ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 01, 2018 પર 17:37  |  સ્ત્રોત : CNBC-Bajar

ખેતીની આવક આવકવેરા કાયદા અંતર્ગત શું ગણવામાં આવે છે. આવકવેરા કાયદાની કલમ 2 અનુસાર ભારતમાં આવેલી ખેતીની જમીનમાંથી ઉપજતી આવક ખેતીની આવક છે. શહેરમાં રહેતા હોય પરંતુ ખેતીની જમીન ઉપર ભાડેથી ખેતી કરવા આપી હોય. અથવા તો ખેતી વિષયક કામગીરી કરીને જે આવક મેળવે તેને ખેતીની આવક ગણવામાં આવે. તો આવી મહેસૂલી આવકને પણ ખેતીની આવક તરીકે ગણવામાં આવે છે. ખેતી વિષયક કામગીરીમાં ખેતર ખેડીને, પાક લણીને ખેત-પેદાશનું પ્રોસેસિંગનો સમાવેશ થાય છે.

નર્સરીની આવક હોય તો તેને પણ ખેતીની આવક ગણાય અને તેની કર પાત્રતા શું રહેશે. વર્ષ 2009 પહેલાં નર્સરીની આવક ઉપર વિવાદ થતાં હતા. જેમાં નર્સરીની આવક ખેતીની આવક ગણવી કે નહીં. વર્ષ 2009ની જોગવાઇ અનુસાર ખેતીની જમીન ઉપર નર્સરીની પ્રવૃત્તિ કરવામાં આવી હોય તો તેને ખેતીની આવક ગણાય. નર્સરીની પ્રવૃત્તિની કામગીરી કરતાં હોવ જેમાં છોડ, ફૂલ કે બિયારણ તૈયાર કરવાની કામગીરી હોય છે. તો આ પ્રકારની ખેતી વિષયક પ્રવૃત્તિ શહેરમાં પણ હોય તેને ખેતીની આવક ગણાશે.

ખેતીને આનુષંગિક પ્રવૃત્તિ છે જેમ કે ડેરી, મત્સ્ય ઉદ્યોગને ખેતીની આવક ગણી શકાય. ખેતીની પ્રવૃત્તિ કરવાની સાથે પશુપાલન થકી ઉદ્દભવતી આવક આનુષંગિક આવક ગણાશે. પરંતુ ફક્ત પશુપાલન કરીને દૂધ કે સંલગ્ન ઉત્પાદનો વેચાણ કરતાં હોવ તો તે ખેતીની આવક ગણાશે નહીં. આ જ પ્રકારે ખેતીની જમીન ઉપર ઇંટના ભઠ્ઠા, માઇનિંગ કે મત્સ્ય ઉદ્યોગ થકી ઉભી થતી આવક ખેતીની આવક તરીકે ગણાશે નહીં.


આવકવેરાની જોગવાઇ મુજબ જો તમારી બિનખેતીની આવક મુક્તિ મર્યાદા કરતાં ઓછી હોય તો તેમાં ખેતીની આવક ગમે તેટલી હોય તે કરમુક્ત ગણાશે. પરંતુ તમારી બિનખેતીની આવક કરપાત્ર હોય તો ખેતીની આવક ઉપર ટેક્સ ભરવાનો નથી. પરંતુ તમારી ખેતીની આવકને ટેક્સ રેટ નક્કી કરવામાં ધ્યાનમાં લેવાશે.

સવાલ: મારે મારા બંને પુત્રોને મારે બક્ષિસ આપવી છે તો તેના ઉપર શું મર્યાદા છે અને કરવેરાની જોગવાઇ શું છે?

જવાબ: પ્રવિણ પટેલને સલાહ છે કે નિયત સગાં પાસેથી બક્ષિસ મળતી હોય તો તે બક્ષિસ મર્યાદા વગર કરમુક્ત છે. આપના પુત્રો નિયત સગાંની યાદીમાં છે તેમજ પુત્ર તરફથી આપને બક્ષિસ આપી શકાય છે. આ પ્રકારની બક્ષિસ વર્ષ દરમિયાન જેટલી વખત ઇચ્છો ત્યારે તમે બક્ષિસ આપી શકો છો. બક્ષિસ આપનાર અને સ્વીકારનાર બેન્ક ટ્રાન્ઝેક્શન કરો તો એ વધારે સારું રહેશે. બક્ષિસ આપતાં સમયે એક સામાન્ય પત્ર ઉપર લખાણ કરો કે હું મારા પુત્રોને બક્ષિસ આપું છું.

