ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 15, 2019 પર 17:38  |  સ્ત્રોત : CNBC-Bajar

ગત સપ્તાહમાં આપણે બજેટ 2019 પરના દર્શકોના પ્રશ્નો પર વાત કરી હતી. તેમજ આવકવેરા રિબેટ પર પણ ચર્ચા કરી હતી. આજે બજેટમાં આવેલી મકાન-મિલકત, ટીડીએસ ની જોગવાઈ અંગે ચર્ચા કરીશું અને. આજે પણ તેમા ચૂકી ગયેલા દર્શકોના પ્રશ્નો પર તો ચર્ચા કરીશું જ. અને તેના માટે હું સ્વાગત કરવા માગીશ આપણા કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલનું.


કરદાતાનું બીજુ ઘર હોય તો કાલ્પનિક આવક નહિં ગણાય, પણ 2 થી વધારે ઘર હોય તો 2ઘર પર રિબેટનો લાભ મળી શકે છે કે કેમ? 2 થી વધારે ઘર હોય તો?


હાલ એક ઘરમાં આવક 0 ગણવાનો લાભ મળે.


એકથી વધારે ઘરમાં કાલ્પનિક આવકની જોગવાઈ લાગુ પડે છે. જો બીજુ ઘર હોય તો બજેટ 2019 પ્રમાણે તેના પર 0 વેલ્યુ લેવાનો આગ્રહ રાખી શકાય છે. આવકવેરાની કલમ 23 પ્રમાણે જો કરદાતાને 2 થી વધારે ઘર હોય તો તેની પસંદગીના 2 ઘર માટે 0 વેલ્યુ ગણવાનો લાભ આપવામાં આવશે. જો 2 થી વધારે ઘર હોય તો કોઈ 2 પસંદગીના ઘર નક્કી કરી આ લાભ લઈ શકાય છે.


જે બીજા ઘરમાં આવક 0 ગણવાની પણ જો તેના પર હાઉસિંગ લોનનું વ્યાજ ચૂકવતા હોય તો તેમા શું જોગવાઈ છે?


હાઉસિંગ લોનના વ્યાજની ચૂકવણી અંગે.


2 ઘર પર રાહત છે, તે કપાત 2 લાખની 4 લાખ ન થઈ શકે છે. આવકવેરાની કલમ 24 પ્રમાણે જો કરદાતાને એકથી વધારે ઘર હોય તો બન્ને ઘરને મળીને 2 લાખ સુધીની રાહત મળી શકે છે. 2 ઘર હોય તો પણ વ્યાજ કપાતની મર્યાદા 2 લાખ જ રહેશે.


રહેઠાણના ઘરના મૂડીનફાને કલમ 54 હેઠળ 2 નવા ઘરમાં રોકી શકાય છે, તે અંગેની જોગવાઈ વિસ્તૃત રીતે સમજવા માટે ઘણા દર્શકોએ લખ્યું છે તો તેની સમજ આપશો.


કલમ 54 અંગેની સમજ


જો તમે 31 માર્ચ પહેલાં ઘર વેચી દીધુ હોય તો 2 ઘરનો ફાળવેલો ફાયદો અમલી નહિ બને. 2 નવા ઘર અંગેનો ફાયદો 1 એપ્રિલ 2019 બાદ મળશે. 2 કરોડની અંદર જો તમારો મુડીનફો થતો હોય તો લાભ મળશે. વેચાણ કિંમત વધારે હોય તો ચાલશે પણ મૂડીનફો 2 કરોડ કરતા ઓછો હોવો જોઈએ. તમારા રહેઠાણના મકાનમાંથી ઉદભવતા મૂડીનફાની કોઈપણ રકમ હોય, તેના સંદર્ભમાં જો તમે તે મૂડીનફાનો ઉપયોગ અન્ય ઘરમાં કરો તો તેને કરમુક્ત ગણવામાં આવશે. એક વાર આ 2 કરોડથી ઓછા મૂડીનફાની શરતનો લાભ લઈ લો તો આ લાભ જીવનમાં એક જ વખત મળશે, ફરી આ લાભ બીજી વખત નહિ મળે.


વ્યાજમાંથી ટીડીએસની કપાત ન થાય તે માટે હાલ કલમ 15G 15 H ની કાર્યવાહી પ્રચલિત છે, તો તેમા 10,000 થી 40,000 ની લિમીટ વધારવામાં આવી તો શું આ લાભ ચાલુ રહેશે.


ફોર્મ 15G અને 15Hની સમજ


ફોર્મ 15G અને 15Hની રિલીફ ચાલુ જ રહેશે. રૂપિયા 10,000ની લિમીટ રૂપિયા 40,000 કરવામાં આવી તેનો લાભ ઓછી કમાણી કરનારને થશે. જો વ્યાજની આવક રૂપિયા 40,000 કરતા વધારે હોય પણ રૂપિયા 2.5 લાખથી ગ્રોસ આવક ન વધતી હો તો 15G ભરી શકો છો. સિનિયર સિટીઝન હો અને આવકવેરો ભરવાનો ન થતો હોય તો તમે 15H ભરી લાભ લઈ શકો છો.


