ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 20, 2018 પર 17:35  |  સ્ત્રોત : CNBC-Bajar

ટેક્સ ઓડિટને પાત્ર હોય તેવા ધંધાદારીઓ માટે રિટર્ન ભરવાની તારીખ 30મી સપ્ટેમ્બર છે. જે ધંધાદારીઓ ટેક્સ ઓડિટને પાત્ર નથી અને અંદાજિત આવક યોજનાનો લાભ લેવા માંગે છે. રૂપિયા 2 કરોડ રૂપિયાથી ઓછો વકરો હોય તેવા ધંધાદારીઓ માટે 44 ADનો લાભ લઇ શકો છે. ટ્રાન્સપોર્ટેશનના ધંધામાં 10 ટ્રકથી વધુ ટ્રક ન હોય તો તેવા કરદાતા 44 AE હેઠળ અંદાજિત આવકનો લાભ લઇ શકે છે. પ્રોફેશ્નલ્સ અંદાજિત આવક યોજનાનો લાભ લેવા માટે કલમ 44 ADA હેઠળ જોગવાઇ કરવામાં આવી છે.


અંદાજિત આવક યોજનાનો અંતર્ગત ખાસ રિટર્ન ફોર્મ પણ છે ITR-4 જેને આપણે સુગમ તરીકે ઓળખીએ છીએ. ધંધાની ગ્રોસ રિસીટ રૂપિયા 2 કરોડથી ઓછી હોય તો તમે અંદાજિત આવક યોજનાનો લાભ લઇ શકો છો. કમિશન કે દલાલીની આવક મેળવતાં હોય તેઓ અંદાજિત આવક યોજનાનો લાભ લઇ શકતાં નથી. જો રોકડમાં ધંધો હોય અને 8% કે તેથી વધુ નફો દર્શાવતા હોય તેવા ધંધાદારીઓને અંદાજિત આવક યોજનાનો લાભ મળશે.


જે ધંધાદારી ડિજિટલ કે બેન્કિંગ વ્યવહારોમાં ધંધો કરે છે તેઓ 6 ટકા કે તેથી વધુ નફો દર્શાવે તો તેમને પણ અંદાજિત આવક યોજનાનો લાભ મળશે. કલમ 44 AD ધંધાદારીઓ માટે અમલી બને છે. કલમ 44 AE ટ્રાન્સપોર્ટર માટે છે જેમની પાસે 10થી વધુ ટ્રક ન હોય. આવા કિસ્સામાં ટ્રાન્સપોર્ટર ટ્રક દીઠ માસિક રૂપિયા 7500ની આવક દર્શાવે તો તેમને કલમ 44 AE હેઠળનો લાભ મળી શકે છે. આવકવેરા કાયદા હેઠળ વકીલ, ડોક્ટર, CA, ટેકનિકલ કન્સલટન્સી અને આર્કિટેક્ટનો પ્રોફેશ્નલમાં સમાવેશ થાય છે.


વાર્ષિક રૂપિયા 50 લાખથી ઓછી રેવન્યુ હોય અને નફો 50% કે તેથી વધુ દર્શાવતાં હોય તો તેવા પ્રોફેશ્નલ અંદાજિત આવક યોજનાનો લાભ લઇ શકે છે. અંદાજિત આવક યોજનાનો હેતુ નાના ધંધાદારી અને વ્યવસાયિકોને હિસાબી ચોપડાની જાળવણીમાંથી મુક્તિ આપવાનો છે. જો આ યોજનાનો લાભ ન લેતાં હો તો રૂપિયા 1 કરોડથી વધુના રેવન્યુ પર ઓડિટ કરાવું પડે છે. એડવાન્સ ટેક્સના અન્યથા ચાર હપ્તા ભરવા પડે પણ અંદાજિત આવક યોજનામાં માર્ચ મહિનાનો એક જ એડવાન્સ ટેક્સ ભરવાનો રહે છે.


સવાલ-


અંદાજિત આવકમાં 8%થી વધુ નફો દર્શાવી શકાય, આવકવેરા વિભાગ સ્ક્રૂટીની નહીં કરે એ સાચું છે અને આ યોજનાના કોઇ ગેરફાયદા છે?


