ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 07, 2017 પર 17:34  |  સ્ત્રોત : CNBC-Bajar

જેમની આવક હોય તેમના ઉપર આકારણી થવી જોઇએ પરંતુ કેટલાંક કિસ્સામાં કરદાતાની આવક કોઇ બીજાની આવકમાં ઉમેરાય તો તેના ઉપર નિયત નિયમો અનુસાર ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઇ લાગુ પડે છે. કરદાતા આવકવેરાની જવાબદારીમાંથી છટકવા માટેના કેટલાંક રસ્તાઓ અપનાવે છે. તેને અટકાવવા માટે ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઇ કરવામાં આવી છે.


વ્યક્તિ પોતના લગ્નસાથીને બક્ષિસ આપે છે જેમાં કોઇ પૂરતાં અવેજ કે બજારભાવ કરતાં ઓછી કિંમતે મિલકતનું હસ્તાંતરણ કરે છે, તો વેલ્યુએશનનો ફર્ક બક્ષિસ ગણાશે છે. આ પ્રકારની કોઇ મિલકત ઉપર જો કોઇ વ્યાજની કે ભાડાની આવક થાય છે તો તે બક્ષિસ આપનારની આવકમાં જોડાશે ત્યાં ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઇ લાગુ પડશે. ભારતીય સમાજને લક્ષમાં રાખતાં વ્યક્તિના લગ્નસાથીના બક્ષિસના વ્યવહાર, સંયુક્ત કુંટુંબ અનુસાર પુત્રવધૂને આપવામાં આવતી બક્ષિસ છે. આ ઉપરાંત પ્રત્યક્ષ નહીં પરંતુ અપ્રત્યક્ષ રીતે આપવામાં આવતી બક્ષિસને પણ ક્લબિંગ ઓફ ઇન્કમમાં ગણી લેવામાં આવે છે.


સગીરવયના બાળકને આપવામાં આવતી બક્ષિસ ઉપર જો કોઇ આવક ઉદ્દભવે તો તેને ક્લબિંગ ઓફ ઇન્કમ અંતર્ગત ગણવામાં આવતી હતી. ત્યારબાદ તેનો વ્યાપ વધારવામાં આવ્યો છે. જે મુજબ આપના સગીરવયના બાળકને ઉદ્દભવતી કોઇપણ આવક ક્લબિંગ ઓફ ઇન્કમમાં ગણાશે. જેમ કે આપના કોઇ મિત્ર તરફથી બક્ષિસ આપવામાં આવી હોય અને તેના ઉપર આવક ઉદ્દભવે છે, તો તેને માતા-પિતા બેમાંથી જેમની આવક વધુ હશે તેમાં ઉમેરાશે.


આમાં અપવાદ એ છે કે સગીરવયના બાળકોએ પોતે ફિઝિકલ વર્ક કરીને જે કોઇ આવક મેળવી હોય તે આવક ક્લબિંગ ઓફ ઇન્કમમાં સમાવિષ્ટ થશે નહીં. બીજો અપવાદ એ છે કે બાળ કલાકારો દ્વારા કમાવવામાં આવતી આવક પણ છે. માતા-પિતાની આવકમાં જોડવામાં આવશે નહીં. આ સંદર્ભમાં માત્ર 1500 રૂપિયાનું એલાઉન્સ જે મુજબ રૂપિયા બાદ કર્યા બાદની અન્ય કોઇપણ સગીરવયના બાળકની આવક હશે તે ક્લબિંગ ઓફ ઇન્કમમાં જોડાશે.


વ્યક્તિ પોતના જ એચયુએફને બક્ષિસ આપીને છટકબારી મેળવવાનો પ્રયાસ કરે છે. કલમ 64(1)માં સંબંધીઓ દ્વારા થતી આવક જોઇ, કલમ 64(1A)માં સગીરવયના બાળકના ક્લબિંગની જોગવાઇ છે. જ્યારે વ્યક્તિએ પોતાના એચયુએફને બક્ષિસ આપી હોય તો તે કલમ 64(2) હેઠળ. આવી બક્ષિસ ઉપર પણ ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઇ છે.


