ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

પોતાના અંગત ઉપયોગ માટે એક મકાન હોય તો તેનું વાર્ષિક મૂલ્ય રૂપિયા 0 ગણવામાં આવે છે.
ના રોજ પ્રકાશિત Fri, 21, 2018 પર 17:27  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરાના કાયદા હેઠળ ભાડે આપેલી મકાન-મિલકતની આવકની ગણતરી કરવાનું પ્રથમ પગથીયું શું છે?


ભાડે મકાન-મિલકત અંગે ચર્ચા છે. પોતાના અંગત ઉપયોગ માટે એક મકાન હોય તો તેનું વાર્ષિક મૂલ્ય રૂપિયા 0 ગણવામાં આવે છે. ક્યારેક મકાન ભાડે આપ્યું હોય અથવા ભાડે આપેલું માનવામાં આવે છે તો તેવા કેસમાં કરદાતાના પસંદગીના મકાનનું મૂલ્ય રૂપિયા 0 ગણી અન્ય મકાન જો ભાડે ન આપ્યા હોય તો તેના ફેર રેન્ટને વાર્ષિક મૂલ્યની ગણતરીમાં લેવુ પડે છે. જો મકાન વાસ્તવમાં ભાડે આપ્યું હોય તો ફેર રેન્ટ અથવા શું ભાડુ મળે છે તે બન્નેમાં જે વધારે હોય તે અથવા તફાવતની રકમ લક્ષમાં લેવાનું રહે છે.


એક જોગવાઈ અનુસાર જો મકાન વર્ષો પહેલા ભાડે આપ્યું છે અને હવે ભાડુ વધારી શકો તેમ નથી તો તેમા સ્ટાન્ડર્ડ રેન્ટ લાગુ પડે છે. જો વર્ષ દરમિયાન થોડા સમય માટે મકાન ભાડે આપ્યુ હોય અને બાકીના સમયમાં ખાલી રહ્યું હોય તો તમને વેકન્સી એલાઉન્સ પણ બાદ મળે છે. ઘણી વાર એવુ બને કે જો ભાડુ વસુલ ન થતું હોય તો તે અનરિયલાઈઝ્ડ રેન્ટ પણ બાદ મળી શકે છે. વાર્ષિક મૂલ્યની ગણતરીમાં સ્થાનિક કરવેરાને ધ્યાનમાં રાખવાનું રહે છે.


આવી જે ભાડાની મકાન-મિલકતના વાર્ષિક મુલ્યની જાણ તો તમે કરી પણ શું આમાંથી કોઈ કપાત મળી શકે ખરી?


2 મહત્વની કપાત બાદ મળી શકે છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન મહત્વની કપાત છે. ઘણા ખર્ચનો પુરાવો આપવો નથી પડતો તેના પર સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ મળે છે. ટોટલ રકમના 30 ટકા સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં બાદ મળે છે માત્ર 70 ટકા પર કર લાગે છે. જો 2 ઘર હોય તો બીજા ઘરના કેસમાં નોશનલ રેન્ટ ગણીને વ્યાજ અંગેની કપાત બાદ મળી શકે છે. જો ભાડે મકાન પર હાઉસિંગ લોન લીધી હોય તો તેના પર ચૂકવવા પાત્ર વ્યાજ પણ કપાત તરીકે બાદ મળે છે. ભાડે આપેલી મકાન-મિલકતમાં વ્યાજ સંબંધી કોઈ ડિડક્શનની લિમીટ નથી.


ઘણી વખત મકાન માલિકને ભાડુઆત દ્વારા ઈન્ટરેસ્ટ ફ્રિ ડિપોઝીટ પણ આપવામાં આવે છે તો આવા કેસમાં આવી ડિપોઝીટનું કાલ્પનિક વ્યાજ આકારણી અધિકારી ભાડા સ્વરૂપે ઉમેરી શકે?


ઈન્ટરેસ્ટ ફ્રી ડિપોઝીટના કેસમાં કરદાતા માટે કોઈ મૂંઝવણ ન રહે. ઈન્ટરેસ્ટ ફ્રી ડિપોઝીટ પર કોઈ કાલ્પનિક વ્યાજ ગણી શકાય નહિં.


આ દરેક કપાતની ગણતરી કરતા જો મકાન-મિલકતના શિર્ષક હેઠળ નુકશાન ઉપજે તો તેને કોઈ અન્ય આવક સામે સેટઓફ કરી શકાય?


જો મકાન-મિલકતના શિર્ષક હેઠળ નુકશાન ઉપજે તો તેને કોઈ અન્ય આવક સામે સેટઓફ કરી શકાય છે. જો મકાન ભાડે આપ્યું હોય અથવા માની લેવામાં આવતું હોય તો દરેક કપાત બાદ જે નુકશાન થતું હોય તો તેને અન્ય આવક સામે સેટઓફ કરી શકાય છે. આકારણી વર્ષ 2018-19થી કરાયેલ સુધારા અનુસાર વાર્ષિક રૂપિયા 2 લાખ સુધીનું નુકસાન દર્શાવી અન્ય આવક સામે સેટઓફ કરી શકાશે, અને અન્ય નુકશાનને આવનારા વર્ષોમાં આગળ ખેંચવાનું રહે છે. કેરીફોરવર્ડ થયેલુ નુકશાન માત્ર મકાન-મિલકતની આવક સામે જ સેટઓફ થઈ શકશે.


