ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 24, 2018 પર 17:31  |  સ્ત્રોત : CNBC-Bajar

મકાન મિલકતમાંથી જે મુડી નફો ઉદ્ભવે તે અંગે વિશેષ કરમુક્તીઓ છે તેની શું જોગવાઈ છે. વ્યક્તિ કે HUF હોય તેના અંગત રહેઠાણ માટેના અથવા ભાડે આપેલા રહેઠાણના મકાનના વેચાણથી ઉદ્ભવતા મુડીનફામાં કલમ 54 હેઠળ વિશેષ જોગવાઈ છે.


સવાલ-


કલમ 54 હેઠળ કરમુક્તીનો લાભ લેવાની વાત કરી તેને વિસ્તારથી સમજાવશો?


જવાબ-


કલમ 54 હેઠળ રહેઠાણની મકાન-મિલકત હોય, તેના અંતર્ગત કરમુક્તિનો લાભ મળે છે. સ્થાવર મિલકતના કેસમાં લાંબાગાળાની મુડીરૂપી મિલકતનો હોલ્ડીંગ પિરીયડ 2 વર્ષ કરવામાં આવ્યો છે. આવી મિલકતમાં ઉદ્ભવતા મુડીનફાનો ઉપયોગ વેચાણ તારીખના 1 વર્ષ પૂર્વે કે 2 વર્ષના અંદર નવું મકાન ખરીદવા માટે અથવા, વેચાણ તારીખના 3 વર્ષના સમયમાં કોઈ નવું મકાન બાંધવા માટે ઉપયોગ કરો તો ઉપયોગ કરાયેલી રકમની પ્રમાણસર કરમુક્તિ મળે છે. કરપાત્ર મુડીનફાની સંપૂર્ણ રકમને નવા મકાનમાં ઉપયોગ કરો તો સંપૂર્ણ કરમુક્તિ મળે અથવા જેટલી રકમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેટલી પ્રમાણસરની કરમુક્તિ મળે છે.


સવાલ-


રોકાણ કરવા જે નિયત સમય આપ્યો છે, પણ જો તે સમય પહેલા આવકવેરો રિટર્ન ભરવાનું આવે તો તેવા કેસમાં કરદાતા શું કરી શકે? પહેલા વેરો ભરી રોકાણ કરી રિફંડ માંગી શકાય?


જવાબ-


કેપિટલ ગેઈન એકાઉન્ટ્સ સ્કીમ દાખલ કરવામાં આવી છે, જેમા મુડીનફો ઉદ્ભવ્યો હોય અને કરમુક્તિનો લાભ લેવો હોય પરંતુ તેને રિટર્ન ભરવાની નિયત તારીખ સુધીમાં રોકાણ ન કરી શક્યા હોય અને મુક્તિનો લાભ જોઈએ, તો તેના માટેની રકમ આ કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમમાં રોકાણ કરી શકો અને 2-3 વર્ષના સમયમાં જરૂરત પડે તે પ્રમાણે નિયમ અનુસાર ઉપયોગમાં લઈ શકો છો. આ એકાઉન્ટ અંતર્ગત તમને કલમ 54 હેઠળની કરમુક્તિનો લાભ મળશે.


સવાલ-


જો કોઈ કારણસર કરદાતા નવા ઘરમાં રોકાણ કરવા ન માંગતો હોય છતાં કરમુક્તિનો લાભ લેવા માંગતો હોય તો તેવા કેસમાં ટેક્સ બચાવવાનો કોઈ માર્ગ ખરો?


જવાબ-


કલમ 54 ઉપરાંત કલમ 54ECનો ઉપયોગ કરી શકાય છે. જેમા વેચાણ તારીખના 6 મહિનાના સમયમાં વધારેમાં વધારે એક વર્ષમાં રૂપિયા 50 લાખ સુધી રોકાણ કરી શકો છો જેના પર તમને સંપૂર્ણ મુક્તિ મળે છે.


સવાલ-


કલમ 54ના સંદર્ભમાં આપણા દર્શકમિત્રો માટે ઉપયોગી થાય તેવા કોઈ કાનુનીચૂકાદાઓ અંગે તમે ઉપયોગી સમજ આપી શકશો?


