ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 17:29  |  સ્ત્રોત : CNBC-Bajar

ગત સપ્તાહમાં મોદી સરકારની આ ટર્મનું અંતિમ બજેટ પ્રસ્તુત થયું. ઘણા પ્રશ્નો ઉદભવ્યા ટેક્સ પેયર્સને. અને તેની ઘણી મુજવણ દૂર કરતો અને યોગ્ય સમજણ આપતો એપિસોડ આપણે ગયા સપ્તાહમાં કર્યો. આજે તેમાના ઘણા દર્શકોના પ્રશ્નો આવ્યા છે, તે અંગે ચર્ચા કરીશું.


સવાલ-


જો આવક રૂપિયા 5 લાખ 10 હજાર હોય તો આયોજન કેવી રીતે કરી શકાય?


જવાબ-


5 લાખ 10 હજાર આવકનું આયોજન છે. આવકવેરાની મુક્તિ મર્યાદામાં કોઈ ફેરફાર થયો નથી. કલમ 87 A હેઠળ રિબેટની જોગવાઈમાં ફેરફાર થયો છે. પહેલા રૂપિયા 3 લાખ સુધીની કરપાત્ર આવક પર 0 ટેક્સ લાગતો હતો, રૂપિયા 3 લાખની મર્યાદાને રૂપિયા 5 લાખ કરવામાં આવી છે. આ વખતના બજેટમાં રૂપિયા 2500ની રિબેટ મર્યાદા વધારીને રૂપિયા 12,500 કરવામાં આવી છે. હેલ્થ અને એજ્યુકેશન સેસ જોડતા આ રકમ 13,000 થાય છે. વર્ષ 2019-20માં જો તમારી આવક રૂપિયા 5 લાખની અંદર રહે તો કર 0 ભરવાનો રહે છે.


જો આવક રૂપિયા 5 લાખ કરતા વધે તો રૂપિયા 2.5 લાખથી આવકવેરો ભરવાનો રહે છે. ટેક્સનો રેટ 20 ટકા અને સેસ 4 ટકા 5 લાખથી વધારે આવક ઉપર થાય છે. કરપાત્ર આવક રૂપિયા 5 લાખ હોય તો રૂપિયા 15,080 ટેક્સ ભરવાનો રહે છે. વિવિધ કપાતોનો લાભ લેતા તમે ગ્રોસ આવક 10 લાખથી 11 લાખ સુધી કરી શકો છો. કોઈપણ રહિશ વ્યક્તિને આ લાભ મળે છે. HUF કે NRIને આ લાભ મળતો નથી. પરિવારના દરેક વ્યક્તિગત કરદાતાઓએ થોડી તો આવક રાખવી જ જોઈએ. તમારા પત્ની કે પુખ્ત વયના બાળકોમાં આવકનું આયોજન કરી શકો છો.


સવાલ-


5 લાખ કે તેના કરતા ઓછી આવક ધરાવતા લોકોને આવકવેરા રિટર્ન ભરવામાંથી મુક્તિ મળશે? કરવેરો કોણે ભરવાનો રહેશે?


જવાબ-


રૂપિયા 5 લાખ કે તેના કરતા ઓછી આવક ધરાવતા કરદાતાઓને આવકવેરા રિટર્ન ભરવામાંથી મુક્તિ નહિ મળે. કુલ ગ્રોસ આવક રૂપિયા 2.5 લાખ છે તે મુક્તિ મર્યાદાને ઓળંગે તો આવકવેરાનું રિટર્ન ભરવાનું રહેશે.


સવાલ-


હું NRI હતો, અને થોડા સમય બાદ હું સિનિયર સિટીઝન બનીશ, મારા પત્ની હાઉસ વાઈફ છે, અમારા પાસે એક ફ્લેટ છે જોઈન્ટ નામથી અને અને અન્ય એક ખરીદવાનો વિચાર છે, અમારી જોઈન્ટ આવક 4 લાખ છે, આવનારા સમયમાં જે 5 લાખ જેટલી થઈ શકે, અત્યાર સુધી અમે બન્ને અલગથી પોતાનું આઈટીઆર ભરીએ છીએ, તો આગળ આયોજન કેવી રીતે કરી શકાય?


