ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 17:34  |  સ્ત્રોત : CNBC-Bajar

ગત સપ્તાહે મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ બજેટ રજૂ થયું. તેના અંતર્ગત આપણે ગયા એપિસોડમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા પણ કરી. આજે હજૂ BETWEEN THE LINES સ્ટડી કરી આજે અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરીશું. અને આગળ જાણીશું કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલ પાસેથી.


નાણાંમંત્રીએ તેમની અંદાજપત્રીય દરખાસ્તોમાં આપણા જ ટેક્સ પ્લાનિંગના કાર્યક્રમમાં રજૂ કરેલ એક મહત્વના મુદ્દાનો અવાજ સાંભળ્યો છે, તેનો આપણને આનંદ અને ગૌરવ પણ છે, તો આ મુદ્દાને વિસ્તારથી સમજાવશો?


કલમ 10 અને 10D હેઠળ કોઈપણ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની મેચ્યોરિટીની રકમને કરમુક્ત ગણવાની જોગવાઈ છે. સિંગલ પ્રિમીયમ કે શોર્ટર પ્રિમિયમની પોલિસીમાં 1 ટકા ટીડીએસ કાપવાની જોગવાઈ છે તો તેમા 1 ટકા ટીડીએસ પાકતી રકમ પર કાપવામાં આવતો હતો તો તેના માટે નવી જોગવાઈ કરવામાં આવી છે. પહેલા 1 ટકા આખી રકમ પર કપાતો હતો જે TDS હવે માત્ર ડિફરન્સની રકમ પર જ કાપવામાં આવશે. 5 ટકા ના દરે TDS ગણવામાં આવશે.


સર હજૂ એક હું વાત પુછવા માંગીશ,કે આમ તો અમે રહ્યાં પત્રકાર એટલે તેમાંથી બાદ ન આવી શકીએ. તો તમે જે TASK FORCE સાથે જોડાયેલા છો તેમાં પણ કંઈ કરદાતાઓ માટે વિશેષ રાહતોની આવી શકે તેવું અમને સાંભળવામાં આવ્યું છે?


આવનારા 6 મહિના બાદ કરવેરામાં ઘણો સુધારો આવી શકે તેમ છે.


સિતારામનજીની આજની દરખાસ્તોની સાથે Feb 2019માં જાહેર કરાયેલ પિયુશજીની કેટલીક મહત્વની રાહતો પણ આપણે પુન: યાદ કરી લેવી જોઈએ કારણકે તે ચાલુ નાણાંકિય વર્ષ 2019-20માં મળનાર છે, તો તેનું Quick Revision કરાવશો?


કલમ 87(A) હેઠળ આવકવેરા રિબેટ રૂપિયા 3,500ના સ્થાને રૂપિયા 12,500 છે. કરદાતાની માલિકીના 2 રહેઠાણના ઘર સુધી કાલ્પનિક આવક ગણાશે નહિં. રહેઠાણના મકાનના વેચાણમાંથી ઉદ્ભવતા લાંબા ગાળાના મૂડિનફાનું રોકાણ નવા 2 ઘરમાં કરીને મુક્તિનો લાભ મેળવી શકાશે. સિનિયર સિટીઝનને વ્યાજમાંથી TDS સંબંધી રૂપિયા 10 હજારના સ્થાને રૂપિયા 40 હજારની લિમીટનો લાભ મળશે. ભાડાની આવક સંબંધી રૂપિયા 1,80,000ની TDS વાર્ષિક મર્યાદા રૂપિયા 2,40,000 થશે.


ગત સપ્તાહે આપણે nps ની જાહેરાતોનો અછડતો ઉલ્લેખ કર્યો હતો, અને તેમા દર્શકોની માંગણી આવી છે કે તેમને વિસ્તૃત માહિતી જોઈએ છે?


