ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 22, 2019 પર 18:00  |  સ્ત્રોત : CNBC-Bajar

માર્ચ મહિનો પૂર્ણ થવાના આરે છે ત્યારે 2 મહત્વની વાત પર ચર્ચા કરીશું. કે તમારે કંઈ વાત માર્ચ મહિના પહેલા ભૂલવી ન જોઈએ અને ટેક્સ બચાવવામાં માટે ક્યા 2 સ્માર્ટ ટીપ્સ બની રહે તેની ચર્ચા કરીશું. અને તેના માટે હું સ્વાગત કરવા માગીશ આપણા કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલનું.


ગયા વર્ષની 31 માર્ચની સરખામણીમાં આ વખતે એવી કંઈ ખાસ બાબત છે કે જે દર્શકોએ ધ્યાનમાં રાખવી જોઈએ?


આ વર્ષે શું છે ખાસ?


જો તમે આ વર્ષે 31 માર્ચ પહેલા આવકવેરો ભરવામાં ચૂક કરી તો સમસ્યા ઉદ્ભવી શકે છે. જો તમે રિટર્ન ભરવાનું ચૂક્યા તો ડિસેમ્બર સુધીમાં રૂપિયા 5 લાખથી વધારે આવક હોય તો રૂપિયા 5000, રૂપિયા 5 લાખથી ઓછી આવક હોય તો રૂપિયા 1000 અને ડિસેમ્બર બાદ 31 માર્ચ સુધી રૂપિયા 10,000 આવકવેરાની લેટ ફાઈલિંગ ફિ ભરવાની રહેશે. રિટર્ન ન ભરવા બદલ તમારે ખુબ જ કડક દંડનો સામનો તેમજ જો તમારો આશય ખોટો જણાશે તો સજા પણ થઈ શકે તેવી શક્યતા છે.


આપણી ચેનલના દર્શકો એટલે બજારના ચાહકો અને બજારના લોંગટર્મ કેપિટલ ગેઈન પરનો ટેક્સ બચાવવા માટેની 1 સ્માર્ટ ટીપ્સ અમે તમારા પાસેથી એક્સપેક્ટ કરીશું.


31માર્ચ પહેલા સ્માર્ટ ટિપ


ગત આકારણી વર્ષ 2018 સુધી લોંગટર્મ કેપિટલ ગેઈન પર ટેક્સ ન હતો, પરંતુ 1 એપ્રિલથી આ ટેક્સ લાગુ પડે છે. 10 ટકાના ટેક્સ સાથે વિશેષ 1 લાખ સુધીના મૂડીનફાને સંબંધિત આકારણી વર્ષ માટે કરમુક્ત ગણવાની જોગવાઈ છે. આપણે ટેક્સ એડવાન્સમાં ભરીએ છીએ તેમ જો આ વર્ષે તમે આ રૂપિયા 1 લાખનો લાભ ન લીધો હોય તો તે સંબંધી આવકવેરા બચતનો લાભ આવનારા વર્ષમાં મળે તે માટેનું વિચારપૂર્વકનું આયોજન થઈ શકે છે. તમે જે શૅર ખરીદેલા હોય તેમા તમને જે ગેઈન થયો હોય તે ગેઈન બુક કરી તે જ વેચેલા શૅર ફરી ખરીદી કરો જેથી તમે તે શૅરની ખરીદ કિંમતમાં વૃદ્ધિ કરીને ભવિષ્યમાં જ્યારે તે શૅર વેચવાના થાય તેના LTCG ટેક્સમાં પ્રમાણસરની બચતનું અત્યારે બુકિંગ કરી શકો છે.


ઘણી વખત બહુ સામાન્ય વાત પણ આપણા ધ્યાન બહાર રહેતી હોય છે તો તે સંદર્ભમાં આવકવેરા કપાતની કંઈ બાબત છે કે જે ઘ્યાન બહાર ન નિકળી જાય?


31 માર્ચ પહેલા શું ન ભૂલવું?


કલમ 80C સિવાય કલમ 80D પણ છે જેનો લાભ તમે લઈ શકો છો. રૂપિયા 25,000ના મેડિકલ ઈન્શ્યોરન્સ સિવાય કલમ 80Dમાં તમે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપનો પણ રૂપિયા 5000 સુધીનો લાભ લઈ શકો છો. કુટુંબના ત્રણ એકમો પતિ, પત્ની તેમજ HUFના કેસમાં થઈને કુલ રૂપિયા 15,000 સુધીનો લાભ લઈ શકો છો.


