ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 14, 2018 પર 17:32  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકડમાં થતા વ્યવહારો જેમકે કોઈની પાસેથી લોન સ્વીકારવી કે કોઈને લોન પરત કરવી અથવા સ્થાવર મિલકતના સંદર્ભમાં થતા રોકડના વ્યવહારોના સંદર્ભમાં વિશેષ તકેદારી રાખવી આવશ્યક છે કારણકે અન્યથા ભારે દંડના શિકારનો ભોગ બનવું પડે છે. નિયત મર્યાદાથી વધુ રોકડના વ્યવહારોના સંદર્ભમાં આવકવેરાની કલમનો ખ્યાલ રાખવો અનિવાર્ય છે. 269SS, 269ST, 269T આ માટેની કલમો છે.


કલમ 269 SS અંતર્ગત જોગવાઈ-


કોઈપણ વ્યક્તિ રૂપિયા 20,000 કરતા વધારે રકમ રોકડમાં લોન તરીકે સ્વીકારે તેના સંદર્ભમાં દંડનિય જોગવાઈ લાગુ પડે છે. જ્યારે કરદાતાઓ અન્ય વ્યક્તિ પાસેથી રોકડ સ્વરૂપે રૂપિયા 20,000 કરતા વધારે રકમ સ્વીકારતા હતાં અને તેનો ઉપયોગ કરવેરાની જોગવાઈમાંથી બચવા માટે કરતા હતાં તેને રોકવા માટે આ જોગવાઈઓ અમલમાં આવી છે. સ્થાવર મિલકતના વ્યવહાર પેટે સ્વીકારાતી રકમ જો રૂપિયા 20,000 કરતા વધારે હોય તો 100% દંડ લાગે છે.


કલમ 269 ST અંતર્ગત જોગવાઈ-


રૂપિયા 2 લાખથી વધારે રોકડ વ્યવહાર થાય તો તેના પર આ જોગવાઈ લાગુ પડે છે. રૂપિયા 2 લાખથી વધારે રકમના વ્યવહારમાં રોકડના સ્થાને ચેકનો વ્યવહાર કરવો જરૂરી છે. 269 એસટી હેઠળ કોઈ પ્રસંગમાં તમે રૂપિયા 2 લાખથી વધારે રોકડમાં વ્યવહાર કરો તો પણ તે તમને મુશ્કેલીમાં મુકી શકે છે.


કલમ 269 T અંગે જોગવાઈ-


રોકડમાં લોન પરત કરવાના સંદર્ભમાં આ જોગવાઈ કામ કરે છે. પરત કરનારે દરેક રકમ ચેકથી પરત કરવી જોઈએ.


જો જોગવાઈનો ભંગ થાય તો-


દંડની રકમ તરીકે રોકડ સ્વીકારેલ કે પરત કરેલ રકમના 100% તમારે ચૂકવવા પડે છે.


સવાલ-


મારા પાસે 2 ઘર હતાં, તેમા એક ઘર વેંચ્યું છે અને તેના વેચાણ પર આશરે રૂપિયા 5 લાખ કેપિટલ ગેઈન થાય છે અને અન્ય ઘરની હાઉસિંગ લોન ચાલે છે, તો શું હું તે રૂપિયા 5 લાખ હાલની હોમલોનમાં રિપે કરું તો તે મને કેપિટલ ગેઈનમાં લાભ કરાવી શકે?


જવાબ-


ઈન્ડેક્સેસનનો ફાયદો તમે લઈ શકો છો, તમારી ખરીદ કિંમત અને ઈન્ડેક્સ કોસ્ટની તફાવતની રકમ પર તમારે ટેક્સ ભરવો પડે છે. હાઉસિંગ લોનના રિપેમેન્ટમાં તમે આ રકમનો ઉપયોગ કરો તો તમને તેનો સેટઓફ ન મળે છે. તમે રૂપિયા 50 લાખના કેપિટલ ગેઈનના બોન્ડ લઈ શકો છો અને તેને 5 વર્ષ માટે રોકીને રાખી શકો છો.