NPSમાં ટેક્સ પ્લાનિંગનો સ્કોપ ઘણો છે જેની નોંધ દર્શકોએ લેવી જોઈએ. NPS પહેલા EET હતું, જેમા 40 ટકા સુધી ખાતું બંધ કરી ઉપાડતા જેમા 40 ટકા ટેક્સ ફ્રિ થતા હતાં. આવકવેરાની કલમ 10(12A) હેઠળ 60 ટકા પર કોઈ ટેક્સ નહિં લાગે. 40 ટકામાં એકસાથે કોઈ ટેક્સ નથી લાગતો અને જે-તે કરદાતાના મૃત્યુ બાદ જો રકમ તેના પરિવારને મળે તો તેના પર પણ કોઈ ટેક્સ નથી લાગતો. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઘણું લાભદાયી પગલું તે છે કે તેમના પગારના 10 ટકા રકમનો ફાળો જે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતો હતો તે હવે 14 ટકા રહેશે અને કરમુક્ત ગણાશે.


આ અંદાજપત્રની જાહેરાતનો એક મોટો મુદ્દો પાન અને આધારકાર્ડની ઈન્ટરચેન્જેબલિટીનો રહ્યો, તો આ બાબતે પણ અનેક દર્શકોએ આપણા કાર્યક્રમમાં વિસ્તૃત સમજ આપવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે?


ભારતમાં પહેલા આધારકાર્ડ નહોતું, પાન કાર્ડ ફરજીયાત હતું. કલમ 139 A અનુસાર કોઈપણ વ્યક્તિ જેની પાસે પાનકાર્ડ અને આધારકાર્ડ બન્નો હોય તો તે પસંદ કરી શકે છે કે તે બન્નેમાંથી કોનો ઉપયોગ કરી શકે છે. પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2019 છે. જો તમે પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક નહિં કરવામાં આવે તો તેનું એક્ટિવેશન અટકી જશે. NRI માટે આધારકાર્ડ મેળવવાની સુવિધા સરળ બની છે. ભારતમાં 180 દિવસ રહેવાની શરત NRIs માટે મુશ્કેલ બને છે જેના સામે આવકાર ભર્યુ પગલું લેવામાં આવ્યું છે કે જે-તે NRI ભારતમાં આવે તે જો ભારતીય પાસપોર્ટ ધરાવતા હોય તો વગર મુશ્કેલીએ પોતાનું આધારકાર્ડ મેળવી શકશે.


ભારતમાંથી ભારત બહાર વસતા બિનરહિશોને કરવામાં આવતી બક્ષિશને કરપાત્રતાની માયાજાળમાં ઝડપી લેવામાં આવ્યા છે, અને આના કારણે અનેક NRIS ચિંતિતિ બન્યા છે, કે શું તેઓ દ્વારા તેમના નજીકના સગાને આપવામાં આવતી બક્ષિશ પણ હવે આવકવેરાને પાત્ર બનશે?


ભારતની બહાર રહેતા પરિવારજનો જે આવકવેરામાં સગાની પરિભાષામાં સમાવેશ પામે છે તેઓને તમે ઈચ્છો તેટલી રકમ મોકલી શકો છો જેના પર કોઈ ટેક્સ લાગતો નથી. સગાની પરિભાષામાં ન હોય તેવા કોઈ બિનરહિશને નાણાં મોકલવામાં આવે તો તેના પર ટેક્સ લાગવાની જોગવાઈ કરવામાં આવી છે. લગ્ન-પ્રસંગે અપાતી બક્ષિશની રકમ પર કોઈ કર લાગશે નહિં.


ગત સપ્તાહે જે છૂપી રાહતોની વાત કરી હતી, તેવો જ એક નાનો મુદ્દો હજૂ છૂપાયલો છે જે પગારદારો માટેનો છે, સર તે મુદ્દો જે આપણે ટેક્સ પ્લાનિંગના ટેલિસ્કોપથી શોધ્યો છે તે શું છે?


12 વર્ષ પહેલા 1 એપ્રિલ 2007થી પગારદારો એરિયર્સના આયોજનનો મુદ્દો અમલી બન્યો છે. એરિયર્સના સંદર્ભમાં કલમ 89(1) ની રિલિફ મેળવી શકાય છે. ટેક્સની ગણતરી કરવાના હેતુસર અને વ્યાજના ડિફોલ્ટ માટે કલમ 89(1)ની રિલિફને લક્ષમાં લેવામાં આવશે અને તેના કારણે કોઈ મુશ્કેલી ઉભી થશે નહિં.