ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

આપ ખરીદનાર હોવ કે વેચનાર પરંતુ કેટલીક તકેદારી રાખવી જરૂરી છે.
ના રોજ પ્રકાશિત Fri, 13, 2018 પર 17:35  |  સ્ત્રોત : CNBC-Bajar

આપ ખરીદનાર હોવ કે વેચનાર પરંતુ કેટલીક તકેદારી રાખવી જરૂરી છે. જંત્રી કિંમતથી કોઇપણ મિલકત ઓછી કિંમતમાં ખરીદવી કે વેચવી ન જોઇએ. જંત્રી કિંમતથી ઓછી કિંમતની જે રકમ રહેશે તેને ડિમ્ડ કેપિટલ ગેઇન તરીકે ગણવામાં આવે છે. પરિણામે વેચનારે તફાવતની રકમ ઉપર ટેક્સ ભરવાનો રહેશે. ચાલુ નાણાંકીય વર્ષથી આમાં રાહત એટલી મળી છે 5% સુધીના વેરિએશનને માન્ય રાખવામાં આવશે.


આમાં મિલક્ત ખરીદનારને માટે જંત્રી કિંમતથી ઓછી કિંમતમાં ખરીદી કરશે તો તે તેની આવક ગણાશે. અહીંયા પણ 5% વેરિએશનને માન્ય ગણાવામાં આવશે. 5%ના તફાવતથી વધુ તફાવત ન રહે તેનું ખાસ ધ્યાન ખરીદનાર અને વેચનાર બંનેએ રાખવાનું રહેશે.


કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ ના લાભ લીધા બાદ બાકી રહેતી નિયત રકમ ઉપર કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો રહે છે. પરંતુ રૂપિયા 50 લાખની મર્યાદામાં સેક્શન 54EC હેઠળ નિયત કેપિટલ ગેઇનના બોન્ડ છે તેમાં રોકાણ કરી શકો છો. આ નિયત બોન્ડમાં 6 મહિનાના સમયગાળામાં રોકાણ કરવાનું રહેશે.


આ બોન્ડમાં હોલ્ડિંગ પિરીયડ 3 વર્ષથી વધારીને હવે 5 વર્ષ કરવામાં આવ્યો છે. સેક્શન 54 અનુસાર રહેઠાંણનું ઘરના વેચાણ થકી જે નફો ઉદ્દભવે છે તે અન્ય રહેઠાંણના ઘરના બાંધકામ કે ખરીદી માટે ઉપયોગમાં લેશો તો તે સંપૂર્ણ કરમુક્ત રહેશે.


રહેઠાણના ઘરમાંથી ઉદ્દભવેલો નફો બે વર્ષના સમયગાળામાં નવા ઘરની ખરીદીમાં વાપરવાનો રહેશે. જો બાંધકામ માટે રોકાણ કરવાના હો તો તેના માટે 3 વર્ષનો સમયગાળો છે. સેક્શન 54માં ઘર સામે ઘરમાં ફક્ત મૂડીનફાનું રોકાણ કરવાનું છે. વ્યવસાયિક પ્રોપર્ટી કે જમીનનું વેચાણ કરો છો તેના સંદર્ભમાં રહેઠાંણના મકાનમાં રોકાણ કરવા ઇચ્છો તો તેમાં સેક્શન 54એફ કામમાં આવે છે. જે રહેઠાંણના મકાનની ખરીદી કરવાના સંદર્ભમાં જ આ કપાતનો લાભ મળે છે. સેક્શન 54Fમાં ચોખ્ખી અવેજનું જે રોકાણ કર્યું છે તેના પ્રમાણમાં કપાતનો લાભ મળશે.


54ECમાં બોન્ડમાં રોકાણ મર્યાદા છે તેવી કોઇ મર્યાદા સેક્શન 54 અને 54F રોકાણની કોઇ મર્યાદા નથી. વેચાણનું જે અવેજ મળે છે તેમાંથી ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન બાદ કરવાની રહેશે. આ ઉપરાંત હસ્તાંતરના વ્યવહારના સંદર્ભમાં જે ખર્ચ કર્યો છે તે પણ બાદ મળે છે. લીગલ ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી અને દલાલી જેવા જરૂરી ખર્ચ કર્યા હોય તો તે બાદ મળે છે.


સવાલ-


હું સિનિયર સિટીઝન છું આકારણી વર્ષ 2018-19માં મારી આવક 3.45 લાખ રૂપિયા છે પરંતુ પાછલાં વર્ષમાં મારી કરપાત્ર આવક ન હોવાથી રિટર્ન ભર્યુ નથી તો એ હવે ભરી શકાય?


