ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Sat, 22, 2017 પર 15:32  |  સ્ત્રોત : CNBC-Bajar

વ્યક્તિગત કરદાતા માટે જ સહજ રિટર્ન છે. એચયુએફ, ભાગીદારી પેઢીઓ કે ધંધાદારી આવક ધરાવનાર માટે સહજ રિટર્ન નથી. ફક્ત પગારની આવક અને મકાન-મિલકતની આવકના સંદર્ભમાં આગળનું. કોઇ નુકસાન ન હોય તો જ સહજ રિટર્નનો લાભ લઇ શકાશે. અન્ય શિર્ષકની આવક હોય જેમ કે લોટરી  ઘોડદોડની આવક હોય તો તેઓ સહજ રિટર્ન ભરી શકાશે નહીં.


પરંતુ જો કરપાત્ર મૂડીનફો તો ITR-1 સહજ રિટર્ન ભરી શકાતાં નથી. જો ખેતીની કોઇ આવક ₹5 હજારથી વધુ હશે તો સહજ રિટર્ન ભરી શકતાં નથી. વિદેશમાં આવક કે મિલકત ધરાવતાં હોય તેવા કરદાતાઓ પણ સહજ રિટર્ન ભરી શકતાં નથી.

ITR-1 નથી ભરી શકતાં તે તમામ ITR-2 રિટર્ન ભરી શકે છે ¤WA1 3900 જેમાં HUFને પણ રિટર્ન ભરવાનું રહે છે. ધંધાદારી આવક સિવાયની અન્ય કોઇપણ આવક હોય તો તે ITR-2 ભરી શકે છે. ધંધાદારી આવક માટે 3,4 અને 5 અંતર્ગત રિટર્ન ભરવાનું રહેશે. વ્યવસાયિક કે પ્રોપરાઇટર માટે ITR-3 અંતર્ગત રિટર્ન ભરવાનું રહેશે. ITR-4 અંદાજિત આવક હોય તેવા કેસમાં આ રિટર્ન ભરવાનું રહેશે.


આ રિટર્ન હુલામણાં નામ સુગમ તરીકે પણ ઓળખાય છે. AOP, BOP, અને ભાગીદારી પેઢીઓને ITR-5 હેઠળ રિટર્ન ભરવાનું રહેશે. કંપનીઓ માટે ITR-6 અંતર્ગત રિટર્ન ભરવાનું રહે છે. ચેરિટેબલ ટ્રસ્ટ અને સેક્શન 80 માન્યતા ધરાવતી સંસ્થાએ ITR-7 અંતર્ગત રિટર્ન ભરવાનું રહેશે.

2017-18માં આવેલી નવી જોગવાઇઓ ધ્યાનમાં રાખવી ખાસ જરૂરી છે. આ વખતના રિટર્નમાં ડિમોનેટાઇઝેશનના. સમયમાં ₹2 લાખથી વધુ રકમ તમારા કોઇપણ બેન્ક ખાતામાં જમા કરાવી છે તો તેના અંગેની વિગત આપવાની રહેશે.


આ વિગત જો છુપાવવામાં આવી હશે તો તેના ઉપર દંડનીય કાર્યવાહી પણ થઇ શકે છે. ₹50 લાખથી ઓછી આવક ધરાવતાં હોય તેવા કિસ્સામાં એસેટ અને લાયેબિલિટીની વિગત આપવાની રહેશે. શિડ્યુલ-ALમાં મિલકતદીઠ સરનામું, ખરીદ કિંમતની વિગતો આપવાની છે.

શિડ્યુલ-ઓએસમાં નોટબંધી સમયે એક નવી જોગવાઇ 115BBE દાખલ કરવામાં આવી છે. જેમાં વર્ણવી ન શકો તેવી આવક, રોકાણ અને ખર્ચના સંદર્ભમાં 75% ટકા સુધીનો ટેક્સ ભરવાનો રહેશે. જો દંડનીય સ્થિતિ સામે આવે તો 83%થી વધુનો ટેક્સ અને પેનલ્ટી ચૂકવવાની રહેશે.

