ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 05, 2018 પર 17:36  |  સ્ત્રોત : CNBC-Bajar

કલમ 80DD હેઠળ શારિરીક કે માનસિક રીતે અશક્ત આશ્રીતો માટેની જે કપાત છે તેની સમજ આપશો.


કલમ 80DDનો લાભ કોઈ વ્યક્તિ કે HUF જેના પરિવારના આશ્રિત સભ્યો જે શારિરીક કે માનસિક રીતે અશક્ત હોય તો તેના સંદર્ભમાં કપાત આપવાનો છે. 40% કરતાં ઓછી ડિસએબિલીટી હોય તો રૂપિયા 75,000ની કપાતનો લાભ મળે છે. 80% કરતાં વધારે પર રૂપિયા 1.25 લાખનો લાભ મળે છે. કલમ 80DD હેઠળ જો કંઈકપણ ખર્ચ કે રોકાણ કરવામાં આવ્યા હોય તો તમને પુરી કપાતનો લાભ મળી શકે છે.


તમે કલમ 80DDમાં આશ્રીતોની વાત કરી પણ જો કોઈ કરદાતા પોતે દિવ્યાંગ હોય તો તેના માટેની કંઈ કલમ છે અને જોગવાઈ શું છે?


જો કોઈ કરદાતા દિવ્યાંગ હોય તો તેને 40% કે 80% ના ધોરણે ડિસએબિલીટીની ગણતરી કરીને કપાતનો લાભ મળી શકે છે. કલમ 80U જ્યારે કરદાતા પોતે દિવ્યાંગ હોય તો તેને લાગુ પડે છે.


આ જ રીત કલમ 80 DDB પણ છે તો તે અન્વયે આવકવેરા રાહત આપવા માટેની શું જોગવાઈ છે?


કલમ 80DDB હેઠળ રાહત જે તે વ્યક્તિ કે HUFને મળે છે, જ્યાં કરદાતા કે તેના કોઈ આશ્રિત ગંભીર રોગ કે બિમારોથી પીડાતા હોય છે. કલમ 80DDB હેઠળ સામાન્ય કરદાતા માટે કપાતની લિમીટ રૂપિયા 40,000 છે. સિનિયર સિટીઝનના કેસમાં રૂપિયા 1 લાખ સુધીની કપાતનો લાભ મળે છે. ચાલુ નાણાંકિય વર્ષમાં સિનિયર સિટીઝન માટે મર્યાદા રૂપિયા 1 લાખ સુધી કરવામાં આવી છે.


સવાલ-


પીપીએઉમાં 15 વર્ષ બાદ કેટલા વર્ષ સુધી રોકાણ કરી શકાય?


જવાબ-


તમે ધારો ત્યાં સુધી PPFમાં 5 વર્ષની સાઈકલ ઉમેરી શકો છો. 15 વર્ષ બાદ અમુક અંશે નાણાં ઉપાડી શકો છો, અને તેના એક્શટેન્શન ફોર્મ થકી રોકાણની મર્યાદા વધારી શકો છો.


સવાલ-


મે 1982માં એક પ્લોટ લીધો હતો, મારા માતાના મૃત્યુ બાદ વિલમાં ફ્લેટ મળ્યો છે, તો શું હું તે પ્લોટ વેંચી લોંગ ટર્મ કેપિટલ ગેઈનમાં અન્ય પ્રોપર્ટી ખરીદી શકું?


જવાબ-


1982માં ખરીદેલ પ્લોટ તમે વેચો તો 1 એપ્રિલ 2001 અનુસાર તેનો વેલ્યુએશન રિપોર્ટ કરાવી શકો છો. વેલ્યુએશનના આધારે ઈન્ડેક્સ કોસ્ટ નક્કી કરી તમારી હાલની વેચાણ કિંમતના સંદર્ભમાં ઉપજતા નફા સંબંધી તમારે સંપૂર્ણ કરમુક્તિનો લાભ લેવો હોય તો વેચાણની ચોખ્ખી રકમને નિયત સમયમાં તમારે નવા ઘરની ખરીદ કે બાંધકામમાં રોકવી જોઈએ.


સવાલ-


80TTBમાં રૂપિયા 50,000 બાદ મળે તે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોક્યા છે તો તે 80TTBમાં ક્લેમ કરી શકાય?


જવાબ-


સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણને બેન્ક FD સમકક્ષ ગણવામાં આવે છે તો આ વ્યાજને આપ રૂપિયા 50,000ની મર્યાદામાં લઈ શકો છો.


સવાલ-


મારા પાસે HUF છે તો 2 પ્રોપર્ટી છે તો તેને વેંચતા લોંગટર્મનો લાભ મળે? અને કર્તાના આધારકાર્ડમાં સમસ્યાઓ ઉદ્ભવે છે તો તેને કેવી રીતે નિવારી શકાય?


જવાબ-


HUFના 2 ઘર છે તેમા રહેઠાણના કોઈપણ ઘરના વેચાણ પર મળતા મુડીનફાની રકમનો ઉપયોગ અન્ય ઘર ખરીદવામાં કે બાંધવામાં કરો તો કરમુક્તિનો લાભ કલમ 54 હેઠળ મળી શકે છે. HUFના કેસમાં કર્તાના આધારકાર્ડમાં E-filingના રજીસ્ટ્રેશનમાં ઉપયોગમાં લેવાનું રહેશે તે ધ્યાનમાં રાખવું જોઇએ.


સવાલ-


મારી પર્સનલ કાર બિઝનેસ પાર્ટનરશિપમાં ઉપયોગમાં લેવામાં આવે છે, તો પર્સનલ ITRમાં માં ડેપ્રિશિએશનમાં બાદ મળે કે કેમ?


જવાબ-


વર્કિંગ પાર્ટનરના કેસમાં મહેનતાણુ ભાગીદારની કરપાત્ર આવક ગણાય છે. જે કાર પોતાની છે પણ પેઢી માટે પણ વપરાય છે તો તે કાર પાછળ ખર્ચાતી રકમના સંદર્ભમાં કોઈપણ ભાગીદાર કારનો નિભાવ ખર્ચ તેમજ ઘસારો તેના મહેનતાણાની રકમમાંથી બાદ મેળવી શકે છે.