ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

આ જાહેરાત બાદ બધાના મનમાં એક જ પ્રશ્ન હતો કે 2.5 લાખ રૂપિયા જમા કરાવ્યા છે કે કરવવાના છીએ તો તેના ઉપર નવા નિયમની કોઇ અસર થશે.
ના રોજ પ્રકાશિત Fri, 02, 2016 પર 17:50  |  સ્ત્રોત : CNBC-Bajar

મૂકેશ પટેલના મતે આ જાહેરાત બાદ બધાના મનમાં એક જ પ્રશ્ન હતો કે 2.5 લાખ રૂપિયા જમા કરાવ્યા છે કે કરવવાના છીએ તો તેના ઉપર નવા નિયમની કોઇ અસર થશે. 9મી નવેમ્બરે જ નાણામંત્રાલયના મહેસૂલ સચિવે કહ્યું હતું કે સિનિયર સિટીઝન, ગૃહિણીઓ, વ્યક્તિગત રીતે વર્ષોવર્ષ સુધી રોકડમાં બચતો કરવામાં આવતી હોય છે. આ પ્રકારની બચત જમા કરાવવા ઉપર આવકવેરા વિભાગ કોઇપણ પૂછપરછ કે તપાસ કરશે નહીં, આ મુદ્દે કોઇ કનડગત થાય તેવી મુશ્કેલી કરદાતાને થશે નહીં.


મૂકેશ પટેલનું કહેવું છે કે તાજેતરમાં એક જાહેરાત એવી પણ કરવામાં આવી છે ખોટી રીતે 2.5 લાખની મર્યાદામાં રકમ જમા કરાવવનાર અને પોતાના ખાતાનો દુરપયોગ કરવા માટે સંમતિ આપનાર શખ્સોને બેનામી ટ્રાન્ઝેક્શનના કાયદાનો સામનો કરવો પડશે. 2.5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટી ઘરગથ્થું બચત હશે તો તેમાં કોઇ વાંધો નથી તે તમારી આવક નહીં પરંતુ બચત કે મૂડી તરીકે જ ગણાવામાં આવશે. જે કરદાતાએ પ્રમાણિક રીતે 2.5 લાખની રોકડ બચતને જમા કરાવી છે તેમના માટે આ નવી જોગવાઇથી પણ કોઇ ચિંતાનું કારણ નથી.


મૂકેશ પટેલનું કહેવુ છે કે પતિ-પત્નીનું જોઇન્ટ એકાઉન્ટ હોય તો તેઓ તેમાં કેટલાં રૂપિયા જમા કરાવી શકે છે. લોકો એવું સમજે છે કે જોઇન્ટ એકાઉન્ટ હોય તો બે વ્યક્તિના થઇને 5 લાખ રૂપિયા જમા કરે છે પરંતુ તે કરવું ન જોઇએ. કારણ કે આવકવેરા ખાતાએ બેન્કોને રિપોર્ટિંગ કરવાનું ફોર્મેટ આપ્યું છે. તેમાં સ્પષ્ટ છે કે કોઇપણ બચત ખાતામાં 2.5 લાખથી વધુ રકમ જમા થાય તો તેનું રિપોર્ટિંગ કરવાનું રહે છે. તેથી જોઇન્ટ એકાઉન્ટમાં જે વ્યક્તિનું પ્રથમ નામ હોય તેમના ખાતામાં 2.5 લાખ રૂપિયા જમા કરાવો જોઇએ.


મૂકેશ પટેલના મતે ત્યારબાદ જોઇન્ટ એકાઉન્ટના સેકન્ડ હોલ્ડરના 2.5 લાખ રૂપિયા તેના પોતાના જ અન્ય એકાઉન્ટમાં કરાવવા જોઇએ. સેવિંગ એકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયા જમા કર્યા છે ત્યારબાદ પીપીએફના ખાતામાં 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. પીપીએફના ખાતામાં 500-1000ની જૂની કરન્સી નોટ જમા લેવામાં આવતી નથી.


મૂકેશ પટેલના મતે પરિણામે પીપીએફના ખાતામાં રકમ જમા કરાવવા માટે તમારે જૂની કરન્સી બેન્કમાં જમા કરાવ્યા બાદ ચેક દ્વારા જ પીપીએફમાં જમા કરી શકો છો. 2.5 લાખની જમા કરાવવાની જોગવાઇ તમારી બચતને સુરક્ષા આપવા કરવામાં આવી છે. તેને ટ્વીસ્ટ કરીને લાભ લેવાનો આશય રાખવો જોઇએ નહીં. કુંટુંબના સભ્યોને 2.5 લાખની લિમિટ આપવામાં આવી છે.


મૂકેશ પટેલનું કહેવુ છે કે તો એચયુએફને અલગથી આવી કોઇ છૂટ આપવાની જરૂર નથી. તમારા ધંધા-વ્યવસાયના ચોપડે દર્શાવેલી કેશ ઓન હેન્ડ કે કરવેરાનું સુગમ ફોર્મ ભરતાં હોય તો તેવા સંજોગોમાં તમારી આવકને સમજાવી શકો છો તો વધારાની રકમ જમા કરાવવામાં મુશ્કેલી રહેશે નહીં. 8મી નવેમ્બર પહેલાંના લગ્નપ્રસંગે ચાંદલા-ભેટ સ્વરૂપે મળેલી રકમ જો 7 લાખ રૂપિયા હોય અને તમે ચાંદલા પેટે મળેલી રકમની વિગતો સાચવીને રાખી હોય તો આ રકમ જમા કરાવવામાં પણ કોઇ મુશ્કેલી નથી.


