ટેક્સ પ્લાનિંગ: સિનિયર સિટીઝન સેવિંગ સ્કિમ

ના રોજ પ્રકાશિત Sat, 03, 2018 પર 13:39  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકારનો હેતુ વરિષ્ઠ વયના નાગરિકોને રોકાણ પર વિશેષ વળતર આપવાનો હતો. પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બૅન્કમાં રોકાણ કરી શકાય છે. જેટલા સમયમાટે નાણાં મુક્યા હોય તેટલા દર પ્રમાણે રોકાણ લૉક થાય છે. હાલ વ્યાજદર 8.7% છે. 60 કે તેથી વધારે ઉંમરના લોકો રોકાણ કરી શકે છે. VRS લીધુ હોય અથવા વહેલા નિવૃત્ત થયા હોવ તો 55 વર્ષે રોકાણ કરી શકો છો. HUF અને NRI સિનિયર સિટીઝન સ્કીમમાં રોકાણ નથી કરી શકતા છે.

વ્યક્તિગત 15 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. જો પરિવારમાં પતિ-પત્ની બન્ને સિનિયર સિટીઝન હોય તો નોમિનેશન સાથે રોકાણ કરી શકાય છે. બન્ને એક-બીજાના નામ સાથે રૂપિયા 30 લાખ સુધીનું રોકાણ કરી શકે છે.

8.7%ના વ્યાજદરનો લાભ મળે છે. કરપાત્ર આવક હોય તો આ સ્કીમમાં વાર્ષિક રોકાણમાં રૂપિયા 1.5 લાખ સુધીનું રોકાણ કપાતને પાત્ર બની રહે છે. ચાલુ નાણાંકિય વર્ષથી કલમ 80TTB લાગુ કરવામાં આવી જેમા બૅન્ક ડિપોઝીટના રૂપિયા 50,000 સુધીના વ્યાજની કરમુક્તિનો લાભ મળે છે. રૂપિયા 50,000 સુધીના વ્યાજ પર TDS પણ નહિ કપાય છે.

5 વર્ષ માટે આ રોકાણ ચાલુ રાખી શકાય છે. પહેલા વર્ષે 80Cમાં રોકાણનો લાભ મળે છે. 5 વર્ષ બાદ રોકાણ 3 વર્ષ માટે વધારી શકાય છે. આકસ્મિક સંજોગોમાં 1 વર્ષ બાદ નાણાં ઉપાડી શકાય છે. 1 થી 2 વર્ષના સમયમાં 1.5% પેનલ્ટી ભરવી રહે છે. 2 થી 5 વર્ષના સમયમાં 1%ની પેનલ્ટી ભરવી રહે છે. સિનિયર સિટીઝનના બાળકો તેના માતા-પિતાને લોન સ્વરૂપે નાણાં આપી આ સ્કીમમાં રોકાણ કરી શકે છે.

સવાલ: અમારી રજીસ્ટર્ડ હાઉસિંગ સોસાયટી છે, જેની FD છે જેમા મેન્ટેનન્સ ડિપોઝીટની રકમ છે, જેમા બૅન્ક TDS કપાય છે, તો શું અમે આ TDS રિફંડ મેળવી શકીએ?

જવાબ: કોઓપ.સોસાયટીના કેસમાં તેને અલગ એકમ ગણવામાં આવે છે. સોસાયટીના સભ્યો પાસેથી લેવાતા ફાળાની રકમ પર કોઈ ટેક્સ નથી. જે નાણાં બચે છે તેના વ્યાજની આવક પર ટેક્સ લાગી શકે છે. કલમ 80P હેઠળ `50,000 સુધીની કરમુક્તિનો લાભ મળે છે. ઈન્કમટેક્સના રિટર્ન ભરવા સમયે તમારી કરપાત્ર આવક કરતા વધારે રકમ કપાય તો રિફંડ મેળવી શકો છો. AOPના કેસમાં `2.5 લાખ સુધીની કરમુક્તિ મર્યાદા છે તે લાગુ પડી શકે છે.

સવાલ: હું એક સરકારી અધિકારી છું અને મારા પત્નિ ગૃહિણી છે, તેઓની બચત ખાતાના વ્યાજ સિવાય કોઇ આવક નથી .બંને રીટર્ન ફાઇલ કરીએ છીએ. ચાલુ નાણાંકીય વર્ષમાં અમારુ ટેનામેંટ જે મારા પત્નિના નામે હતું તે રૂપિયા 10.11 લાખમાં વેચી નવો ફ્લેટ મારા નામે 24 લાખમાં ખરીદેલ છે. તો અમારે ચાલુ વર્ષે કોઇ કાર્યવાહી કરવાની થાય કે આવતા વર્ષે રીટર્ન ભરતી વખતે કોઇ મુશ્કેલી થાય કે શું ધ્યાન રાખવાનું રહે તેની વિગતવાર માહીતી આપવા વિનંતી છે?

જવાબ: માલિકી હક્ક તેનો જ ગણાય જેના નાણાંનું રોકાણ કરાયું હોય છે. વેચાણનો નફો પણ માલિકનો જ ગણાય છે. નફાને નવા મકાનની ખરીદીમાટે કરી શકો માટે કલમ 54 હેઠળની કરમુક્તિનો લાભ મળી શકે છે.

સવાલ: વડોદરામાં રેશિડેન્શિયલ પ્રોપર્ટી છે તેને વેચવી છે, જેની ઈન્ડેક્સ વેલ્યુ 26 લાખ છે, રૂપિયા 50 લાખ મુડીનફો આવે છે, તો રૂપિયા 24 લાખનો કરપાત્ર મુડીનફો થાય છે તો તેનું આયોજન કેવી રીતે કરી શકાય?

જવાબ: તમારે અન્ય ઘર લેવું હોય તો તેમા રોકાણ કરી કલમ 54 હેઠળ લાભ લઈ શકાય છે. જો નાણાંકિય રોકાણ કરવું હોય તો કલમ 54EC હેઠળ કેપિટલ ગેઈન બોન્ડમાં રોકાણ કરી શકાય છે.