ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે એચયૂએફ અંગે આયોજન

કોઇપણ હિન્દુ હોય અને તેના લગ્ન થવાની સાથે જ HUF અસ્તિત્વમાં આવે છે.
ના રોજ પ્રકાશિત Fri, 23, 2018 પર 17:40  |  સ્ત્રોત : CNBC-Bajar

કોઇપણ હિન્દુ હોય અને તેના લગ્ન થવાની સાથે જ HUF અસ્તિત્વમાં આવે છે. કાયદા હેઠળ HUFનો લાભ લેવા માટે મિત્ર કે સગાઓ પાસેથી નાનકડી બક્ષિસ મેળવીને મૂડી ઉભી કરવાની રહેશે. પ્રથમ વર્ષે રૂપિયા 50 હજારની બક્ષિસ મર્યાદાની ચિંતા રહેશે નહીં એટલે રૂપિયા 2.5 લાખ સુધીની પણ બક્ષિસ લઇ શકો છો.


HUFના આપના પરિવારનો સભ્યોનો જોડવાના રહેશે. ઘણાં લોકો એવું માને છે કે પુત્ર હોય તો જ HUF થાય છે. પરંતુ એવું નથી પુત્રી હોય તો પણ અને સંતાન ન હોય તો પણ HUFની રચના થઇ શકે છે. HUFની આવકનું આયોજન કરીને બેન્ક ખાતુ અને પાનકાર્ડ તૈયાર કરવાનું રહેશે.


HUFના સંદર્ભમાં કલમ 80Cનો લાભ ઇન્સ્યોરન્સ પ્રિમિયમ ચૂકવીને લઇ શકે છે. HUF પોતાનું પીપીએફ ખાતુ ખોલાવી શકતું નથી. પરંતુ HUFના સભ્ય માટે પીપીએફના ખાતામાં રૂપિયા 1.5 લાખનું રોકાણ કરીને 80Cની કપાતનો લાભ લઇ શકે છે. જો કે અહીં જે સભ્ય માટે HUF દ્વારા ચૂકવણી થઇ છે તે પીપીએફમાં અન્ય રોકાણ કરી શકશે નહીં. આ ઉપરાંત ELSS અને બેન્ક ડિપોઝિટનો લાભ પણ HUF લઇ શકે છે.


સવાલ-
મારો પુત્ર સરકારી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે તેને `42 હજારનું સ્ટાઇપેન્ડ મળે છે તેના ઉપરની કરપાત્રતા શું રહેશે?


જવાબ-
પગાર અને સ્ટાઇપેન્ડમાં તફાવત છે. હોસ્પિટલમાં પગાર તરીકેની આવક થાય તો તેના ઉપર આવકવેરાની કપાત પણ થાય છે. કલમ 10 (16) અનુસાર સ્ટાઇપેન્ડ મળે છે તેને સ્કોલરશિપ ગણવાનો ચુકાદો કર્ણાટક હાઇકોર્ટે આપ્યો હતો. અર્થાત અભ્યાસ દરમિયાન કે અભ્યાસ આગળ વધવા માટે જે સ્કોલરશિપ કે સ્ટાઇપેન્ડ મળે છે તે કરમુક્ત રહેશે.


સવાલ-
ઓક્ટોબર 2017થી NRI માટેની PPF યોજના બંધ કરવામાં આવી છે તેના ઉપર પાછલા વર્ષોના વ્યાજ કેવી રીતે મળશે?


જવાબ-
ઓક્ટોબર 2017ના વિવાદાસ્પદ સર્કયુલર પર 23મી ફેબ્રુઆરીએ સુધારો આવ્યો છે. પીપીએફના સંદર્ભમાં એનઆરઆઈ માટે ચિંતાનો વિષય હતો તે નથી રહ્યયો છે. એનઆરઆઈ માટે નવું ખાતું ખોલવાની પરવાનગી નથી. જ્યારે રહીશ હોવ ત્યારે ખાતું ખોલાવ્યું હોય તે બિનરહીશ થયા બાદ પાકતી મુદ્દત સુધી ચાલુ રાખી શકાશે. પરંતુ મેચ્યોર થયા બાદ NRI હશો તો તે ચાલુ રાખી શકશો નહીં.


આ દંડ ક્યારે અમલી થશે જ્યારે રિટર્ન ભરવાની જવાબદારી હોય અને રિટર્ન ન ભર્યુ હોય છે. જો તમારી ગ્રોસ આવક કરમુક્તિ મર્યાદા કરતાં ઓછી છે તો રિટર્ન ભરવું જરૂરી નથી. ગ્રોસઆવક કરમુક્તિ મર્યાદા કરતાં વધુ હોય તો રિટર્ન ભરવું ફરજિયાત છે. લાંબાગાળાના મૂડીનફાની કરમુક્તિનો લાભ લેવાનો હોય તો તેમાં રિટર્ન ભરવું જરૂરી છે. કુલ ગ્રોસ આવક રૂપિયા 2.5 કે 3 લાખ કરતાં ઓછી છે તો રિટર્ન ભરવું ફરજિયાત નથી.


સવાલ-
સરકારી કર્મચારી NPSમાં રોકાણ કરે તો તેમને કપાતનો લાભ મળી શકે?


જવાબ-
NPSનું ખાતુ ખોલવાની વયમર્યાદા 60 વર્ષથી વધારીને 65 વર્ષ કરવામાં આવી છે. 60 વર્ષ બાદ અન્ય કોઇ આવક હોય તોપણ NPSનું ખાતુ ખોલાવીને તેનો લાભ લઇ શકો છો.


