ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 08, 2018 પર 19:00  |  સ્ત્રોત : CNBC-Bajar

નિવૃત્તિ બાદની ફ્રીલાન્સ આવક-


પગારના સંદર્ભમાં રૂપિયા 40Kનું સ્ટાન્ડર્ડ ડિડ્કશન આપવામાં આવે છે. પગારના સંદર્ભમાં મળવાપાત્ર કપાતનો વ્યાપ ઘણો મર્યાદિત છે. પગારના બદલે કન્સલ્ટન્સી તરીકે રકમને સ્વીકારો તો એ કરવેરા આયોજન માટે સારું રહેશે. પહેલાં જ્યારે સર્વિસ ટેક્સ હતો ત્યારે રૂપિયા 10 લાખથી વધારે રકમ મેળવે તો તેણે સર્વિસ ટેક્સની વસુલાત કરવાની રહેતી હતી.


તેથી સર્વિસ ટેક્સની ચૂકવણી માલિક પસંદ નહોતી રહેતી. પરંતુ હવે GSTમાં રૂપિયા 20 લાખની મર્યાદા છે અને તેમાં GSTની વસુલાતની પણ કોઇ જવાબદારી રહેતી નથી. ચૂકવનાર પગાર તરીકે ચૂકવે કે કન્સલ્ટન્સી તરીકે ચૂકવે તેને તો કપાત બાદ મળવાની છે.


પરંતુ વ્યવસાયિક આવક મેળવતાં હોવ તો અલગ અલગ ઘણી કપાતનો લાભ લઇ શકો. ધંધાકીય ખર્ચ તરીકેના ટ્રાન્સપોર્ટેશન, પગારની ચૂકવણી કે અન્ય ધંધાકીય ખર્ચ બાદ મેળવી શકો છો. કન્સલ્ટન્સી તરીકેની આવક ઉપર 194 J અંર્તગત TDS કરવાની જોગવાઇ છે.


અંદાજિત આવકની જોગવાઇનો આમાં લાભ કેટલો?


અંદાજીત આવકનો લાભ એક વધારાનું આકર્ષણ છે. કલમ 44ADA હેઠળ રૂપિયા 50 લાખ સુધીની વ્યવસાયિક આવક ઉપર 50% કે વધુ આવક તરીકે દર્શાવવાનું પસંદ કરી શકો છો. આ પ્રકારની આવક ઉપર સ્ક્રૂટીનીથી માંડીને ઓડિટ અને બૂક્સ રાખવામાંથી મુક્તિ મળી શકે છે. સુગમ રિટર્ન ભરીને અંદાજિત આવક યોજનાનો લાભ લઇ શકો છો.


સવાલ-


હું વડોદરાનો રહેવાસી છું પણ નોકરી ઓમાનમાં કરું છું તો હું નોન રેસિડેન્ટ કેવી રીતે ગણાવું?


જવાબ-


નાણાંકીય વર્ષ દરમિયાન એક અથવા વધુ વખત 182થી વધુ દિવસ ભારત બહાર હોવ તો તમે નોન રેસિડેન્ટ ગણાવ છે. આમાં 182થી વધુ દિવસ વિદેશમાં કોઇ એક દેશના બદલે અન્ય કોઇ દેશમાં રહ્યા હોવ તો પણ નોન રેસિડેન્ટનો દરજ્જો મળશે.


સવાલ-


હું પગારદાર કર્મચારી છું પણ હું શેરબજારમાં ટ્રેડિંગ કરું છું તો મારે રિટર્ન કેવી રીતે ભરવું જોઇએ?


જવાબ-


તમે પગારની આવક સાથે ટ્રેડિંગ આવક બિઝનેસ ઇન્કમ તરીકે દર્શાવો તો ITR-3 ભરવાનું રહેશે. પરંતુ જો આપ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરતાં હોવ તો ITR-2 ભરવાનું રહેશે. જો ધંધાની આવક ન હોય તો ITR-2 અને ધંધાકીય આવક હોય તો ITR-3માં ભરવાનું રહેશે. અલગ અલગ આવકના સ્ત્રોત માટે અલગ અલગ ITR ફોર્મ ભરવાના હોય એવું નથી.


