ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 25, 2018 પર 17:32  |  સ્ત્રોત : CNBC-Bajar

દરેક રકમ આવકવેરાને પાત્ર નથી. કાયદો જેને આવક ગણે છે તેના ઉપર આવકવેરો ભરવાનો રહે છે. રેવન્યુ રિસિટ્સ કોઇપણ મળે છે તો તે કરપાત્ર છે. કેપિટલ રિસિટ્સ જેમ કે બક્ષિસ, વારસામાં રકમ કે મિલકત મળે છે. આમાં વારસામાં મળેલી રકમ કે મિલકત ઉપર કોઇ ટેક્સ નથી. કલમ 56(2)માં બક્ષિસના સંદર્ભમાં કેટલીક મુક્તિઓ આપવામાં આવી છે.


ટ્રસ્ટને દાનમાં મળતી રકમ અને અભ્યાસ માટે આપવામાં આવતી રકમ કરમુક્ત છે. પરંતુ અમુક કેપિટલ રિસિટ્સ છે આવકવેરા કાયદાની જોગવાઇ હેઠળ કરપાત્ર છે. જેમ કે મકાન-મિલકતના વેચાણ થકી મેળવેલો નફો મૂડીનફો ગણાય છે. અને મૂડીનફા ઉપર ઉપર કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો રહે છે. જે મિલ્કતનું હસ્તાંરણ થતું હોય તે મૂડીરૂપી મિલક્ત હોવી જોઇએ.


ગ્રામ્ય વિસ્તારની જમીન કે જેમાં રૂપિયા 10 હજાર કરતાં ઓછી વસ્તી હોય તેવી મિલક્ત મૂડીરૂપી મિલક્ત ગણાતી નથી. અંગત ઉપયોગના ઇલેક્ટ્રોનિક્સ, જવેરાત કે મોટરકારમાં નફો થાય તેમાં મૂડીનફાની જોગવાઇ લાગુ પડતી નથી. દરેક રિસિટ્સ કરપાત્ર નથી તે ધ્યાનમાં રાખીને આગળ વધવાનું રહેશે.


સવાલ-


મારી પાસે કેટલાંક જૂના શેર્સ છે તેમાં 31મી જાન્યુઆરી 2018 પહેલાંની કિંમત કેવી રીતે નક્કી કરવી કારણ કે શેર્સમાં બોનસ આવેલા છે તેની ગણતરી કેવી રીતે કરવી?


જવાબ-


જૂના શેર્સના સ્પ્લિટ કે બોનસની ગણતરી કરવાની જરૂર નથી. 31મી જાન્યુઆરીના રોજ આપનું હોલ્ડિંગ અને એ દિવસની માર્કેટ વેલ્યુથી ગણતરી કરવાની છે. જો તમારે નુકસાન ક્લેઇમ કરવું હોય તો જ તમારે જૂની ખરીદ કિંમતનો પુરાવો આપવાનો રહેશે. ઇક્વિટીના લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ન ભરવો હોય તો તમે બોન્ડમાં રોકાણ કરી શકતાં નથી. સ્થાવર મિલકત સંબંધિત કેપિટલ ગેઇન ટેક્સ માટે જ બોન્ડમાં રોકાણ કરી શકો છો.


સવાલ-


10 વર્ષનો યુનિટ લિન્ક પેન્શન પ્લાન લીધો હતો અને તેની પાકતી મુદ્દત જુલાઇ 2018માં છે તો હું હાલ ઉપાડ કરું તો તેના પર ટેક્સ લાગશે તો હું પૂરતી રકમ બદલે અમુક રકમનો ઉપાડ કરું તો ટેક્સમાંથી બચી શકાય?


જવાબ-


આવકવેરા કાયદાની કલમ 10 પેટાકલમ 10A હેઠળ જે લમ્પસમ રકમ મળે તેના ઉપર ટેક્સ નથી. પરંતુ પાકતી મુદ્દત બાદ જે રકમ એન્યુઇટી તરીકે મળે છે તેના ઉપર કરવેરાની જોગવાઇ છે. સંપૂર્ણ રકમ પાકતી મુદ્દત પહેલાં ઉપાડ કરશો તો તે ટેક્સ લાગશે તે વાત સાચી છે. જો 1/3 રકમનો ઉપાડ કરશો તો તેના ઉપર ટેક્સની જોગવાઇ રહેશે નહીં.


સવાલ-


હું પેન્શનર છું અને મારા પુત્રને હોમલોનના હપ્તા ભરવા માટે રકમ આપું તો કરવેરાની કોઇ જોગવાઇ રહે?


જવાબ-


તમારા પુત્રને હોમલોન માટે જે કોઇ રકમ બક્ષિસ તરીકે આપો છો. આ ગિફ્ટ પિતા તરફથી પુત્રને મળે છે તેથી તેના ઉપર કોઇ ટેક્સની જોગવાઇ નથી. આવકવેરા કાયદાની કલમ 56 પેટાકલમ 2(x) હેઠળ કોઇપણ વ્યક્તિને વર્ષ દરમિયાન રૂપિયા 50 હજારથી વધુ રકમ મળે છે તો તે કરપાત્ર છે. પરંતુ નિયત સગાં અને સંબંધી તરફથી મળતી બક્ષિસની રકમ ઉપર કરવેરાની જોગવાઇ નથી. આ ઉપરાંત લગ્નપ્રસંગે ચાંદલામાં કે વારસામાં બક્ષિસ મળી હોય તો તેના ઉપર કોઇ ટેક્સની જોગવાઇ નથી. આ ઉપરાંત કોઇ ટ્રસ્ટ તરફથી અભ્યાસ માટે રકમ મળી છે તો તે પણ કરમુક્ત છે.


સવાલ-


હું અને મારા પત્ની બંને કરદાતાં છીએ તો અમે હોમલોન લઇએ તો અમને કરકપાતનો લાભ મળે?


જવાબ-


હોમલોન પર કપાતનો લાભ ત્યારે મળે જે હોમલોનની ચૂકવણી કરે છે અને જેમના નામ પર હોમલોન છે. તમારા ઘરની હોમલોન બંનેના સંયુક્ત નામે લેશો તો હોમલોનની ચૂકવણીનો લાભ તમને બંનેને મળશે. જ્યારે કોઇ એક વ્યક્તિના નામે હોમલોન હશે તો તેમાં બંનેને કપાતનો લાભ નહીં મળે છે.


સવાલ-


હું નિવૃત્ત કર્મચારી છું મે 10 વર્ષની મુદ્દતની રૂપિયા 4 લાખની પોલિસી લીધી છે તેમાં પાકતી મુદ્દત પહેલાં ઉપાડ કર્યો તેમાં TDSની કપાત થઇ છે તે યોગ્ય છે?


જવાબ-


આવકવેરા કાયદાની કલમ 10 પેટાકલમ 10D અનુસાર પ્રિમિયમની રકમ પોલિસીના 10% કરતાં વધુ છે તો તે કરપાત્ર છે. 10 વર્ષની પોલિસી લેવાની સલાહભર્યું છે. આપની પોલિસી 10 વર્ષની છે પરંતુ આપની ચૂકવણી સિંગલ પ્રિમિયમ છે તેથી મૂળ રકમ ઉપરાંત તેમને TDSની કપાત થશે. તમારે ટેક્સ ભરવાનો રહેશે ગેઇન ઉપર અર્થાત `99 હજાર ઉપર ટેક્સ ભરવાનો રહેશે.