ટેક્સ પ્લાનિંગ: સિનિયર સિટિઝન માટે આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 04, 2018 પર 17:30  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા કાયદા અનુસાર સિનિયર સિટીઝન કોને કહેવાય છે. આવકવેરા કાયદા અનુસાર વ્યક્તિ 60 વર્ષ કોઇપણ નાણાંકીય વર્ષમાં પૂર્ણ કરે તો એ વર્ષ અને પછીના વર્ષો માટે સિનિયર સિટીઝન ગણાય છે. આવકવેરા કાયદા હેઠળ વ્યક્તિ 80 વર્ષ કોઇપણ નાણાંકીય વર્ષમાં પૂર્ણ કરો તો તે સુપર સિનિયર સિટીઝન ગણાય છે. સિનિયર સિટીઝનને જે કરમુક્તિ મર્યાદા છે તેમાં શું ખાસ છે. સામાન્ય વ્યક્તિ અને HUFના કેસમાં અઢી લાખ રૂપિયાની મુક્તિ મર્યાદા છે.


સિનિયર સિટીઝનને રૂપિયા 3 લાખની કરમુક્તિ મર્યાદા મળે છે. જ્યારે સુપર સિનિયર સિટીઝનને રૂપિયા 5 લાખની કરમુક્તિ મર્યાદા મળે છે. આ ઉપરાંત સિનિયર સિટીઝનને કેટલીક ખાસ છૂટ આપવામાં આવી છે તે કઇ છે. આવકવેરા કાયદાની કલમ 80D હેઠળ મેડિક્લેમ કપાતનો લાભ સામાન્ય વ્યક્તિને રૂપિયા 25 હજારનો મળે છે. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષથી સિનિયર સિટીઝનને કપાત રૂપિયા 50 હજારની મળે છે.


કોઇ સિનિયર સિટીઝન હોય અને પ્રિમિયમ ચૂકવતાં ન હોવ તો પણ રૂપિયા 50Kની મર્યાદામાં તબીબી ખર્ચ મજરે મળી શકે છે. આ પ્રકારનો તબીબી ખર્ચ જો સિનિયર સિટીઝનના સંતાનો કરે છે તો તેમને પણ આ ખર્ચ મજરે મળે છે. કલમ 80TTB હેઠળ કોઇપણ બેન્ક ડિપોઝિટ્સના વ્યાજ પર રૂપિયા 50 હજારની વિશેષ મુક્તિ આપવામાં આવી છે. સિનિયર સિટીઝન માટેના અનેક રોકાણ હોય તેમાં સૌથી લોકપ્રિય રોકાણ કયું છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણનો લાભ સિનિયર સિટીઝને લેવો જોઇએ.


આ સ્કીમ તમામ બેન્ક અને પોસ્ટ ઓફિસમાં તેનો લાભ લઇ શકો છો. તેમાં વધુમાં વધુ રૂપિયા 15 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. જો પતિ-પત્ની બંને સિનિયર સિટીઝન હોય તો બંને મળીને રૂપિયા 30 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ પર 8.3% વાર્ષિક વ્યાજ ચૂકવવામાં આવે છે. જેમાં વ્યાજની ચૂકવણી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે.


જો વ્યાજની ત્રિમાસિકની ચૂકવણીના આધારે વ્યાજની ગણતરી કરીએ તો 8.56%નો દર થાય છે. વ્યાજ ઉપર 80TTB અંતર્ગત રૂપિયા 50Kની કપાત લઇ શકો છો. તેમજ આ માટેના રોકાણની રકમ કલમ 80C હેઠળ બાદ મળી શકે છે. 5 વર્ષ આ યોજનામાં દર 5 વર્ષે પાકતી મુદ્દતે ઉપાડ કરીને ફરી રોકાણ કરીને વાર્ષિક ધોરણે કલમ 80Cનો લાભ લઇ શકાશે.


સવાલ-
મેં 31મી માર્ચ પહેલાં મ્યુચ્યુઅલ ફંડ વિડ્રો કરવા માટેની અરજી આપી હતી પરંતુ મને રકમ જમા એપ્રિલમાં મળી છે તો તેના ઉપર ગ્રાન્ડ ફાધરિંગની ગણતરી કરવાની રહેશે?


જવાબ-
31 માર્ચ પહેલાં કંપનીને રિડમ્પ્શનનું ફોર્મ ભરીને મ્યુચ્યુઅલ ફંડ કંપનીને આપી દીધું છે તેથી આપને ટેક્સ લાગશે નહીં. 31 માર્ચ 2018 સુધી લાંબાગાળાના મૂડીનફા ઉપર કોઇ ટેક્સ લાગવાનો નથી. 31 જાન્યુઆરી 2018નો ભાવ અને 2 એપ્રિલના ભાવમાં જો તફાવત હશે તો તેના ઉપર જ ટેક્સ લાગશે. જો કોઇ ગેઇન નહીં હોય તો કોઇપણ પ્રકારનો ટેક્સ ભરવાનો પ્રશ્ન રહેશે નહીં.


