ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 06, 2018 પર 17:47  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા કાયદા અંતર્ગત જેમ જેમ કુગાવો વધતો જાય તેમ તેમ કિંમત પણ વધે છે. પહેલા base year તરીકે એપ્રિલ 1981ની ગણતરી થતી હતી. હવે base year 2001-2002ના વર્ષને ગણવામાં આવશે. આ વર્ષની ઇન્ડેક્સ 100 ગણીને સરકારે દર વર્ષે કોસ્ટ ઇન્ફ્લેન ઇન્ડેક્સ જાહેર કરે છે. ગત વર્ષે ઇન્ડેક્સ 272 હતી જે આ વર્ષે વધારીને 280 કરી છે. અમુક મિલક્તમાં રાહતના દર છે.


તેથી તેમાં ઇન્ડેક્સેસનનો લાભ મળતો નથી. ટૂંકા ગાળાના મૂડીનફા માટે ઇન્ડેક્સેશનો કોઇ લાભ નથી. લાંબા ગાળાની મૂડીરૂપી મિલક્તના સંદર્ભમાં ઇન્ડેક્સેશનનો લાભ મળી શક્શે. ઇક્વિટી અને ઇક્વિટી આઘારિત મ્યુચ્ચુઅલ ફંડના લાંબા ગાળાના મૂડીનફા ઉપર ઇન્ડેક્સેશનનો લાભ મળશે નહી. સ્થાવર મિલક્ત અને અનલિસ્ટેક શેર્સ માટે બે વર્ષનો હોલ્ડિંગ પિરીયડ નક્કી કરવામાં આવ્યો છે. બે વર્ષે બાદના સમય ગાળાના વ્યવહાર માટે ઇન્ડેક્સેશનનો લાભ મળશે.


1 એપ્રિલ 2001 પહેલાંની મિલક્ત છે તે તેમાં એપ્રિલ 2001નું બજારમૂલ્ય ગણી ઇન્ડેક્સેશન ગણાશે. મની માર્કેટના ફંડ ઉપરાંત અન્ય એસેટ ક્લાસ જેમ કે સોના-ઝવેરાંત માટે 3 વર્ષનો હોલ્ડિંગ પિરીયડ બાદ ઇન્ડેક્સેશનનો લાભ મળશે. વિશિષ્ટ સંજોગોમાં મિલક્ત ધારણ કરો છો ત્યારે કોસ્ટ ઓફ એક્વિઝશન શૂન્ય છે. સેક્શન 49 અને સેક્શન 2(42)એ અનુસાર સેક્શન 49 અને સેક્શન 2(42)એ અનુસાર બક્ષિસ, વારસા કે હિસ્સેદારીમાં મિલક્ત મળી હોય તેમાં પહેલાંના ધારણર્ક્તાની કોસ્ટ ઓફ એક્વિઝશન છે તે જ તમારી ગણાશે.


અગાઉના માલિકે જે તે મિલક્ત જેટલાં સમય માટે ઘારણ કરી છે તેટલો સમય વારસા કે બક્ષિસમાં મેળવનારને ધારણ સમય ગણાશે. વિશિષ્ટ સંજોગોમાં મિલક્ત ધારણ કરો છો ત્યારે કોસ્ટ ઓફ એક્વિઝશન શૂન્ય છે.