સવાલ: હું સિનિયર સિટીઝન છું અને મારી આવક કરપાત્ર છે જો હું મારા પુત્ર કે પૂત્રવધૂના ખાતામાં PPF એકાઉન્ટ રકમ જમા કરું તો તેમાં 80Cનો લાભ મળે અને મારે 64 વર્ષે PPFનું ખાતું ખોલાવી શકાય?

જવાબ: કિશોરભાઇ પાઠકને સલાહ છે કે તમારા પુત્રના PPFના ખાતામાં જમા કરાવેલી રકમ પર ચોક્કસ કપાત મળશે. આપની પૂત્રવધૂના PPF ખાતામાં જમા કરાવેલી રકમ પર કપાતનો લાભ નહીં મળે. 64 વર્ષે PPFના ખાતાના બદલે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આગામી વર્ષથી તેમાં કલમ 80TTB હેઠળ કરકપાતનો લાભ લઇ શકાય છે.

સવાલ: મે એક વખત હોમલોન લીધેલી છે અને તે ભરપાઇ થઇ ચૂકી છે અને હવે હું મારા પુત્ર સાથે જોઇન્ટમાં હોમલોન લઉં તો તેમાં કર કપાતનો લાભ મળે?

જવાબ: સંજયભાઇ પટેલને કહેવુ છે કે આવકવેરા કાયદાની કલમ 24 અંતર્ગત આપને જોઇન્ટ લોનમાં વ્યાજની કપાતનો લાભ મળી શકે છે. જે પહેલી હોમલોનની ચૂકવણી કરી છે તે તમારા માલિકીનું રહેઠાંણનું ઘર છે. પરિણામે એક આપનું ઘર અને પુત્ર સાથે લીધેલું ઘર બીજું ઘર ગણાશે. આવકવેરા કાયદા અનુસાર એક રહેઠાંણના ઘરની વેલ્યુ શૂન્ય ગણવામાં આવે છે. તમારી બીજી મિલકત ઉપર જો રેન્ટ મળતું હોય તો એ દર્શાવવું પડે અથવા તો નોશનલ રેન્ટ દર્શાવવું પડે. કારણ કે આપની માલિકીના બીજા મકાનની વેલ્યુ શૂન્ય ગણવામાં આવશે નહીં.

સવાલ: મારો અને મારા પત્નીનો રૂપિયા 40 હજારનો પગાર છે અને મારે એકસ્ટ્રા આવકમાં ખેતીની આવક અને ટ્યુશનની આવક છે તો તેમાં HUF થકી આયોજન કરી શકાય?

જવાબ: ઉમાન પટેલનું કહેવુ છે કે જે તમારી વ્યક્તિગત આવક વ્યક્તિગત કેસમાં દર્શાવીને તેના ઉપર આવકવેરો ભરવાનો રહેશે. ખેતીની જમીન વ્યક્તિગત હોય તો તેમાં તમારી વ્યક્તિગત આવક ગણાશે. જો ખેતીની જમીન વારસાગત મળેલી હોય અને પરિવારજનોનો એમાં ભાગ હોય તો તે HUFમાં ગણાવી શકાય. તમારી અને તમારા પત્નીની ટેક્સ પેઇડ સેવિંગ ઉપર વ્યાજ કે રિટર્ન મળશે તે તમારી કુલ આવકમાં કરપાત્ર રીતે ઉમેરાશે. તેથી ટેક્સ પેઇડ સેવિંગ છે તે HUFના નામે રોકાણ કરો કે બેન્ક ડિપોઝિટ્સમાં રાખો. આ રકમ HUFની આવક ગણાશે તો તેના ઉપર અન્ય કપાતનો લાભ લઇ શકાશે.

સવાલ: મારા મોટાભાઇએ એલઆઈસીની સિંગલ પ્રિમિયમ પોલિસી લીધેલી છે તેની પાકતી મુદ્દતે રકમ રૂપિયા 25 હજાર હતી પરંતુ તેમના અવસાન બાદ રૂપિયા 72 હજાર તેમના પત્નીને મળ્યા તે કરપાત્ર ગણાશે?

જવાબ: હર્ષદભાઇ ઠક્કરનું કહેવુ છે કે આવકવેરા કાયદા મુજબ પોલિસી હોલ્ડરના અવસાન બાદ જે કોઇ રકમ મળે છે તે કરમુક્ત રહેશે. આપના ભાઇના પત્નીને મળેલી રૂપિયા 72 હજારની રકમ કરમુક્ત રહેશે.