કંપની, ભાગીદારી પેઢી અને ટ્રસ્ટને કોઇ આધાર હોય નહીં પરંતુ તેના કી પર્સનોલની આધાર સાથે તેને લિન્ક કરવાની રહે છે. આમાં સત્તાવાર વ્યક્તિના આધારની વિગત કંપની, ભાગીદારી પેઢી અને ટ્રસ્ટના સત્તાવાર વ્યક્તિઓની લિન્કિંગ કરવામાં આવે છે. ભાગીદારી પેઢી અને ટ્રસ્ટના કેસમાં દરેક સભ્યોના આધાર કાર્ડની વિગતો સંસ્થાના રેકોર્ડમાં આપવી ફરજિયાત છે.

તમે જ્યારે 8%ની ગણતરી કરો છો ત્યારે આ કપાત તમને મળી શકતી નથી. પગાર કે વ્યાજની રકમ બાદ કર્યા સિવાય કલમ 44AD હેઠળ ટેક્સ ભરવાનો રહેશે. પરંતુ જો પગાર કે વ્યાજની રકમ બાદ જોઇતી હોય તો ઓડિટ કરાવવું પડશે. ત્યારબાદ કલમ 44AD હેઠળ ટેક્સ કપાતનો લાભ લઇ શકશો.

સવાલ: મારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થયો છે તો મારે કયું રિટર્ન ભરવાનું રહેશે?

જવાબ: જો તમારો કરપાત્ર મૂડીનફો ટૂંકાગાળાનો છે. તો તેના ઉપર 15% ફ્લેટ ટેક્સ ભરવાનો છે. ITR-1 સહજ ટૂંકાગાળાના મૂડીનફો હોય તો ભરી શકાતું નથી. જો કોઇ ધંધાકીય આવક નથી તો ITR-2 અને જો ધંધાકીય આવક હોય તો ITR-3 ભરવાનું રહેશે.

સવાલ: મારી પગારની આવક છે અને ખેતીની પણ આવક છે તો મારે કયુ રિટર્ન ભરવાનું રહેશે?

જવાબ: આઈટીઆર-1 તમે ત્યારે જ ભરી શકો જ્યારે ખેતીની આવક ₹5 હજારથી ઓછી છે. જો ₹5 હજાર કરતાં વધુ ખેતીની આવક છે તો આઈટીઆર-2 ભરવાનું રહેશે. તેમજ જો ખેતીની આવક સાથે ધંધાકીય આવક હોય તો આઈટીઆર-3 ભરવાનું રહેશે.

સવાલ: બોનસ શેર્સ પાંચ વર્ષથી ધારણ કરું છું તો તેના ઉપર મારે કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે અમલી બને?

જવાબ: બોનસ શેર્સમાં ખરીદ કિંમત શૂન્ય છે તો વકરો એટલો નફો એમ માનવામાં આવે છે. પણ આવકવેરા કાયદાની કલમ 10(38) હેઠળ લાંબાગાળાનો મૂડીનફો સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ભર્યો હોયતો તે કરમુક્ત છે. બોનસ શેર્સ 1 વર્ષ સુધી હોલ્ડ કરીને વેચશો તો લાંબાગાળાનો મૂડીનફો. એસટીટી પેઇડ હશે તો કરમુક્ત રહેશે.

સવાલ: મારી પુત્રવધૂને ₹80 હજારની વાર્ષિક આવક છે અને ડિમોનેટાઇઝેશન દરમિયાન તેના ખાતામાં રકમ જમા કરી છે તો અમારે રિટર્ન ભરવું ફરજિયાત છે?

જવાબ: આવકવેરા રિટર્ન ભરવાનું થતું હોય તો ₹2 લાખથી વધુ રકમ ડિમોનેટાઇઝેશન દરમિયાન જમા કરાવી હોય તો તેમને રિટર્નમાં તેની વિગતો આપવાની રહેશે. ₹2 લાખથી વધુ કેશ જમા કરાવી છે પરંતુ જો તમારી કુલ ગ્રોસ આવક કરપાત્ર નથી તો આપને રિટર્ન ભરવું કે જમા રકમની વિગતો આપવી જરૂરી નથી.