તમે તમારી પત્નીને, પુત્રવધૂ કે એચયુએફને બક્ષિસ આપી હોય તો આ ત્રણેય સંજોગોમાં બક્ષિસમાંથી ઉદ્દભવતી કોઇપણ આવક બક્ષિસ આપનાર માટે ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઇ લાગુ પડશે. આ જ સ્થિતિમાં કરવેરા આયોજન એ થાય કે કરદાતાં લગ્નસાથી, પુત્રવધૂ કે એચયુએફને બક્ષિસના બદલે વગર વ્યાજની લોન આપી શકો છો જેથી ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઇ લાગુ પડશે નહીં. પરંતુ વગર વ્યાજની લોન માટેની શરત એ રહેશે કરદાતાની અન્ય કોઇ લોન ઉપર વ્યાજ ચૂકવતો ન હોય તો જ આ શક્ય છે.


કોર્ટ તરફથી બે મુદ્દાઓ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું કે લોન એ હસ્તાંતરણ નથી અને બીજો મુદ્દો એ રજૂ કર્યો કે આવકવેરાના કાયદા અનુસાર કાલ્પનિક વ્યાજ ગણવાની કોઇ કલમ નથી. તેથી આ પ્રકારની સ્થિતિમાં રિલેશનશીપમાં કરવેરા આયોજન માટે તેથી આ પ્રકારની સ્થિતિમાં રિલેશનશીપમાં કરવેરા આયોજન માટે આપવાના બદલે લોન આપવામમાં આવે તો તેના ઉપર ક્લબિંગ ઓફ ઇન્કમની કલમ 64ની જોગવાઇમાંથી બચી શકાય છે.


આ ઉપરાંત ક્લબિંગ ઓફ ઇન્કમથી બચવાના અન્ય રસ્તાઓમાં સગીરવયના બાળકો માટે અલગ આયોજન કરવું જોઇએ. તેથી ટેક્સ ફ્રી રોકાણ જેવા કે પીપીએફ કે જીવનવીમા પોલિસીમાં રોકાણ કરવું જોઇએ. કારણ કે ટેક્સ ફ્રી રોકાણની આવક ટેક્સ ફ્રી હોય છે તેથી તે ક્લબિંગ ઓફ ઇન્કમમાં પણ જોડાશે નહીં.


આવકવેરા કાયદાની કલમ 64ની જોગવાઇ અનુસાર લગ્નસાથીએ તેના સાથીને વ્યવસાયિક મહેનતાણું ચૂકવ્યું હોય પરંતુ લગ્નસાથી સંબંધિત વ્યવસાયિકના શૈક્ષણિક જાણકાર ન હોય તો ક્લબિંગ થાય છે. વ્યક્તિ કંપની, ભાગીદારી પેઢી કે પ્રોપરાઇટરીમાં 20%થી વધુનો ઇન્ટરેસ્ટ હોવો જોઇએ એ કેસમાં ક્લબિંગ થશે. જો 20%થી ઓછો ઇન્ટરેસ્ટ હોય તો ક્લબિંગની જોગવાઇ લાગુ પડશે નહીં.


પત્ની કે લગ્નસાથી પ્રોફેશ્નલ કે ટેકનિકલ એજ્યુકેશન ધરાવતાં હોય તો તેવા કિસ્સામાં પણ ક્લબિંગની જોગવાઇ લાગુ પડશે નહીં. આ ઉપરાંત વ્યવહારુ જ્ઞાનના આધારે પણ લગ્નસાથીને પગાર કે મહેનતાણું આપવામાં તે પણ ક્લબિંગની જોગવાઇમાંથી મુક્ત રહેશે.