ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

તમારા પત્નીને જો વ્યાજ ચૂકવો છો તો તે આપને ખર્ચ તરીકે બાદ મળી શકશે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં જે વ્યાજ આપને મળે છે
ના રોજ પ્રકાશિત Fri, 13, 2018 પર 17:38  |  સ્ત્રોત : CNBC-Bajar

સવાલ-
હું નવેમ્બર 2017માં સિનિયર સિટીઝન થયો છું, મારા પત્નીના બેન્ક FD પાકતાં તેમાંથી `22Lkની FD કરાવી છે તો હું વ્યાજ પત્નીને ચૂકવીને કપાતનો લાભ લઇ શકું?


જવાબ-
સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં વધારાનો લાભ મેળવી શકો છો. તમારા પત્નીને જો વ્યાજ ચૂકવો છો તો તે આપને ખર્ચ તરીકે બાદ મળી શકશે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં જે વ્યાજ આપને મળે છે એટલું કે તેનાથી ઓછું વ્યાજ ચૂકવી શકો છો. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ કરતાં વધુનો વ્યાજદર ચૂકવી શકાશે નહીં. 15Hનું ફોર્મ આપ્યા બાદ બેન્કમાં આપશો તો તેના ઉપર TDSની કપાત થશે નહીં. પરંતુ શરત એ છે કે તમારી કુલ ગ્રોસ આવક કરમુક્તિ મર્યાદામાં હોવી જોઇએ. એનપીએસમાં રોકાણ સમયે સંપૂર્ણ કરમુક્તિ છે. એનપીએસનું રોકાણ કર્યા બાદ જે રકમ પાકતી મુદ્દતે મળશે તેમાં 40%ની કરમુક્તિ છે.


સવાલ-
સરકારી કર્મચારી કે અર્ધસરકારી કર્મચારીને મેડિકલ ખર્ચ આવકવેરા અંતર્ગત કેટલો મળી શકે?


જવાબ-
રિએમ્બર્સમેન્ટ ઓફ મેડિકલ એક્સપેન્સનો લાભ દરેક કર્મચારીને મળતો હતો. જેમાં સરકારી, અર્ધસરકારી અને ખાનગી કર્મચારીને લાભ મળતો હતો. ચાલુ નાણાંકીય વર્ષથી તેમાં સુધારો આવ્યો છે જે મુજબ રૂપિયા 15 હજારનો મેડિકલ રિએમ્બર્સમેન્ટનો લાભ પરત લીધો છે. ગત નાણાંકીય વર્ષના રિટર્ન સમયે મેડિકલ રિએમ્બર્સમેન્ટનો લાભ લઇ શકાશે. સ્ટાન્ડર્ડ ડિડ્કશન માલિક તરફથી કરપાત્ર પગારમાંથી બાદ મળશે.


સવાલ-
2011માં IOCના 100 શેર્સ ખરીદ્યા હતા પરંતુ ત્યારબાદ બોનસ મળતાં હાલ 400 શેર્સ છે તો ખરીદ કિંમત કેટલી થાય અને તેના પર કરવેરાની જોગવાઇ શું?


જવાબ-
નવા નાણાંકીય વર્ષથી લાંબાગાળાના મૂડીનફા ઉપર 10%નો ટેક્સ લાગશે. કલમ 112(A)ની જોગવાઇ અનુસાર 31મી જાન્યુઆરી 2018ની કિંમતને તમારી બેઝ પ્રાઇઝ ગણાશે. 31મી જાન્યુઆરી 2018 અગાઉના બોનસ શેર્સ માટે 31મી જાન્યુઆરીના દિવસની બેઝ પ્રાઇસ લઇ શકાશે. 31મી જાન્યુઆરી 2018 પછી જે બોનસ શેર્સ અલોટ થાય તેને ઝીરો ગણીને ચાલવાનું છે.


સવાલ-
મારા માતા જીવે ત્યાં સુધી પ્રોપર્ટીનો ભોગવટો કરવાનો અને મારા માતાના મૃત્યુ બાદ અમારા બંને ભાઇઓ વચ્ચે મિલકતની વહેંચણી થશે તો તેના વેચાણ બાદ મૂડીનફાની ગણતરી કેવી રીતે થશે?


જવાબ-
જે મિલકત વારસામાં મળે છે ત્યારે તમારી ખરીદ કિંમત શૂન્ય છે. અગાઉના માલિકની ખરીદકિંમત તમારી ખરીદ કિંમત ગણાય છે. તેમનો ધારણ કરેલ સમય તમારો ધારણ સમય ગણાય છે. 1 એપ્રિલ 2001ના દિવસે બજાર કિંમતનું સર્ટીફિકેટ કઢાવવાનું રહેશે. ત્યારબાદના વર્ષો માટે ઇન્ડેક્સેશનનો લાભ મેળવી શકો છો. ધારો કે તમારા વેલ્યુઅર મતે 2001ના કિંમત રૂપિયા 10 લાખ છે. તો ત્યારબાદ ગત વર્ષના ઇન્ડેક્સેશન અનુસાર રૂપિયા 27 લાખની વેલ્યુ થાય છે. તો મિલકત વેચાણ બાદ રૂપિયા 27 લાખથી વધુનું વેલ્યુ ઉપર 20% દરે મૂડીનફો ચૂકવવાનો રહેશે.


