ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 07, 2018 પર 17:35  |  સ્ત્રોત : CNBC-Bajar

ટેક્સ મેનેજ કરવા ખુબ જરૂરી છે. કલમ 68, 69, 69C હેઠળ વિશેષ જોગવાઈ છે.


કલમ 68 વિશે ચર્ચા-


ન સમજાવી શકાય તેવી જમા રકમો માટે કલમ 68 અમલી ગણાય છે. કલમ 68ને unexplained cash creditsની કલમ કહેવાય છે. ચોપડામાં જમા કરાવેલી રકમનો ખુલાસો ન આપી શકાય તેવી રકમ ડિમ્ડ ઈન્કમ માનવામાં આવે છે. ધારોકે કોઈ વ્યક્તિ લોન લે છે તો તે લોન આપનાર વ્યક્તિની સંપૂર્ણ વિગત હોવી અનિવાર્ય છે, અને જો રકમ મોટી છે તો પાન નંબર હોવો જરૂરી છે, આ દરેક વિગત આવકવેરા ખાતુ માંગી શકે છે. જે આવક તમે ન સમજાવી શકો તે unexplained cash credits ગણવામાં આવે છે.


કરદાતાઓએ ધ્યાનમાં રાખવાની બાબત-


જો કોઈ વ્યક્તિ બક્ષિસ આપે તો તેનો પુરાવો હોવો ખુબ જરૂરી છે. માત્ર કહેવાથી તે રકમનો પુરાવો નથી મળતો માટે સચોટ પુરાવો હોવો જરૂરી છે. બને ત્યાં સુધી ચેકમાં વ્યવહાર કરવા છે. જો તમે રોકાણ કે ખર્ચ કરો તો કલમ 69 અને 69C તેના માટેની મહત્વની કલમ છે. તમારા પાસે જમા થયેલી નાનામાં નાની રકમનો પણ હિસાબ હોવો જરૂરી છે. જે રોકાણ અંગે તમે યોગ્ય ખુલાસો આપી નથી શકતા તે Unexplained investment કહેવાય છે. ઘણા કરદાતાઓ ઘર ખર્ચની રકમના સંદર્ભમાં યોગ્ય સ્ત્રોત દર્શાવતા નથી જે મુદ્દા ઉપર સમસ્યા ઉદ્ભવે છે.


કલમ 68, 69, 69C માટેની જોગવાઈ-


ડિમોનેટાઈઝેશનના સમયમાં ન સમજાવી શકાય તેવી આવક, ખર્ચ કે રોકાણ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. પહેલા 30%ના દરે ટેક્સ વસુલવામાં આવતો હતો. આકારણી વર્ષ 17-18 અનુસાર આવી ન સમજાવી શકાય તેવી આવક, ખર્ચ કે રોકાણ માટે ઉંચો આવકવેરો અને દંડની જોગવાઈ છે. આવા સંજોગોમાં કુલ 84% ના દરે આવકવેરો તેમજ દંડ ભરવો પડે તેવી જોગવાઈ છે.


સવાલ-


હું અને મારા પત્ની સિનિયર સિટિઝન છીએ, મારુ રૂપિયી 15 લાખનું રોકાણ પૂર્ણ થયું છે, મારા પત્ની હાઉસ વાઈફ છે અને તેની કોઈ આવક નથી, તો શું હું તેમના માટે હું અન્ય રૂપિયા 15 લાખ સિનિયર સિટિઝન એકાઉન્ટમાં કરુ તો તેમાં જે આવક થાય તે તેના નામે આવે, પરંતુ તે ક્લબિંગ પ્રોવિઝન પ્રમાણે મારા નામ પર થવું જોઈએ, તો આ સંજોગોમાં કેવી રીતે આયોજન કરી શકાય?


જવાબ-


રૂપિયા 30 લાખના રોકાણના આયોજનમાં તમે રૂપિયા 15 લાખ તમારા પત્નીને વગર વ્યાજે લોન તરીકે આપો, અને તેમના ખાતામાંથી રૂપિયા 15 લાખનું રોકાણ કરવું જોઈએ, આમ કરવાથી તમને ક્લબિંગ પ્રોવિઝન ન લાગે છે. તમારા પત્નીની જો અન્ય આવક ન હોય તો, ફોર્મ 15H રજૂ કરી શકો, અને જો નાણાં કપાય તો પણ તમે રિટર્ન ભરી તેનું રિફંડ મેળવી શકો છે.


