ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 22, 2019 પર 17:39  |  સ્ત્રોત : CNBC-Bajar

ગત સપ્તાહમાં આપણે બજેટ 2019 પરના દર્શકોના પ્રશ્નો પર વાત કરી હતી. આજે આપણે વાત કરીશું કે શેર બજારના લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર 10 ટકાનો ટેક્સ આવ્યો છે, તો તેના સંદર્ભમાં શું વિશેષ આયોજન કરી શકાય? તે અંગે ચર્ચા કરીશું અને તેના માટે સ્વાગત કરવા માગીશ આપણા કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલનું.


એલટીસીજીના ગુરૂમંત્રો


1 ફેબ્રુઆરી 2018ના રોજ રજૂ થયેલા અંદાજપત્રમાં 14 વર્ષ બાદ લોંગટર્મ કેપિટલ ગેઈનને સંપૂર્ણ કરમુક્તિનો જે લાભ આપવામાં આવ્યો હતો તે રદ થયો છે. ગ્રાન્ડ ફાધરિંગ હેઠળ 31 જાન્યૂઆરી 2018ની કિંમતને બેઝ વેલ્યુ ગણીને જો વધારે રકમ મળે તો તેને કરપાત્ર એલટીસીજી ગણીને તેના ઉપર ટેક્સ ભરવાનો રહે છે. 2018-19ના વર્ષમાં માર્કેટ ઘણું વોલેટાઈલ રહ્યું, અને ઘણી કંપનીઓએ 31 જાન્યૂઆરી 2018નો બેઝ ઓળંગ્યો નથી.


જો કંપનીઓમાં બેઝ કરતા પ્રવર્તમાન કિંમત વધારે હોય તો અમુક મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી રહેશે. 1 લાખ સુધીનો લાંબાગાળાનો મૂડીનફો પ્રત્યેક નાણાંકિય વર્ષમાં કરમુક્ત ગણાશે. તમારી ગ્રાન્ડ ફાધરિંગની પ્રાઈસને લક્ષમાં રાખીને જો રૂપિયા 1 લાખનો ગેઈન બુક કરી શકતા હો તો તે કરી શકાય અને તે વેચાણ સાથે જ તેની આસપાસના ભાવે પુન:ખરીદી કરી તે રોકાણ ફરી કરી શકો છો. રૂપિયા 1 લાખ સુધીનું એક્ઝમ્શન ચૂકવું ન જોઈએ. પરિવારના સભ્યોનું ડિમેટ ખાતું હોય અને જો તમે તમારી માલિકીના શેર તમારા બાળકોને ગીફ્ટ કરો અને તેઓ તે શેરનું વેચાણ કરે તો પણ તે લોંગટર્મ કહેવાય છે.


નુકસાનના સેટઓફ અને કેરી ફોરવર્ડ અંગે સમજ


આ સેટઓફ અને કેરી ફોરવર્ડ અંગેની જોગવાઈ પહેલા વ્યવહાર સંદર્ભમાં પ્રસ્તુત ન હતી. તમને ઉદભવેલા મુડીનફા સામે નુકસાન સેટઓફ થઈ શકે તેમ છે કે નહિં તે જોવું જોઈએ. શોર્ટ ટર્મ ગેઈન સામે શોર્ટ ટર્મ લોસ સેટ ઓફ થાય અને લોંગ ટર્મ ગેઈન સામે શોર્ટ ટર્મ તેમજ લોંગ ટર્મ લોસ સેટઓફ કરી શકાય છે. લોસની ગણતરી માટે 31 જાન્યૂઆરીની બેઝ પ્રાઈઝ લક્ષમાં લઈ શકાય છે.


સવાલ-


મારા બેન યુએસ સિટીઝન છે, અને તેમને વારસામાં પ્રોપર્ટી મળી છે, તેને તેમણે વેચી તો તેનું પેમેન્ટ ક્યા એકાઉન્ટમાં લઈ શકાય? ખરીદનારને ટેન નંબર લેવો જરૂરી છે, તેમજ સીએ સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે કે નહિં, તેમજ ટીડીએસ અંગે કેવી જોગવાઈ ધ્યાનમાં રાખવી જોઈએ?


જવાબ-


વારસામાં મળેલી પ્રોપર્ટીના નાણાં NRO એકાઉન્ટમાં જ જમા કરવા પડે છે. NRO એકાઉન્ટથી જો નાણાં પરદેશ લઈ જવા હોય તો તે શક્ય છે, અને વાર્ષિક 10 લાખ ડોલર જેટલી રકમ તમે વિદેશ લઈ જઈ શકો છો, અને તેના માટે સીએનું 15 સીએ સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય છે. તમે ટીડીએસનું રિફંડ લઈ શકો છો. સામે પક્ષે ટેન નંબર લેવો જરૂરી છે.


સવાલ-


ટેલિફોન બિલની એક્સેમ્શન લિમીટ શું છે?


જવાબ-


કલમ 17 હેઠળ સવલતોનો સમાવેશ કરાયો છે. આવકવેરાના કાયદાના નિયમો પ્રમાણે ટેલિફોન બિલની ચૂકવણી જો માલિક તરફથી કરવામાં આવતી હોય અથવા તમને તેનું રિઈમ્બર્સમેન્ટ મળતું હોય તો તમારે કોઈ ટેક્સ ભરવાનો નથી રહેતો.


સવાલ-


મારી ઉંમર 55 વર્ષ છે, અને મારો ટોટલ ગ્રોસ પેકેજ 8.73 છે, અને પીએફમાં 76,000 કપાય છે, 90,000 પીપીએફમાં રોકાણ છે, 25,000 મેડિક્લેમ પ્રિમીયમ છે, તો આવતા વર્ષે ટેક્સમાં કોઈ ફેરફાર આવી શકે?


જવાબ-


અત્યારે વચગાળાના બજેટમાં કરેલી જાહેરાત પ્રમાણે 5 લાખ કરતા ઓછી કરપાત્ર આવકના કેસમાં કોઈ ટેક્સ ભરવાનો નહિ આવે અને 12,500ની આવકનો લાભ મળશે. તમારી આવકમાં 6.50 લાખ આસપાસ આવક રહે માટે તમારે 2.5 લાખથી જ ટેક્સ ભરવાનો રહેશે. જૂલાઈમાં જે અંદાજપત્ર રજૂ થશે તેમા જો કરમુક્તિ મર્યાદા 2.5 લાખથી વધારે થાય તો તમને લાભ થઈ શકે છે.