ટેક્સ પ્લાનિંગ: દર્શકોના ટેક્સ અંગેના પ્રશ્નોનું નિવારણ

ના રોજ પ્રકાશિત Sat, 21, 2016 પર 15:27  |  સ્ત્રોત : CNBC-Bajar

માલિક તેમજ કર્મચારી બંનેએ ધ્યાનમાં રાખવાનો રહેશે. માલિકની જવાબદારી છે કે પેપરવર્ક પોતાના રેકોર્ડ પર રાખવાનો રહેશે. સુપ્રીમ કોર્ટ સમક્ષ લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા એવી રજૂઆત કરવામાં હતી આવકવેરાના કાયદામાં નિયમો હેઠળ એવી કોઇ જોગવાઇ નથી કે એલટીસી સંદર્ભના પુરાવા રાખવા તેથી ટીડીએસ કપાતમાં અમારી કોઇ કસુર થઇ નથી. સુપ્રીમ કોર્ટે આ દલીલને માન્ય રાખીને કરદાતાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.


નાણાંકીય ધારા 2015માં આ અંગેનો સુધારો કરવામાં આવ્યો છે. આવકવેરા નિયમો હેઠળ જે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે તે પ્રકારના પુરાવા કર્મચારીઓએ કરવાનું રહેશે અને તેના માલિકે પણ કૉમ્યલાયન્સ કરવું પડશે. 29 એપ્રિલનું સીબીડીટીનું નોટિફિકેશન છે જે 1લી જૂન 2016થી અમલી બનશે. કર્મચારીઓ માટે ફોર્મ 12BB દાખલ કરવામાં આવ્યું છે જેમાં સેલ્ફ ડેક્લેરેશન આપવાનું રહેશે. કર્મચારી જે કપાતનો લાભ મેળવતાં હોય તેનું સોગંદનામું માલિકને આપવાનું રહેશે તેના આધારે ટીડીએસ કરવામાં આવશે.


સૌપ્રથમ એચઆરએમાં મકાન માલિકનું નામ અને ભાડાની વિગત આપવાની રહેશે. જો ભાડું રૂપિયા 1 લાખ કરતાં વધુ હોય તો મકાન માલિકનો પાન નંબર આપવાનો રહેશે. લીવ ટ્રાવેલ કન્સેશન સંદર્ભમાં મુસાફરી કરી હોય તેના ખર્ચ સંબંધિત પુરાવા રજૂ કરવાના રહેશે. હાઉસિંગ લોનનું વ્યાજ સંદર્ભે જે કોઇ વ્યક્તિ, સંસ્થા પાસેથી લીધેલ લોન અને વ્યાજની વિગતો આપવાની રહેશે. કલમ 80 અને પેટાકલમમાં સંબંધિત રોકાણના પુરાવા કર્મચારીએ માલિકને આપવા પડશે. જો તમે સોગંદનામું આપ્યું છે તેમાં જો કોઇ ખોટી વિગત આપશો તેના માટે તમે પણ જવાબદાર ઠરશો.


સવાલ: મારા પિતાજી ગુજરાત સરકારના કર્મચારી છે, મારા માતાનું કેન્સર ઓપરેશનનો ખાનગી હોસ્પિટલમાં ખર્ચ કર્યો છે, જે માટેનો રૂપિયા 7.5 લાખ ખર્ચ રિએમ્બર્સમેન્ટ કરવામાં આવ્યો છે પરંતુ એડમિન્સ્ટ્રેશન વિભાગ દ્વારા ટીડીએસ કરવામાં આવ્યો છે તે અંગેની જોગવાઇ શું રહેશે?


