ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 29, 2019 પર 17:34  |  સ્ત્રોત : CNBC-Bajar

ચૂંટણીના ઢોલ વાગવા લાગ્યા છે અને ગુજરાતમાં 23 એપ્રિલમાં મતદાન છે ત્યારે તેના અંગે આજે ચર્ચા કરીએ થોડી કે અને તેના માટે સ્વાગત છે. આગળ જાણકારી લાઇશું કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલ પાસેથી.


રાજકિય પક્ષોને જે ચૂંટણી સમયે ફાળા સ્વરૂપે જે રકમો આપવામાં આવતા હોય છે તો તે અન્વયે કોઈ જોગવાઈ છે ખરી.


રાજકિય પક્ષોને જો ફાળો આપો તો.


આવકવેરાના કાયદામાં કલમ 80GGB અને 80GGC હેઠળ રાજકિય પક્ષોને અપાતા ફાળાના સંદર્ભમાં 100 ટકા કપાતની જોગવાઈ છે. કંપની એક્ટને આધીન રહી ફાળો આપવામાં આવે તો કલમ 80GGB હેઠળ કપાતની જોગવાઈ છે. કંપની સિવાયના કરદાતાઓ કે જે ફાળો આપે છે તેના માટે કલમ 80GGCમાં જોગવાઈ છે. આ ફાળાની રકમ રોકડ સિવાય કોઈપણ સ્વરૂપે આપો તો તે માન્ય છે. જો તમારી આવક રૂપિયા 10 લાખ ઉપર હોય તો 5 લાખ ના ફાળા પર રૂપિયા 1.5 લાખનો ટેક્સ બચી શકે છે.


જેમા ગુજરાતના આવકવેરા ખાતાનું એક આગવું વિશેષ પ્રદાન છે કે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સેલ, તો ઘણા દર્શકોએ આ અંગે જાણકારી મેળવવાની ઈચ્છા દર્શાવી છે.


સિંગલ વિન્ડો ક્લિયરન્સ સેલ વિશે ચર્ચા


SWCC ની સ્થાપના કરદાતાની ફરિયાદ નિવારણ માટે કરવામાં આવી છે. SWCCમાં તાજેતરમાં નવો ઉમેરો થયો છે. TDSની કપાત ના સંદર્ભમાં જે શખ્સના કેસમાં કપાત કરાઈ હોય, તેવા શખ્સને ફોર્મ 26ASમાં ક્રેડિટ મળવી જોઈએ. જો કપાત કરનારે આવા નાણાં જમાજ ન કરાવ્યા હોય અથવા તે નાણાં જમા કરાવતા સમયે કોઈ ભૂલ કરી તો તેના અંગે પણ ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. આયકર વિભાગની વેબસાઈટ http://www.incometaxgujarat.org પર સિંગલ વિન્ડો ક્લિયરન્સના વિભાગમાં ડિટેઈલ સાથે લખી શકો છો.


સવાલ-


મારો TDS કપાયો છે પણ તે ફોર્મ 26AS પર દેખાતો નથી, મે કંપનીને પણ જાણ કરી પણ તેમના તરફથી કોઈ પ્રતિસાદ નથી, તો તેના માટે શું કરી શકાય?


જવાબ-


TDSની કપાત પર કપાત કરનાર શખ્સને ફોર્મ 26ASમાં ક્રેડિટ મળવી જોઈએ. જો તેમણે તે નાણાં જમા કરાવવામાં કસૂર કર્યો હોય, તો તેના અંગે તમે SWCC ઉપણ ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. આયકર વિભાગની વેબસાઈટ http://www.incometaxgujarat.org ઉપર સિંગલ વિન્ડો ક્લિયરન્સમાં ડિટેઈલ સાથે લખી શકો છો.


સવાલ-


મારે 9 વર્ષ બાકી છે જોબમાં, મારે પીપીએફ એકાઉન્ટ છે જેની ટર્મ પૂર્ણ થઈ રહી છો, તો શું તેને રિન્યુ કરવું જોઈએ કે અન્ય કોઈ આયોજન શક્ય છે.


જવાબ-


પીપીએફમાં 8 ટકા કરમુક્ત વ્યાજ મળે છે. તમે તેને ભવિષ્ય માટે 5-5 વર્ષના બ્લોક માટે રિન્યુ કરી શકો છો.


સવાલ-


2005-06માં એક ફ્લેટ 30 લાખમાં ખરીદ્યો, તેને હું 2019માં વેચુ, તો શું તેના કેપિટલ ગેઈનનો ઉપયોગ હું લંડનમાં બીજો ફ્લેટ લેવા માટે કરી શકું?


જવાબ-


તમે 5 વર્ષ મોડા પડ્યા છો, 2014થી કાયદામાં ફેરફાર થયો છે, તેના પ્રમાણે 2014 બાદ તમે કોઈ રેશિડેન્શિયલ હાઉસનું વેચાણ કરો અને કરમુક્તિનો લાભ લેવો હોય તો તમારે ભારતમાં જ રહેઠાંણનું ઘર લેવા માટે તેનો ઉપયોગ કરવો પડે છે.


સવાલ-


મારો દિકરો મેન્ટલી રિટાર્ડેડ છે, તો શું કલમ 80DDમાં મને ફાયદો મળે?


જવાબ-


જો 40 ટકા ડિસએબિલીટી હોય તો તમને 75,000ની કપાતનો લાભ મળી શકે છે. જો 80 ટકાથી વધારે ડિસએબિલીટી હોય તો 1.25 લાખની કપાતનો લાભ મળી શકે છે.


સવાલ-


મારી અને મારી પત્ની ની સંયુક્ત મેડિકલેમ પોલીસી છે, જેનુ પ્રીમીયમ રૂપિયા 39,000 આવે છે, જેમાં મારુ રૂપિયા 24,000 તેમજ મારી પત્નીનું રૂપિયા 15,000 છે. બંનેનું પ્રીમીયમ મારા ખાતામાં થી ભરાઈ જાય છે, તો 80D માં કેટલું ડિડક્શન મળી શકે?


જવાબ-


જો આપ સિનિયર સિટીઝન હો તો રૂપિયા 50,000 અને સિનિયર સિટીઝન ન હો તો રૂપિયા 25,000નો ક્લેમ કરી શકો છો. તમે રૂપિયા 14,000નો ક્લેમ તમારા પત્નીના એકાઉન્ટમાં કરી શકો છો.