ટેક્સ પ્લાનિંગ: એનઆરઆઈ દર્શકની સમસ્યા- મૂકેશભાઇની સલાહ

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 17:42  |  સ્ત્રોત : CNBC-Bajar

8મી નવેમ્બરથી 30મી ડિસેમ્બર 2016 દરમિયાન જે એનઆરઆઈ ભારતમાં નહોતા આવ્યા પરંતુ એ પહેલાના સમયમાં આવ્યા હોય અને તેમની પાસે જૂની નોટ રહી હોય તો તેમનું શું. તો આવા એનઆરઆઈને જૂની નોટ સબમિટ કરવા માટે આરબીઆઈ તરફથી તેમને જૂન 2017 સુધીની સમય મર્યાદા આપવામાં આવી છે.


જો પરદેશથી તમે ભારતીય કરન્સી લાવ્યા હોય તો કસ્ટમમાંથી પસાર થતાં સમયે એક નિયત ફોર્મ આવે છે તે ભરવાનું રહે છે, આ ફોર્મ આરબીઆઈની વેબસાઇટ ઉપર પણ મળી રહેશે. બીજું ફેમાના નિયમ અનુસાર પરદેશથી ભારતમાં આવતા એનઆરઆઈ વ્યક્તિદીઠ રૂપિયા 25 હજાર રૂપિયાથી વધુ રોકડ ભારતીય કરન્સી લાવી શકતાં નથી. કસ્ટમમાં ફોર્મ ભર્યા બાદ એ ફોર્મમાં કસ્ટમનો સિક્કો લગાવેલ ફોર્મ, પાસપોર્ટ તેમજ બેન્ક પાસબુક આરબીઆઈમાં દર્શાવવાની રહેશે ત્યારબાદ 500 અને 1000ની જૂની નોટ લઇને રકમ આપના બેન્ક એકાઉન્ટમાં જમા કરી આપશે.


ખાસ કરીને ગુજરાતમાં આવતાં ગુજરાતી એનઆરઆઈ માટે મૂંઝવણ છે તેનો ઉકેલ નાણામંત્રી અને નાણામંત્રાલય ઝડપથી લાવે તેવી અપેક્ષા છે. આરબીઆઈએ એનઆરઆઈ માટે પાંચ જ આબીઆઈ શાખાઓને આ પ્રક્રિયા માટે અધિકૃત છે. જેમાં મુંબઇ, દિલ્હી, નાગપુર, કોલકત્તા અને ચેન્નાઇ આરબીઆઈની શાખાઓને અધિકૃત કરવામાં આવી છે, પરંતુ અમદાવાદની આરબીઆઈ શાખાને પણ અધિકૃત કરે તેવી અપેક્ષા રાખીએ. અગાઉ 31મી માર્ચ 2017 સુધીનો સમય આરબીઆઈ તરફથી એનઆરઆઈને આપવામાં આવ્યો હતો જે તારીખ હવે જૂન 2017 સુધી લંબાવવામાં આવી છે.


પરદેશમાં જરૂર નથી તો એનઆરઓ એકાઉન્ટમાંથી એનઆરઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા છે તો શું. એનઆરઓ કે એનઆરઈ એકાઉન્ટમાં જમા રકમ ઉપર વ્યાજદર સમાન છે. પરંતુ એનઆરઈ એકાઉન્ટની રકમ પર મળતું વ્યાજ કરમુક્ત છે જ્યારે એનઆરઓ એકાઉન્ટની રકમ પર મળતું વ્યાજ કરપાત્ર છે અને આ વ્યાજ 30% ટીડીએસ કરીને જ આપવામાં આવે છે. એનઆરઓ થી એનઆરઆઈકરવાનું આયોજન ઘણું ઉપયોગી છે. 10 લાખ ડૉલરની લિમિટમાં એનઆરઈ એકાઉન્ટમાં રકમ જમા કરી શકો છો ફોર્મ 15સીબી લઇને ફોર્મ 15સીએમાં અપલોડ કરીને બેન્કમાં આ ફોર્મ રજૂ કરો ત્યારે એનઆરઓથી એનઆરઆઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકાશે.


ભારતીય રહીશો એલઆરએસ હેઠળ પ્રતિ વર્ષ 2.5 ડૉલર સુધીનું રેમિટન્સ નિર્દિષ્ટ હેતુ માટે કરી શકે છે. આરબીઆઈ દ્વારા લિબરલાઇઝડ રેમિટન્સ સ્કીમ દરેક નેશનલાઇઝડ બેન્ક દ્વારા કરવાની સુવિધા આપી છે. બાળકોનું શિક્ષણ, મેડિકલ ઇમરજન્સી, રોકાણ, ફરવા, બક્ષિસ કે દાન માટે વ્યક્તિ દીઠ વાર્ષિક અઢી લાખ ડૉલર મોકલી શકો છો.


ભારતથી વિદેશમાં જતા નાણાં બે ભાગમાં વિભાજીત કરીએ. એનઆરઆઈ દ્વારા ભારતમાં કરેલા રોકાણ કે પ્રોપર્ટીમાંથી મૂડીનફો ઉદ્દભવે તેવી રકમ વિદેશમાં લઇ જવો હોય તો તેણે પ્રથમ તો ભારતમાં જ ટેક્સ ભરવાનો રહે. એનઆરઆઈ વિદેશમાં કયા દેશમાં વસો છો અને ત્યાંના જે કાયદાને લક્ષમાં રાખીને કાર્યવાહી થશે. કોઇ એનઆરઆઈને વારસામાં કોઇ મિલકત મળે છે અને તેનું વેચાણ કર્યા બાદ જે મૂડીનફો ઉદ્દભવે છે તેના ઉપર તેમના દેશના કાયદા અનુસાર મૂડીનફા ઉપર કરવેરો ભરવાનો રહે.


