ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 25, 2019 પર 17:28  |  સ્ત્રોત : CNBC-Bajar

નમસ્કાર ટેક્સ પ્લાનિંગ વિથ મૂકેશ પટેલમાં આપનું સ્વાગત છે. ગયા 2 સપ્તાહથી આપણે NRI વિશે ચર્ચા કરતા હતાં. જેમા NRI વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. આજે આપણે તે વિષય પરના દર્શકોના પ્રશ્નો પર ચર્ચા કરીશું.


સવાલ-


હું અમેરિકન સિટીઝન છું, તેમજ હાલ ભારતનો રહીશ છું, મને અમેરિકાની સોશ્યલ સિક્યોરિટીની આવક મળે છે, જે અમેરિકન કાયદા અનુસાર કરમુક્તિ મર્યાદાની અંદર છે, મારે તેના પર કોઈ ટેક્સ ભરવાનો રહેતો નથી, પરંતુ શું મને ભારતમાં આ આવક પર ટેક્સ ભરવાનો રહે?


જવાબ-


સોશ્યલ સિક્યોરિટીની આવક પર ભારતમાં ટેક્સ ન ભરવાનો રહે છે. ભારતને અનેક દેશ સાથે DTAA થયેલા છે, જેમા અમેરિકા સાથેના DTAA ની કલમ 20 હેઠળ જોગવાઈ છે કે સોશ્યલ સિક્યોરિટી અથવા પબ્લિક પેન્શનની આવક પર ભારતમાં કોઈ ટેક્સ નહિ લાગે. US અને UK બન્ને દેશમાં પબ્લિક પેન્શન ભારતમાં કરમુક્ત રહે તેવી જોગવાઈ છે.


સવાલ-


હું એનઆરઆઈ છું, અને હાલમાં ભારતમાં મારી એનઆરઈ ડિપોઝીટ છે જેના વ્યાજ સંબંધી મને કરમુક્તિનો લાભ મળે છે. જો હું ભારતીય રહીશ બનું અને ત્યારબાદ પછીના 10 વર્ષમાં મારી એનઆરઈ ડિપોઝીટ્સ પાકવાની હોય, તો વચગાળાના સમયમાં આવી ડિપોઝીટનું સ્ટેટસ શું ગણાય? ડિપોઝીટ પાકતા સુધી તેના ઉપરનું વ્યાજ કરમુક્ત ગણવાનો લાભ મને મળી શકે?


જવાબ-


કલમ 10 (4) હેઠળ NRE ડિપોઝીટને કરમુક્તિ માટે સ્પષ્ટ જોગવાઈ છે તે પ્રમાણે FEMAના કાયદા હેઠળ કલમ 2 હેઠળ જે નોન રેસિડેન્ટ હોય માત્ર તેમને જ NRE ડિપોઝીટનું વ્યાજ કરમુક્ત ગણાશે. જો FEMA હેઠળ તમે નોન-રેસિડેન્ટ હો તો તમને કરમુક્તિનો લાભ મળશે. તમે ભારત પરત ફર્યા છો માટે તમે FEMA હેઠળ NRI નથી માટે કરમુક્તિનો લાભ નહિં મળી શકે.


સવાલ-


હું અમેરિકન સિટિઝન છું અને OCI હોલ્ડર છું, અને છેલ્લા 6 વર્ષથી ભારતના રહીશ તરીકે સ્થાયી થયો છું, અને વારસાગત રીતે ખેતીની જમીન ધરાવું છું, તો શું હું હાલમાં ભારતમાં ખેતીની જમીન ખરીદી શકું?


જવાબ-


તમે ભારતમાં હવે ખેતીની જમીન ખરીદી શકો છો. સિટીઝનશિપ તમારી ગમે તે હોય પણ જો તમે ભારતમાં મૂળ ધરાવતા હો તો તમે ભારત પરત ફર્યા બાદ ભારતના રહીશ બનો તો ખેતીની જમીન ખરીદી શકો છો. FEMA હેઠળ જો તમે NRI છો અને વિદેશમાં રહો છો તો તમે ખેતીની જમીન ભારતમાં ન ખરીદી શકો.


સવાલ-


NRO એકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકાય? તેમજ NRO સેવિંગ એકાઉન્ટ ઉપર મળતા વ્યાજમાંથી પણ TDSની કપાત કરવામાં આવે છે? ભારતીય રહીશ NRI બને, ત્યારબાદ શું તેણે નવું પાનકાર્ડ બનાવવાનું રહે? કે તેનું જુનું પાનકાર્ડ વેલિડ ગણાય? આવકવેરાના કાયદા હેઠળ NRIના કેસમાં 182 દિવસથી વધુની ગણતરી કરવાના હેતુસર શું લક્ષમાં લેવાનું રહે? પાસપોર્ટમાં કરાયેલા સ્ટેમ્પ માન્ય ગણાય?


