ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 31, 2018 પર 17:28  |  સ્ત્રોત : CNBC-Bajar

મકાન-મિલકત સિવાયની કોઈ મુળીરૂપી મિલકત હોય અને તેમાંથી મુળીનફો ઉદ્ભવે અને તમે મકાનમાં રોકાણ કરવા માંગતા હોવ તો તે સંબંધી વિશેષ કરમુક્તિની જોગવાઈ છે તે અંગે આજે ચર્ચા કરીશું.


કલમ 54F વિશે ચર્ચા


કલમ 54 હેઠળ રહેઠાણની મકાન-મિલકત હોય, તેના અંતર્ગત કરમુક્તિનો લાભ મળે છે. તમે મકાન નથી વેંચતા પણ અન્ય મિલકત વેચો છો જેમાંથી લાંબાગાળાનો મુડીનફો ઉદ્ભવે તો, આ કલમ 54Fના અંતર્ગત તેનું આયોજન કરી શકાય. આવી મિલકતથી ઉદ્ભવતા ચોખ્ખા અવેજનો ઉપયોગ વેચાણ તારીખના 1 વર્ષ પૂર્વે કે 2 વર્ષના અંદર નવી મિલકત ખરીદવા માટે અથવા, વેચાણ તારીખના 3 વર્ષના સમયમાં નવું મકાન બાંધવામાં કરવામાં આવે છે.


અહિં ખર્ચ બાદ રહેતી રકમ જેને net considration કહેવાય તેનું રોકાણ કરવાનું રહે છે. મુડીનફો અને વેચાણની અવેજની રકમને ધ્યાનમાં રાખવાની રહે છે. કલમ 54માં કેટલા ઘર છે તેવી પાબંધી ન હતી. 54Fમાં મહત્વની શરત એ છે કે જેના પાસે એકથી વધારે ઘર ન હોય તેને જ ઘર લેવા પ્રોત્સાહિત કરવાની વાત છે. કલમ 54Fમાં તમે એકથી વધારે મકાન હોય તો રોકાણ કરી લાભ લઈ શકતા નથી.


કલમ 54Fમાં નવા મકાનમાં રોકાણ કર્યાના 2 વર્ષ સુધી નવું મકાન ન લઈ શકો અને 3 વર્ષ સુધી નવું મકાન લઈ ન શકો છો. કલમ 54F હેઠળ નવા મકાનના લોકઈન પિરીયડ 3 વર્ષ ગણવામાં આવે છે. 54F હેઠળ નવું મકાન રહેઠાણ માટેનું હોવું જોઈએ. આ મકાન તમે ભાડે પણ આપી શકો છો. આવકવેરાના કાયદા હેઠળ ઈન્ડેક્સેશનનો લાભ દરેકને મળે છે.


જો 1 એપ્રિલ 2001 પૂર્વે ખરીદેલી મિલકત હોય તેની કિંમત તમે ત્યારના બજારના ભાવ આધારે લઈ શકો અને જો 1 એપ્રિલ 2001 બાદ હોય તો ખરીદ કિંમત આધારે લઈ શકો છો. ખરીદવાના અને વેચવાના સમયનો ભાવ જે મોંઘવારીદરના આંકના આધારે નક્કી થયો હોય તે પ્રમાણ તેને મુળ કિંમતનો ગુણાકાર કરીને જે કિંમત આવે તે ઈન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વેઝીશન ગણાય છે. કોઈપણ સ્થાવર મિલકતનું વેચાણ કે ખરીદી કરો ત્યારે મુખ્યત્વે ધ્યાનમાં રાખો કે જંત્રી કિંમત શું છે.


કલમ 50C હેઠળ તમારી જંત્રી કિંમતને વેચાણ કિંમત માની લેવામાં આવે છે અને તે આધારે ટેક્સ ભરવાનો રહે છે. ખરીદદારે પણ તકેદારી રાખવી કે કલમ 56 (2) હેઠળ આ સમ ઈનકમ ફ્રોમ અધર સોર્સ ગણાશે. વેચાણકારે ધ્યાનમાં રાખવું કે રૂપિયા 20,000 કરતા વધારે રકમ રોકડમાં સ્વીકારો તો 100% દંડ તમને કલમ 269 SS હેઠળ ભરવાનો રહે છે.


