ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 21, 2017 પર 17:32  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ માટેના ત્રણ પાયાના નિયમો છે. રોકાણ માટેના ત્રણ મુખ્ય નિયમોમાં પ્રથમ રોકાણની સલામતી બીજું રોકાણ વળતર અને ત્રીજું રોકાણની તરલતા છે. રોકાણ આયોજન માટેના સિક્યોરિટી, યીલ્ડ અને લિક્વિડિટી આ ત્રણ ગાઇડિંગ સ્ટાર રહેશે. કોઇપણ રોકાણનો પાયો સિક્યોરિટી છે. વૃદ્ધિની અપેક્ષામાં એવા કોઇ રોકાણ માધ્યમની પસંદગી ન કરો જેમાં મૂડીનું ધોવાણ થાય છે. જો કે જેટલી સલામત રોકાણની અપેક્ષા રહેશે તેટલું જ રોકાણ વળતર ઓછું મળશે.


સી ક્લાસના કોઇ ઇન્વેસ્ટમાં રોકાણ ઉપર વ્યાજ વધારે મળે પણ તેમાં જોખમનો હિસ્સો પણ વધારે રહેશે. સલામત રોકાણ માટેનો ઉત્કૃષ્ઠ વિકલ્પ એ છે કે સમગ્ર નાણાં કોઇ એક સ્ત્રોતના બદલે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરીને રોકાણને બેલેન્સ કરો છો. જેમ આપણાં ભોજનના થાળમાં વેરાયટી હોય છે તેમ રોકાણમાં પણ વેરાયટીનો સમન્વય કરવાનો રહેશે. વળતર અને સુરક્ષિતતા બંને સાથે ચાલતાં માધ્યમ છે.


ડેટ ફંડ, બેલેન્સ ફંડ અને ઇક્વિટી ફંડ જેવા મ્યુચ્યુઅલ ફંડ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇક્વિટી ફંડમાં સૌથી વધુ રિટર્ન મળવાની શક્યતાં છે કોઇ ગેરંટી નથી. પરંતુ ઇક્વિટી ફંડ સ્ટોક માર્કેટ સાથે જોડાયેલ રિટર્ન છે જેમાં ગત વર્ષોમાં ફ્લેટ રિટર્ન મળ્યા હોવાના પણ કિસ્સા બન્યા છે. વળતરને બેલેન્સ કરવાનું રહેશે કારણ કે સારા રિટર્ન માટે રોકાણનું વૈવિધ્ય જાળવવું જરૂર રહેશે.


રોકાણ માટેનું ટાઇમ ટેબલ બનાવવું જરૂરી છે. ધારો કે 12 લાખ રૂપિયાની એકસામટી ડિપોઝીટ મૂકો તેના બદલે માસિક ધોરણે 1 લાખ રૂપિયાની ડિપોઝિટ મૂકો છો. 12 મહિનાનું રોકાણ પિરિયોડિકલી થતો રહે અને તેમાંથી જરૂરીયાત અનુસાર નાણાંનો ઉપાડ કરી શકો છો. મ્યુઅલફંડનો એક મહત્ત્વનો ફાયદો એ પણ રહે છે 24 કલાકના સમયગાળામાં રોકાણને લિક્વિડ કરી શકો છો. જ્યારે ડિપોઝીટ્સમાં રોકાણને લિક્વિડ કરવામાં રિટર્ન ગુમાવવું પણ પડી શકે છે.


ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ માટેના આદર્શ મોડેલનો વિચાર કરવાનો હોય ત્યારે તેને એક પિરામિડના સ્વરૂપે તૈયાર કરો છો. પિરામિડના આકાર મુજબ રોકાણ કરવા માટે રોકાણના 3 નિયમોને તેમાં સમાવિષ્ટ કરવાના રહેશે. સલામત રોકાણ માટે 40-60 ટકા રકમની ફાળવણી કરો છો તો તે પિરામિડનો પાયો ગણાશે છે. આ પાયામાં બેન્કની ફિક્સ ડિપોઝિટ, પીપીએફ જેવા રોકાણ સાધનોનો સમાવેશ થશે છે.


થોડું રિસ્ક એટલે કે મિડિયમ સાઇઝ રિસ્ક લેવા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણની ટકાવારી 20-40 ટકા રાખો છો. છેલ્લે પિરામિડના ટોપનું આયોજન કર્યા વગર કોઇપણ રોકાણકાર સફળ થયો નથી. પિરામિડના ટોપ ઉપર 10-30 ટકાનું રોકાણ કરવાનું રહેશે. આ સેગમેન્ટમાં ઇક્વિટી અને ઇક્વિટી લિન્ક હાઇ રિસ્ક હાઇ રિટર્ન માટેના ઓપ્શન અપનાવી શકો છો.


મારા મતે 10-15 ટકાનું નુકસાન થાય તો પણ 85 ટકા આપનું રોકાણ સલામત રહેશેપરંતુ જો આ 10-15 ટકાનું રોકાણ સફળ થયું તો પિરામિડના નીચલા સ્તર કરતાં પણ વધારે રિટર્ન આપશે. ઇક્વિટી ઓરિએન્ટ ફંડમાં રોકાણ કરવામાં ટેક્સ સેવિંગ્સ થાય છે. ઇક્વિટી ઓરિએન્ટ ફંડમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનો વિકલ્પ પણ પસંદ કરી શકાય છે.


પીપીએફમાં રોકાણ કરવામાં ફિક્સ ડિપોઝિટ કરતાં ઓછું રિટર્ન મળે છે પરંતુ સામાપક્ષે ટેક્સ બેનિફિટ મેળવી શકો છો. અસરકારક રિટર્ન મેળવવા માટે ટેક્સની ગણતરી કરીને રોકાણનું આયોજન કરવું જોઇએ. મકાન-મિલ્કતમાં રોકાણ કરતાં સમયે એ ધ્યાનમાં રાખો કે કલમ 24 હેઠળ વ્યાજની કપાતનો લાભ મળી શકશે નહીં એ જોવાનું રહેશે.


ચાલુ વર્ષથી નવી જોગવાઇ અનુસાર 2 લાખ રૂપિયાથી વધુનું વ્યાજ ભાડે આપેલી મિલક્ત પર ચૂકવતાં હશો તો તેના ઉપર એક જ વર્ષમાં કપાતનો લાભ લઇ શકાશે નહી. મકાન-મિલક્તની સરખામણીએ સ્ટોક માર્કેટમાં રોકાણ કરવામાં લિક્વિડિટી વધારે રહે છે.