ટેક્સ પ્લાનિંગ: ઘર લેવામાં મળતી રાહતો

ના રોજ પ્રકાશિત Fri, 16, 2018 પર 18:00  |  સ્ત્રોત : CNBC-Bajar

ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના પૂર્ણ થશે 200 એપિસોડ. સીએનબીસી બજાર લઈને આવી રહ્યું છે ટેક્સ પ્લાનિંગ ચેમ્પિયનશિપ. દરેક દર્શક બની શકે છે ચેમ્પિયન. ટેક્સ પ્લાનિંગને અનુરૂપ પુછાશે સવાલ. અમદાવાદમાં યોજાશે ટેક્સ પ્લાનિંગ ચેમ્પિયનશિપ. સમકક્ષ સ્પર્ધા માટે CA કે ટેક્સ કન્સલ્ટન્ટ નહિં લઈ શકે ભાગ. દરેક ઉંમરના લોકો લઈ શકે છે ભાગ. રજીશ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 19 નવેમ્બર રહેશે.

ઘર લેવામાં મળતી રાહતો
1999થી સૌપ્રથમ વાર ઘર વસાવવા માટેની રાહતો દાખલ કરવામાં આવી. હાલના સમયમાં ઘર ખરીદદારોની ઉંમર નાની થઈ ગઈ છે. અને તેના માટે હોમ લોનની સુવિધા પણ સરળતાથી મળતી થઈ છે. જો તમે હાઉસિંગ લોન પર વ્યાજ ચૂકવો છો તો તેના અંગેની પણ કપાતનો લાભ મળે છે. લોનના હપ્તાની ચૂકવણી પર પણ આવકવેરામાં કપાતનો લાભ મળે છે.

મહત્તમ લાભ લેવા શું કરવું
₹2 લાખ વ્યાજની મર્યાદા પૂરતી ન હોય તેવું બધાને લાગી રહ્યું છે. ₹20 લાખથી વધારેની લોન લેવી હોય પતિ-પત્ની બન્ને લોન લઈ ₹4 લાખ સુધીની કપાતનો લાભ લઈ શકે છે. જો તમે બૅન્ક કે અન્ય સંસ્થા સિવાય કોઈ સ્થાનેથી પ્રાઈવેટ લોન લીધી હોય અને વ્યાજની ચૂકવણી કરતા હોય તો પણ આ લાભ લઈ શકાય છે. કલમ 24 હેઠળ ₹2 લાખની કપાત બાદ મળે છે, તે ઈન્ટરેસ્ટ પેયેબલ પર મળવાપાત્ર છે.


જો વ્યાજ તમારા ખાતામાંથી ખરેખર ચૂકવાયું ન હોય અને ચૂકવવા પાત્ર પણ બન્યું હોય તો પણ લાભ મળી શકે છે. કોઈ સંસ્થા પાસેથી લોન લીધી અને જો કોઈ બીજા પાસે તમને વધારે સારા લાભ સાથે લોન મળતી હોય તો તમે અન્ય પાસેથી લોન લઈને પહેલી લોનને ચૂકવવા માટે પણ ઉપયોગ કરો તો તે અન્ય બીજી લોન સંબંધી પણ તમને વ્યાજ મજરે મળે છે.

હપ્તાની ચૂકવણીના લાભ
કલમ 80C હેઠળ માન્ય કપાતોની યાદી આપેલી છે, તેની સાથે ₹1.5 લાખની હપ્તાની ચૂકવણીને પણ લક્ષમાં લેવામાં આવે છે. હપ્તાની ચૂકવણીમાં ₹1.5 લાખનું આયોજન પણ યોગ્ય રીતે કરવું જોઈએ. ફ્લેટ કે મકાનની ખરીદી સમયે લાગતી સ્ટેમ્પ ડ્યૂટી પણ કલમ 80C હેઠળ બાદ લઈ શકો છો. હપ્તાની ચૂકવણીમાં પ્રાઈવેટ સોર્સના હપ્તાની ચૂકવણી કલમ 80Cમાં બાદ ન મળી શકે.

સવાલ: મારી દિકરીનું PPF એકાઉન્ટ 2012માં ખોલાવ્યું હતું, હાલ મારી દિકરી વિદેશમાં લગ્ન કરી સ્થાઈ થઈ છે, તો શું તેનું એકાઉન્ટ ચાલુ રાખી શકાય? અને ચાલુ રાખીએ તો તેમાં લિમીટ સુધી નાણાં જમા કરાવી શકાય કે કેમ?

જવાબ: રાજેશભાઈને સલાહ છે કે તમે ખાતુ ખોલાવ્યું ત્યારે તમારા દિકરી ભારતના રહેવાશી હતાં માટે તે ખાતુ ચાલુ રાખી શકે છે. કોઈપણ એનઆરઆઈ નવું ખાતું નથી ખોલી શકતા. જો કોઈ એનઆરઆઈ હોય તો ખાતું રિન્યુ ન કરાવી શકે પરંતુ તેની સમય મર્યાદા સુધી તે ખાતું ચાલુ રાખી શકાય. જો તમે તમારી દિકરીના ખાતામાં નાણાં જમા કરાવતા હો તો તમે અથવા તમારી દિકરી પીપીએફની કપાતનો લાભ લઈ શકો. ખાતું ખોલ્યાના 15 વર્ષ સુધી તેને ચાલુ રાખી શકાશે.

સવાલ: મારા પાસે એચયુએફનું સ્ટેટસ છે અને દિકરાનું પીપીએફ એકાઉન્ટ છે તેમજ પત્નીનું એકાઉન્ટ છે, જો હું મારા એચયુએફ દ્વારા દિકરાના પીપીએફમાં નાણાં રોકુ તો શું મને એચયુએફના કેસમાં 80Cમાં કપાત બાદ મળી શકે?

જવાબ: રાજેશભાઈને સલાહ છે કે તમારા HUFને 80Cનો લાભ મળી શકે. PPFમાં HUFનું નવુ ખાતું ખોલાવી શકાતુ નથી, પરંતુ તમારા કેસમાં તમારે PPFનું ખાતું નથી ખોલાવાનું તો તમને બાધ નડતો નથી. કોઈપણ HUF પોતાના સભ્યના PPF ખાતામાં રોકાણ કરે તો HUF 80Cનો લાભ લઈ શકે છે.

સવાલ: હું સિનિયર સિટીઝન છું અને મેં PPF ખાતુ બંધ કરાવી દીધું છે, પરંતુ મારા પત્નીનું PPF ખાતું ચાલે છે, તો શું હું મારા પત્નીના PPFમાં નાણાં રોકી શકું?

જવાબ: જીતેન્દ્રભાઈને સલાહ છે કે તમે કલમ 80C હેઠળ તમારા પત્નીના PPFમાં નાણાં રોકી કપાતનો લાભ લઈ શકો છો. તમારા પત્નીના ખાતામાં તમે કરેલા રોકાણ સંબંધી `1.5 લાખ સુધીની કપાતનો લાભ લઈ શકાશે.

સવાલ: મહિને ₹20,000 આસપાસ ની આવક છે અને કંપની તરફથી PF કપાતું હોય તો તે સિવાય PPF કે અન્ય રોકાણ કરી શકાય?

જવાબ: હિતેષકુમારને સલાહ છે કે તમે આવકવેરાના દાયરામાં આવતા નથી. જો તમને બચત કરવી હોય તો તમે PPFમાં ચોક્કસપણે રોકાણ કરી શકો છો. તમને તેમાં 80C નો લાભ પણ મળી શકે છે.