ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 15, 2017 પર 17:52  |  સ્ત્રોત : CNBC-Bajar

પગારની આવક સામે નુકસાન સેટઓફ નહીં થાય આવકના 5 શિર્ષક હેઠળ નુકસાન ઉદ્દભવી શકે છે. ધંધાકીય કે મૂડીનફા હેઠળ નુકસાન ઉદ્દભવી શકે છે. અન્ય સ્ત્રોતની આવકમાં નુકસાન ઉદ્દભવી શકે છે. એક ધંધાના નુકસાનને બીજા ધંધાના નફા સામે સેટઓફ કરી શકાય છે.


હાઉસિંગ લોનનું વ્યાજ પગારની આવક સામે સેટઓફ કરી શકાય છે. સેટઓફ સમાન હેડ અથવા ઇન્ટ્રા હેડ હેઠળ કરી શકાય છે. જે સમાન વર્ષમાં નુકસાન સેટઓફ નથી થઇ શકતાં છે. આ પ્રકારના નુકસાનને આગામી વર્ષમાં કેરી ફોરવર્ડ કરી શકો છો. પગારની આવકમાં અન્ય નુકસાનને સેટઓફ કરવાનું છે. ધંધાનું નુકસાન પગારની આવક સામે સેટઓફ નહીં થાય છે.


કેપિટલ લોસને પગારની આવક સામે સેટઓફ નહીં થાય છે. અન્ય સ્ત્રોતનું નુકસાન પગારની આવક સામે સેટઓફ થશે. મકાન-મિલક્તનું નુકસાન પગારની આવક સામે સેટઓફ થશે. જે વર્ષમાં નુકસાન થાય તે અન્ય કોઇપણ આવક સામે સેટઓફ થાય છે. જેમાં મહત્તમ મર્યાદા 2 લાખ રૂપિયાનું નુકસાન સેટઓફ થઇ શકે છે.


ચાલુ વર્ષથી મકાન-મિલકતનું 2 લાખ વધુનું નુકસાન કેરીફોરવર્ડ થશે. એક વર્ષમાં 2 લાખથી વધુનું નુકસાન અન્ય આવક સામે સેટઓફ નહીં થાય છે. એસટીટી પેઇડ નફો કરમુક્ત છે તેમ નુકસાન પણ ગણાશે નહીં. ઓફ માર્કેટ ટ્રાન્ઝેક્શન કરીને લાંબાગાળાનું નુકસાન સેટઓફ લઇ શકાય છે. કરમુક્ત ન હોય તેવું લાંબાગાળાનું નુકસાન લાંબાગાળા નફા સામે જ સેટઓફ થશે.


ટૂંકાગાળાના મૂડી નુકસાન એ લાંબાગાળા કે ટૂંકગાળાના મૂડીનફા સામે સેટઓફ થશે. પગાર સિવાયના સ્ત્રોતની આવક સામે ધંધાકીય નુકસાન સેટઓફ થશે. સ્પેક્યુલેશન લોસ ફક્ત સ્પેક્યુલેશન પ્રોફિટ સામે જ સેટઓફ થશે. ધંધાકીય નુકસાનને ધંધાકીય નફાની સામે આગામી વર્ષોમાં કેરી ફોરવર્ડ થશે.


સવાલ-
1981થી 2001નો ઇન્ડેક્સેશનનો નિયમ બદલાયો છે તેને જોતાં મારી જૂની જમીનની વેલ્યુ અત્યારની ઇન્ડેક્સેશનને આધારે કોઇ ટેક્સ ભરવાનો આવતો નથી તો જો હું ટેક્સ ન ભરું તો કોઇ નોટિસ ઇશ્યુ થાય?


જવાબ-
1981ના ઇન્ડેક્સેશનમાં જંત્રી આધારિત વેલ્યુએશનની પ્રથા પ્રચલિત ન હતી. 2001ના ઇન્ડેક્સેશનમાં જંત્રી આધારિત વેલ્યુએશન ધ્યાનમાં લેવાય છે. જો તમે ચોક્કસ વેલ્યુએશન કરાવો તો કરપાત્રતાં રહેતી નથી. જો આ અંગે નોટિસ આવે તો તમે ખુલાસો પણ આપી શકો છો.


સવાલ-
ભાગીદારીનો ધંધો મારા પત્ની સાથે કરતો હતો આ પેઢીને ટ્રાન્સફર કરવી છે તો તેમાં મૂડીનફાની જવાબદારી રહે?


જવાબ-
પેઢીનું વિસર્જન સ્વભાવિક ભાગીદારોને જ મળે છે. કલમ 45(4) હેઠળ આવી મિલકત કરપાત્ર મૂડીનફો ગણાશે. જો કે લાંબાગાળાનો મૂડીનફો હશે તો કરમુક્તિનો લાભ મળશે.


સવાલ-
નોન રેસિડેન્ટની એનઆરઓની ડિપોઝિટ પર 30 ટકાના દરે ટેક્સ લેવાની જોગવાઇ છે તેની પાછળ શું કારણ છે? આવી એનઆરઓ ડિપોઝિટ ઉપર ટીડીએસ ન થાય તેના માટે શું કરવું છે?


જવાબ-
એનઆરઇ ડિપોઝિટનું વ્યાજ ભારતમાં કરમુક્ત છે પરંતુ તેને અમેરિકામાં ટેકસ ભરવો પડે છે તો આ કરમુક્તિનો વ્યવહારું લાભ રહેતો નથી આ અંગે આપનું મંતવ્ય


એનઆરઆઇ માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન
કલમ 195 હેઠળ NRIને કરાતી કરપાત્ર ચૂકવણી પર 13 ટકાના દરે TDS થાય છે. રિટર્નનું પ્રોસેસ એટલું ઝડપી છે કે 1-2 સપ્તાહમાં રિફંડ મળી રહે છે. કલમ 197 હેઠળ ફોર્મ 30 અંતર્ગત અરજી કરી શકો છો. જેમાં TDS ઓછા દરે થાય કે ઝીરો ટેક્સનું સર્ટી લઇ શકો છો. આ સર્ટીફિકેટ સંબંધિત બેન્ક કે સંસ્થાને આપવાનું રહે છે. અહીંયા જે ટેક્સ ભર્યો છે તે અમેરિકામાં સેટઓફ મળે છે.


વિદેશમાં 1 ટકા વ્યાજ પર ટેક્સ ભરવો પડે છે. તેના કરતાં ભારતમાં 7 ટકા વ્યાજ મળે છે તો એ સલાહભર્યું છે. સ્થાવર મિલક્ત સિક્યોરિટીઝમાં રોકાણ કરી શકો છો. ગ્રોથ સ્કીમમાં રોકાણ કરીને લાંબાગાળાનો મૂડીનફાનો લાભ લઇ શકો છો. જે-તે દેશના કરવેરા કાયદા પ્રમાણે ભારતમાં રોકાણ આયોજન કરો છો.