સવાલ-


એનપીએસમાં 2004 બાદ જે પરિવર્તન આવ્યા છે તેમા જે બેઝિક એમાઉન્ટ કપાય છે તેમા તે રકમ બાદ મળે?


જવાબ-


તમે 80Cના રૂપિયા 1.5 લાખ સિવાય અન્ય રૂપિયા 50,000 રકમ બાદ મેળવી શકો છો.


સવાલ-


હું 30 ટકા ટેક્સ સ્લેબમાં આવું છું, હું ફેબ્રુઆરી 2020માં નિવૃત્ત થઈશ તો શું મને સિનિયર સિટીઝનનો લાભ ટેક્સ વળતરમાં મળી શકે?


જવાબ-


કોઈપણ નાણાંકિય વર્ષમાં તમે જો થોડા સમય માટે પણ સિનિયર સિટીઝન બન્યા હો તો તમને સિનિયર સિટીઝનનો લાભ ટેક્સ વળતરમાં મળી શકે છે. તમને PFની જે રકમ નિવૃત્તી સમયે મળે તે સમગ્ર પણે કરમુક્ત રહેશે.


સવાલ-


હવે રાજ્ય સરકારના કર્મચારીઓને સીપીએફ સ્કીમમા બેઝીક તેમજ મોંઘવારીના 10 ટકા રકમ કપાત કરવામાં આવે છે તેમજ તેની સામે તેટલી જ રકમ ઉમેરવામાં આવે છે તો તે રકમ વધારાના રૂપિયા 50000 80CCD માં ગણી શકાય કે ખાલી રૂપિયા 1,50,000 માંજ ગણી શકાય?


જવાબ-


તમે 80Cના રૂપિયા 1.5 લાખ સિવાય અન્ય રૂપિયા 50,000 રકમ 80CCD હેઠળ બાદ મેળવી શકો છો.


સવાલ-


મારી દિકરી ના લગ્ન થયા ને ચાર વર્ષ થયા છે. લગ્ન પછી અમેરિકા આવ જાવ કરતી હતી. છેલ્લા બે વર્ષથી ભારત આવી નથી. લગ્ન પહેલાં નોકરી કરતી હતી. તેનું I T Return અમે ભરતા આવ્યા છીએ . 2017-2018 નુ Return પણ ફાઈલ કરેલ છે. Dependent VIZA હોવાથી અમેરિકામાં તેની કોઈ આવક નથી. 31/03/2019 સુધીના વિઝા છે. વિઝા લંબાવવાની અરજી કરેલ છે. ભારતમાં તેના નામે સેવિંગ એકાઉન્ટસ, ફીક્સ ડીપોઝીટ, PPF એકાઉન્ટ, ડીમેટ એકાઉન્ટ, શેર છે. શુ આ બધા ખાતા NRI કરાવવા ? હવેથી તેની ટેક્શ ભરવાની જવાબદારી શું હશે ? એનો પાવર ઑફ એટર્ની મારી પાસે છે.


જવાબ-


ટેક્સની જવાબદારીમાં આપની દિકરીને કોઈ ફેર નહિં પડે, ભારતની આવક પર જે પહેલા ટેક્સ લાગતો હતો, તે જ રીતે તેમને હાલ પણ ભરવાની રહેશે. જો તેઓ NRI બનાવાના હોય તો તેમના દરેક રોકાણને NRO એકાઉન્ટમાં કન્વર્ટ કરી શકો છો. PPF એકાઉન્ટ જ્યા સુધી પાકે ત્યા સુધી રાખી ત્યારબાદ તેને NRO એકાઉન્ટમાં ફેરવી શકો છો.


સવાલ-


હું ખાનગી કંપનીમાં 23 વર્ષ જોબ કરતો હતો જેમાંથી 2000માં નિકળ્યો, જેમા ફેમિલી પેન્શન અને PF સ્વરૂપે નાણાંની કપાત થતી હતી, છેલ્લા 5 વર્ષથી સરકાર તરફથી 1600 નો લાભ મળે છે, તો શું હું સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ લઈ શકાય?


જવાબ-


તમે સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ લઈ શકો છો. તમે તમારા પેન્શનની રકમ પર કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહિં તે સિવાયની આવક પર ટેક્સ ભરવાનો રહેશે. HUFમાં રૂપિયા 50,000 અંદર ગીફ્ટ લે તો તેના પર કોઈ ટેક્સ ન લાગે તે તમને પણ લાગુ પડી શકે છે.