ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 23, 2018 પર 17:39  |  સ્ત્રોત : CNBC-Bajar

એલટીસીજીની આવક ઉપર જે ટેક્સ ભરવાનો થશે તેના ઉપર ટીડીએસ કરવાની યોજના નથી. આવકવેરા વિભાગને એલટીસીજી કે એસટીસીજીની આવક થઇ હોવા જાણવા માટે એસટીટી જરૂરી છે. એલટીસીજી કે એસટીસીજીમાં ટેક્સની વસુલાત માટેનું પગેરુંના ભાગ રૂપે એસટીટી જરૂરી રહ્યો છે. ધારો કે કોઇએક રોકાણકારે વર્ષ દરમિયાન રૂપિયા 25-30 લાખના વ્યવહાર કર્યા બાદ કોઇ ગેઇન દર્શાવ્યો ન હોય તો તે એસટીટી વડે ડેટા માઇનિંગ કરી શકે છે.


મને મારા પિતા પાસેથી વસિયતમાં અને મારા માતા પાસેથી ભેટ રૂપે શેર્સ મળ્યા છે. તેના ઉપર એસટીટી ભરવામાં આવ્યો નથી તો તેના સંદર્ભમાં મને ગ્રાન્ડ ફાધરિંગ લાભ મળી શકે? આવા કેસમાં કરવેરાની જવાબદારી શું રહેશે


આવકવેરા કાયદાની કલમ 112A હેઠળ ગ્રાન્ડ ફાધરિંગના લાભ માટે એસટીટી ભર્યો હોવો જોઇએ. 31મી જાન્યુઆરી 2018ના દિવસની ફેર વેલ્યુને શેર ધારણ કર્યાની કિંમત માની લેવામાં આવશે. આ કિંમત તમારી ધારણ કિંમત કરતાં વધારે છે તો તેને ડિમ્ડ એક્વિઝશન કિંમત ગણાશે. મહિનાથી વધુ સમયનું હોલ્ડિંગ હોવું જોઇએ અને શેર ધારણ કર્યા સમયે એસટીટી ભર્યો હોવો જોઇએ.


4થી ફેબ્રુઆરીએ સીબીડીટી દ્વારા FAQ હેઠળ સ્પષ્ટતાં કરાયા અનુસાર STT ભર્યો ન હોય તો તેવા કિસ્સામાં પણ અપવાદની જોગવાઇ કરવામાં આવનાર છે. આ સંદર્ભમાં WILL કે ગિફ્ટના કેસમાં STT ભર્યો ન હોય તો પણ તેમને ગ્રાન્ડ ફાધરિંગનો લાભ આપવામાં આવશે.


હું ઘણા સમયથી ઇક્વિટી ઓરિયેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરું છું તો નવી જોગવાઇઓ બાદ કરવેરા આયોજન કેવી રીતે કરી શકાય?


જે ઇક્વિટી માટેની જોગવાઇ છે તે જ નિયમ ઇક્વિટી ઓરિયેન્ટ એમએફ ઉપર અમલી રહેશે. એક વર્ષ બાદના રૂપિયા 1 લાખ સુધીના નફા ઉપર કોઇ કરવેરાની જવાબદારી બનશે નહીં. કરવેરા આયોજનની દ્રષ્ટ્રીએ ઘરના ઉંમરલાયક સભ્યોના નામે ઇક્વિટી ઓરિયેન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો. અલગ અલગ વ્યક્તિના નામે રોકાણ હશે તો દરેક કેસમાં રૂપિયા 1 લાખ સુધીના નફા ઉપર કરવેરાની જવાબદારી નહીં રહે. નવો ટેક્સ આવવાનો છે તે પહેલી એપ્રિલથી લાગુ પડે છે. ગ્રાન્ડ ફાધરિંગ માટેનો બેઝ 31મી જાન્યુઆરી 2018નો લીધો છે.


તો 31 માર્ચ 2018 પહેલાં જો ગેઇન રિડમ્પ્શન કરી લો છો તો તેના ઉપર એલટીસીજી ટેક્સ નહીં લાગે છે. ડિવિડન્ડ આપતી એમએફમાં રોકાણ કરતા હતા તેમાં પણ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ અમલી કર્યો છે. ગ્રોથ સ્કીમમાં 10.04% અને ડિવિડન્ડ સ્કીમમાં હોય તો 12.94% ટેક્સ ભરવાનો થશે. પરંતુ આ ટેક્સ એપ્રિલ 2018થી અમલી બનશે તેથી 31 માર્ચ 2018 સુધીમાં સારો ગેઇન યુનિટ પર મળી રહ્યો હોય તો નફો લઇ લેવો જોઇએ.