જવાબ-


કલમ 54 પર ઘણા કાનુની ચૂકાદાઓ છે. તમારા દ્વારા ખરીદેલા મકાન પર તમે રિનોવેશન કરો છો તો તેના પર પર્ચેઝ અને કંસ્ટ્રક્શન બન્નેનો લાભ મેળવો તો તે સંબંધી કલમ 54 હેઠળ કરમુક્તિનો લાભ મળે છે. મકાનના વેચાણ બાદ જ બાંધકામ થાય તે જરૂરી નથી. મિલકતના વેચાણ પહેલા તેમા બાંધકામ કરો તો પણ તમને તે રકમ પર કરમુક્તિનો લાભ મળે છે. જો બિલ્ડર બાંધકામ પૂર્ણ ન કરે તો તેવા કેસમાં કરદાતાને મુક્તિનો લાભ મળે છે કારણકે ભૂલ બિલ્ડરની રહે છે.


સવાલ-


હું સીવિલ હોસ્પિટલમાં pg વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરુ છું, તો શું મારી સ્ટાઈપન્ડની આવક કરપાત્ર આવક ગણાય ?


જવાબ-


કોઈપણ કરદાતાને સ્કોલરશિપ આપવામાં આવી હોય તે કરમુક્ત ગણાય છે. કલમ 10(16) હેઠળ સ્ટાઈપન્ડની આવક સ્કોલરશિપ સ્વરૂપી હોય તે કરમુક્ત રહે છે.


સવાલ-


ઈનકમટેક્સ ફાઈલ કરવામાં શું મારા પરિવારના સભ્યો જેમકે માતા, પત્ની, ભાઈ તેમજ ભાભીનું LIC પ્રિમીયમ ભરુ તો શું તે કલમ 80C હેઠળ કરમુક્ત ગણાય?


જવાબ-


કોઈપણ વ્યક્તિ પોતાના અથવા તેના લગ્નસાથી તેમજ બાળકોના વિમાના પ્રિમીયમની ચૂકવણી કરે તે બાદ મળે છે, HUFના કેસમાં અન્યના વિમા પ્રિમીયમની ચૂકવણી બાદ મળે છે. પરિવારના અન્ય વ્યક્તિના પ્રિમીયમની ચૂકવણી બાદ ન મળે પરંતુ જો તે HUFના અંદર સમાવેશ પામતા હોય તો તે સંબંધી કરમુક્તિ મળે છે.


સલાહ-


મારી દિકરી છેલ્લા 10 વર્ષથી કતારમાં રહે છે તેણે ત્યાની આવકથી અહિં ફ્લેટ લીધો છે જે રૂપિયા 10,000ના રેન્ટ પર આપ્યો છે અને આ સિવાય તેની અન્ય કોઈ આવક નથી, તો તેના પર કેટલો ટેક્સ ભરવાનો રહે?


જવાબ-


ટેક્સ ભરવાનો ન આવે કારણકે રૂપિયા 2.5 લાખની લિમીટ અંદર આ રકમ આવે છે. પરંતુ ભાડુઆત કલમ 195 હેઠળ 30%ના દરે TDSની કપાત દર્શાવે છે, તેવા કેસમાં તમારે આવકવેરા રિટર્ન ફોર્મમાં દર્શાવી રિફંડ લેવાનું રહે છે. કલમ 197 હેઠળ રૂપિયા નો ડિડક્શન કે લોઅર રેટેડ ડિડક્શનનું સર્ટિફિકેટ મેળવી શકો છો, જેના થકી આ માટેની યોગ્ય અરજી કરવી પડે છે.


સલાહ-


મે હાઉસિંગ લોન લીધી છે જેને Repay કરવા જેટલી રકમ એકઠી થઈ ગઈ છે તો શું તેને Repay કરી દેવી જોઈએ કે તેને ચાલુ રાખવી જોઈએ?


જવાબ-


હાઉસિંગ લોન પર ચૂકવાતું 10% વ્યાજ ચૂકવતા હો છો જેના સામે તમને આવકવેરામાં ફાયદો થાય પરંતુ તેની સામે તમે જે રકમ બૅન્કમાં રકમ જમા કરાવો તેના પર તમને જે વ્યાજ મળે તેના ઉપરાંત આવકવેરો ભરવાનો રહે છે.


સલાહ-


મારા પિતા PSU યુનિટમાંથી ઓગસ્ટ 2017માં નિવૃત્ત થયા તો તેમને રૂપિયા 20 લાખ ગ્રેચ્યુઈટિ તરીકે મળ્યા, તો શું હું તેના અંદર હું રૂપિયા 20 લાખ બાદ મેળવી શકીશ?


જવાબ-


તમે આ લાભ નહિં લઈ શકો છો. તમારા પિતા નિવૃત્ત થયા ત્યારે આ કાયદો પસાર થયો ન હતો. 29 માર્ચ 2018 બાદ જ નિવૃત્ત થનાર દરેક કર્મચારીને આ ફાયદો મળે છે.