ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

નવું વર્ષ 2019 શરૂ થઈ ગયેલું છે ત્યારે નવા વર્ષમાં અમે દર્શકો માટે પણ ટેક્સ પ્લાનિંગમાં ગીફ્ટ્સ લાવ્યા છીઅ.
ના રોજ પ્રકાશિત Fri, 04, 2019 પર 17:23  |  સ્ત્રોત : CNBC-Bajar

નવું વર્ષ 2019 શરૂ થઈ ગયેલું છે ત્યારે નવા વર્ષમાં અમે દર્શકો માટે પણ ટેક્સ પ્લાનિંગમાં ગીફ્ટ્સ લાવ્યા છીઅ. અને તે ગીફ્ટ્સ આપવા માટે સૌપ્રથમ હું સ્વાગત કરવા માંગીશ આપણા કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલનું. અને આ વર્ષનો પ્રથમ એપિસોડ આપણે આપણા દર્શકોના પ્રશ્નોથી જ શરૂ કરૂશું.


સવાલ-


નિવૃત્તી બાદ માસિક આવક મળે તેવું રોકાણ કેવી રીતે કરી શકાય?


જવાબ-


સિનીયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રૂપિયા 15 લાખનું રોકાણ કરી શકો છો. દર 3 મહિને મળતા વ્યાજને ઉપયોગમાં લઈ શકાય છે. 9 ટકા આસપાસ વ્યાજદર મળે છે. તમે કરેલા રોકાણ કલમ 80C હેઠળ મજરે મળવા પાત્ર છે. લાંબાગાળા માટે આયોજન કરવા માંગતા હોવ તો SWPમાં આયોજન કરીને દર મહિને તેમાં નિયત રકમ ઉપાડી શકો છો.


સવાલ-


SWPનું રોકાણ MFના માધ્યમ થકી કરી શકાય? તેમા કેટલો ટેક્સ લાગે?


જવાબ-


તમે કોઈ MFમાં રોકાણ કર્યું છે અને તેના પર રિટર્ન મળે અને માસિક અમુક રકમ ઉપાડો તો તેની વૃદ્ધિમાં 2 વસ્તુનો સમાવેશ થાય છે. પહેલા વર્ષે કે પહેલા 3 વર્ષ સુધી ડેટફંડની સ્કીમ સાથે જો SWP લિંક કરો તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઈનનો દર લાગે છે. તમારી મૂડી પર ટેક્સ ન લાગે માત્ર રોકામ વૃદ્ધિ પર જ લાગે છે. ઈક્વિટી ઓરિએન્ટેડ પ્લાનમાં એક વર્ષ સુધી 15 ટકા ટેક્સ લાગે અને ત્યારબાદ 10 ટકાનો ટેક્સ લાગે છે.


સવાલ-


મે એક ઘર ફેબ્રુઆરી 2017માં બુક કર્યુ અને તેનું રજીશ્ટ્રેશન સપ્ટેમ્બર 2017માં કર્યુ છે, હાલ મને તે ઘર વેચવું છે તો તેનું આયોજન કેવી રીતે કરી શકાય?


જવાબ-


આપ હાલ જે ઘર વેચવા માંગો છો તેની ડિલ માર્ચ 2019માં કરી શકો છો, તમારા વેચાણના 2 વર્ષમાં તેનો ગેઈન નવી ખરીદી માટે ઉપયોગમાં લઈ શકાય છે. જે તારીખથી વેચાણ કર્યુ હોય તેના 2 વર્ષમાં મૂડીનફાનો ઉપયોગ ઘરની ખરીદી માટે કરી શકો છો. કલમ 54 હેઠળ તમને કેપિટલ ગેઈનનું એક્ઝેમ્શન મળી શકે છે.


સવાલ-


ઈન્ડસ્ટ્રીયલ શૅડ વેચવા છે, તો તેના પર ટેક્સ કેવી રીતે મેનેજ કરી શકાય?


જવાબ-


ઈન્ડસ્ટ્રીયલ શૅડ વેચો તો તેનો કેપિટલ ગેઈન કરપાત્ર બને છે. કલમ 50 પ્રમાણે એક વખત જેના પર ઘસારાનો લાભ લીધો હોય તેની પર શોર્ટટર્મ કેપિટલ ઉદ્ભવ્યો હોય તેમ 30 ટકા સુધી ટેક્સ ભરવાનો રહે છે. જો આ જ કિંમતની તમે અન્ય કોમર્શિયલ મિલકત ખરીદો તમને 98 લાખ પર ટેક્સ ન ભરવો પડે છે. જો તમારે મિલકત ન ખરીદવી હોય તો તમે કલમ 54EC હેઠળની જોગવાઈ અનુસાર તમે કેપિટલ ગેઈન બોન્ડ ખરીદી શકો છો.


સવાલ-


પુત્ર કે પુત્રવધૂ ને ગીફ્ટ આપીએ તો તેના ઉપર કોઈ ટેક્સ લાગે ?


જવાબ-


પુત્ર કે પૌત્રને ગીફ્ટ આપો તો કોઈ ટેક્સ નહિં લાગે છે. જો પુત્રવધૂને કોઈ ગીફ્ટ આપો તો ગીફ્ટની રકમ પર ટેક્સ ન લાગે પરંતુ તેના ઉપર જે આવક ઉદ્ભવે તે તમારી કરપાત્ર આવક ગણાય છે.


સવાલ-


હું સેલેરાઈડ છું, જો હું મ્યુચ્યુઅલ ફંડ અને શૅર બન્નેમાં રોકાણ કરુ છું તો ક્યું આઈટીઆર ભરવાનું રહે? તેમજ ઈન્ટ્રાડેમાં ક્યું ફોર્મ ભરી શકાય?


જવાબ-


તમે આઈટીઆર 1 ભરી શકો છો. રોકાણમાંથી ઉદ્ભવતી આવકમાં કેપિટલ ગેઈન હોય તો આઈટીઆર 2 ભરવાનું રહે છે. ઈન્ટ્રાડે ટ્રાન્ઝેક્શન બિઝનેસ આવક ગણાય છે, માટે તમારે આઈટીઆર 3 ભરવાનું રહે છે.