હું સિનિયર સિટીઝન છું. મેં પોસ્ટ ઓફિસની વિવિધ બચતોમાં તેમજ એલઆઇસીની સુરક્ષા અને એન્યુઇટીની યોજનામાં રોકાણ કર્યું છે, તો મને કલમ 80TTB હેઠળ કપાતનો લાભ મળી શકે?


આઈઆઈસીની પેન્શન અને સુરક્ષા પ્લાન ઉપર મળતી રકમ બેન્ક વ્યાજ તરીકે ગણવામાં આવતું નથી. પરિણામે તેના ઉપર કલમ 80TTBનો લાભ મળી શકશે નહીં. પરંતુ બેન્કની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ ઉપર મળતાં વ્યાજ ઉપર રૂપિયા 50 હજારની મર્યાદામાં કલમ 80TTBનો લાભ મળી શકશે.


મારી પાસે બેન્કની રૂપિયા 90 લાખની બેન્ક ફિક્સ ડિપોઝિટ્સ છે મારે તેનું રોકાણ બેન્ક કે શેરબજારમાં રોકાણ કરવું નથી તો અન્ય કયા સાધનોમાં રોકાણ કરી શકાય?


તમે પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકો છો. કલમ 80TTB હેઠળ રૂપિયા 50 હજાર સુધીનું વ્યાજ બાદ મળી શકશે. એનએસસીમાં આપને વ્યાજની કપાતનો લાભ નહીં મળે કારણ કે તે બેન્ક ડિપોઝિટ્સ ગણાતી નથી.


હું ગુજરાત સરકારની પ્રાથમિક શાળામાં શિક્ષક છું અને મને પેન્શન મળતું નથી તો હું એનપીએસમાં રૂપિયા 50 હજાર રોકાણ કરું અને રૂપિયા 1.5 લાખનું પીપીએફમાં રોકાણ કરું તો મને બંને કપાતનો લાભ મળી શકે?


ચોક્કસ આપ રૂપિયા 2 લાખની કપાતનો લાભ લઇ શકશો. પીપીએફના રૂપિયા 1.5 લાખ કલમ 80C અંતર્ગત બાદ મળશે. એનપીએસના રૂપિયા 50 હજાર કલમ 80CCD અંતર્ગત બાદ મળશે. એનપીએસ કલમ 80Cમાં સમાવિષ્ટ છે તેથી રૂપિયા 2 લાખનું રોકાણ કરવામાં આવ્યું હોય તો પણ કપાત મેળવી શકશો.


હું સિનિયર સિટીઝન છું મને રૂપિયા 40 હજાર એફડીનું વ્યાજ મળ્યું છે, રૂપિયા 10 હજાર સેવિંગ એકાઉન્ટ વ્યાજ અને રૂપિયા 5 હજાર આરડીનું વ્યાજ મળ્યું છે તો તેના ઉપર કલમ 80TTBની કપાતનો લાભ મળી શકશે?


કલમ 80TTBનો લાભ લેતાં હોવ તો સેવિંગ બેન્ક એકાઉન્ટના વ્યાજની કપાત બાદ લઇ શકશો નહીં. કલમ 80TTB એફડી, રિકરીંગ ડિપોઝિટ અને સેવિંગ એકાઉન્ટનું વ્યાજ સમાવિષ્ટ રહેશે. પરિણામે તમારા કેસમાં સેવિંગ એકાઉન્ટના વ્યાજ સહિત રૂપિયા 50 હજાર સુધીની કપાત લઇ શકશો.


મારું 2015-16 ટીડીએસ કપાયું છે તો તે રિટર્ન અત્યારે ફાઇલ કરી શકાશે


આકારણી વર્ષ 2016-17 સુધીની જોગવાઇ મુજબ આકારણી વર્ષના અંતથી માંડીને એક વર્ષ સુધીમાં રિટર્ન ભરી શકાશે. તો આપનું રિટર્ન 31 માર્ચ 2018 સુધીમાં ભરી શકશો. આકારણી વર્ષ 2017-18થી નવી જોગવાઇ મુજબ આકારણી વર્ષના અંત સુધીમાં જ રિટર્ન ભરવાનું રહેશે. આકારણી વર્ષ 2017-18નું રિટર્ન ભરવાની પણ છેલ્લી તારીખ 31 માર્ચ 2018 છે. ત્યારબાદ આ બેમાંથી કોઇ પણ રિટર્ન ભરી શકાશે નહીં.