ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

વર્ષ 2004થી 31 માર્ચ 2018 સુધીના લાંબાગાળાના મૂડીનફા ઉપર ગ્રાન્ડ ફાધરિંગનો લાભ આપ્યો છે.
ના રોજ પ્રકાશિત Fri, 16, 2018 પર 17:32  |  સ્ત્રોત : CNBC-Bajar

વર્ષ 2004થી 31 માર્ચ 2018 સુધીના લાંબાગાળાના મૂડીનફા ઉપર ગ્રાન્ડ ફાધરિંગનો લાભ આપ્યો છે. 1 એપ્રિલ 2018થી લાંબાગાળાના મૂડીનફા ઉપર 10%નો ટેક્સ ભરવાનો રહેશે. ઇક્વિટી અને ઇક્વિટી ઓરિયેન્ટેડેડ ફંડની લાંબાગાળાની આવક ઉપર કલમ 112A હેઠળ ટેક્સ ભરવાનો રહેશે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં કોઇપણ સુધારો કરવામાં આવ્યો નથી.


કલમ 111A હેઠળ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 15% લેખે ભરવાનો રહેશે. જો તમારા ડેટ ફંડ કે મની માર્કેટના લિક્વિડ ફંડ્સ ઉપર કરદાતાની આવક આધારિત દરના આધારે ટેક્સ વસુલાશે. જો કે ડેટ કે મની માર્કેટમાં લોંગ ટર્મ ગેઇનની ઉપર 20% ટેક્સ છે અને હોલ્ડિંગ પિરિયડ 3 વર્ષનો છે. જો કે આમાં આપને ઇન્ડેક્સેશનનો લાભ મળે છે.


રૂપિયા 1 લાખ રૂપિયા સુધીના એલટીસીજી ઉપર કોઇ ટેક્સ ભરવાનો નથી. કુલ ગ્રોસ આવક રૂપિયા 2.5 કે 3 લાખની મુક્તિ મર્યાદામાં રહેશે તો ટેક્સ લાગશે નહીં. આ સુવિધા ફક્ત રહીશ ભારતીયો માટે છે બિનરહીશને આનો લાભ મળશે નહીં.


હું ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ કરું છું તો મને કઇ રકમ ઉપર ટેક્સ લાગશે અને કુલ આવક ઉપર ટેક્સ રહેશે ટ્રેડિંગ ઉપર રહેશે?


તમારી કરમુક્તિ મર્યાદા છે ત્યાં સુધીની આવક પર અન્ય કોઇ આવક ન હોય તો તેના ઉપર કરવેરો ભરવાની જરૂર નથી. ટ્રેડિંગમાં તમે કયા સ્લેબમાં છો તેના આધારે ટેક્સની વસુલાત કરાય છે. ટ્રેડિંગનો લોસ જે વર્ષ દરમિયાન ઉદ્દભવે તે વર્ષમાં તમારી અન્ય કોઇ શીર્ષકની આવક સામે સેટઓફ કરી શકો છો. જો કે પગારની આવક સામે આ લોસ સેટઓફ નહીં થાય છે. ટ્રેડિંગની આવક માટે જે ખર્ચ કરવામાં આવ્યા હોય તે પણ તમને બાદ મળી શકે છે. જેમ કે ઓફિસ સેટ-અપ કે લોન લીધી હોય તો તેના ખર્ચની કપાત મળી શકશે.


એનપીએસમાં વધારાના રૂપિયા 50K બાદ મળે છે તેમાં મારા 10 વર્ષ નોકરીના બાકી છે તો હું વાર્ષિક રૂપિયા 50Kનું રોકાણ કરું છું તો તેના ઉપાડ વખતે કરવેરાની શું જોગવાઇ રહેશે?