સવાલ-
મેં 31મી માર્ચ પહેલાં મ્યુચ્યુઅલ ફંડ વિડ્રો કરવા માટેની અરજી આપી હતી પરંતુ મને રકમ જમા એપ્રિલમાં મળી છે તો તેના ઉપર ગ્રાન્ડ ફાધરિંગની ગણતરી કરવાની રહેશે?


જવાબ-
31 માર્ચ પહેલાં કંપનીને રિડમ્પ્શનનું ફોર્મ ભરીને મ્યુચ્યુઅલ ફંડ કંપનીને આપી દીધું છે તેથી આપને ટેક્સ લાગશે નહીં. 31 માર્ચ 2018 સુધી લાંબાગાળાના મૂડીનફા ઉપર કોઇ ટેક્સ લાગવાનો નથી. 31 જાન્યુઆરી 2018નો ભાવ અને 2જી એપ્રિલના ભાવમાં જો તફાવત હશે તો તેના ઉપર જ ટેક્સ લાગશે. જો કોઇ ગેઇન નહીં હોય તો કોઇપણ પ્રકારનો ટેક્સ ભરવાનો પ્રશ્ન રહેશે નહીં.


સવાલ-
હું બેન્કમાં નોકરી કરું છું અને 90% દિવ્યાંગ છું તો મને રૂપિયા 400નું એલાઉન્સ કેશમાં મળતું હતું તે હવે સેલેરી એકાઉન્ટમાં જમા થાય છે તો તેના ઉપર કરપાત્રની જોગવાઇ શું રહેશે, અને મારા પત્ની પણ 75% દિવ્યાંગ છે તો તેમાં શું કોઇ આયોજન થઇ શકે?


જવાબ-
દિવ્યાંગ વ્યક્તિઓ માટે માસિક ટ્રાન્સપોર્ટ એલાઉન્સ રૂપિયા 3200ની મર્યાદામાં કરમુક્ત છે. તો આપના રૂપિયા 400નું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ કરમુક્ત છે. આપને આવકવેરા કાયદાની કલમ 80U હેઠળ વાર્ષિક રૂપિયા 1.25Lkની કપાતનો લાભ મળે છે. આપના પત્નીના કેસમાં રૂપિયા 75Kનો લાભ કલમ 80U હેઠળ લઇ શકો છો. તમારા બંનેની આવકના સંદર્ભ વધારાની કપાતનો લાભ કલમ 80U હેઠળ મળશે.


સવાલ-
મારા પત્ની મારા માતાને 2 લાખ રૂપિયાની ગિફ્ટ આપે તો તેના ઉપર કરવેરાની જોગવાઇ શું રહેશે?


જવાબ-
આવકવેરા કાયદાની કલમ 56 હેઠળ નિયત સગાંઓ સિવાય વાર્ષિક રૂપિયા 50Kથી વધુની બક્ષિસ કરપાત્ર છે. નિયત સગાંઓની યાદીમાં સાસુ અને વહુનો સંબંધ સમાવિષ્ટ છે. આપની પત્ની એમના સાસુને જે કોઇ રકમ ગિફ્ટ તરીકે આપવા માંગે તે આપી શકાશે. પરંતુ ક્લબિંગ ઓફ ઇન્કમ અનુસાર બક્ષિસની રકમ આપ્યા બાદ જે બક્ષિસમાંથી આવક થશે તે બક્ષિસ સ્વીકારનારની આવકમાં ઉમેરાશે.


હવે આ રોકાણ જો તમે ટેક્સ ફ્રી રોકાણોમાં હશે તો ક્લબિંગની જોગવાઇ લાગુ પડશે નહીં. જો ક્લબિંગના પ્રોવિઝનમાં ન પડવું હોય તો બક્ષિસના બદલે લોન તરીકે રકમ આપવાની રહેશે. ક્લબિંગના પ્રોવિઝન જે ગિફ્ટ આપી છે તે જ રકમ થકી થયેલી આવક ઉપર લાગુ પડશે.


સવાલ-
ગુજરાત સરકારમાં ફિક્સ પગારનો કર્મચારી છું અને મને HRAનો લાભ નથી મળતો તો ભાડાની ચૂકવણી પર કપાત મળી શકે અને TDSની કપાત અને 26ASમાં તફાવત રહે છે તો તેનો ઉપાય શું?


જવાબ-
જે પગારદારને HRAનો લાભ મળતો નથી પરંતુ ઘરભાડું ચૂકવે છે. તો કલમ 80GG અંતર્ગત આવા કરદાતાં વાર્ષિક રૂપિયા 60K સુધીની કપાત મેળવી શકે છે. માસિક રૂપિયા 5K સુધીની રકમ અથવા તો કુલ કરપાત્ર આવકના 25% અથવા ભાડાની ચૂકવણી રકમ કુલ કરપાત્ર આવકના 10%થી વધુ છે. આ તમામ શરતોમાં મહત્તમ રૂપિયા 60K સુધીની કપાત મેળવી શકશો.


તમારા ડિસ્બર્સમેન્ટ ઓફિસરને TDSની કપાતના તફાવતની રકમ સંબંધી રજૂઆત કરી તે જમા મેળવી શકો છો. જો આમાં ઉકેલ ન આવે તો આવકવેરા વિભાગની વેબસાઇટ પર TDS ગ્રિવન્સીસ ફોરમમાં રજૂઆત કરી શકો છો.