જવાબ: સૌપ્રથમ તમારે તમારા માલિકને ખાત્રી આપવી પડશે કે ખાનગી હોસ્પિટલ આવકવેરા વિભાગ દ્વારા માન્ય કરાયેલી છે. જો ખાનગી હોસ્પિટલ આવકવેરા વિભાગ દ્વારા માન્ય ન હોય તો આવકવેરા કાયદાની કલમ કલમ 80DDB હેઠળ કર કપાતનો લાભ લઇ શકો. આવકવેરાના કાયદાની કલમ 80DDB હેઠળ નિર્દિષ્ટ રોગમાં કેન્સરનો સમાવેશ થાય છે, તેથી આ કલમ હેઠળ પણ કપાતનો લાભ લઇ શકો છો.


કલમ 80DDB હેઠળ જો તમે સિનિયર સિટીઝન હોવ તો વાર્ષિક રૂપિયા 60 હજાર સુધીની કપાતનો લાભ મળી શકે છે. મારા મંતવ્ય મુજબ ખાનગી હોસ્પિટલનું માન્ય હોવાનું વેરીફેકશન થાય છે તો આપને સંપૂર્ણ ખર્ચ કરમુક્ત મેળવી શકો છો. પરંતુ જો આપના વહીવટી વિભાગ દ્વારા તેને માન્ય નથી ગણતાં તો આપ આઇટીઆર-1 કે 2 અંતર્ગતના રિટર્નમાં રિફંડ માટે ક્લેઇમ કરી શકો છો.


સવાલ: મારા પિતા મારા ઉપર આશ્રિત છે તેની ની-રિપ્લેસમેન્ટની સર્જરી કરાવી છે જે માટે મેં રૂપિયા 1.5 લાખનો ખર્ચ કર્યો છે, તેના ઉપર મારી કંપનીએ રૂપિયા 1.25 લાખનું રિએમ્બર્સમેન્ટ કર્યું છે. મારી વાર્ષિક આવક રૂપિયા 4.19 લાખ છે તેમાં રિએમ્બર્સમેન્ટ રકમ ઉમેરીને વહીવટી વિભાગ દ્વારા ટીડીએસ કરવામાં આવ્યો છો તો તેના ઉપર રિફંડ લેવાની શું જોગવાઇ રહેશે?


જવાબ: આપે જે ની-રિપ્લેસમેન્ટ જે હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું છે તે આવકવેરા વિભાગ દ્વારા માન્ય છે. આ સર્જરીના રિએમ્બર્સમેન્ટ આપને સંપૂર્ણ કરમુક્ત રહેશે. કદાચ આપના માલિકે રિએમ્બર્સમેન્ટને આવક સાથે ગણીને ટીડીએસ કર્યો છે તો પણ આપને કરમુક્તિનો લાભ મળી શકે છે. જો ટીડીએસ થયો છે તો તેના માટે આપ આવકવેરા રિટર્ન ભરતાં સમયે કરમુક્તિની વિગતો આપનીને ટીડીએસનું રિફંડ ક્લેઇમ કરી શકો છો.


સવાલ: મને મારા સંતાન તરફથી રેમિટન્સ મળે છે તે ગિફ્ટ તરીકે કે આવક તરીકે ગણાશે, આ અંગેનું કરવેરા આયોજન શું કરવાનું રહેશે?


જવાબ: આવકવેરા ખાતાની અમીદ્રષ્ટ્રી રહી છે કે કોઇ પુત્ર-પુત્રી તેના માતા-પિતાને બક્ષિસ આપવા માંગતાં હોય તો તેના ઉપર કોઇ નાણાંકીય મર્યાદા વિના કરમુક્તિ આપવામાં આવી છે. પરંતુ જે ગિફ્ટ આપવામાં આવી છે તેમાંથી જો કોઇ આવક ઉભી થાય છે તો તેના ઉપર કરવેરાની જોગવાઇ બની શકે છે. જો તમે તમારા લગ્નસાથી, સગીરવયના બાળક, પુત્રવધુને કે તમારા પોતાના એચયુએફને બક્ષિસ આપવાની મર્યાદા નથી. પરંતુ જે બક્ષિસ આપી છે તેમાંથી જે આવક ઉભી થાય છે તમારી આવકમાં ઉમેરાય તેના ઉપર કરવેરાની જવાબદારી ઉભી થશે.


