ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 05, 2019 પર 17:15  |  સ્ત્રોત : CNBC-Bajar

1 એપ્રિલના જે સમાચાર આવ્યા તે એપ્રિલ ફૂલના નથી, તેના વિશે માહિતી લઈશું. અને તેના માટે સ્વાગત કરું છું આપણા કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલનું.


1 એપ્રિલના આવકવેરા ખાતાએ પ્રોજેક્ટ ઈનસાઈટની જે જાહેરાત કરી અને જેનાથી તમામ લોકોએ સાવધ રહેવા જેવું છે, તો તે શું છે. અને તેમાંથી શું મેસેજ લેવા જેવો છે.


Project Insight શું છે?


Project Insight માટે આવકવેરા ખાતુ ઘણા વર્ષોથી કામ કરી રહ્યું હતું. આ Project Insight ને સેટઅપ કરવામાં રૂપિયા 1 હજાર કરોડથી વધારેનો ટેકનોલોજીનો બેઝ ઉભો કરવામાં આવ્યો છે. ટેક્સ પેયરનું 360 ડિગ્રી પ્રોફાઈલિંગ કરવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવશે. કર ભરનારા કરતા પાનકાર્ડ ધારકો વધારે છે. આજે પાનકાર્ડ વિના કોઈ નાણાંકિય વ્યવહાર શક્ય નથી. આવકવેરો ભરનાર વર્ગ ખુબ નાનો છે. પાનકાર્ડના ડેટાબેઝના આધારે દરેક ટેક્સપેયરની વિગત જોઈ શકાય છે. Project Insight ના માધ્યમથી વિવિધ સોશિયલ મિડિયા પ્રોફાઈલ પણ ચેક કરવામાં આવશે. જો તમારી આયકર વિભાગમાં દર્શાવેલી આવકની સરખામણીમાં ખર્ચ કે રોકડનું પ્રમાણ વધારે રાખતા હો તો Project Insight થકી તમારા પર તપાસ થઈ શકે છે.


તો એવું કહી શકાય કે આવકવેરા ખાતાની બાજ નજર બધા પર રહેવાની તો જો કોઈ તેમા ઝડપાય તો તેમને કંઈ વસ્તુઓને સામનો કરવો પડી શકે?


જો Project Insight તણે ઝડપાયા તો શું થશે?


જો તમારા સ્ટેટસનો દેખાવ કરશો તો આવકવેરા ખાતાના રડારમાં આવી જશો. કલમ 69 અને 69A, B, C હેઠળ કોઈ ખર્ચ કે રોકાણ અંગે યોગ્ય ખુલાસો કરી શકો નહિં કે જે અનએક્સપ્લેઈન્ડ ઈનકમ બને તો આ કેસમાં જે તે રકમ પર 60 ટકા ટેક્સ, 25 ટકા સરચાર્જ અને 10 ટકા પેનલ્ટી ગણી આશરે 84 ટકા જેટલી આવકવેરાની જવાબદારી ઉપસ્થિત થાય છે. હવે આવકવેરા ખાતા સક્ષમના વ્યવહારો વધુ વસ્તુ પારદર્શક બન્યા છે, માટે નાણાંકિય બાબતો છૂપી નહિં રહી શકે.


સૌ કરદાતાઓ 31 માર્ચ પહેલા પાન અને આધારને લિંક કરવાની વાત આવતી હતી અને જેમણે લિંક ન કર્યુ હોય તો તેમનો પાન નંબર 1 એપ્રિલથી ઈનવેલિડ થઈ જશે, અને જેમના કાર્ડ હજુ લિંક ન થયા હોય તેમના માટે કોઈ સમાચાર ખરા?


જો પાન અને આધાર લિંક ન હોય તો.


31 માર્ચ 2019ની તારીખને આધાર સાથે પાનકાર્ડ લિંક કરવાની ડેડલાઈન બનાવવામાં આવી હતી. હજુ ઘણા કેસ છે જેમા આ આધાર સાથે પાનકાર્ડ લિંક કરવાની ક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી. 30-9-19 સુધી આ લિંક કરવાની પ્રક્રિયાને લંબાવવામાં આવી છે. 1-4-19 સુધીમાં આધારકાર્ડ પાન સાથે લિંક ન થયું હોય તો પણ, તમારે આવકવેરા રિટર્ન ભરતી વખતે આઈટીઆરના ફોર્મમાં તમારો આધારકાર્ડનો નંબર જરૂર લખવાનો રહેશે.