જો કે મોટાંભાગના દેશ સાથે ભારતની ડબલ ટેક્સ અવોઇડન્સ ટ્રીટી છે. વસિયત હેઠળની રકમ, મૂડીરૂપી મળેલી રકમ તેમજ બક્ષિસ હેઠળ મૂડીરૂપી રકમ મળે જેમાં મૂડીનફાનું કોઇ પ્રમાણ નથી તો તેના ઉપર કોઇપણ દેશમાં વસતાં હોય તો તેના ઉપર કોઇ ટેક્સ લાગશે નહીં. મૂડીનફા, ભાડું, ધંધાકીય નફો કે આવક ઉપર કરવેરો ચૂકવવાનો રહે.


પરદેશથી એનઆરઆઈને ભારતમાં બક્ષિસ મળે તો અહીંયા માતા-પિતા કે સીધા બ્લડ રિલેટીવ જે કલમ 56(2) અનુસાર વ્યાખ્યા આપવામાં આવી છે. આ કલમ મુજબ ભારતમાં બક્ષિસ મેળવનારને કોઇ ચિંતા નથી. જો મિત્ર પાસેથી કે કલમ 56(2) હેઠળના સિવાયના સગા-સંબંધી પાસેથી રીપિયા 50 હજાર કરતાં વધુની જો બક્ષિસ મળે છે તો તેના ઉપર ભારતમાં કરવેરો ભરવાનો રહે છે.


ખેતીની જમીનમાં એનઆરઆઈ રોકાણ કરી શકતાં નથી. નાની બચત યોજનાના કાયદા બદલાયા તે મુજબ જંગમ મિલકત તરીકે કોઇપણ એનઆરઆઈ, પીપીએફનું નવું ખાતુ ખોલાવી શકશે નહી. જો જૂનું ખાતું હોય તો તેને પાકતી મુદ્દત સુધી ચાલુ રાખી શકાશે ત્યારબાદ આવા જૂના પીપીએફ ખાતાને રિન્યુ કરી શકાશે નહીં. જો સત્તાધિશો ધ્યાનમાં આવે કે પીપીએફ ખાતુ એનઆરઆઈ હોવા છતાં ખોટી રીતે ચાલુ રાખ્યું છે તો વ્યાજ જપ્તીથી લઇને પેનલ્ટી ખાતા ધારકને ચૂકવવાની રહેશે.


એક તો એનઆરઆઈને તેમના દેશના સ્થાનિક કાયદાને લક્ષમાં રાખવાના રહેશે. જી-20ના તમામ દેશોએ એક સંકલ્પ કર્યો છે કે જો કોઇ વ્યક્તિ એક દેશમાં રહીશ છે અને બીજા દેશમાં બિનરહીશ તરીકેની આવક થતી હોય તો તે આવક તેમના રહીશ દેશમાં ન બતાવે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેમ કે ભારતમાં સ્વીસ બેન્ક એકાઉન્ટ જાણ બહાર ચાલુ રાખવું ગુન્હો છે.


જો કે આની આવકમાં ભારતમાં જાહેર કરીને ડબલ ટેક્સ એવોઇડન્સ ટ્રીટીનો લાભ લઇ શકાય. ફોરેન બેન્ક એકાઉન્ટ રિપોર્ટિંગ અમેરિકામાં અને ભારતમાં ફોરેન એકાઉન્ટ ટેક્સ કમ્પ્લાયન્સ એક્ટને એનઆરઆઈએ ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે. ક્યાંક એવું ન થાય કે અહીંયા ટેક્સ બચાવવામાં તેમના રહીશ દેશમાં તેમણે ભારે ટેક્સ ભરવો પડે છે.


નિવૃત્તિ સમયનો આનંદ લેવા માટે જો એનઆરઆઈ ભારતમાં પરદેશથી સ્થાયી થવા આવતાં હોય છે. ભારતમાં આવ્યા પછી પણ એનઆરઆઈ વિદેશમાં તેમના ઘર કે રોકાણ રાખવા હોય તો તેને રાખી શકે છે. બિનરહીશમાંથી કે નોન ઓર્ડિનરી રેસિડેન્ટનો લાભ મહત્તમ બે વર્ષ સુધી લીધા બાદ ભારતમાં સામાન્ય રહીશ થાવ ત્યારબાદ ભારતના આવકવેરા રિટર્નમાં ભારતની આવક ઉપરાંત વિદેશની આવક કે મિલકત દર્શાવવાની રહેશે. જો સામાન્ય રહીશ બન્યા બાદ વિદેશની આવક કે સંપત્તિ દર્શાવવામાં ન આવે તો બ્લેકમની માટેના કાયદા હેઠળ ગુનેગાર બનો છો. શિડ્યુલ એફએ ફોર્મની અંદર આ વિગતો જણાવવી પડશે, જો આ વિગતો જણાવવામાં ન આવે તો તે બ્લેકમની તરીકે ગણવામાં આવશે.