સવાલ-
વડોદરા મુંબઇ એક્સપ્રેસ હાઇ-વે માટે અમારી જમીન એક્વાયર થઇ છે તેના ઉપર જે રકમ મળી છે તેના ઉપર કરપાત્રતા શું રહેશે?


જવાબ-
ખેતીની જમીન છે અને જાહેર હેતુ માટે એક્વાયર થઇ છે તો તે શહેરમાં જમીન હશે તો પણ તેના પર કરપાત્રતા નહીં રહે છે. આવકવેરા કાયદાની કલમ 10 હેઠળ જાહેર હેતુ માટે એક્વાયર થયેલી ખેતીની જમીન ઉપર જે ચૂકવણી થઇ છે તે કરમુક્ત રહેશે.


સવાલ-
મારું HUFમાં ફક્ત વ્યાજની આવક છે અને વ્યાજની આવક રૂપિયા 2.5 લાખ રૂપિયાથી ઓછી છે તો રિટર્ન ભરવા માટેની નોટિસ આવે છે તો શું રિટર્ન ભરવું ફરજિયાત છે?


જવાબ-
રિટર્ન ભરવાનું ફરજિયાત ત્યારે છે જ્યારે કુલ ગ્રોસ આવક કરમુક્તિ મર્યાદા કરતાં વધુ છે. આ નોટિસમાં ઓપ્શન આપવામાં આવે છે કે કયા કારણોસર રિટર્ન ભરવામાં નથી આવતું છે. 3-4 લીટીમાં જવાબ આપવાની સુવિધા આપવામાં આવે છે. આવકવેરા વિભાગ આપનો જવાબ નોંઘી રાખશે ત્યારબાદ વધારાની નોટિસ આવશે નહીં.


સવાલ-
હું રિટાયર્ડ છે મારા ફ્લેટની કિંમત રૂપિયા 1 કરોડ આવે છે અને તે વેચીને USA મારા પુત્ર સાથે રહેવા જવું અને ત્યાં મિલકત ખરીદું તો કેપિટલ ગેઇન ટેક્સમાં રાહત મળે?


જવાબ-
અજયભાઇ આપ ચારેક વર્ષ મોડા પડ્યા છો. 2014 સુધીની કાયદાકીય જોગવાઇ હતી કે ભારતમાં રહેઠાંણના ઘરનું વેચાણ કરીને વિશ્વના અન્ય કોઇ દેશમાં ખરીદો તો કેપિટલ ગેઇન ટેક્સમાંથી મુક્તિ હતી. પરંતુ સરકારે જોયું કે તેમના આવકવેરા આવક આ પ્રકારના રોકાણથી ઓછી થાય છે.


તેથી તેમાં સુધારો લાવ્યા અને ઘર સામે ઘર ભારતમાં ખરીદવા ઉપર કરમુક્તિનો લાભ આપ્યો છે. 31મી માર્ચ પહેલાં 54ECના બોન્ડમાં રોકાણ કરીને તેની આવક અમેરિકા લઇ જઇ શકશો. 1 એપ્રિલ બાદ જો રોકાણ કરશો તો આપનો હોલ્ડિંગ પિરિયડ 5 વર્ષનો રહેશે.


સવાલ-
હું વરિષ્ઠ નાગરિક છું, મને એવું જાણવા મળ્યું કે બેન્ક કે ફિક્સ ડિપોઝિટ્સ ઉપર TDS ન થવા માટે 15H ફોર્મ રજૂ કરવામાંથી મુક્તિ મળી છે એવું ખરું?


જવાબ-
2018-19થી સુધારો થયો છે તેમાં પ્રવર્તમાન જોગવાઇ અનુસાર રૂપિયા 10 હજારથી વધુની આવક માટે TDSની જોગવાઇ છે. આગામી નાણાંકીય વર્ષથી આ પ્રકારના વ્યાજની મર્યાદા રૂપિયા 50 હજાર કરવામાં આવી છે. તેથી રૂપિયા 50 હજાર સુધીની રકમ પર 15H આપવું જરૂરી નથી. પરંતુ જો રૂપિયા 50 હજારથી વધુ વ્યાજની આવક હોય અને ગ્રોસ આવક મુક્તિ મર્યાદાથી ઓછી હોય તો 15H આપવું પડશે.


સવાલ-
મારો પગાર રૂપિયા 29 હજાર છે અને તેના ઉપર રૂપિયા 2700 TDS થાય છે તો TDS રિફંડ કેવી રીતે લેવાનું રહે?


જવાબ-
તમારી આવક સરળ છે એટલે આપને ITR-1 અંતર્ગત રિટર્ન ભરવાનું રહેશે. સમયસર રિટર્ન ભરીને આપ TDSનું રિફંડ મેળવી શકશો.


સવાલ-
હું અને મારા પત્ની શિક્ષક છે તો જો હું એકલો હોમલોન લઉં તો મને અને મારા પત્ની બંનેને કપાતનો લાભ મળી શકે?


જવાબ-
હોમલોન કોઇ એક વ્યક્તિના નામ હોય અને બંને કપાત લાભ લઇ શકતા નથી. હોમલોનમાં બંનેએ કપાતનો લાભ લેવો હોય તો જોઇન્ટ નામ ઉપર લોન લેવાની રહેશે. અર્થાત સંયુક્ત હોમલોન હશે તો જ કપાતનો લાભ મળી શકશે.