ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Sat, 15, 2017 પર 11:17  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારત અને અમેરિકા વચ્ચે જુલાઇ 2015માં કરાયેલ ફોરેન એકાઉન્ટ્સ ટેક્સ કમ્પ્લાયન્સ એક્ટ (FATCA) સંધિ અનુસાર વેરાકીય માહિતીની આપ-લે સરળતાપૂર્વક થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સંદર્ભમાં જુલાઇ 2014થી શરૂ કરીને 31મી ઓગષ્ટ 2015 દરમિયાન જે બેન્ક એકાઉન્ટ અને ડિમેટ એકાઉન્ટ ખૂલ્યા હોય તેમને માટે આધાર કાર્ડની વિગતો આપવી ફરજિયાત રહેશે.


સાથે જ આ દરમિયાન ખૂલેલા એકાઉન્ટમાં ફટકાની વિગતો પણ ભરવી પડશે. જો આમાં ચૂક થશે તો 30મી એપ્રિલ 2017 બાદ એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવશે જ્યાં સુધી કમ્પ્લાયન્સ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એકાઉન્ટ ઓપરેટ નહીં થઇ શકે છે.


પહેલી એપ્રિલ 2017થી આધાર વગર આવકવેરા રિટર્ન ભરવું શક્ય નહીં રહે તેમજ પાન કાર્ડ લેવા માટે પણ ફરજિયાત આધાર કાર્ડ આપવું પડશે. અત્યાર સુધીની કરદાતાની વિટંબણા હતી કે આવકવેરા રિટર્નના નવા ફોર્મ જૂન મહિનાના અંત સુધી પણ મળતાં નહોતા છે. પરંતુ આ વખતે સીબીડીટીએ ત્રીજી એપ્રિલે જ આવકવેરા રિટર્નના ફોર્મ જાહેર કર્યા છે. નોટબંધીના સમયગાળા દરમિયાન કરદાતાએ તેના બેન્ક ખાતા કે ખાતાઓમાં બે લાખ રૂપિયા કે તેથી વધુ રકમ જમા કરી હશે તો તેના અંગેનું ડિક્લેરેશન આપવું પડશે.


જોકે આમાં સેવિંગ કે કરન્ટ એકાઉન્ટમાં રકમ જમા કરાવી છે તે અંગેનો ખુલાસો હજુ સુધી આપવામાં આવ્યો નથી. અત્યાર સુધી કરદાતાને સમજ એ હતી 2.5 લાખ રૂપિયાથી વધુ આવક ન હોય તો તેના ઉપર કોઇ રિટર્ન ભરવાની જરૂર નથી. કલમ 80 હેઠળની જે વિવિધ પેટાકલમની કપાતોને લક્ષમાં લીધા સિવાય ગ્રોસ આવક 2.5 લાખ રૂપિયાથી વધુ આવક હોય તો તેના ઉપર આવકવેરા રિટર્ન ભરવાનું ફરજિયાત હતું. કલમ 80 હેઠળ કપાતનો દાવો કરવામાં આવે છે તેની ખરાઇ કરવા માટે રિટર્ન ભરવું ફરજિયાત કરવામાં આવ્યુ હતું.


નવી જોગવાઇ અનુસાર ધારો કે 2 લાખ રૂપિયા વ્યાજની આવક છે એ ઉપરાંત લાંબા ગાળાનો મૂડી નફો મેળવો છો તો તેને આવકવેરા રિટર્ન ભરવાના સંદર્ભમાં લક્ષમાં લેવાનો રહેશે. આ રકમ ઉપર ટેક્સ ભરવાનો રહેતો નથી પરંતુ તેની વિગતો આવકવેરા રિટર્નમાં દર્શાવવી જરૂરી રહેશે. નાણાંકીય વર્ષ દરમિયાન પીપીએફમાં રોકાણ કરવાનું હોય તો નાણાંકીય તરલતાં હોય તો તેમને એપ્રિલના પ્રારંભમાં જ કરી દેવું જોઇએ.


હેડ ઓફ હાઉસહોલ્ડ મોટાંભાગે દરેક રોકાણો પોતે જ કરતાં હોય છે તેથી કુંટુંબના અન્ય એકમોમાં રોકાણ કરીને કરવેરા આયોજન કરવાનો લાભ લઇ શકતાં નથી. તેથી કુંટુંબના અન્ય આવક ધરાવતાં એકમોમાં પણ 80C હેઠળ કરવેરા આયોજન કરવું જોઇએ. મેડિક્લેઇમને પણ કુંટુંબના એકમોમાં વહેંચણી કરી શકાય છે. સિનિયર સિટીઝન સિવાયના કરદાતાઓને 25 હજાર રૂપિયાની કપાત મળે છે. પતિ, પત્ની અને એચયુએફ ત્રણેય એકમ તરીકે 25 હજાર રૂપિયાની કપાત મેળવી શકે છે તેને આધારિત આયોજન કરો છો.


ધારો કે તમારી આવક 5 લાખ રૂપિયાની છે જેમાં 2.5 લાખ રૂપિયા સુધી કોઇ ટેક્સ નથી. અગાઉના વર્ષોમાં 10 ટકાનો ટેક્સ સ્લેબ હતો પરંતુ ચાલુ નાણાંકીય વર્ષથી હવે 5 ટકાનો જ ટેક્સ ચૂકવવાનો રહેશે. 5 લાખની આવકમાં 4.5 લાખ રૂપિયા વ્યાજની આવક હોય તેમાં ટીડીએસની કપાત થતી હોય છે.


જે ટીડીએસ કપાવાનો છે તેની સામે ભરવાપાત્ર રકમ ઘણી નાની છે તો તેમાં મોટું આવકવેરા રિફંડ લેવાનું થાય અને તમારા નાણાં અટવાઇ રહે છે. આવકવેરા કાયદા હેઠળ ફોર્મ 13 ભરીને સંલગ્ન ટીડીએસ ઓથોરિટી સમક્ષ રજૂ કરો તો તેમાં ઓછી કપાત માટેની રજૂઆત કરી શકો છો.