ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 15, 2019 પર 17:29  |  સ્ત્રોત : CNBC-Bajar

21 ફેબ્રુઆરીના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એક વિશેષ વટ હુકમ બહાર પાડવામાં આવ્યો જે અન્વયે અનિયંત્રિત ડિપોઝીટ યોજનાના પ્રતિબંધ અંગે જાહેરાત કરવામાં આવી તો આજે તે બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝીટ સ્કીમ પર ચર્ચા કરીશું અને તેના માટે હું સ્વાગત કરવા માગીશ આપણા કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલનું.


સૌપ્રથમ પુછવા માંગીશ કે ઓર્ડિનન્સનો હેતુ શું છે?


ઓર્ડિનન્સનો હેતુ


આ ઓર્ડિનન્સનો કાયદો લોકસભામાં પસાર કરવામાં આવ્યો છે પણ રાજ્યસભામાં પસાર થયો ન હોઈ, રાષ્ટ્રપતિએ તેને વટહુકમ તરીકે જાહેર કર્યો છે. અન રેગ્યુલેટેડ ડિપોઝીટ એટલે વિવિધ ચિટ ફંડ કે પોન્ઝી વગેરેની યોજનાઓ જેના થકી લોકોના નાણાં ગાયબ થઈ શકતા હોય છે. આ પ્રકારની ડિપોઝીટ લેવાનો બિઝનેસ કરવા માંગતા હોય તેને રેગ્યુલેશન અનુસરવું રહેશે.


તમે જણાવ્યું કે આ અનિયંત્રીત ડિપોઝીટ પ્રતિબંધ મુકવાના હેતુસર આ વટ હુકમ બહાર પાડવામાં આવ્યો છે તો આ કાયદાના સંદર્ભમાં ડિપોઝીટનો અર્થ શું ગણવાનો?


વટહુકમના કાયદામાં ડિપોઝીટ શું છે


કલમ 2(4) હેઠળ ડિપોઝીટની વ્યાખ્યા આપવામાં આવી છે કે, કોઈપણ એડવાન્સ કે લોન તરીકે સ્વીકારવામાં આવતાં નાણાં જે વ્યાજ સાથે કે વ્યાજ વગર પરત કરવાના આવનાર હોય. આવી ડિપોઝીટ પરત કરતી વખતે તે રોકડ કે અન્ય સેવા સ્વરૂપે પણ પરત કરવામાં આવનાર હોય છે.


આ કાયદાના વ્યાપમાં શું તમામ પ્રકારની ડિપોઝીટ આવી જાય કે તેમા કોઈ અપવાદો ખરા?


કંઈ ડિપોઝીટ તેમા સ્થાન પામે છે


પ્રોપરાઈટરશિપમાં વ્યક્તિએ પોતાની મૂડી કે ભાગીદારની મૂડી કે અન્ય પ્રકારે લીધેલી લોનને એક્સેપ્શનમાં ગણવામાં આવે છે. તમે તમારા ધંધાના કાર્યના સંદર્ભમાં કોઈ ડિપોઝીટ સ્વીકારો તો તે રકમ પણ આ પ્રકારની ડિપોઝીટમાં સ્થાન પામતું નથી અને અપવાદ બને છે.


વટહુકમની જોગવાઈઓ મિડીયામાં આવી ત્યારથી નાના વેપારીઓ ઉદ્યોગકારો ખુબ ચિંતામાં પડ્યા છે કે જો તેમના ધંધાના હેતુસર ડિપોઝીટ સ્વીકારી ન શકે તો તેઓ ધંધો કરે કેવી રીતે?


વટહુકમ સમયે વ્યવસાય કેવી રીતે કરવો


કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ચિટફંડ, પોન્ઝી વગેરે યોજનાઓ નિયંત્રણ લગાવવાનો છે. તમે ધંધો કરવાના હેતુસર જે કંઈ રકમ સ્વીકારો તો તેને ડિપોઝીટ ગણવામાં આવશે નહિં. આ કાયદો જેઓ ડિપોઝીટ સ્વીકારવાનો ધંધો કરે છે તેને લાગુ પડે છે. આમ ધંધા માટેની ડિપોઝિટ અને ડિપોઝિટ લેવાનો ધંધા, એ બન્નેનો તફાવત સમજવો જરૂરી છે.


સવાલ-


રૂપિયા 4 લાખ 70 હજાર આવક છે અને તે સિવાય ખેતીની આવક છે તો આવતા વર્ષથી કેવી રીતે આયોજન થઈ શકે?