સવાલ-


મારા જમાઈ ઓક્ટોબર 2017માં અમેરિકા ગયા છે અને તેમણે ત્યાં ફેબ્રુઆરી 2018માં કંપની બદલી છે, તો તેમની પહેલાની કંપનીમાં ફોર્મ 16માં બન્ને દેશની આવક નોંધી છે, અને બન્ને જગ્યાએ ટેક્સ કપાયો છે, તો તે સંદર્ભમાં શું કરી શકાય અને તેમને સુપરએન્યુએશન ફોર્મ મળ્યું છે તો તે ITR-1માં ક્યાં સમાવેશ પામશે?


જવાબ-


તમારા કેસમાં ITR-1 લાગુ નહિં પડે છે. તમારે ITR-2નો ઉપયોગ કરવાનો રહેશે. ઓક્ટોબરમાં પરદેશ ગયાં માટે ભારતમાં 6મહિના કરતા વધારે સમય રહ્યાં છે, માટે તેમને અમેરિકાની આવક પર પણ ટેક્સ ભરવો પડે છે, ITR-2માં તમે ફોરેન આવક દર્શાવી તેમાં ટેક્સ ક્રેડિટની રકમ મજરે માંગી શકો છો. અમેરિકામાં કપાયેલા ટેક્સને તમે ફોરેન ક્રેડિટ તરીકે લઈ શકો છો. સુપરએન્યુએશન પણ ટેક્સેબલ રહેશે.


સવાલ-


અમારી ભાગીદારી પેઢી હતી જેનું વિસર્જન તા: ૩૧/૦૩/૧૮ ના રોજ થયું છે. ભાગીદારી પેઢી ના નામે જે બિન ખેતી ની જમીન હતી તે જમીન બંને ભાગીદારો પરસ્પર સમજૂતીથી અડધી અડધી વહેચી લીધી છે. તો શું જમીન અમારા વ્યગતિગત નામે કરવા માટે કોઈ સ્ટેમ્પ ડયુટી ભરવા ની થાય તથા અમારે અથવા અમારી જૂની ભાગીદારી પેઢી ને કોઈ કેપિટલ ગેઈન ની જવાબદારી બને.


જવાબ-


કલમ 45(4) અંતર્ગત જણાવાયું છે કે ભાગીદારી પેઢીના વિસર્જન સમયેની માર્કેટ વેલ્યુને લક્ષમાં લઈ પેઢીએ કેપિટલ ગેઈન ટેક્સ ભરવાનો રહે છે.


સવાલ-


ખેડૂતના કેસમાં મુખ્ય ખેતીની આવક હોય અને અન્ય ખેડૂત પાસેથી અનસિક્યોર્ડ લોન લે અને તે ટ્રાન્ઝેક્શન કેશમાં કરે 2.5 લાખ તો, શું તેના પર 20,000ની લિમિટ લાગુ પડે?


જવાબ-


આપનાર અને લેનાર બન્ને ખેડૂત હોય અને જો તેની ખેતીની જ આવક હોય તો તે કેસમાં આ ખેડૂતો વચ્ચેના વ્યવહારને અપવાદરૂપ ગણી 269SS અને 269Tની જોગવાઈ નથી લાગતી છે.


સવાલ-


ટેક્સ ઓડિટની પેઢીના કેસમાં ભાગીદાર 31મી ઓગસ્ટ સુધી તેનું રિટર્ન કેવી રીતે ભરી શકે?


જવાબ-


ટેક્સ ઓડિસની પેઢીના કેસમાં કામ કરતા વર્કિંગ ભાગીદારો સાથે અપવાદ કરવામાં આવ્યો છે. અન્ય જે પગાર ડ્રો કરતા નથી તેમના કેસમાં ભાગીદારીનો નફો કરમુક્ત છે. તમારા કેસમાં વ્યાજ કરપાત્ર છે પણ તે નક્કી થઈ શકે છે માટે મુશ્કેલી નડી ન શકે. આપને રેમ્યુનેરેશન ન મળતું હોય તો 31મી ઓગસ્ટ સુધીમાં ભાગીદાર તરીકેનું રિટર્ન ન ભરાય તો રૂપિયા 5000ના દંડની જોગવાઈ લાગુ પડે તે ધ્યાનમાં રાખવું છે.