છેલ્લાં બે વર્ષમાં ઉપાડ સંબંધી જોગવાઇને આકર્ષક બનાવવામાં આવી છે. કલમ 10ની પેટાકલમ 12A અનુસાર કુલ રકમમાંથી 40% રકમ કરમુક્ત છે. જ્યારે 60% રકમ જ્યારે જ્યારે ઉપાડ કરશો ત્યારે તે કરપાત્ર રહેશે. નિવૃત્તિ સમયે પહોંચતાં 3 શરતો ઉપર ઉપાડ માટેની ખાસ રાહત આપી છે. બાળકોના શિક્ષણ માટે, પરિવારના સભ્યની સારવાર અને હાઉસિંગ બનાવવા માટે 25% સુધીનો ઉપાડ કરો છો તેના સંબંધિત કપાતનો લાભ આપવામાં આવે છે. આ ઉપાડ માટે 10 વર્ષથી વધુ સમય હોલ્ડિંગ હોવું જરૂરી છે. આ કપાતનો લાભ કલમ 10 (12B) હેઠળ આપવામાં આવ્યો છે.


મારી પુત્રવધૂને બક્ષિસ આપવી હોય તો આપી શકાય અને તેના માટે કોઇ પેપરવર્ક કરવાનું રહેશે કે રિટર્નમાં છૂટ તરીકે દર્શાવવાનું રહેશે?


તમારા પુત્રવધૂને જે બક્ષિસ આપો છો તે પુત્રવધૂની આવક ગણાશે નહીં. પરંતુ બક્ષિસથી ઉદ્દભવતી આવક પર ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઇ લાગુ પડે શકે છે. રૂપિયા 5 લાખની બક્ષિસ પુત્રવધૂને આપો છો તેના ઉપર જે આવક ઉદ્દભવે તે આપની આવક સાથે ક્લબ થશે. બક્ષિસના બદલે લોન આપો અથવા તો એવા સાધનોમાં રોકાણ કરો જેમાં કરમુક્ત આવક મળે છે. બક્ષિસનો એક પત્ર લઇ રાખવો જોઇએ જે જરૂર પડ્યે પુરાવા તરીકે દર્શાવી શકશો.


મેં બે હોમ લીધી છે, એક હોમ લોન 2016માં અને અન્ય હોમલોન 2017માં લીધી છે. એક ઘરમાં હું રહું છું અને અન્ય ઘરમાં મારા માતા-પિતા રહે છે તો આમાં બંને લોન પર કપાત મળી શકે?


આપના બે ઘર છે તેમાં જે ઘરમાં તમે રહો છો તેના વ્યાજને કલમ 24 હેઠળ રૂપિયા 2 લાખની મર્યાદામાં બાદ લઇ શકો છો. આપના માતા-પિતાના પાસે નોશનલ ભાડું ગણવાનું રહેશે. આ ભાડાની આવક સામે જે વ્યાજ ચૂકવવાનું છે તે બાદ મળી શકે છે. કાલ્પનિક ભાડું રૂપિયા 1.5 લાખ છે અને વ્યાજ રૂપિયા 4 લાખ ચૂકવો છો. તો ભાડાની આવકની સામે વધારાના વ્યાજનું નુકસાન ભાડાની રકમની મર્યાદામાં જ કપાત લઇ શકો છો. વધારાના વ્યાજની રકમ કેરિફોરવર્ડ કરીને આગામી વર્ષમાં કપાત લઇ શકશો.


હું પોતે એનઆરઆઈ છું દુબઇમાં વ્યવસાયિક ભાડાની આવક ઉદ્દભવે છે તો ભારતમાં એફસીએનઆર આવક દર્શાવવી જોઇએ અને આયોજન કેવી રીતે કરી શકાય?


એફસીએનઆરની રકમ કલમ 10 પેટાકલમ 15 હેઠળ કરમુક્ત છે. પરંતુ આ આવક તમારે આવકવેરા રિટર્નમાં દર્શાવવી જરૂરી છે. ઇક્વિટીમાં આપના પિતાને કદાચ કમ્ફર્ટ નહીં રહે છે. વ્યાજના સંદર્ભમાં સૌથી આકર્ષક વ્યાજ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં મળે છે. તેમજ આ રોકાણ પર કલમ 80Cની કપાતનો લાભ લઇ શકે છે. ડેટ ફંડમાં પણ રોકાણ કરે છે જેમાં 3 વર્ષ બાદ ઉપાડ કરી શકે છે. તેમાં એલટીસીજી લાગશે પરંતુ તેમાં ઇન્ડેક્સેશનનો લાભ લઇ શકશો છે.