ ફાળો આપવામાં છે. તેના ઉપર ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવિડન્ટ ફંડ ઓથોરિટી તરફથી ચૂકવવામાં આવે છે. કર્મચારીના બેઝિક પગાર અને ભથ્થાની રકમના 10 ટકા એનપીએસમાં રોકી શકાય છે.


પરંતુ જે હિસ્સો આપવામાં આવે છે તેના રોકાણ માટેના વિવિધ સાધનો છે. આ ઉપરાંત કર્મચારી, પ્રોફેશ્નલ કે ધંધાદારીઓ એનપીએસમાં રોકાણ કરી શકે છે તેઓ રોકાણ કયાં કરવું તે પણ નિર્ધારિત કરી શકે છે. એનપીએસમાં રોકાણનું મેનેજમેન્ટ પણ કર્મચારી કરી શકે છે પરંતુ ફંડને મેનેજ તો ફંડ મેનેજર્સ જ કરશે. ભારતમાં હાલના તબક્કે 8 પેન્શન ફંડ મેનેજર છે તેમની સમક્ષ તમારી પસંદગી પણ રજૂ કરી શકાય છે. પેન્શન ફંડની ખાસિયત એ છે કે રોકાણકાર 75 ટકા સુધી એક્ટિવ સ્કીમમાં રોકાણ કરી શકો છો.


ઇક્વિટી માર્કેટ ઉપરાંત બોન્ડ અને ગર્વમેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણ કરી શકાય છે. નાની ઉંમરે એનપીએસ શરૂ કરો છો તો ઇક્વિટીમાં રોકાણ કરવાની પસંદગી રહે છે. જો કે આમાં એનપીએસના રોકાણકારને એક્ટિવ કે પેસિવ પ્રોસેસની પસંદગી કરી શકે છે અથવા તો તે અનુભવી ફંડ મેનેજર્સ યોજના પસંદ કરવાની છૂટ આપી શકે છે. એનપીએસ મુખ્ય આકર્ષણ તેના ટેક્સ બેનિફિટ છે. પગારદાર કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલું એનપીએસનું રોકાણ આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ કપાતને પાત્ર છે.


પરંતુ ફક્ત 80સી હેઠળની કપાત માત્ર હોત તો એનપીએસ આકર્ષક ન હોત. એનપીએસને લગતી કપાતની કલમ 80સીસીડી છે આ કલમ અંતર્ગત 80સી હેઠળ કપાતને પાત્ર છે. વર્ષ 2014માં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ વધારાનું આકર્ષણ આપ્યું હતું. જે મુજબ કલમ 80સી હેઠળ 1.5 લાખ રૂપિયાની કપાત મેળવી શકો છો તો એનપીએસના રોકાણકાર આમાં વધારાના 50 હજાર રૂપિયાની કપાત મેળવી શકે છે.


પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે માલિક દ્વારા કર્મચારી સાથે માલિક જે રકમનું રોકાણ કરે છે એ રકમ બેઝિક પગાર અને ડીએની 10 ટકાની મર્યાદામાં કરપાત્ર આવક ગણવામાં આવશે નહીં. પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીને તેમના માલિક જો બેઝિક અને મોંઘવારી ભથ્થાના 10 ટકાનું રોકાણ કરવા માટેનું આયોજન કરે તો તે રકમ કરમુક્ત રહેશે. 2015, 2016 અને 2017માં અલગ અલગ જોગવાઇ એનપીએસ માટે કરવામાં આવી છે. 2016ના વર્ષમાં એનપીએસમાં વધુ એક નવી જોગવાઇ કરવામાં આવી હતી.


જે મુજબ એનપીએસના પાકતી મુદ્દતે ઉપાડ સમયે 40 ટકા રકમ સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે છે. આ ઉપરાંત એન્યુટી તરીકે જે રકમ મળવાની છે તે 40 ટકા રકમ રહેશે તેના ઉપર તાત્કાલિક ટેક્સ લાગવાનો નથી. આ રકમ તો આપની માસિક થતી અન્ય આવક તરીકે ગણવામાં આવશે અને તેના ઉર ટેક્સ ભરવાનો રહેશે. તેથી પાકતી મુદ્દતે ઉપાડ સમયે ફ્કત 20 ટકા રકમ ઉપર ટેક્સ ચૂકવવાનો રહેશે. જો રોકાણકારે પોતે જ નાણાં જમા કરાવ્યા હોય તો પાકતી મુદ્દત પહેલાં જો 25 ટકા રકમનો ઉપાડ કરવામાં આવશે તો તેના ઉપર કોઇ ટેક્સ લાગશે નહીં.


પ્રોફેશ્નલ અને ધંધાદારીઓની માંગણીને ધ્યાનમાં રાખવામાં આવી છે. સેલ્ફ એમ્પ્લોઇડ અને પ્રોફેશ્લ માટે 2017-18ના વર્ષથી તેમની રોકાણ મર્યાદા 10થી વધારીને 20 ટકા રાખી છે. 40 ટકાની કરમુક્તિ મળી ત્યારબાદ તેનું એક વિશેષ આકર્ષણ ઉભુ થયું છે.


જેમની 20 કે 30 લાખ રૂપિયાની આવક હોય તેમને તો ખાસ એનપીએસમાં રોકાણ કરવું જોઇએ. તમે તમારા માલિકને કહી શકો કે સીટીસીમાં એન્યુલ ઇન્કમમાં બેઝિક અને ભથ્થાના 10 ટકા રકમ સમાવિષ્ટ કરી આપે છે. તેનાથી આપને કરવેરા લાભ અને એનપીએસમાં રોકાણનો ફાયદો પણ મળી શકશે.