જવાબ-


કોઈપણ ભારતીય રહિશ NRI બને તો તેને નવુ પાનકાર્ડ નથી કઢાવવું પડતું. પાનકાર્ડ તમારી પરમેનેન્ટ આઈડી છે. તમારા સરનામામાં ફેરફાર હોય તો તમે સરનામુ અપડેટ કરાવી શકો છો, આ સંજોગોમાં પણ નંબર એક જ રહેશે. જો પાનકાર્ડ ન હોય તેવા NRI 49AA ફોર્મ દ્વારા નવું પાનકાર્ડ કઢાવી શકો છો. ભારતની બહાર 182 દિવસ રહો તો તે નાણાંકિય વર્ષમાં તમે NRI ગણાવ છો.


જ્યારે ભારતથી વિદેશ જાવ અથવા ભારત પરત ફરો ત્યારે પાસપોર્ટ પર જે સ્ટેમ્પ હોય તેના આધારે 182 દિવસની ગણતરી કરવામાં આવે છે. તમારૂ જે સેવિંગ એકાઉન્ટ હોય તેને જ NRO એકાઉન્ટ બનાવી શકો છો. NRO એકાઉન્ટ ભારતીય નાણાંથી ખુલી શકે છે, NRE એકાઉન્ટ માટે વિદેશી હુંડિયામણ જરૂરી છે. માત્ર FD નહિં સેવિંગ બૅન્કના વ્યાજ પર 30%નો TDS લાગે છે, જેને ફાઈલ કરી રિટર્ન મેળવી શકાય છે.


સવાલ-


મારી દિકરીનો જન્મ અમેરિકામાં થયો છે વર્ષ 2001માં અને તે OCI કાર્ડ ધરાવે છે, પરંતુ હાલમાં ભારતની જ રહીશ છે, એપ્રિલ 2019માં તે 18 વર્ષની થશે, અને ભારત બહાર જવાનો તેનો હાલ કોઈ ખ્યાલ નથી, તો આ કેસમાં શું તે ભારતીય રહીશ તરીકેનું ખાતુ ખોલાવી શકે? તેમજ પાનકાર્ડ મેળવી શકે? આવકવેરા કાયદા હેઠળ તેને ક્યા નિયમો લાગુ પડે તે જાણવું છે.


જવાબ-


તમારી દિકરી ભારતમાં રહે છે માટે તે NRI ગણાય નહિં. તમારી દિકરીની દરેક કાર્યવાહી સામાન્ય ભારતીય વ્યક્તિની જેમ જ કરી શકાશે.


સવાલ-


મારા બન્ને સંતાનો NRI છે, મારા એક કૌટુંબિક મિત્ર અમેરિકામાં વસે છે, અને તે મારા અમેરિકામાં વસતા દિકરા કે ઈગ્લેન્ડમાં વસતી દિકરીને બક્ષિસ આપે તો તેના ઉપર મારા મિત્રને કે મારા સંતાનોને કોઈ ટેક્સ ભરવો પડે? વિદેશ ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓને ભારત બહાર રહેવાનું થાય, તે સમય દરમિયાન તેઓ NRI સ્ટેટસનો લાભ મેળવી શકે?


જવાબ-


બન્ને પક્ષને ટેક્સ ભરવાનો નહિ રહે. તમારા સંતાનો વિદેશમાં રહે છે અને NRIને વિદેશમાં મળતી બક્ષિશ પર કોઈ ટેક્સ લાગશે નહિં. જે-તે દેશના કાયદા અનુસાર ગીફ્ટ ટેક્સની જોગવાઈ આપનારને લાગુ પડે છે. FEMA અને RBI અનુસાર વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને NRIનું સ્ટેટસ મળે છે.


સવાલ-


મારા માતા-પિતા ભારતમાં રહે છે, તેમને બક્ષિશ તરીકે 15 હજાર ડૉલર મોકલવા ઈચ્છું છું, તો શું આ બક્ષિશ પર મને કે મારા માતા-પિતાને કોઈ ટેક્સ લાગે ખરો? તેમજ આ રકમ ભારત ક્યા માદ્યમથી સરળતાથી મોકલી શકાય?


જવાબ-


તમને કોઈપણ ટેક્સ નહિં લાગે. 15 હજાર ડૉલર અમેરિકાના કાયદા હેઠળ બેઝીક ગીફ્ટ માનવામાં આવે છે. માતા-પિતા ભારતમાં રહે છે અને બ્લડરિલેટિવ તરીકે દિકરી જો માતા-પિતાને કોઈ રકમ આપે તો તેમને કોઈ ટેક્સ લાગતો નથી. તમે RTGSના માધ્યમથી આ ગીફ્ટ મોકલી શકો છો.