જવાબ-


જો તમારી રૂપિયા 4 લાખ 90 હજાર ખેતી સિવાયની આવક હોય તો તમારી રૂપિયા 4 લાખ 90 હજાર આવક પર તમને 87A હેઠળ રૂપિયા 12,500નું રિબેટ મળી શકે છે. જો તમારી ખેતીની આવક રૂપિયા 2 લાખ હોય તો તમારા કેસમાં ખેતીની આવક પર ટેક્સ નહિં લાગે પરંતુ તેને તમારી કુલ આવક પર ગણવાના આવકવેરાના દર હેતુસર લક્ષમાં લેવાની રહેશે. તમારી કરપાત્ર આવક રૂપિયા 5 લાખથી ઓછી હોઈ આવકવેરા રિબેટ રૂપિયા 12,500 બાદ મળે પણ બાકી રહેતો ટેક્સ ભરવાનો પણ રહે છે.


સવાલ-


હું એક નિવૃત્ત કર્મચારી છુ, અને સિનિયર સિટીઝન છું, હું કરવેરો ઓનલાઈન ભરુ છુ, મે મારા અને મારા પત્ની માટે મેડિકલ ઈન્શ્યોરન્સ ખરીદ્યો છે, જેમા હોસ્પિટલાઈઝેશનનો ખર્ચ કવર થાય છે, તેનું પ્રિમીયમ 80Cમાં ગણું છુ, તે સિવાય મારા પત્નીની ડાયાબિટીસ અને BPનો નિશ્ચિત ખર્ચ થાય છે, તો તે ખર્ચ 80Cમાં બાદ લઈ શકાય? મારા પત્ની સિનિયર સિટીઝન છે અને તેની ગ્રોસ ઈનકમ 3 લાખ આસપાસ થાય છે, જો તે કંઈ ખર્ચ કરે તેના મેડિકલ બીલ્સ પર તો શું તે તેને પણ બાદ મળે?


જવાબ-


સૌપ્રથમ કલમ 80D હેઠળ મેડિકલ ઈન્શ્યોરન્સ પ્રિમીયમ ભરતા હો તો તે પોલિસી પ્રિમીયમ રૂપિયા 25,000ની મર્યાદામાં બાદ મળે, અને સિનિયર સિટીઝન હો તો રૂપિયા 50,000 બાદ મળે છે. મેડિકલ પોલિસી ન હોય તો તમારા પત્ની માટે જે ખર્ચ કર્યો હોય તે તમને બાદ મળી શકે છે. આગામી નાણાંકિય વર્ષથી તમને જે રૂપિયા 12,500નો રિબેટ મળશે તેથી કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહિં.


સવાલ-


કેપિટલ ગેઈન પર પ્રશ્ન છે, કે ખેતીલાયક કે બિનખેતી જમીન વેચતા જે નાણાં મળે તેનાથી 2 મકાન ખરીદી શકાય?


જવાબ-


બજેટમાં જે પ્રોવિઝન આપ્યું છે તે પ્રોવિઝન રહેઠાણના ઘરમાંથી ઉદ્ભવતો મુડીનફો હોય તો તેના માટે શક્ય છે. તમારા કેસમાં તમે જમીનનું વેચાણ કરવા ઈચ્છો છો, તો તમને આ રૂપિયા 2 કરોડની જોગવાઈનો લાભ નહિ મળી શકે છે.


સવાલ-


2 પ્રોપર્ટી પર જે નવો નિયમ આવ્યો તેમાં કાલ્પનિક આવક નહિં ગણવામાં આવે પરંતુ મે એવું સાંભળ્યું કે તે બન્ને ઘર પર હોમલોન ચાલતી ન હોવી જોઈએ, શું તે સાચુ છે?


જવાબ-


લોન ન ચાલતી હોવી જોઈએ તે ખોટી માન્યતા છે, તમે બન્ને ઘર પર થોડું થોડું વ્યાજ ચૂકવતા હો તો તે પણ માન્ય છે. તમે રૂપિયા 2 લાખ સુધી સંયૂક્ત રીતે મહત્તમ મર્યાદામાં વ્યાજની ચૂકવણીની કપાતનો લાભ લઈ શકશો.


સવાલ-


હું સિનિયર સિટીઝન છું, એલઆઈસીની સ્કીમમાં રૂપિયા 1583 પેન્શન સ્વરૂપે મળે છે, તો તે કરપાત્ર છે કે કેમ? અન્ય એક સ્કીમમાં પણ મને `1019 પેન્શન સ્વરૂપે મળે છે તો તેની કરપાત્રતા શું? શું તે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં બાદ મળે કે કેમ?


જવાબ-


રૂપિયા 40000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન માત્ર પગારની આવક પર બાદ આપવામાં આવે છે. કોઈ કર્મચારીને નોકરીના સંદર્ભમાં માલિક દ્વારા ફાળો આપવામાં આવે તેવી પેન્શનની રકમને પણ પગારની આવક ગણવામાં આવે છે. આ સિવાયની અન્ય યોજનાની રકમ પેન્શન ગણાય નહિં.