જવાબ-


રિટર્ન ફાઇલ કરવા ઉપર કોઇ પ્રતિબંધ નથી. પહેલાં રિટર્ન ભર્યા બાદ તમે રિટર્ન ભર્યુ ન હોય તો તે અંગેની વિગતો આવકવેરા વિભાગ માંગે છે. તમારી આવક હવે કરપાત્ર નથી રહી પરંતુ શૂન્ય રિટર્ન ભરો તો એ પણ સલાહભર્યુ રહેશે. આવકવેરા ખાતા તરફથી રિટર્ન ન ભરવાની વિગતો માંગવામાં આવે તો તેમાં કારણ સહિત જવાબ આપો છે. જેના આધારે આવકવેરા ખાતાના રેકોર્ડમાં તમારો જવાબ નોંઘાયેલો રહેશે.


સવાલ-


હું સિનિયર સિટીઝન છું અને આઇપીઓમાં રોકાણ કર્યા બાદ શોર્ટટર્મ કેપિટલ ગેઇન થાય છે પરંતુ અન્ય કોઇ કરપાત્ર આવક નથી તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે?


જવાબ-


જો શોર્ટટર્મ કેપિટલ ગેઇન રૂપિયા 3 લાખની અંદર આવી જતો હોય તો કોઇ ટેક્સ ભરવાનો રહેશે નહીં. 3 લાખથી ઉપરની આવકમાં જો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ થાય તો તેમાં 15%નો ટેક્સ ભરવાનો રહેશે.


સવાલ-


આઇડીબીઆઇ બોન્ડ 2016માં ખરીદ્યા હતા અને તેમાં વહેલા રિડીમ કરવા બદલ જે લોસ થયો તે હું અત્યારે કપાત તરીકે લઇ શકું?


જવાબ-


2016માં બોન્ડ ખરીદ્યા અને 2018માં તેનું રિડમ્પ્શન થયું છે. 3 વર્ષથી ઓછા સમયગાળામાં રિડમ્પ્શન થયું છે તેથી તે શોર્ટ ટર્મ કેપિટલ લોસ ગણાશે. આ શોર્ટ ટર્મ લોસ કેરી ફોરવર્ડ કરી શકશો અને તેને લોંગ કે શોર્ટ ટર્મના ગેઇન સામે સેટ ઓફ કરી શકશો છો.


સવાલ-


મારી પાસે બોનસમાં મળેલા શેર્સ છે જે હું એપ્રિલ 2018માં વેચાણ કરું છું તો તેના ઉપર શું ટેક્સની જવાબદારી રહે?


જવાબ-


1 એપ્રિલ 2018થી જે ટેક્સ જવાબદારી આવે છે તે મુજબ 31મી જાન્યુઆરી 2018ના દિવસનો ભાવ તમારી ખરીદ કિંમત ગણાશે. તમારા બોનસ શેર્સની કિંમત શૂન્ય છે પરંતુ હવેની ગણતરીમાં 31મી જાન્યુઆરી 2018ના ભાવ ગણાશે. પરિણામે જો 31મી જાન્યુઆરી 2018ના રોજની વેલ્યુ કરતાં વધુ ભાવ હશે તો ટેક્સ ભરવાનો રહેશે અન્યથા કોઇ ટેક્સની જવાબદારી નહીં રહે છે.


સવાલ-


મારો પુત્ર બેંગ્લોરમાં ભાડાના મકાનમાં રહે છે અને બીજી હોમ લોન લીધી છે તો બંને ઉપર કપાતનો લાભ મળે?


જવાબ-


એક જ શહેરમાં તમે રહેતાં હોવ જેમાં ભાડાનો અથવા તો હોમલોન બેમાંથી એક જ ઉપર કપાત મળશે. અર્થાત આપણે અહીંયા નક્કી કરવાનું રહેશે કે ભાડાની કપાત લેવી છે કે હોમલોનની ચૂકવણીની કપાત લેવી છે. જ્યારે પણ પ્રિમિયમની ચૂકવણી કરો છો ત્યારે તેમાં GST સહિતની જ ચૂકવણી કરવાની રહે છે. પરિણામે જ્યારે પ્રિમિયમની કપાત મેળવવા ઇચ્છો ત્યારે GST સહિતની રકમ ઉપર જ કપાત મળશે.