ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 28, 2018 પર 17:28  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાંકિય વર્ષ 2018-19થી જે LTCGને કરપાત્ર ગણવાની જોગવાઈ આવી તેનો સંક્ષિપ્તમાં ખ્યાલ આપશો.


1 એપ્રિલ 2018થી LTCGને કરપાત્ર ગણવાની જોગવાઈ આવી છે. લાંબાગાળા મુડીનફાનો નફો અથવા ઈક્વિટી ઓરિએન્ટેડ ફંડ પર 10 ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે. આ સાથે ગ્રાન્ડફાધરિંગનો નિયમ પણ લાવવામાં આવ્યો છે. 31 જાન્યુઆરી 2018 સુધી જે-તે શૅર કે ખરીદીની કિંમત ફ્રિઝ કરી દેવામાં આવી, તેથી વધારે કિંમત થાય તો તેના પર ટેક્સ નહિં લાગવામાં આવે છે. ગ્રાન્ડફાધરિંગ બાદના લાંબા ગાળાના નફામાં પરિવર્તન આવ્યા છે, ટૂંકાગાળાના નફા પર કોઈ પરિવર્તન નથી.


કરપાત્રતાની વાત કરી તો તેના સંદર્ભમાં લક્ષમાં રાખવાના મુદ્દા ક્યા છે?


જો તમને નાણાંકિય વર્ષ દરમિયાન 18-19થી લાંબાગાળાના મુડીનફાને કરપાત્ર ગણવામાં આવશે, જો તે રકમ 1 લાખ કરતા વધારે હશે તો જ 10% ટેક્સ ભરવાનો રહે છે. પરિવારના સભ્યોના નામે લીધેલા શૅરમાં જો તેમના નામે અન્ય પણ આવક હોય તો તેની ટેક્સની લિમીટ ગણી ટેક્સની ગણતરી કરવામાં આવશે. NRI ના કેસમાં તમારી કરમુક્તિ મર્યાદામાં માત્ર 1 લાખનો લાભ મળશે.


હવે લાંબાગાળાના મુડીનફાને કરપાત્ર ગણવામાં આવ્યો છે તો શું મુડી નુકશાનમાં પણ કંઈ ફેરફાર કરાયો છે?


લાંબાગાળાના મુડી નુકશાનમાં પણ ફેરફાર કરાયો છે. લાંબાગાળાના રોકાણમાં જો નુકશાન ઉદભવે તો તે સેટઓફ કરી શકાય છે. નાણાંકિય વર્ષ 2018-19માં જો તમને લાંબાગાળાનું મુડી નુકશાન ઉદભવે તો તે નુકસાનને અન્ય કોઈ કરપાત્ર મુડીનફા સામે સેટઓફ કરી શકાય છે. લાંબાગાળાનું નુકશાન લાંબાગાળા સામે જ સેટઓફ કરી શકાશે. જો ટૂંકાગાળાનું નુકશાન હોય તો તેને લાંબાગાળા સામે પણ સેટઓફ કરી શકાય છે.


એક પ્રશ્ન ઘણાને થતો હશે કે જો બોનસ શૅર મળ્યા હોય તો તેવા શૅરના વેચાણ પર મુડીનફાની ગણતરી કેવી રીતે કરી શકાય?


CBDTના પરિપત્ર પ્રમાણે 10%નો રાહતકારક દર કલમ 112ની જોગવાઈ પ્રમાણે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ભરવા પર મળે છે. બોનસ શૅર ધારણ કર્યાની રકમ 0 ગણવામાં આવે છે. ગ્રાન્ડફાધરિંગ પ્રમાણે જો 31 જાન્યુઆરી 2018 પૂર્વે બોનસ શૅર મળ્યા હોય તો તે તારીખની સૌથી ઉંચી લિસ્ટેડ કિંમતને તમે ગણી શકો છો. બોનસ શૅરના લાંબાગાળાના કેપિટલ ગેઈનમાં 31 જાન્યુઆરી 2018 ની કિંમત ગણવામાં આવશે. શૅર વેચો ત્યારે જૂદા-જૂદા સમયે ખરીદેલા શૅરમાં FIFO પદ્ધતીને ગણવામાં આવે છે, જેમા સૌપ્રથમ ખરીદેલા શૅર સૌપ્રથમ વેચવામાં આવશે.