સવાલ-
મેં ખેતીની જમીન વેચીને રહેણાંક પ્રોપર્ટી ખરીદી છે અને બાકીના રકમ ઉપર ટેક્સ ભર્યો છે પરંતુ હવે આગામી વર્ષમાં ફરી ખેતીની જમીન ખરીદી કરીએ તો કોઇ રિફંડ મળી શકે?


જવાબ-
ખેતીની જમીનનું વેચાણ કર્યા બાદ જે રકમ મળે તેને રહેણાંક ઘર ખરીદવા કે બાંધવા માટે કર્યુ છે તો તેની કપાત આપને મળી રહે છે. આવકવેરા કાયદાની કલમ 54F હેઠળ કપાત મેળવી લીધી છે. આપની પાસે બે વર્ષનો સમય ખેતીની જમીન ખરીદવા માટેનો હતો. જો આપને ટેક્સ નહોતો ભરવો તો ટેક્સ ભરતાં પહેલાં કેપિટલ ગેઇન સ્કીમમાં નાણાં રોકી શક્યા હોત. ખેતીની જમીન સામે બીજી ખેતીની જમીનમાં રોકાણ કરવું હોય તો 54B હેઠળ લાભ મેળવી શકો છો. પરંતુ એ તક આપ પરિતાબેન ચૂકી ગયા છો.


સવાલ-
મારા માતાને હું ગિફ્ટ આપું તો તે રકમ મારા માતા રોકાણ કરે તો તેના ઉપર જે આવક થાય તે મારી આવકમાં ઉમેરાય?


જવાબ-
તમારા કુંટુંબના સભ્યોમાં આવક વહેંચણી અસરકારક રીતે કરી શકો છો. કેટલાંક સંબંધોમાં તમારે ક્લબિંગ ઓફ ઇન્કમના પ્રોવિઝન લાગી શકે છે. માતા-પિતા, ભાઇ-બહેન જે રકમ આપવામાં આવે છે તેના ઉપર આપનાર કે સ્વીકારનારને કોઇ ટેક્સ લાગતો નથી. આપના માતાને આપેલી રકમના રોકાણ થકી ઉભી થયેલી આવક તે આપના માતાની આવક તરીકે જ ગણાશે.


સવાલ-
મારા પત્નીને નિવૃત્તિને ચાર વર્ષ બાકી છે હું GPFની કપાત વધારે કરાવું છું તો PFના વ્યાજની આવક કરમુક્ત રહેશે?


જવાબ-
નિવૃત્તિ સમયે પીએફ વધારે કપાત કરાવીને 8.5%ના વ્યાજદર કરમુક્ત રહેશે. આપના પત્નીની નોકરી ચાલુ છે ત્યાં સુધી PF વ્યાજ કરમુક્ત રહેશે.


સવાલ-
હું 20%ના સ્લેબમાં આવું છું અને 80Cમાં રોકાણ પૂર્ણ થઇ જાય છે તો અન્ય કપાતનો લાભ લેવા માટે કોઇ વિકલ્પ ખરો?


જવાબ-
80CCD અંતર્ગત રૂપિયા 50 હજાર સુધીનું રોકાણ નેશનલ પેન્શન સ્કીમમાં કરશો તો તે અલગ કપાત બાદ મળશે. રૂપિયા 50 હજારનો વધારાની કપાતનો લાભ લઇ શકો છો.


સવાલ-
15Hની જોગવાઇ કઇ કલમ હેઠળ આવે છે અને IPOમાં લાગેલા શેર્સ પર લાંબાગાળાનો કે ટૂંકગાળાનો મૂડીનફો ગણાય અને તેમાં નુકસાન થયું છે તે સરભર કરી શકાય?


જવાબ-
આવકવેરા કાયદાની કલમ 197A હેઠળ 15G અને 15Hની જોગવાઇ કરવામાં આવી છે. સિનિયર સિટીઝન માટે કલમ 197A પેટાકલમ 1Cમાં સ્પષ્ટતાં આપવામાં આવી છે. જે મુજબ સિનિયર સિટીઝનની કુલ ગ્રોસ આવક વધારે હોય પરંતુ રોકાણ કર્યા બાદ કરમુક્ત આવક હોય તો 15H અનુસાર ટીડીએસની કપાત થશે નહીં. આઈપીઓમાં લાગ્યા બાદ તેનું વેચાણ કરો છો તો તેના ઉપર ટૂંકાગાળાનો મૂડીનફો થાય છે તો તેના ઉપર 15% વેરો ભરવાનો થાય છે. જો ટૂંકાગાળાનું નુકસાન થાય છે તો તે અન્ય આવક સામે સેટઓફ કરી શકાશે.