સવાલ: એચઆરએ એક્ઝમ્પ્શન મળતું હોય છે તે અંગેની જોગવાઇ શું છે?


જવાબ: જો તમે વાસ્તવિક ભાડું ચૂકવતાં હોય તો એચઆરએ અંતર્ગત કર મુક્તિનો લાભ મળે. પરંતુ જો ભાડું ચૂકવતાં ન હોય તો એચઆરએ આપના માટે કરપાત્ર રહેશે. જો ભાડું ચૂકવતાં હોય તો એચઆરએ અંતર્ગત નીચે મુજબની ઓછામાં ઓછી રકમની કરમુક્તિનો લાભ મળે. નાણાંકીય મર્યાદા નક્કી કરવા માટે પ્રથમ વાસ્તવિક રીતે ચૂકવવામાં આવેલું ઘરભાડા ભથ્થું. બીજું તમારા બેઝિક સેલેરીના 10 ટકાથી જેટલી વધુ રકમ ઘરભાડા તરીકે ચૂકવી હોય એ રકમ. ત્રીજું જો ચાર મેટ્રો શહેરમાં રહેતાં હોવ તો પગારના 50 ટકા અને નોન મેટ્રોમાં રહેતાં હોવ તો 40 ટકા સુધીની મુક્તિનો લાભ મળી શકે.


સવાલ: મેં એક વર્ષ પહેલાં ફ્લેટ ખરીદ્યો છે તેનો દસ્તાવેજ રૂપિયા 50 લાખનો છે, તેની જંત્રી મુજબ કિંમત રૂપિયા 30 લાખ છે હવે આ વર્ષે મારે ફ્લેટ વેચવો છે પરંતુ ખરીદનાર નીચો દસ્તાવેજ માંગે છે તો રૂપિયા 50 લાખનો દસ્તાવેજ રૂપિયા 40 લાખનો કરી શકાય? અને રિટર્ન માટે કયું ફોર્મ ભરવાનું રહેશે અને 10 લાખનું નુકસાન આવકવેરામાં દર્શાવી શકાય?


જવાબ: આવકવેરા કાયદા અનુસાર તમારી વેચાણ કિંમત જંત્રી કરતાં વધુ હોય તો આવકવેરા વિભાગ પ્રશ્ન કરતું નથી. આપના કેસમાં આપ એક વર્ષમાં મિલ્કતનું વેચાણ કરો છો તો આપને શોર્ટ કેપિટલ ગેઇન થાય છે. પરંતુ આપના કેસમાં ~40 લાખમાં વેચાણ કરો છો તો આપને શોર્ટ ટર્મ કેપિટલ લોસ થઇ રહ્યો છો. જે આપ કોઇપણ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન સામે સેટ-ઓફ કરી શકો છો, પરંતુ તેના માટે આપે સમયસર રિટર્ન ભરવું ખાસ જરૂરી રહેશે. જો આ સેટ-ઓફ એક વર્ષમાં નથી કરી શકતાં તો તેને આગળ ખેંચીને આગામી 8 નાણાંકીય વર્ષમાં થતાં કોઇપણ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન સામે નુકસાનને સેટ ઓફ કરી શકો છો.


સવાલ: મેં એક એચયુએફ ક્રિએટ કર્યુ છે તે એચયુએફ મને વ્યાજ મુક્ત લોન આપે છે તો તે અંગેની જોગવાઇ શું રહેશે?


જવાબ: મારી મૂડી હું પરિવારના સભ્ય કે એચયુએફને વગર વ્યાજની લોન આપું છું તો તેના ઉપર કોઇ બાધ નથી. એચયુએફ કે પરિવારના સભ્ય વગર વ્યાજની લોન આપ્યા તે સંબંધિત પુરાવા રાખવા જરૂરી છે. જેમ કે ચેક કે બેન્ક ટ્રાન્ઝેક્શનની વિગતો.