ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 27, 2018 પર 17:33  |  સ્ત્રોત : CNBC-Bajar

31મી જુલાઇએ રિટર્ન ભરવાનું ચૂકી ગયા તો રૂપિયા 1 કે 5 હજારની લેટ ફી ચૂકવવાની રહેશે. 26 જૂલાઈના નોટિફિકેશન અનુસાર કેન્દ્ર સરકારે આકારણી વર્ષ 2018-19 માટે 31 જૂલાઈની સમયમર્યાદાને લંબાવીને 31 ઓગસ્ટ જાહેર કરી છે. મોડું રિટર્ન ભરવાની લહેર હવે પૂરી થઇ ગઇ છે.


જો ટેક્સ ભરવાનો ન હોય અને રિફંડ લેવાનું હોય તો પણ જે રિટર્ન ભરવાનું ચૂક કરો તો લેટ ફાઇલિંગ ફી ચૂકવવી પડશે. જો તમારી કરપાત્ર આવક રૂપિયા 5 લાખ કરતાં ઓછી હોય તો રૂપિયા 1 હજારની લેટ ફી લાગશે.


જો તમારી કરપાત્ર આવક રૂપિયા 5 લાખ કરતાં વધારે હોય તો રૂપિયા 5 હજારની લેટ ફી છે. આવકવેરા કાયદામાં કલમ 234F લેટ ફાઇલિંગ ફી તરીકે વસુલવામાં આવશે. લેટ રિટર્ન ફાઇલિંગ ઉપર કલમ 234A હેઠળ દંડનીય વ્યાજ પણ ચૂકવવાની જવાબદારી રહેશે.


આવકવેરા રિટર્ન ભરવાની જવાબદારી અને રિટર્ન ભરવાની નિયત તારીખ કઇ છે તેની વિગતો કલમ 139 પેટાકલમ 1 હેઠળ આપી છે. ભાગીદારી પેઢીમાં રૂપિયા 1ની પણ આવક ન હોય તો પણ આવકવેરા રિટર્ન ભરવાનું રહેશે. ભાગીદારી પેઢીને ડિસોલ્વ ન કરો ત્યાં સુધી તેના ઉપર રિટર્ન ફાઇલ કરવાની જવાબદારી રહેશે.


વ્યક્તિ, HUF, સિનિયર સિટીઝન અને સુપર સિટીઝનની નિયત મર્યાદાની કુલ ગ્રોસ આવક રિટર્ન ભરવા કે ન ભરવા માટે ધ્યાનમાં લેવામાં આવશે. આપની કુલ ગ્રોસ આવક નિયત મર્યાદા કરતાં વધુ છે તેમાં કલમ 80C સહિત રોકાણોની કપાત બાદ મળતી નથી.


ટેક્સ ઓડિટ હોય તેવા ભાગીદારી પેઢીમાં 30મી સપ્ટેમ્બર રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે. ટેક્સ ઓડિટ ન હોય તેવી ભાગીદારી પેઢીમાં 31મી જુલાઇ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે. જો વર્કિંગ પાર્ટનર તરીકે વળતર ન મળતું હોય તો 31મી જુલાઇએ રિટર્ન ભરવાનું રહેશે. જો વર્કિંગ પાર્ટનર તરીકે વળતર મળતું હોય અને ટેક્સ ઓડિટ લાગુ પડતું હોય તો જ 30/9મી ભાગીદાર માટે છેલ્લી તારીખ ગણાશે. રિટર્ન સમયસર ભરાતું નથી તો નુકસાન કેરી ફોરવર્ડ કરવાનો લાભ મળતો નથી.


સવાલ-


મે 2011માં મારી પત્નીને નામે શેર ખરીદેલ જે શેર 2017 - 2018માં મે આ શેર વેચી દીધા છે, જેમા LTCG થયેલ છે તો આ LTCG મારા IT રિટર્નમાં રીપોર્ટ કરી શકાય કે મારી પત્નીનું રીટર્ન ભરવું પડે? મારા પત્નીની બીજી કોઈ આવક નથી


જવાબ-


2011માં શેર્સની ખરીદી કર્યા બાદ નાણાંની ચૂકવણી તમે જ કરી છે તેથી આ શેર્સ તમારા જ ગણાશે. આપની પત્નીના આ શેર્સમાંથી જે નફો થશે તે આવક તમારી જ ગણાશે. ક્લબિંગ ઓફ ઇન્કમ અંતર્ગત આ આવક તમારી જ ગણાશે.


સવાલ-


શેરબજારની આવક હોય તો કયુ આવકવેરા રિટર્ન ભરવાનું રહેશે?


જવાબ-


આપના કેસમાં કેપિટલ ગેઇન આવક દર્શાવવા માટે ITR-2 ભરવાનું રહેશે. આમાં જો આપે ધંધાની આવક તરીકે શેરબજારની આવક દર્શાવતાં હોવ તો ITR-3 ભરવાનું રહેશે.


સવાલ-


મેં મારા પુત્રને એક લાખ રૂપિયાની લોન આપી હોય તો તે રિટર્નમાં કયા દર્શાવવાનું રહે અને તેના ઉપર કોઇ કપાત મળે?


જવાબ-


આ પ્રકારની લોનની રકમ ઉપર કોઇ કપાત મળતી નથી. ITRમાં વ્યક્તિગત લોન આપી હોય તો તેના અંગેની વિગત માટેની અલગ કોઇ કૉલમ નથી. ITR 2,3 અને 4માં જો રૂપિયા 50 લાખથી વધુની રકમની લોન આપી હોય તો શિડ્યુલ્ડAL કરીને તેને એસેટ અને લાયેબિટી તરીકે દર્શાવવાના હોય છે.


સવાલ-


લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના બોન્ડમાં રોકાણ કરીએ છીએ તેનું વ્યાજ કરમુક્ત હોય છે કરપાત્ર?


જવાબ-


આ રોકાણના સંદર્ભમાં લાંબાગાળાના મૂડીનફા ઉપર કરમુક્તિ મળે છે. પરંતુ આ પ્રકારના બોન્ડમાં રોકાણ કર્યા બાદ તેના ઉપર જે વ્યાજ મળે છે તે કરપાત્ર છે.


સવાલ-


મારી પાસેના ઇક્વિટી શેર્સ હું મારા પુત્ર અને પુત્રીને આપું તો તેના ઉપર એસટીટી ભરવાનો રહેશે?


જવાબ-


તમારા કુંટુંબના નજીકના સભ્યો કોઇપણ બક્ષિસ આપો છો તેના ઉપર કોઇ ટેક્સ નથી. સ્વીકારનાર પણ રૂપિયા 50 હજાર કરતાં વધુની બક્ષિસ નિયત સગાં પાસેથી મળી છે તો તેના ઉપર કોઇ ટેક્સ નથી. આપના પુત્ર અને પુત્રી જો સગીર હશે તો તેની આવક ક્લબિંગના પ્રોવિઝન હેઠળ આપની આવકમાં ઉમેરાશે. જ્યારે પુત્ર અને પુત્રી પુખ્ત હશે તો તેમને કે આપને કોઇ કરવેરાની જવાબદારી રહેશે નહીં.