ટેક્સ પ્લાનિંગ: NRI માટે કરવેરા આયોજન - 1

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 17:16  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે આપણે વાત કરવા જઈ રહ્યાં છે એનઆરઆઈ વિશે. અને આ દરેક ચર્ચા કરવા આપણા સાથે જોડાયા છે આપણા કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલ.


વિશ્વના 150 જેટલા દેશોમાં અંદાજે 3 કરોડ એનઆરઆઈ સ્થાયી થયા છે. આમાં પણ ગુજરાતીઓની સંખ્યા લગભગ ત્રીજા ભાગ જેટલી એટલે કે 1 કરોડ જેટલી કહી શકાય. ત્યારે આજે આપણે વાત કરીશું એનઆરઆઈ ને સ્પર્શતી આવકવેરા કાયદા તેમજ એફઈએમએ અને આરબીઆઈ ના નિયમો હેઠળની જોગવાઈઓ વિશે.


એનઆરઆઈ કોને કહેવાય?


એનઆરઆઈ એટલે નોન રેસિડેન્ટ ઈન્ડિયન છે. પીઆઈઓ અને ઓસીઆઈનો પણ આમાં સમાવેશ થાય છે. ભારતીય નાગરિકત્વ સાથે જેઓ એક સમયે ભારતીય હતાં અથવા 2 પેઢી સુધી ભારતીય કુળ ધરાવતા હોય તેનો પણ સમાવેશ થાય છે. વ્યક્તિનો પોતાનો કે તેના માતા-પિતા અથવા દાદા-દાદીનો જન્મ ભારતમાં થયો હોય તે એનઆરઆઈ કહેવાય છે. પરંતુ આમાં પાકિસ્તાન કે બાંગ્લાદેશના હાલ નાગરિક હોય તે એનઆકઆઈ ગણાતા નથી.


આવકવેરાના કાયદા તેમજ એક્સચેન્જ કન્ટ્રોલ રેગ્યુલેશન હેઠળ નૉનરેસિડન્ટની વ્યાખ્યામાં તફાવત સમજાવશો?


એનઆરઆઈ એક્સચેન્જ કન્ટ્રોલ રેગ્યુલેશન હેઠળ પણ આપવામાં આવી છે. આવકવેરાના કાયદાની કલમ 6 હેઠળ રહીશ અને બિનરહીશની વ્યાખ્યા આપી છે. કોઈ પણ વ્યક્તિ નાણાંકિય વર્ષ દરમિયાન ભારતમાં કેટલા દિવસ રહે છે તેના આધારે તેનો રહેઠાણનો હોદ્દો નક્કી થાય છે. આવકવેરાના કાયદા હેઠળ કોઈ વ્યક્તિ 182થી વધુ દિવસ ભારતમાં રહી હોય તો તેને રેસિડેન્ટ ગણવામાં આવે છે. એફઈએમએ હેઠળ એનઆરઆઈ ગણવાના હેતુસર માત્ર હાજરી જ નહિં પણ તેનો ભારતમાં રહેવાનો ઉદ્દેશ્ય શું છે તે પણ લક્ષમાં લેવામાં આવે છે. ઈન્કમ ટેક્સ એક્ટ અને એફઈએમએ હેઠળ એનઆરઆઈના સંદર્ભ અલગ છે.


Dual Citizenship શું છે? તેના શું લાભ મળે?


જેઓ ભારતના નાગરિક નથી પણ જેમનું મૂળ ભારતીય હોય તો તેમને બેવડું નાગરિકત્વ મળી શકે છે. Dual Citizenship તેમને ભારત આવવામાં મદદ કરી શકે છે.


એનઆરઆઈ દ્વારા ભારતમાં ક્યા પ્રકારના બેન્ક અકાઇન્ટ ખોલી શકાય છે, તેમજ આ હેઠળ કંઈ સુવિધાઓ મળી શકે છે?


