ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Sat, 02, 2019 પર 13:24  |  સ્ત્રોત : CNBC-Bajar

સૌપ્રથમ તો આપને બહુ ચર્ચિત પ્રશ્ન પુછવા માંગીશ કે જે 5 લાખની મુક્તિ મર્યાદા છે તે શું છે ખરેખર. કેવી રીતે આ 5 લાખ ગણવામાં આવ્યા છે અને કોનો તેમા સમાવેશ થશે? 5 લાખની રાહત શું છે?


દરેકને એવી સમજ બેસી કે 5 લાખની મુક્તિ મર્યાદા કરાઈ તે ખોટી છે. હાલની કર વ્યવસ્થામાં કોઈ ફેરફાર નથી. રૂપિયા 2.5 લાખની સામાન્ય મુક્તિ મર્યાદા ચાલુ છે. રૂપિયા 2.5 લાખથી રૂપિયા 5 લાખ પર 5 ટકાનો ટેક્સ રેટ પણ ચાલુ છે. રૂપિયા 5 થી રૂપિયા 10 લાખ પર 20 ટકાનો ટેક્સ રેટ પણ ચાલુ છે. રૂપિયા 10 લાખથી વધારે પર 30 ટકાનો ટેક્સ રેટ પણ ચાલુ છે. 4 ટકા હેલ્થ અને એજ્યુકેશન ટેક્સ પણ ચાલુ છે.


પ્રવર્તમાન કાયદા જોગવાઈ અનુસાર કલમ 87 A હેઠળ આવકવેરા રિબેટ આપવાની જોગવાઈ છે. રૂપિયા 3.5 લાખ સુધીની આવક પર ટેક્સ ભરવાનો રહેતો ન હોતો. હવે રૂપિયા 5 લાખ સુધીની કરપાત્ર આવક હોય તો ટેક્સ ભરવાનો રહેતો નથી. જો કરપાત્ર આવક 5 લાખ કરતા વધારે હોય તેની ગણતરી 2.5 લાખથી જ થશે. રૂપિયા 3 કરોડ જેટલા કરદાતાઓને આ સુવિધાનો લાભ મળશે.


ગયા વર્ષે પગારદારો નારાઝ હતાં પણ આ વર્ષે તેમને રાજી કરવામાં આવ્યા છે, તો તેમના માટે સૌથી આકર્ષક કંઈ જોગવાઈ છે?


પગારદાર વર્ગ માટે બજેટ


ગયા વર્ષે પગારદારોને રૂપિયા 40,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવામાં આવ્યું હતું. આ વર્ષના બજેટમાં આ રૂપિયા 40,000 ને વધારી રૂપિયા 50,000 કરવામાં આવ્યું છે. તમારી પગારની આવક કોઈપણ હોય તમને આ રૂપિયા 10,000નો લાભ મળશે. પગારદારોમાં પેન્શનર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓ અને ગ્રેચ્યુઈટી ધારકોને રૂપિયા 20 લાખ સુધીની મર્યાદા કરવામાં આવી છે. એનપીએસમાં 14 ટકાનું કોન્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે.


ઘણા સમય બાદ મકાન-મિલકતની આવક ગણતરીમાં મહત્વની જોગવાઈ જાહેર કરાઈ છે, તે શું છે?


મકાન-મિલકત અંગેની જોગવાઈ


મકાન-મિકલતના સંદર્ભમાં 1 થી વધારે ઘર હોય તેમા બીજુ ઘર જો ભાડે ન આપ્યુ હોય અને સ્વ-માલિકીનું હોય તો પણ તેનું નોશનલ રેન્ટ ગણવામાં આવતું હતું. 2 મકાનની માલિકીના સંદર્ભમાં તમે 2 મકાનમાં કુલ મળીને રૂપિયા 2 લાખ સુધીનું વ્યાજ લઈ શકશો.


ભાગ્યેજ કોઈ બજેટ હોય જેમા નાણાંમંત્રી કેપિટલ ગેઈનને સ્પર્ષે નહિં, તો આ વખતે જે કલમ 54ના સંદર્ભમાં મહત્વની જાહેરાત કરાઈ છે તેની સમજ આપશો.


કલમ 54 અંગે સમજ


એક ઘરને વેચતા મૂડીનફો ઉદ્ભવે તો તેનું રોકાણ નવું ઘર ખરીદવા માટે કે બાંધવા નિયત સમયમાં કરો તો મુક્તિનો લાભ મળે છે. ઉપજેલા મૂડીનફામાં જો 2 ઘરમાં કરવામાં આવે તો પહેલા લાભ લઈ શકાતો ન હતો, 1 એપ્રિલ 2019 બાદ રૂપિયા 2 કરોડ સુધીના મૂડીનફાનું રોકાણ 2 ઘરમાં પણ કરી શકાશે.


ટીડીએસ પણ સૌ કરદાતાઓને સ્પર્ષતો મુદ્દો છે અને આ અંગે પણ આ વખતના અંદાજ પત્રમાં મહત્વની જોગવાઈ કરાઈ છે, તો તે શું છે?


TDS અંગેની જોગવાઈ


નાના રોકાણકારોની બચત પર 10 ટકા કપાતા હતાં, જેના પર રૂપિયા 10,000 સુધીની લિમીટને રૂપિયા 40,000 કરવામાં આવી છે. ભાડાની આવક પર પણ જોગવાઈ છે, જેમા વાર્ષિક ભાડુ રૂપિયા 1 લાખ 80 હજાર હોય તેના પર ટીડીએસની જોગવાઈ હતી જેને હવે રૂપિયા 2 લાખ 40 હજાર કરવામાં આવી છે.


ગુજરાત માટે હાઉસિંગ અને રિયલ એસ્ટેટ સેક્ટરની નજર હંમેશા બજેટ પર હોય છે તો આ વખતે તેમના માટે શું જોગવાઈ છે?


રિયલ એસ્ટેટ અંગે જોગવાઈ


અનસોલ્ડ સ્ટોક પર 1 વર્ષ બાદ કાલ્પનિક આવકની જોગવાઈ હતી તે સમય 2 વર્ષનો કરવામાં આવ્યો છે. એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં 31 માર્ચ 2019 સુધી માન્ય સ્કીમને રાહતની જોગવાઈ હતી જેમા 1 વર્ષ વધારે ઉમેરાયો છે જેથી 31 માર્ચ 2020 સુધીની નોંધણી માન્ય રહેશે.


અને સર અંતમાં પુછવા માંગીશ ટેક્સ પ્લાનિંગના દર્શકો દરિયામાં ડૂબકી મારી છીપમાં રહેલા મોતીની રાહમાં હોય તેમ આ બજેટમાં તેવા ક્યા મોતી છે જેના સુધી હજુ કોઈ પહોંચી શક્યું નથી?


બજેટના છુપા મોતી


મકાન લેવામાં 1 એપ્રિલ સુધી રાહ જોવી છે. તમારા 2 ઘર હોય તો કલમ 24 અંદર 2 કપાત મળી શકે, જેમા રૂપિયા 30,000 સુધી રિપેર્સનો ખર્ચ બાદ મળશે. રૂપિયા 2 લાખની હાઉસિંગ લોન પર ઈન્ટરેસ્ટની જોગવાઈ છે. રૂપિયા 2 લાખ અને રૂપિયા 30,000 બન્નેનો લાભ લેવો હોય તો બન્ને થઈને મહત્તમ રૂપિયા 2 લાખ સુધીનું આયોજન કરી શકાશે. સૌથી મહત્વની જોગવાઈ 87A અંતર્ગત ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.