સવાલ-


મારુ એક મકાન છે, અને મારી ઉંમર 64 વર્ષ છે, તે ઘર વેચવુ છે, તો શું તે દિકરા માટે 2 ઘર લેવા હોય તો તેનું આયોજન કેવી રીતે કરી શકાય?


જવાબ-


2 નવા ઘર અંગેનો ફાયદો 1 એપ્રિલ 2019 બાદ મળશે. મે તમારા બન્ને દિકરા માટે 1-1 મકાન લઈ શકશો. મકાન તમારે તમારા નામે લેવાનું રહેશે. તમે તમારા પુત્રના નામ નોમિની તરીકે લઈ શકશો. ખરીદીનો દસ્તાવેજ આપના નામે કરવાનું રહેશે.


સવાલ-


અમારૂ મકાન 23/8/2018ના રોજ 1 કરોડ 96 લાખમાં વેચાણ કરેલ છે, મારે 2 ફ્લેટ લેવાની ઈચ્છા છે, અને 80 લાખનું રોકાણ કરવું છે, મારા ઘરનું ખરીદ વર્ષ 1992 છે, 1.96માં વેચાણ કરેલ છે, અને 36 તેની મૂળ કિંમત છે, 1.60 કરોડ તેનો લોંગટર્મ ગેઈન છે, અને તેમાંથી રૂપિયા 80 લાખ ના મૂલ્યના 2 ફ્લેટમાં રોકાણ કરવામાં આવે તો પણ રૂપિયા 80 લાખ બાકી રહે તો તેના પર કેટલો ટેક્સ ભરવો પડે?


જવાબ-


તમારા મકાનનું વેચાણ પહેલાથી થઈ ગયેલ છે માટે 2 મકાન લેવાનો લાભ નહિ લઈ શકો છો. હાલ તમારે તમારા મકાનના રૂપિયા 1 કરોડ 60 લાખ પર ટેક્સ ભરવાનો થઈ શકે છે. 2001માં આ મકાનની બજાર કિંમત ગણી ઈન્ડેક્સેસન ગણી તમે કેપિટલ ગેઈનના બોન્ડમાં 50 લાખનું રોકાણ કરી શકો અને અન્ય ફ્લેટમાં રોકાણ કરો તેટલો લાભ લઈ શકાય છે.


સવાલ-


નાણાંકિય વર્ષ 2019-20 માટે TDSની વ્યાજની રકમ સિનિયર સિટીઝન માટે 40,000 કરવામાં આવી તેનો લાભ મળી શકશે?


જવાબ-


કલમ 80TTA તેમજ 80TTB હેઠળ વ્યાજની કપાતના લાભનો ફાયદો મળી શકે છે. સિનીયર સિટીઝન માટે ગયા અંદાજપત્ર પ્રમાણે 50,000ની રકમ બાદ મળી શકે છે. સેવિંગ બેન્ક તેમજ ડિપોઝીટ તેમ 50,000 સુધીની આવક કરપાત્ર ગણાતી નથી. સામાન્ય નાગરિક માટે આ સેવિંગ બેન્ક વ્યાજના સંદર્ભમાં કપાતની જોગવાઈ 10,000 છે. ટીડીએસ માટેની કપાત મર્યાદા 40,000 કરવામાં આવી છે, માટે વ્યાજ ચૂકવનાર વ્યક્તિ જો વિવિધ બૅન્કમાં ડિપોઝીટ મુકે અને 40,000 સુધી વ્યાજ મળશે તો બૅન્ક તેના પર ટીડીએસ કાપશે નહિ, વ્યાજ જે પ્રમાણે ચાલુ છે તેમજ રહેશે.


સવાલ-


બજેટ પ્રમાણે ટીડીએસ રૂપિયા 10,000 થી રૂપિયા 40,000 કરવામાં આવી તે શું દરેક નાગરિકને લાગુ પડશે કે માત્ર મહિલાઓને જ લાગુ પડશે?


જવાબ-


નાણામંત્રીએ દરેક મહિલા અને પુરુષોને આ છુટ આપી છે.


સવાલ-


આ બજેટમાં એનપીએસમાં જે 60 ટકા મેચ્યોરિટી ટેક્સમાં કોઈ ફેરફાર આવ્યો છે?


જવાબ-


10 ટકાની લિમીટ 14 ટકા કરવામાં આવશે, જે 1 એપ્રિલ 2019થી અમલમાં મુકવામાં આવશે. કાયદાકિય જોગવાઈ આ ફાઈનાન્સ બિલમાં કરવામાં આવી નથી. જૂલાઈમાં આવનારા અંદાજપત્રમાં કરવામાં આવી શકે છે.


સવાલ-


શારીરિક રીતે વિકલાંગ કર્મચારીઓને 80U માં જે ફાયદો મળતો હતો તેમાં કોઈ ફેરફાર થયેલ છે?


જવાબ-


તમને 3 કપાતનો લાભ મળી શકે છે. કલમ 80U હેઠળ 75,000 બાદ મળશે. 50,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ મળી શકે છે. તમને જો ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મળતું હોય તો વાર્ષિક 38,400 જેટલો લાભ મળી શકે છે.