જવાબ-


અંદાજિત આવકમાં 8% કે તેથી વધુ નફો દર્શાવી શકો છો. 8%થી વધુ નફો થયો હોય તો તે તમારે દર્શાવો પણ જોઇએ. તમારા બેન્ક એકાઉન્ટનું બેલેન્સ અને જે વકરો દર્શાવો છે તેમાં જો કોઇ ગેરરીતિ નથી તો આવકવેરા વિભાગ તરફથી કોઇ સ્ક્રૂટીની નહીં થાય. સ્ક્રૂટીની ન થાય એનો અર્થ એવો નથી કે ટેક્સ 8% ઉપર ભરો અને આવકનું માર્જિન વધુ હોય તો પણ તેના ઉપર ટેક્સની વસુલાત ન થઇ શકે છે. એક વખત તમે આ યોજનાનો લાભ લીધો તો બીજા 5 વર્ષ સુધી આ યોજના પ્રમાણે આવક દર્શાવી પડશે. જો 5 વર્ષમાં જો આ યોજનાનો લાભ લેવામાં ચૂક કરો છો તો જે-તે વર્ષ બાદના 5 વર્ષ સુધી આ યોજનાનો લાભ લઇ શકાતો નથી. ધંધાદારી તેમજ વ્યવસાયિકો આ અન્વયે ઓડિટ, એકાઉન્ટ્સ મેનેજ કરવા અને સ્ક્રૂટીનીમાંથી મુક્તિ મેળવી શકે છે.


સવાલ-


અમને કસ્ટમર પાસેથી ડેબિટ/કેડીટ કાર્ડ થી પેમેન્ટ મળે તો એ ડીજીટલ સેલ ગણાય?


જવાબ-


8% કેશ ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં થ્રેશ હોલ્ડ લિમિટ છે. એકાઉન્ટ પેયી, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં અંદાજિત આવક યોજનાની થ્રેશ હોલ્ડ લિમિટ 6% છે. તો આપના પેમેન્ટનો જે સ્વીકાર થાય છે તે ડિજિટલ ટ્રાન્ઝેક્શન અંતર્ગત ગણાશે.


સવાલ-


મારા પુત્ર માટે 2016માં એજ્યુકેશન લોન લીધી હતી તેમાં હાલ તેમને જોબ મળી છે તેના વ્યાજની ચૂકવણી કરી છે તો તેના ઉપર વ્યાજની કપાત મળે?


જવાબ-


આ પ્રકારના એજ્યુકેશન લોન ઉપર વ્યાજની કપાત મજરે મળી શકે છે. આવકવેરા કાયદાની કલમ 80E હેઠળ વ્યક્તિએ પોતાના અભ્યાસ કે પરિવારના સભ્ય માટે લોન લીધી હોય છે. તો આવા કેસમાં જે વર્ષથી વ્યાજની ચૂકવણી શરૂ કરો ત્યારથી 8 વર્ષ સુધી એજ્યુકેશન લોનના વ્યાજ ઉપર કોઇપણ નાણાંકીય મર્યાદા વગર કપાત તરીકે બાદ મળશે.


સવાલ-


મારો પુત્ર હૈદ્રાબાદમાં જોબ કરતો હતો ત્યારે હોમલોન ઉપર ઘર ખરીદ્યુ ત્યારબાદ પૂના શિફ્ટ થયા બાદ ત્યાં ભાડે રહે છે અને હૈદ્રાબાદનું ઘર ભાડે આપ્યું છે તો તેમાં કપાતનો લાભ મળે?


જવાબ-


પૂનામાં જે ભાડું ચૂકવવાનું રહે છે તેના સંદર્ભમાં ભાડાની ચૂકવણીની કપાત લાભ લઇ શકે છે. આવકવેરાના કાયદાની કલમ 10(13A) અથવા કલમ 80GG અનુસાર હાઉસ રેન્ટની કરમુક્તિ કે કપાતનો લાભ મળશે. હૈદરાબાદમાં જે પોતાનું ઘર ભાડે આપ્યું છે તે ભાડાની આવક કરપાત્ર આવક ગણાશે. ભાડાની આવકમાંથી કલમ 24 હેઠળ હાઉસિંગ લોનના વ્યાજની કપાતનો લાભ મળશે. રૂપિયા 2 લાખથી વધુનું મકાન મિલકત હેઠળનું નુકસાન એ જ વર્ષમાં અન્ય આવક સામે સેટઓફ નથી થઇ શકતાં. પરંતુ જે-તે નુકસાનની રકમ કેરી ફોરવર્ડ થશે. આ ઉપરાંત ભાડાની આવક ઉપર સ્ટાન્ડર્ડ ડિડ્કશન પણ મળશે.