એનઆરઆઈને ભારતમાં બૅન્ક એકાઉન્ટ માટે વિશેષ જોગવાઈઓ છે. કોઈપણ વ્યક્તિ એનઆરઆઈ બને ત્યારે તેના સેવિંગ એકાઉન્ટને નોન રેસિડન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ ગણવાનું રહે છે. બૅન્ક સમક્ષ એનઆરઓ એકાઉન્ટ કરાવવાની જવાબદારી જે-તે વ્યક્તિની રહે છે. એનઆરઈ એકાઉન્ટ એનઆરઓ એકાઉન્ટ કરતા અલગ છે. એનઆકઈ એકાઉન્ટ વિદેશી હુંડિયામણથી ખોલવાનું રહે છે. એનઆરઈ એકાઉન્ટમાં વિદેશી નાણાં જમા કરાવી શકાય છે પરંતુ રૂપિયામાં રૂપાંતર કરાય છે. એનઆરઈ એકાઉન્ટમાં રાખેલા નાણાં છૂટથી વિદેશમાં લઈ જઈ શકાય છે. એનઆરઆઈ વિદેશી નાણાંનું ભારતીય રૂપિયામાં રૂપાંતર કરાવવા નથી માંગતા તેઓ એફસીએનઆર ડિપોઝીટ સ્વરૂપે રોકાણ કરી શકે છે. એનઆરઈ અને એફસીએનઆર એકાઉન્ટમાં મળતા વ્યાજને કરમુક્ત ગણવામાં આવે છે. એનઆરઆઈ એકાઉન્ટમાં મળતા વ્યાજને કરપાત્ર ગણવામાં આવે છે.


એનઆરઆઈ દ્વારા ભારતમાં સ્થાવર અથવા જંગમ મિલકતમાં રોકાણ કરવાની શું જોગવાઈઓ છે?


એનઆરઆઈને વિશેષ સુવિધાઓ મળે છે. એનઆરઆઈ કોઈપણ મિલકતમાં રોકાણ કરી શકે માત્ર ખેતીની જમીનમાં કે પ્લાન્ટેશનમાં રોકાણ કરી શકતા નથી. એનઆરઆઈ કોઈપણ બિનખેતી જમીન કે મકાનમાં છૂટથી રોકાણ કરી શકે છે. અનેક રોકાણમાં રિપેટ્રીએશનના લાભ સાથે રોકાણ કરી શકાય છે.


એનઆરઆઈ દ્વારા પીપીએફમાં રોકાણ બાબતે ઘણી ગેરસમજ પ્રવર્તે છે, આ અંગે યોગ્ય સમજ આપશો?


એનઆરઆઈમાં પીપીએફ અને નાની બચત યોજનાના રોકાણ એક સમયે ખુબ પ્રચલિત હતાં. જો તમે અગાઉ પીપીએફમાં રોકાણ કર્યુ હોય તો મેચ્યોરિટીના સમય સુધી તમે રોકાણ ચાલુ રાખી શકો છો પરંતુ એનઆરઆઈ બન્યા બાદ પીપીએફનું નવું ખાતું ખોલી શકાતું નથી. 15 વર્ષ અથવા રિન્યુઅલ મોડમાં 5 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખી શકો છો. કોઈપણ નાની બચતમાં જો તમે એનઆરઆઈ હો તો રોકાણ કરી શકતા નથી.


એનઆરઆઈના કેસમાં તેની આવકની કરપાત્રતાના શું નિયમો છે?


તમારા રહેઠાંણના હોદ્દાને આધારે તમારી આવકની કરપાત્રતા નક્કી થાય છે. ભારતની આવક પર આવકવેરો ભરવાનો રહે છે. એનઆરઆઈના કેસમાં ભારત બહારની આવક ભારતમાં દર્શાવવી જરૂરી નથી કારણ તે ભારતમાં કરમુક્ત ગણાય છે.


એનઆરઆઈને વ્યાજની ચુકવણી ઉપર ટીડીએસની કપાતની શું જોગવાઈઓ છે?


એનઆરઆઈ કે એફસીએનઆરનું વ્યાજ કરમુક્ત ગણવામાં આવે છે. એનઆરઈ ડિપોઝીટ પર કોઈ લિમીટ નથી અને તેના પર સંપૂર્ણ કરમુક્તિની જોગવાઈ છે. એનઆરઆઈ એકાઉન્ટના વ્યાજ ઉપર કલમ 195 હેઠળ 30 ટકાના દરે ટીડીએસની કપાત થાય છે. જ્યાં ડીટીએએ હોય અને Tax Residency Certificate રજૂ કરાય ત્યાં 15 ટકાના દરે ટીડીએસ કપાય છે.