ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 09, 2018 પર 17:44  |  સ્ત્રોત : CNBC-Bajar

મેડિકલ રિઅમ્બર્સમેન્ટની કપાત મળવાની બંધ થઇ પરંતુ અન્ય કેટલીક તબીબી સવલતો કરમુક્ત છે તો એ કઇ છે. સ્ટાન્ડર્ડ ડિડ્કશનની સાથે અન્ય કપાતોનું લાભ લેવાનું આયોજન ચોક્કસ કરવું જોઇએ. મેડિકલ રિઅમ્બર્સમેન્ટ બંધ થયું છે પરંતુ અન્ય મેડિકલ પર્ક વિઝિટ્સ હજુ યથાવત છે. કર્મચારી કે તેના પરિવારના સભ્યને માન્ય સરકારી કે ખાનગી હોસ્પિટલમાં - સારવાર લીધી હોય 4 તો તેમાં માલિક તરફથી કોઇપણ મર્યાદા વગર 5 જે-તે ખર્ચ ચૂકવાય તે કરમુક્ત છે.


માલિક તરફથી કર્મચારીનું મેડિકલ પ્રિમિયમ ચૂકવાતું હોય તો તે પણ કરમુક્ત રહેશે. કર્મચારીની વિદેશ સારવાર માટે માલિક તરફથી રિઅમ્બર્સમેન્ટ મળશે તે પણ કરમુક્ત રહેશે. ટ્રાન્સપોર્ટ એલાઉન્સની કપાત બંધ થઇ પરંતુ કન્વેયન્સ એલાઉન્સનો લાભ મળી શકે અને કર્મચારીઓને મળતાં રિઅમ્બર્સમેન્ટ કરપાત્રતા કેવી રહેશે. સ્ટાન્ડર્ડ ડિડ્કશનને ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં મર્જ કરી દેવામાં આવ્યું છે.


આવકવેરા કાયદાની કલમ 10(14) મુજબ કર્મચારી સંસ્થાના કામ માટે 3 કન્વેયન્સ એલાઉન્સ મળતું હોય તો તે મર્યાદા વગર કરમુક્ત છે. આ અંગેનું ડેક્લેરેશન માલિક તરફથી આપવાનું રહેતું હોય છે. માલિક તરફથી કન્વેયન્સનું રિઅમ્બર્સમેન્ટ કરવામાં આવે છે તે પણ કરમુક્ત છે.


કરમુક્ત સવલતોમાં હજુ કઇ સવલતો કર્મચારીઓ માટે યથાવત્ છે અને તેનું આયોજન કેવી રીતે કરવાનું રહેશે. માલિક તરફથી આપવામાં આવતા ફૂડ કૂપન્સ કરમુક્ત છે. માલિક તરફથી ફોનબિલ ચૂકવાતું હોય કે લેપટોપ જેવી સુવિધા આપતાં હોય તે પણ હજુ કરમુક્ત છે. ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ માલિક તરફથી મળતાં હોય તેના લાભ પણ યથાવત્ છે. લીવ ટ્રાવેલ એલાઉન્સ અને એચઆરએની જોગવાઇમાં કોઇ ફેરફાર આવ્યો છે.


માલિક તરફથી કર્મચારીને રૂપિયા 5 હજારની મર્યાદામાં વાર્ષિક બર્થ-ડે કે એનિવર્સરી પર ભેટ અપાય તેની કરમુક્ત યથાવત્ છે. નિયત નિયમો અનુસાર ટ્રાવેલિંગ માટે રેલભાડાનો લાભ યથાવત્ છે. પગારદારના નિયત પગારના 10% સુધીનો હાઉસ રેન્ટ એલાઉન્સ આપવાની કરમુક્ત જોગવાઇ યથાવત છે.


નોમિનેશન પત્ની અને પુત્ર કરાવ્યું હોય તો મારી હયાતી ન હોય ત્યારે તે નોમિની વારસદાર થઇ શકે?
આપની હયાતી ન હોય ત્યારે નોમિનીને બેન્ક ખાતું કે રોકાણોનો વહીવટ કરી શકે છે. કાયદા મુજબ નોમિની તેનો માલિક નથી ગણાતો છે. વીલમાં તમારી મિલક્ત તમે અલગ અલગ વ્યક્તિને આપવા માગતા હોવ છે. તો બધાને નોમિની બનાવવાનું યોગ્ય ન હોય એક વ્યક્તિને નોમિની બનાવીને વીલ આધારિત વહેંચણી કરવાનું સરળ રહી શકે છે.


મારા માતા સરકારી કર્મચારી હતા તેમને પેન્શનની આવક છે તેમના રિટર્ન ફાઇલ કરતાં સમયે 15જી ફોર્મ રજૂ કરતો હતો હવે સિનિયર સિટિઝન માટે વ્યાજની મર્યાદા 50 હજાર થઇ છે તો 15જી ભરવાની જરૂર ખરી?
જે કોઇપણ વ્યક્તિની ગ્રોસ આવક કરમુક્તિની મર્યાદા અંદર હોય તેમાં કોઇ ટીડીએસ રિફંડ લેવાનું નથી તો રિટર્ન ભરવું જરૂરી નથી. પરંતુ ટીડીએસ થયો છે અને તેનું રિફંડ લેવાનું છે તો તેના માટે રિટર્ન ભરવું જરૂરી છે.


