ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 20, 2018 પર 17:36  |  સ્ત્રોત : CNBC-Bajar

ઇન્કમ ટેક્સ રિટર્નના નવા ફોર્મ આવી ગયા છે તેમાં ITR-1માં સહજ નામની સાક્ષી હજૂ સાબૂત છે. 3 વર્ષથી આવકવેરા વિભાગ દ્વારા રિટર્ન ભરવાના નવા ફોર્મ એપ્રિલ મહિનામાં જ આવી જાય છે તે જ ઘણી રાહતની વાત છે. સમયસર રિટર્ન નહીં ભરવામાં આવે તો પેનલ્ટી ભોગવવી પડશે. ITR-1 બિનરહીશ કે સામાન્ય રહીશ કે જેમને વિદેશમાં આવક હોય તો તે ITR-1 ભરી શકશે નહીં. મકાન મિલક્તની વિગત અને મકાન મિલક્તમાંથી થતી આવક હોય તે આઇટીઆર-1 ભરી શકશે.


તમારા પગારની આવક અંગેની વિગતો દર્શાવવી જરૂરી રહેશે. જેમાં ભથ્થાંની અને અન્ય વિગતોની રજૂ કરવાની રહેશે. આમાં તમારે ચિંતાની જરૂર નથી ફોર્મ-16માં આ પગારનું બ્રેક-અપ આપેલું હોય છે તો તેમાંથી વિગતો ભરી શકશો. મકાનની માલિકી હોય તો વ્યાજની કપાત લેતાં હોવ તો તેની વિગતો આપવાની રહેશે. ભાડાની આવક હોય તો તેમાંથી ટેક્સ, વ્યાજ અને સ્ટાન્ડર્ડ ડિડ્ક્શનની વિગતો આપવાની રહેશે.


ITR 2 અને 3માં શું મહત્ત્વના સુધારા છે. ITR-2માં અન્ય આવકની સાથે ભાગીદાર તરીકેનો નફો દર્શાવી શકતાં હતા. અર્થાત્ કોઇપણ પ્રકારની ધંધાકીય આવક માટે ITR-3 જ ભરવાનું રહેશે. ITR-2 ફરજિયાત પણે ધંધાકીય આવક સિવાયની આવક માટે જ ગણાશે. ITR-4 જે સુગમ તરીકે ઓળખાય છે તેમાં શું સુધારા છે અન્ય ખાસ રિટર્નની બાબતમાં ધ્યાનમાં રાખવાની બાબતો શું રહેશે. અંદાજિત આવક ધરાવતાં હોવ તો તેના માટેનું રિટર્ન ભરવાનું રહે છે.


ધંધાકીય વકરો દર્શાવતાં હોવ અને તેમાં વ્યવહાર ચેકથી થયેલાં હોય તો 6% કે તેનાથી વધુ નફો છે. અને જો રોકડ વ્યવહાર હોય તો તેમાં 8% કે તેથી વધુ નફો દર્શાવતાં હોવ તો ITR-4 ભરવાનું રહે છે. વ્યવસાયિકો માટે 44ADA અનુસાર 50% ગ્રોસ રિસિટ્સના દર્શાવીને તેના લાભ લઇ શકો છો. 44AD માટે 4 વસ્તુઓ દર્શાવવાની રહેતી હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે. વધારાની માહિતીમાં બેન્ક બેલેન્સ, ફિક્સ એસેટ્સ, લોન્સ, લોન્સ એન્ડ એડવાન્સની વિગતો આપવાની રહેશે.


જો કે આમાં એક રાઇડર છે કે જે વિગતો હોય તે જ આપવાની રહેશે. GST રજિસ્ટ્રેશન નંબર અને GSTનું ટર્નઓવરની વિગતો આપવાની રહેશે. GST ઇનપુટ ક્રેડિટ અને રિફંડ મેળવવાનું થતું હોય તો તેવી વિગતો પણ આપવાની રહેશે. તમારા તમામ રિટર્નમાં 234Fની કોલમ મૂકવામાં આવી છે. રિટર્ન નિયત તારીખ સુધીમાં ભરવામાં નહીં આવે તો ભરવાપાત્ર ફી 234F ભરવી પડશે.


સવાલ-
હું એક પ્રાઇવેટ કંપનીમાંથી રિટાયર્ડ થયો છું, મારી પાસે અલગ એન્યુઇટી પ્લાન્સ છે તેમજ EPFO તરફથી પેન્શન મળે છે તેમાં સ્ટાન્ડર્ડ ડિડ્કશનનો લાભ મળશે?
જવાબ-
પગારના શિર્ષક હેઠળ આવતી દરેક આવક ઉપર સ્ટાન્ડર્ડ ડિડ્કશનનો લાભ મળે છે. નિવૃત્ત કર્મચારી જે પગારદાર રહી ચૂક્યા હોય અને માલિક તરફથી EPFO લિન્ક પ્લાન કે એન્યુઇટી પ્લાન આપવામાં આવ્યા હોય છે. આ પ્રકારની માલિક તરફથી પેન્શનની યોજના હોય તો તેમાં સ્ટાન્ડર્ડ ડિડ્કશનનો લાભ મળી શકે છે. એન્યુઇટી અને પેન્શન માલિક તરફથી મળતું હોવું જરૂરી છે તમે જો જાતે એન્યુઇટી પ્લાન ખરીદ્યા હોય તો તેના પર સ્ટાન્ડર્ડ ડિડ્કશનનો લાભ મળશે નહીં.


સવાલ-
મારા પત્નીને વ્યાજની જ આવક છે જે વાર્ષિક `4 લાખ છે જેમાંથી `1.5 લાખનું 80Cમાં રોકાણ કરીએ છીએ તો બેન્કમાંથી TDSની કપાત થાય છે તો તેમાં TDS ન થાય તેના માટે શું કરી શકીએ?