જવાબ-


તમારે આવકવેરા રિટર્ન ભરવાનું રહેશે. આપની ઈન્શ્યોરન્સ પોલિસી જો 10 વર્ષ કરતા વધારે હોય તો પોલિસી પાકતા સમયે તેનું બોનસ સંપૂર્ણ પણે કરમુક્ત છે. તમે અને તમારા પત્ની વિવિધ કપાતોનો લાભ લઈ 5 લાખની આવક અંદર રહો જેથી રિબેટનો પૂર્ણ લાભ મળી શકે છે. તમે બીજુ ઘર ચોક્કસપણે લઈ શકો છો. કોઈપણ કરદાતાના 2થી વધુ ઘર હોય તો કોઈ તેની પસંદગીના 2 ઘર પર કાલ્પનિક ભાડાની જોગવાઈ લાગુ નહિં પડે.


સવાલ-


મને પ્રશ્ન કલમ 87 A પર છે, મારી આવક 5 લાખ કરતા ઓછી છે, અને જો આ આવકમાં કોઈ કેપિટલ ગેઈન થયો હોય તો આયોજન કેવી રીતે કરવું જોઈએ?


જવાબ-


શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ કેપિટલ ગેઈન હોય તો તેના સંદર્ભમાં આવકવેરા રિબેટનો લાભ મળી શકે છે. જો રૂપિયા 5 લાખ સુધીની કરપાત્ર આવકમાં શોર્ટ ટર્મ કે લોંગટર્મ કેપિટલ ગેઈનનો સમાવેશ થતો હોય, તો તમને વધારેમાં વધારે રૂપિયા 12,500 બાદ મળી શકે છે. જો ટૂંકાગાળાનો મુડીનફો હોય તો અન્ય કપાતનો લાભ મળતો નથી, પણ 15 ટકા ના રેટના આધારે જે આવક થાય તેમાંથી 12,500 જેટલો લાભ મળી શકે છે.


સવાલ-


સુપર સિનિયર સિટીઝનને જો 2019-20માં રૂપિયા 6,60,000ની આવક થાય તો કેટલો ટેક્સ ભરવાનો રહે? જેમનું રોકાણ માત્ર પીપીએફમાં રૂપિયા 1.5 લાખ જ છે?


જવાબ-


સુપર સિનિયર સિટીઝનને રૂપિયા 5 લાખ સુધી કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. તમારે આવકવેરા રિબેટ મેળવવાની જરૂરત નથી પડતી. આપના ટેક્સની ગણતરી રૂપિયા 5 લાખથી શરૂ થાય છે. આપને રૂપિયા 10,000ની આવક ઉપર 20.8 ટકાના દરે રૂપિયા 2080 જેટલી રકમ ભરવાની રહેશે. સુપર સિનીયર સિટીઝનની મુક્તિ મર્યાદા અને રિબેટની આવક મર્યાદા રૂપિયા 5 લાખ એક સમાન છે.


સવાલ-


મારી ગ્રોસ આવક રૂપિયા 7.5 લાખ છે, અને આ વખતે એમએફ માંથી રૂપિયા 1 લાખ જેટલી આવક થશે, તો મારે નવા બજેટ પ્રમાણે કેવી રીતે આયોજન કરવું જોઈએ? એનપીએસ કે પીપીએફ શેમા રોકાણ કરી શકાય?


જવાબ-


આ વર્ષે આપને રૂપિયા 40,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. આવતા વર્ષે આપે રૂપિયા 50,000 બાદ કરી કુલ ગ્રોસ આવક રૂપિયા 7 લાખ રહે, જેમા રૂપિયા 2 લાખ સુધીની કપાત પીપીએફ અને એનપીએસ અથવા મેડિક્લેમ ભરતા હો તો લાભ લઈ શકાય છે. રૂપિયા 50,000 જેટલી રકમને 80CCDમાં લઈ તેનો લાભ લઈ શકો છો. આમ કરતા તમારી આવક રૂપિયા 5 લાખ સુધીની રહે અને તમારે કોઈ જ આવકવેરો ભરવાનો રહે નહિં.