મ્યુચ્યુઅલ ફંડમાં ઉપાડ 31 માર્ચ પહેલાં કરીએ અને ડેટ ફંડમાંથી ઉપાડ કરીએ તો તેમાં શું જોગવાઇ રહેશે?
31 માર્ચ સુધી ઇક્વિટી ઓરિયેન્ટેડ ચ્યુઅલ ફંડ માટે પ્રવર્તમાન જોગવાઇ યથાવત્ છે. 31 માર્ચ સુધીમાં જો આપના ફંડને એક વર્ષ થયું છે તો તેના ઉપાડ ઉપર કોઇ ટેક્સ નથી. ડેટ ફંડના સંદર્ભમાં તેની કરપાત્રતામાં કોઇ ફેરફાર થયો નથી. ડેટ ફંડને 3 વર્ષ સુધી ધારણ કરવું પડે છે 3 વર્ષ પહેલાં જો ઉપાડ થાય છે તેના ઉપર આપના ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ ભરવાનો રહે છે. જો ડેટ ફંડ લોંગટર્મમાં ઉપાડ કરો છો તો તેમાં ઇન્ડેક્શેશનના લાભ સાથે વેરો ભરવાનો રહેશે.


મારી પાસે 20 વર્ષ જૂના શેર્સ તેના ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે લાગશે?
નવી જોગવાઇ અનુસાર ગ્રાન્ડ ફાધરિંગનો લાભ શેર્સ ધારણ કર્યા અને શેર્સના વેચાણ સમયે એસટીટીની ચૂકવણી કરેલી હોવી જોઇએ. હવે 2004 પહેલા એસટીટી નહોતો તો એ પહેલાંની ખરીદી ઉપર શું કરવો તે પ્રશ્ન બની જાય છે. આ અંગે સીબીડીટીના ફ્રિકવન્ટલી આન્સર્ડ ક્વેશ્ચનમાં ખુલાસો આપવામાં આવ્યો છે. એસટીટી ભરવાપાત્ર હોય અને એસટીટી ભર્યો ન હોય તેવા સંજોગોમાં આ જોગવાઇ લાગુ પડે છે.


કેટલાક સંજોગોમાં 2004 બાદ પણ વારસામાં કે ભેટમાં શેર્સ મળ્યા હોય તો તેમાં પણ એસટીટીની ચૂકવણી કરવાની રહેતી નથી. આ તમામ કિસ્સામાં અત્યારે વેચાણ કરો છો તો 31 જાન્યુઆરી સુધીના નફા ઉપર કોઇ વેરો નથી. પરંતુ 31મી જાન્યુઆરી બાદના સમયગાળાના હોલ્ડિંગના નફા ઉપર વેરો લાગશે.


હું ફેબ્રુઆરીમાં રિટાયર્ડ થયો છું અને મને રૂપિયા 60 લાખ મળ્યા છે તેમાંથી 30 લાખ રૂપિયા અલગ અલગ સ્કીમમાં રોકાણ કરું અને અન્ય રકમ વાઇફને આપુ તો તેના અંગેનું આયોજન કેવી રીતે કરવાનું રહેશે?
આ જે રોકાણ પત્નીના નામે કરો છો તે બક્ષિસ તરીકે આપતાં નહીં અન્યથા તેમાંથી ઉદ્દભવતી રકમ ક્લબિંગ પ્રોવિઝન અંતર્ગત કરપાત્ર રહેશે. પત્નીને આ રકમ લોન તરીકે આપો તેમાંથી તે રોકાણ કરશે જેમાં તમે નોમિની તરીકે પણ રહી શકો છો. આ આવક તમારા પત્નીની જ ગણાશે તેથી તેના ઉપર રિટર્ન તેમને ભરવાનું રહેશે. લોન અંગેનો કાયદા હેઠળ કોઇ સમયગાળો નથી, તેમજ વ્યાજ વસુલવાની પણ જરૂર નથી. પરંતુ અન્ય કોઇ સ્ત્રોતમાંથી વ્યાજે લાવેલી રકમ હોય તો વ્યાજ ચાર્જ કરવું જરૂરી છે.


મારી બેન્ક વ્યાજની આવક 10 હજાર રૂપિયા કરતાં વધુ છે પરંતુ મારી કુલ આવક 2.5 લાખ રૂપિયા કરતાં ઓછી છે તો ટીડીએસ બચાવવા રિટર્ન ન ભરવું પડે તેનો કોઇ ઉપાય ખરો?
જ્યાં કુલ ગ્રોસ આવક રૂપિયા 2.5 લાખ કરતાં ઓછી આવક હોય છે. 194A અનુસાર રૂપિયા 10 હજાર રૂપિયાથી વધુ વ્યાજ ચૂકવવામાં આવતું હોય તો તેના ઉપર ટીડીએસ કરવામાં આવે છે.


આમા અપવાદ એ છે કે કુલ ગ્રોસ આવક રૂપિયા 2.5 લાખ કરતાં ઓછી છે તો તમે ફોર્મ 15G અંતર્ગત આપવાનું રહેશે. જો તમારું ડેક્લેરેશન ખોટું સાબિત થાય તો તેના પર કાયદેસરની કાર્યવાહી પણ થઇ શકે છે.


હું એક ખાનગી કંપનીમાં નોકરી કરું છું કંપનીના કામ માટે મારી પોતાની કાર વાપરું છે જે અંતર્ગત કંપની મને 15 હજાર રૂપિયા માસિક ચૂકવે છે તો તેના ઉપર નવી જોગવાઇ બાદ કરપાત્રતા રહેશે?
નવી જોગવાઇ અનુસાર ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મળવાપાત્ર નથી. જ્યારે આપને કન્વેયન્સ એલાઉન્સ આપવામાં આવે છે તો તે સંપૂર્ણપણે કરમુક્ત રહેશે.