મૂકેશ પટેલનું કહેવુ છે કે જો કે 8મી નવેમ્બર બાદ લગ્નપ્રસંગમાં પણ તમે ચાંદલા-ભેટ રૂપે જૂની નોટ સ્વીકારી હશે તો તેને કદાચ કરવેરા વિભાગ દ્વારા માન્ય રાખવામાં ન આવે તેવી પૂરી શક્યતાં છે. આ ઉપરાંત અગાઉ કોઇ મોટી રકમનો બેન્કમાંથી ઉપાડ કર્યો છે. તેમાંથી સંપૂર્ણ કે અંશતઃ રકમ વપરાયા વિના રહી છે તો તે રકમને પણ જમા કરાવવામાં કોઇ મુશ્કેલી રહેશે નહીં. આવકવેરા કાયદાની કલમ 115બીબીઈ હેઠળ ખુલાસો કરી ન શકાય તેવી આવક કરદાતા સામેથી જણાવે તો તેના ઉપર 30 ટકાનો જ ટેક્સ અમલી બનતો હતો. હાલની સ્થિતિમાં આ કલમનો દુરપયોગ થવાની શક્યતાં વધારે હતી તેથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


મૂકેશ પટેલના મતે નવી જોગવાઇ અનુસાર 115બીબીઈ હેઠળ 30ના બદલે 60 ટકાનો ટેક્સ અમલી કરવામાં આવ્યો તેમજ 25 ટકાનો સરચાર્જ લગાડવામા આવ્યો છે. પરિણામે 60 ટકા ઉપર 25 ટકાનો સરચાર્જ એટલે 15 ટકા થયા તેથી કુલ 75 ટકાનો ટેક્સ લાગુ પડે છે. આના ઉપર જો 3 ટકાનો એજ્યુકેશન સેસ ગણવામાં આવે તો તે 2.25 ટકા થાય, એટલે કુલ 77.25 ટકાનો ટેક્સ ભરવાનો રહે છે. હવે ખુલાસો ન હોય તેવી રકમ અથવા તો તમે જે ખુલાસો આપો તે યોગ્ય નથી તેવું આવકવેરા અધિકારી શોધી કાઢે તો તેના ઉપર 77.25 ટકા ટેક્સ સહિત ટેક્સના 10 ટકા પેનલ્ટી અર્થાત 60 ટકાના 10 ટકા એટલે 6 ટકા ટેક્સ આમ કુલ 83.25 ટકાની જવાબદાર થાય છે.


મૂકેશ પટેલના મતે આ જોગવાઇનો મુખ્ય આશય એ છે કે કરદાતાઓ સામેથી ટેક્સ ભરવાની છટકબારી શોધતાં હતા તેને બંધ કરાવાનો છે. આઇડીએસમાં 45 ટકા ટેક્સ વસુલ કરાતો હતો જ્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 49.90 ટકાની જવાબદારી વસુલ કરવાની દરખાસ્ત છે. આ યોજના અનુસાર 30 ટકા ટેક્સ તેના ઉપર 33 ટકા સરચાર્જ એટલે 9.90 અર્થાત 39.90 અને તેના ઉપર 10 ટકાની પેનલ્ટી સાથે 49.90 ટકા દંડ, વેરા અને સેસની જોગવાઇ કરી છે થાય છે.


મૂકેશ પટેલનું કહેવુ છે કે આ યોજના હેઠળ અધોષિત આવક ઉપર 49.90 ટકા ટેક્સ ચૂકવો ત્યારબાદ બાકી રહેતી રકમમાંથી 25 ટકા રકમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં જમા કરાવવો જે ચાર વર્ષ સુધી લોક-ઇનમાં રહેશે તેના ઉપર કોઇ વ્યાજ મળવાપાત્ર રહેશે નહીં. બાકી બચેલી 25 ટકા રકમ આપની પરત મળશે. 2.5 લાખ રૂપિયા સુધીના નાણાં પ્રમાણિકપણે ડિપોઝીટ કર્યા છે તેમને કોઇ ચિંતાનું કારણ નથી. 2.5 લાખથી વધુ રકમ જમા કરી છે પરંતુ મજબૂત અને યોગ્ય ખુલાસો હોય તો તેમને પણ ચિંતા કરવાની જરૂર નથી.


મૂકેશ પટેલનું કહેવુ છે કે પરંતુ જે નાણાં જમા કરો છો તેનો કોઇ ખુલાસો નથી અને તમને ડર છે કે જે ખુલાસો કરશો તે માન્ય રહેવાની શક્યતાં ઓછી છે. આવા સંજોગોમાં 83.25 ટકા દંડ અને ટેક્સનો ભોગ બનો તેના કરતાં 49.90 ટકા ટેક્સ ભરી દો અને 25 ટકા રકમ 4 વર્ષ માટે બેન્કમાં જમા કરાવી દો અને બાકીના 25 ટકા છૂટથી વાપરી શકો છો.


મૂકેશ પટેલનુ કહેવુ છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની લાક્ષણિકતાં એ છે કે ઇન્કમટેક્સ, વેલ્થ ટેક્સ સિવાય અન્ય કોઇ કરવેરા વિભાગ દ્વારા પણ પ્રશ્નો પૂછવામાં આવશે નહીં. ભ્રષ્ટાચાર, લાંચ-રૂશ્વત, મની લોન્ડરિંગ કે કોફેપોસા અંતર્ગતના નાણાં હશે તો તેને કોઇ પ્રકારની છૂટ કે યોજનાનો લાભ મળશે. સીધા કે આડકતરા વેરા વિભાગ તરફથી અભયદાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મળી શકશે.