સવાલ-


મારા પાસે એક કોમર્શિયલ પ્રોપર્ટી 90લાખમાં વેંચી હતી, જેને મે 2013-14માં ખરીદી હતી, જેના માટેની રકમમે ઈન્સ્ટોલમેન્ટમાં ચૂકવી હતી. તો મને કોસ્ટ ઓફ ઈન્ડેક્શેશન કંઈ રીતે ગણી શકાશે?


જવાબ-


નાણાંકિય વર્ષ 2013-14માં તમને એલોટમેન્ટ થયું હતું, માટે ત્યારે તમે તેના માલિક બની ગયા છો. જો લોન પણ લીધી હોય તો પણ જે-તે વર્ષે થયેલા દસ્તાવેજનું વર્ષ અને રકમ તમારી કોસ્ટ ગણાય છે. તમારે વર્ષ 2013-14 અને વર્ષ 2018-19ના કોસ્ટ ઈન્ડેક્સના આધારે કોસ્ટ ઓફ ઈન્ડેક્શેશન નક્કી કરવાનું રહે અને તેના પ્રમાણે ટેક્સ પણ ભરવાનો રહેશે.


સવાલ-


મારે હોમલોન ચાલે છે જેનું પ્રિન્સીપલ રૂપિયા 50,000 છે રૂપિયા 2 લાખ 20 હજાર ઈન્ટરેસ્ટ છે અને અન્ય ઘર સુરતમાં છે તેમા પ્રિન્સીપલ રૂપિયા 1 લાખ 40 હજાર અને ઈન્ટરેસ્ટ રૂપિયા 70 હજાર. તો હું કેટલું ટેક્સ બેનિફિટ મેળવી શકું?


જવાબ-


એક કરતા વધારે અંગત ઉપયોગના મકાન-મિલકતમાં તમારી પસંદગીના કોઈપણ એક મકાનની એન્યુઅલ વેલ્યુ રૂપિયા 0 ગણી અન્યને નોશનલ રેન્ટ ગણી તેના આધારે ગણતરી કરવી રહે છે. એકનું મૂલ્ય રૂપિયા 0 ગણી અન્યના વ્યાજબી ભાડાની ગણતરી કરવાની રહે છે. બન્ને મકાન સંદર્ભમાં ચૂકવાતુ વ્યાજ બાદ મળશે. બીજા વ્યાજમાં 30%નું સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ મળી શકશે. પ્રિન્સીપલનું પેમેન્ટ કલમ 80C હેઠળ `1.5 લાખ બાદ મળી શકશે.


સવાલ-


મારા પત્ની ગૃહિણી છે, પુત્ર મેજરમાં ગણના પામે છે, હું આવકવેરામાં 30 ટકા સ્લેબમાં આવું છું, હું પત્નીના નામે રોકાણ અને બચત કરી લાંબાગાળે લાભ મેળવવા ઈચ્છું છું, જેથી ટેક્સની જવાબદારી તે રોકાણમાં પણ સમાવેશ પામી શકે?


જવાબ-


જો તમે તમારા પત્નીને કોઈ રકમ ગીફ્ટ તરીકે આપો તો તે ગીફ્ટમાંથી ઉપજતી આવક તમારી આવકમાં ક્લબિંગની જોગવાઈ હેઠળ સમાવેશ પામશે. તમે તમારા પત્નીને ગીફ્ટના સ્થાને લોન તરીકે નાણાં આપી શકો છો કારણકે તેમા ક્લબિંગની જોગવાઈ ન લાગે.


સવાલ-


હું અને મારા પત્ની બન્ને કામ કરીએ છીએ, અમે મુંબઈમાં એક ઘર લીધું છે જેની કિંમત રૂપિયા 1 કરોડ આસપાસ છે, અને તેના પર અમે રૂપિયા 67 લાખની લોન લીધી છે, તો તેના પર કરવેરા આયોજન કેવી રીતે કરી શકાશે?


જવાબ-


સૌપ્રથમ કલમ 24 હેઠળ જે કોઈ વ્યક્તિએ હાઉસિંગ લોન લીધી હોય તેના પર ચૂકવવા પાત્ર વ્યાજ રૂપિયા 2 લાખ જેટલું બાદ મળે છે. તમે અને તમારા પત્ની વચ્ચે ટોટલ રૂપિયા 4 લાખ વ્યાજની કપાતનો લાભ લઈ શકશો. ચાલુ નાણાંકિય વર્ષ 2018-19માં તમને પઝેશન મળ્યું નથી, માટે કલમ 24 અનુસાર પઝેશન પહેલા ચૂકવેલા વ્યાજને તમે આવનારા 5 વર્ષની અંદર સરખા ભાગે વિભાજીત કરી બાદ લઈ શકશો. કલમ 80C હેઠળ રૂપિયા 1.5 લાખની લિમિટમાં રહી પ્રિન્સિપલ ઈન્સ્ટોલમેન્ટનું પેમેન્ટ બાદ લઈ શકાશે.