સવાલ-


મારા દિકરા 10 વર્ષથી US રહે છે, તો તેમના MF અને ઈક્વિટીના રોકાણ છે તે ચાલુ રાખવા જોઈએ કે બંધ કરી દેવા જોઈએ?


જવાબ-


PPF અથવા નાની બચત યોજના હેઠળ રોકાણ કર્યા હોય તો તેને તેના પાકતા સમય બાદ ઉપાડી લેવા જોઈએ. MF કે ઈક્વિટી વગેરે જેવા રોકાણ આપ ચાલુ રાખી શકો છો. તમારા દિકરાના કેસમાં NRO એકાઉન્ટ ખોલાવી શકો છો, જે તે ભવિષ્યમાં વિદેશ લઈ જવા ઈચ્છતા હોય તો લઈ જઈ શકે છે.


સવાલ-


મારા ભાઈની એક્સપોર્ટ ફર્મ હતી જે તેમણે બંધ કરી છે, તેમના પાસે એક પ્રોફેસન ટેક્સનો નંબર છે જે તેમના CA ના પ્રમાણે ભરવો પડે, તો તે કેસમાં હાલ શું કરી શકાય?


જવાબ-


જરૂરી નથી એક વખત ટેક્સ લીધો તો કામ બંધ થતા પણ ભરવો પડે છે. પ્રોફેશનલ ટેક્સ સ્થાનિક સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો તેમની મદદથી તમે બંધ કરાવી શકો છો. કરંસી ટ્રેડિંગ ધંધાકિય આવક ગણાય માટે તેના માટે તમને પ્રોફોશનલ ટેક્સ નંબર લેવો પડે છે. કરંસી ટ્રેડિંગ માટે કલમ 44AD હેઠળ અંદાજીત આવક દર્શાવી લાભ લઈ શકાય છે.


સવાલ-


હું અને મારા પત્ની ઈન્કમ ટેક્સ રિટર્ન ભરીએ છીએ, હવે જો હું મારા પત્નીને કોઈ રકમ આપુ અને તે મારા માતા-પિતાને આપે અને તેઓ આ રકમ સિનિયર સિટિઝન એકાઉન્ટમાં મુકે તો તેના દ્વારા થતી વ્યાજની રકમ તે મારામાં ઈન્કમ તરીકે ગણાય?જવાબ-


તમે તમારા માતા-પિતાને સીધી બક્ષીસ આપી શકો છો. સીધા બક્ષીસના કેસમાં તમને ક્લબિંગની જોગવાઈ આવશ્યક નથી. વ્યાજમાંથી ઉદ્ભવતી રકમ તમારા માતા-પિતાની ગણાશે તમને તેના પર કોઈ ટેક્સ લાગશે નહિં.


સવાલ-


હું મારા HUF નો કર્તા છું, અને મારો પુત્ર તેના HUF નો કર્તા છે, તો શું હું મારા HUFમાંથી મારા દિકરા કે તેના HUF ને લોન કે રકમ આપી શકું? મારો પુત્ર મારા મૃત્યુ બાદ મારા HUFનો કર્તા બને તો તે બન્ને HUFનો કર્તા બની શકે? અને બન્ને HUF ચલાવવાના ફાયદા શું છે અને તે અંગે શું ધ્યાનમાં રાખવું?


જવાબ-


તમે તમારા HUFમાંથી તમારા પુત્રના HUFને લોન આપી શકો છો. તે લોનમાંથી વ્યાજ લેવાનું ઉદ્ભવાતુ નથી. રૂપિયા 50,000 કરતા વધારે બક્ષિશ તમે HUFને ન આપી શકો છો. તમારા મૃત્યુ બાદ તમારો પુત્ર HUF નો કર્તા બને અને તમારો દિકરો બન્ને HUFને અલગ-અલગ રીતે ટ્રીટ કરી શકે છે.