સવાલ-


મારી ગ્રોસ આવક 3 લાખથી વધારે છે, પરંતુ ટેક્સેબલ આવક રૂપિયા 2.5 લાખ છે, 2016/17માં મે પ્રત્યક્ષ કરભવન ખાતે રિટર્ન ફાઈલ કર્યુ હતું, ગયા વર્ષે CA દ્વારા રિટર્ન ફાઈલ કર્યું છે, આ વર્ષે જો હું ફરી પ્રત્યક્ષ રિટર્ન ફાઈલ કરુ તો કોઈ પ્રશ્ન ઉદ્ભવે કે કેમ? 80Gની લિમિટ 10 ટકા છે.


જવાબ-


લેટેસ્ટ ગાઈડલાઈન પ્રમાણે પેપર રિટર્ન ફાઈલ કરવાની સુવિધા સુપર સિનિયર સિટીઝન માટે જ માન્ય છે. જે કેસમાં રૂપિયા 5 લાખથી ઓછી આવક હોય અને રિફંડ મેળવવાનું હોય તો તમારે તે કેસમાં પણ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન જ કરવાની રહેશે. આવકવેરા ખાતાનું સીપીસી બૅન્ગાલુરૂમાં છે તે જ રિફંડ પ્રોસેસિંગની પ્રક્રિયા કરી શકે છે. જેઓ ઓનલાઈન રિટર્ન ભરવાનો ખર્ચ ન કરી શકતા હોય તો તેમના માટે આયકર ભવન દ્વારા સેવા પણ પુરી પાડવામાં આવે છે.


કલમ 80G હેઠળની 50 ટકા કપાતનો લાભ મળે છે તે તમારી કુલ ગ્રોસ આવકના 10 ટકાની મર્યાદામાં જે રકમ થતી હોય તેના 50 ટકા રકમ તરીકે બાદ મળવા પાત્ર છે. જો તમારી કુલ ગ્રોસ આવક રૂપિયા 2.5 લાખ અને સિનિયર સિટીઝન માટે રૂપિયા 3 લાખથી વધારે હોય તો કલમ 80 હેઠળની વિવિધ કપાતોને લક્ષમાં લીધા સિવાય વધતી હોય તો આવકવેરા રિટર્ન ભરવું આપના માટે ફરજીયાત છે.


સવાલ-


હું સિનિયર સિટીઝન છું, 2018-19માં મને રૂપિયા 12,000 વ્યાજ મળે છે અને એફડીના વ્યાજ પેટે રૂપિયા 1 લાખ મળે છે, તો કલમ 80TTA તેમજ 80TTB હેઠળ કપાતનો લાભ મળી શકે કે કેમ?


જવાબ-


કલમ 80TTA જેઓ સિનિયર સિટીઝન ન હોય તેવા કરદાતા માટે છે. જેઓ સિનિયર સિટીઝન ન હોય તેઓ કલમ 80TTAમાં સેવિંગ બેન્ક એકાઉન્ટ ઈન્ટરેસ્ટ માટે રૂપિયા 10,000 ક્લેમ કરી શકે છે. સિનિયર સિટીઝન માટે કલમ 80TTB છે, જેમા કપાતની મર્યાદા રૂપિયા 50,000ની છે આ કપાતમાં સેવિંગ બૅન્ક એકાઉન્ટના વ્યાજ અને એફડી વ્યાજ બન્નેનો સમાવેશ થાય છે. આ વર્ષે તમે ગત વર્ષનું જે આવકવેરા રિટર્ન ભરશો તેમા તમે રૂપિયા 50,000નો લાભ લઈ શકશો.


સવાલ-


એનએસસી & એમઆઈએસનું ઈન્ટરેસ્ટ ટેક્સેબલ છે કે નહિં, અને જો હા તો ઈન્ટરેસ્ટ જે 5 વર્ષ બાદ ક્રેડિટ થાય તેને શું હું વાર્ષિક ગણી ભરી શકું, કારણકે 5 વર્ષે તો તે રકમ વઘારે બની જશે?


જવાબ-


એનએસસી એટલે National Savings Certificates જે 5 વર્ષની સ્કીમ છે. એમઆઈએસ એટલે Monthly Investment Scheme જે પોસ્ટ ઓફિસની યોજના છે. 80C હેઠળ એમએસસીના એક્રુડ ઈન્ટરેસ્ટનું સંપૂર્ણ કોષ્ટક તમને વેબસાઈટમાં મળી શકે છે. તમે દર વર્ષે આ વ્યાજ બતાવી શકો છો અને તે વ્યાજ પણ શરૂઆતના 4 વર્ષ માટે કલમ 80C હેઠળ બાદ લઈ શકો છો. એમઆઈએસમાં પણ દર વર્ષે એક્રૂડ ઈનકમ દર્શાવી આયોજન કરી શકો છો.