સવાલ-


મારા મિત્ર નેપાળમાં રહે છે, અને તેમનું નેપાળમાં TDS કપાય છે, પરંતુ તે 26ASમાં દર્શાવાતું નથી, તો તે નાણાંકિય વર્ષ 2017-2018માં કેવી રીતે ક્લેમ કરી શકે?


જવાબ-


26ASમાં ભારતમાં જો TDS કપાયો હોય તો ક્રેડિટ દેખાય, આપના કેસમાં કલમ 90 અને 91 અંતર્ગત ફોરેન ટેક્સ ક્રેડિટ લાગુ પડે, કે જો કોઈ રકમ નેપાળમાં કપાય તો તેની ટેક્સ ક્રેડિટ તમને ભારતમાં મળી શકે. અહિં ભરવા પાત્ર રકમ તમને ક્રેડિટ કે સેટઓફ મળી શકે છે.


સવાલ-


હું 1 ડિસેમ્બર 2017માં નિવૃત્ત થયો છું, મારી ગ્રેચ્યુઈટિ 13 લાખ ઉપર છે, પરંતુ કંપનીએ `10 લાખ ઉપર ટેક્સ કાપ્યો છે, તો શું તે યોગ્ય છે?


જવાબ-


તમે નિવૃત્ત થયા ત્યારે આ કાયદો પસાર થયો ન હતો. 29 માર્ચ 2018 બાદ જ નિવૃત્ત થનાર દરેક કર્મચારીને આ ફાયદો મળે છે.


સવાલ-


મારી જન્મ તારીખ 1/6/1958 છે, મે 1/6/2018ના 60 વર્ષ પૂર્ણ કર્યા છે, તો શું હું નાણાંકિય વર્ષ 2018-19ના IT રિટર્ન સિનિયર સિટિઝન તરીકે ભરી શકાય?


જવાબ-


તમે સિનિયર સિટીઝન તરીકે રીટર્ન ભરી શકો છો. કાયદા હેઠળ નાણાંકિય વર્ષ દરમિયાન કોઈ વ્યક્તિ 60 કે તેથી વધારે વર્ષના હોય તો સિનિયર સિટિઝન ગણાય માટે તમને આ ફાયદો મળી શકે છે.


સવાલ-


મારે મકાન વેચતા કેપિટલ ગેઈનમાં લોસ થયો છે તેને શૅર વેચતા કેપિટલ ગેઈન થાય તેમા એડજેસ્ટ કરી શકાય.


જવાબ-


લાંબાગાળાનું મુડી નુકસાન તમને મકાન વેચતા થયું છે. શૅરના કેસમાં તમને લોંગટર્મ કેપિટલ ગેઈન હોય તો તેને લોંગટર્મ લોસ સામે સેટઓફ કરી શકો છો. પરંતુ લોંગટર્મ લોસ તમે શોર્ટટર્મ ગેઈન સામે સેટઓફ ન કરી શકો, આ સંજોગોમાં તમારો ગેઈન કેરીફોરવર્ડ થાય છે.


સવાલ-


રૂપિયા 5 લાખથી ઓછી ટેક્સેબલ ઈનકમ હોય તો 2500 બાદ મળે કે ન મળે?


જવાબ-


કલમ 87A હેઠળ 2500 બાદ મળે છે. રૂપિયા 2.5 લાખ થી રૂપિયા 5 લાખના સ્લેબમાં દર 5% કરવામાં આવ્યો છે. હવે રૂપિયા 3.5 લાખથી ઓછી આવકના કેસમાં કલમ 87A હેઠળ રૂપિયા 2500 બાદ મળે છે.


સવાલ-


મને PPFનો સમયગાળો 20 વર્ષથી 25 વર્ષ સુધી કરવી હોય તો શું તે શક્ય છે?


જવાબ-


PPFના કાયદા અનુસાર તમે કોઈપણ PPF એકાઉન્ટનો પ્રથમ સમયકાળ 15 વર્ષનો છે અને ત્યારબાદ દર 5 વર્ષ સુધી તમે તેને લંબાવી શકો છો.