સવાલ-


હું પગારદાર કર્મચારી હતો ત્યારબાદ મેં ક્રેડિટ કાર્ડ પર લોન લીધી છે તો તેના ઉપર IGST વસુલે છે તો મને આ લોન પર વ્યાજની કપાત મળે?


જવાબ-


હાઉસિંગ લોન માટે જે વ્યાજ ચૂકવતાં હોવ તો તેમાં વ્યાજની કપાત મળી શકે છે. ધંધા-વ્યવસાયના સંદર્ભમાં વ્યાજ ચૂકવતાં હોવ તો તે ધંધાકીય હેતુ માટે આવશ્યક ચૂકવણી દર્શાવી શકો તો જ તેના ઉપર કપાત મળી શકે છે. પરંતુ આપના કિસ્સામાં આપ જે વ્યાજ ચૂકવો છો તેના ઉપર IGST ઉપર કોઇ કપાતનો લાભ મળી શકશે નહીં.


સવાલ-


મારી પાસે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ છે તેમાં મારા ફંડને કંપની તેના બીજા ફંડ સાથે મર્જ કર્યું છે તો તેના ઉપર કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી કેવી રીતે થાય?


જવાબ-


અગાઉ આ પ્રકારની સ્થિતિમાં કેપિટલ ગેઇન ટેક્સના પ્રશ્નો થતાં હતા. પરંતુ આવકવેરા કાયદાના સુધારા બાદ પ્રશ્નો કલમ 47 પેટાકલમ 18-19 અનુસાર સ્પષ્ટતાં કરવામાં આવી છે. જે અંર્તગત કોઇપણ ફંડના રિસ્ટ્રકશન કે ટ્રાન્સફરના સંદર્ભમાં તેને રિડ્મ્પશન ગણાશે નહીં. તેથી આપના કેસમાં કોઇ ટેક્સની જોગવાઇ અમલી થશે નહીં.


સવાલ-


મારી પુત્રી ફેબ્રુઆરી 2017 સુધી અમદાવાદમાં નોકરી કરતી હતી, પરંતુ હવે મારી પુત્રી કામચલાઉ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયા ગયા છે તો પુત્રીના બેન્ક ખાતા અને અન્ય રોકાણનું રિટર્ન કેવી રીતે ભરવાનું રહેશે?


જવાબ-


આપની પુત્રીને ઓસ્ટ્રેલિયાની આવક ઉપર કોઇ ટેક્સ ભરવાનો રહેશે નહીં. પરંતુ નાણાંકિય વર્ષ 2017-18 અર્થાત આકારણી વર્ષ 2018-19 માટે ITR-2 ભરવાનું રહેશે. જો ધંધાકીય આવક હોય તો આકારણી વર્ષ 2018-19 માટે ITR-3 ભરવાનું રહેશે.


સવાલ-


હું એક જાહેરસાહસમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું અને મને જે ફી આપવામાં આવે છે તેના ઉપર TDS કાપીને આપવામાં આવે છે તો તેમાં 44ADA આધારિત આયોજન કરી શકાય?


જવાબ-


કંપની વ્યવસાયિક આવક તરીકે 194જે અંતર્ગત TDS કાપીને આપે છે તો તે વ્યવસાયિક આવક છે. કલમ 44ADA હેઠળ `50Lk સુધીની આવક ઉપર 50% આવક દર્શાવીને આ કલમના લાભ લઇ શકશો.


સવાલ-


લાંબાગાળા મૂડીનફા ઉપરના નફા અને નુકસાનનું એડજસ્ટમેન્ટ થઇ શકશે?


જવાબ-


લોંગ ટર્મ કેપિટલ ગેઇન હશે તો એ લોંગ ટર્મ કેપિટલ લોસ સાથે સેટઓફ થઇ શકશે. જ્યારે શોર્ટ કેપિટલ લોસ હશે તો એ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ગેઇન સામે સેટ ઓફ થઇ શકશે. આ ઉપરાંત આ પ્રકારના લોસને તમે આગામી 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરીને સેટઓફ લઇ શકો છો. આ ઉપરાંત ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ માટે સેટઓફના નિયમ સમાન રહેશે.