જવાબ-
TDSની કપાત ન થાય તેના માટે ફોર્મ 15G અને 15Hનું ફોર્મ ભરવાનું રહે છે. આ કલમ 197 પેટાકલમ 1B અનુસાર `2.5 લાખથી વધુ આવક વ્યાજની હોય તો તેના માટે 15Gનું ફોર્મ ભરી શકાતું નથી. વાર્ષિક રૂપિયા 2.5 લાખ કરતાં વધુ વ્યાજની આવક છે તો તમે ફોર્મ 15G ભરી શકતાં નથી. સિનિયર સિટીઝન માટે 1C અંતર્ગત આવકવેરાના પાત્ર આવક પર કપાતોને બાદ કર્યા પછી લક્ષમાં લઇ શકાય છે. ફોર્મ 13 ભરીને TDS વિભાગમાં અરજી કરીને નીલ કે ઓછા ડિડ્કશન માટે રજૂઆત કરી સર્ટીફિકેટ મેળવી શકો છો.


સવાલ-
ઓગષ્ટ મહિનામાં મને 60 વર્ષ પૂર્ણ થાય છે તો મને સિનિયર સિટીઝનના લાભ મળશે અને `10 હજારથી વધુ વ્યાજ મળે તો તેના ઉપર શું જોગવાઇ રહેશે?
જવાબ-
નાણાંકીય વર્ષમાં કોઇ પણ સમય માટે જો આપ સિનિયર સિટીઝન થાવ છો તો તેમાં આખા વર્ષ માટેનો લાભ મળશે. અર્થાત્ નાણાંકીય વર્ષ 2018-19માં 60 વર્ષ પૂર્ણ કરો છો તો આખા વર્ષ માટે સિનિયર સિટીઝન તરીકેનો લાભ મળશે. કલમ 80TTB હેઠળ જે વ્યાજની કપાત મળશે તેમાં પોસ્ટની બચત યોજના અને બેન્કના સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજનો સમાવેશ થશે. કલમ 80D અને 80DDBનો વિશેષ લાભ મળે છે તે પણ આ વર્ષથી મળી શકશે.


સવાલ-
અમે મુંબઇ શિફ્ટ થઇએ છીએ તેમાં હું અને મારા પત્ની બે રહેણાંક મકાન લઇ રહ્યા છીએ જેમાં અલગ અલગ દસ્તાવેજ કે જોઇન્ટ દસ્તાવેજના ઓપ્શન છે તો તેમાં કેપિટલ ગેઇનની ગણતરી કેવી રીતે કરવાની રહેશે?
જવાબ-
આપના નવા ઘરમાં આપનો અને આપની પત્નીના ગેઇનનો સમાવેશ થઇ જાય છે. આપ સંયુક્ત દસ્તાવેજ કરી શકશો. આપ બંનેએ એક-એક રહેઠાંણનું વેચાણ કર્યું છે તો આપ બંનેને કેપિટલ ગેઇન ટેક્સ કપાતનો લાભ મળશે. જુલાઇ 2019 સુધીમાં પૂર્ણ રોકાણ કરી શકો છો તો કેપિટલ ગેઇન ટેક્સ કપાતનો પૂરેપૂરો લાભ મળશે. આપના વ્યવસાયિક મિલકતનું વેચાણ કર્યું છે તેમાં જે કેપિટલ લોસ થયો છે તે કેપિટલ ગેઇન સામે સેટ ઓફ કરી શકશો.


સવાલ-
મારા ગ્રાહકે ઓનલાઇન ELSSમાં 29મી માર્ચે રોકાણ કર્યું છે અને રકમ 31મી માર્ચે રકમ જમા થઇ ગઇ છે તો એ રોકાણ કયા વર્ષમાં ગણાશે?
જવાબ-
આપનું રોકાણ 31મી માર્ચનું જ ગણાશે. આપના ELSSના યુનિટ ભલે આપની 2જી એપ્રિલે મળ્યા હોય પરંતુ આપનું ટ્રાન્ઝેક્શન નાણાંકીય વર્ષ પૂર્ણ થતાં પહેલાં પૂર્ણ થયું છે.


સવાલ-
હું નિવૃત્ત સરકારી પેન્શનર છું તો અમને સ્ટાન્ડર્ડ ડિડ્કશન અને 80TTBનો લાભ મળશે?
જવાબ-
આપને ચાલુ નાણાંકીય વર્ષ માટે આપને સ્ટાન્ડર્ડ ડિડ્કશન મળવાપાત્ર રહેશે. કલમ 80TTBનો લાભ ચાલુ નાણાંકીય વર્ષ માટે લઇ શકશો.


સવાલ-
મેડિકલ ખર્ચની મર્યાદા રૂપિયા 30 હજારથી વધારીને રૂપિયા 50 હજાર કરવામાં આવી છે?
જવાબ-
રૂપિયા 30 હજાર સુધીની મર્યાદા સુપર સિનિયર સિટીઝન માટે હતી. તબીબી સારવારનો ખર્ચ અથવા તો પ્રિમિયમનો ભરવાનો ખર્ચ બાદ લઇ શકાતો હતો. ચાલુ નાણાંકીય વર્ષથી આ મર્યાદા વધારીને `50 હજાર કરવામાં આવી છે. જો પ્રિમિયમનો લાભ ન લેતાં હોય તો તબીબી ખર્ચની ચૂકવણી ઉપર કપાતનો લાભ લઇ શકાશે. જો માતા-પિતા માટે આ ખર્ચ સંતાનોએ કર્યો હોય તો તેના ઉપર સંતાનો પણ કપાત લઇ શકશે.