સવાલ-


પ્રોપર્ટીમાં કેપિટલ ગેઈન થયો હોય તો કેટલા સમયમાં તેને ઈન્વેસ્ટ કરી દેવો જોઈએ?


જવાબ-


પ્રોપર્ટીમાં શોર્ટ ટર્મ ગેઈન હોય તો તેમાં કોઈ લાભ મળતો નથી. 2 વર્ષ કરતા વધારે સમય સુધી રાખેલી પ્રોપર્ટીમાં લાંબાગાળાનો મુડીનફો ઉદ્ભવે છે. કલમ 54EC હેઠળ તમે કેપિટલ ગેઈનના બોન્ડમાં રોકાણ કરી શકો છો. આ રોકાણ તમારે 6 મહિનાની અંદર કરવાનું રહે છે. તમારે આ મુડીનફાનું રોકાણ રહેઠાણના મકાનમાંથી ઉદ્ભવેલો હોય તો તમે તે રકમને અન્ય રહેઠાણના મકાનમાં રોકી શકો છો જેમા આવકવેરાની નિયત તારીખ અંદર કરો તો લાભ મળે છે. જો તમારા પાસે પૂરતો સમય નથી તો તમે કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમમાં રોકાણ કરી આ લાભ લઈ શકો છો. આ રોકાણ તમારે રિટર્ન ભરવાની નિયત તારીખ સુધીમાં કરવાનું રહેશે. જો મકાનનું બાંધકામ કરતા હો તો વેચાણ કર્યાના 3 વર્ષમાં તમે રોકાણ કરી શકો છો અને મકાન ખરીદવાના કેસમાં 2 વર્ષનો સમય નિયત કરવામાં આવ્યો છે.


સવાલ-


હું પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સર્વિસ કરું છું. મારા પત્ની ઈન્શ્યોરન્સ એજન્ટ છે. તે તેનું રિટર્ન પણ ફાઈલ કરે છે. શું અમારા કેસ માં HUF ફાયદા કારક રહેશે? વારસાની પ્રોપર્ટી મળી છે તો તેને હાલ વેચુ તો હાલ હું 20% સ્લેબમાં આવુ છું અને તે મકાન 1984માં બનેલું છે તો તેમા ઈન્ડેક્સેશન કેવી રીતે ગણી શકાય?


જવાબ-


તમે 20%ના બ્રેકેટમાં આવો છો, તમારુ HUFને આવકવેરાના કાયદા હેઠળ લાવવાનું રહે છે. HUFનું એકાઉન્ટ ખોલાવવાનું રહે અને તેનો PAN નંબર લેવાનો રહેશે. તમારી વ્યક્તિગત બચતને HUFના નામે ડિપોઝીટ કરી શકો છો અને તેના પર રૂપિયા 2.5 લાખ સુધી કોઈ ટેક્સ નથી લાગતો. HUF તમારા નામે જ ખોલાવવાનું રહેશે. 1 એપ્રિલ 2001 પ્રમાણે આપના મકાનની વેલ્યુએશન રિપોર્ટ લઈ શકો છો. જો તમારા પિતાએ આ મિલકત વિલ હેઠળ આપી હોત તો તમને ટેક્સનો લાભ મળી શક્યો હોત.


સવાલ-


હું જૂનું ઘર રૂપિયા 40,00,000 આસપાસમાં વેચી, નવું ઘર રૂપિયા 35,00,000માં ખરીદવાનો છું તો મને કેટલો ટેક્સ લાગે?


જવાબ-


તમને સંપૂર્ણ મૂડીનફો ઉપયોગમાં લઈ રહ્યાં છો માટે ટેક્સ 0 લાગશે.