ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 19, 2019 પર 17:32  |  સ્ત્રોત : CNBC-Bajar

ગત 2 સપ્તાહથી આપણે મોદી સરકારની બીજી ટર્મના પ્રથમ બજેટ અંગે ચર્ચા કરી રહ્યાં હતાં. બજેટને સરળ ભાષામાં સમજાવ્યું હતું અને આ સપ્તાહમાં આપણે આવકવેરા રિટર્ન અંગે ચર્ચા કરીશું. 31 જૂલાઈ તો કોઈ સંજોગોમાં ભૂલી ન શકાય તેવી તારીખ છે, પણ ઘણી વાર ટેક્સ ભરવાનો નથી અને રિફંડ જ લેવાનું છે, તો લોકો તેને મોડૂ લેશું તો ચાલશે તેવુ માની ચાલતા હોય છે, શું આ નુકશાનકારક તો નથીને? તેના પર જાણકારી લઇશું કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલ પાસેથી.


રિટર્ન ન ભરો તો શું થાય?


31 જૂલાઈ પહેલા રિટર્ન ભરવાનું છે. જો તમે આવકવેરા રિટર્ન સમય સર ન ભરો તો કલમ 42 F અનુસાર 5 લાખ કરતા ઓછી આવક હોય તો 1000 અને જો 5 લાખ કરતા વધારે આવક હોય તો 5000 દંડ સ્વરૂપે ભરવું પડશે. શૅર બજારનો લાંબાગાળાનો મૂડી નફો કે નુકસાન પણ સેટઓફ થઈ શકે છે. નુકસાનને જો ચાલુ વર્ષની આવકમાં સેટઓફ ન થઈ શકે તો તેને કેરીફોરવર્ડ કરી શકાય છે. જો તમને મૂડી નુકસાન થયું છે તેને કેરિફોરવર્ડ કરવાનું રહી ગયું હોય તો તમને મોટુ નુકસાન થઈ શકે છે.


હજુ પણ લોકો તે મુંજવણ અનુભવી રહ્યાં છે કે એક્ઝમ્શન લિમિટ 2.5 કે 3 લાખ છે તો શું તેનાથી ઓછી કરપાત્ર આવક હોય તો શું રિટર્ન ભરવાથી મુક્તિ મળી જાય કે તેમા પણ કોઈ ગુગલી છે?


એક્ઝમ્શન લિમિટ કરતા ઓછી આવક


તમારા સીપીસીમાં તમને સમસ્યા ઉદ્ભવી શકે છે. 2.5 લાખ કે 3 લાખની ગ્રોસ આવક પ્રમાણે સમજવાના છે અને તેનું રિટર્ન ભરવું ફરજીયાત છે.


સવાલ-


ઈન્ડિવિઝ્યુઅલ HUF ને ગીફ્ટ આપી શકાય? HUFમાં જો પુરુષ પાર્ટનરનું મૃત્યુ થાય તો તે ચાલુ રહી શકે? ઈક્વિટી શેર ના લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં રૂપિયા એક લાખ થી વધુ થતો હોય તો ૧૦ ટકા ટેક્ષ એક લાખ બાદ કરી બાકીના ઉપર ભરવાનો થાય કે પુરા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર ભરવાનો થાય? લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે ખરીદ ભાવ ૩૧/૦૧/૨૦૧૮ ના પ્રમાણે પકડવો હોય તો તે દીવસ નો હાઈ ભાવ પકડવો કે બંધ ભાવ પકડવો?


જવાબ-


HUFને ગીફ્ટ તો આપી શકાય પરંતુ જ્યારે વ્યક્તિ તે બક્ષિશ આપે અને તેમાંથી ઉદ્ભવતી આવક જે-તે વ્યક્તિની આવકમાં સમાવેશ પામે, જેથી તમને ટેક્સમાં તમને ફાયદો ન થાય. HUFમાં જો માત્ર સ્ત્રી સદસ્યો હોય તો પણ તે ચાલુ રહી શકે છે. ઈક્વિટી શેર ના લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં રૂપિયા એક લાખ થી વધુ થતો હોય તો 10 ટકા ટેક્ષ એક લાખ બાદ કરી બાકીના ઉપર ભરવાનો થાય છે. તમારે શૅરનો મહત્તમ ભાવ જ ગણવાનો રહેશે.


સવાલ-


મેડિકલ ખર્ચમાં જો કેશનો પણ ખર્ચ થયો હોય તો 80Dમાં 50,000નો બાદ મળી શકે?


જવાબ-


તમે જે પ્રિમિયમની ચૂકવણી કરો તો તે અને જો પ્રિમિયમ ન ભરતા હો તો જે ખર્ચ થયો હોય તે બાદ મળી શકે છે. પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપમાં તમને 5000 સુધી બાદ મળી શકે છે. 80Dમાં કપાત બાદ લેવાના હો તે દરેક ખર્ચ કેશ સિવાય અન્ય ચેક કે E-Payment ના માદ્યમથી થયેલ હોવો જોઈએ.


સવાલ-


હું સુપર સિનિયર સિટીઝન છું, તો પ્રધાનમંત્રીની વય વંદન યોજનામાં નાણાં રોકી શકું? મને 15 લાખનું રોકાણ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં કરવું છે, જે મે નાણાંકિય વર્ષ 2018-19માં કર્યુ હતું તો શું તે પ્રમાણે 2019-20માં પણ થઈ શકે?


જવાબ-


તમે જે રીતે તમારા પત્નીએ રોકાણ કર્યુ એ પ્રમાણે તમે આ વર્ષે રોકાણ કરો છો. આ સ્કીમમાં વ્યક્તિદિઠ 15 લાખનું જ રોકાણ થઈ શકે છે. તમારા પત્ની તમને તે 15 લાખ આપે અને તેને તમે તમારા નામે રોકી શકો છો.


સવાલ-


હું અને મારા પત્ની મળીને HUF બનાવવાનું આયોજન કરી રહ્યાં છીએ, અને અમને હજૂ કોઈ સંતાન નથી, જો અમે તે એકાઉન્ટ ખોલાવીએ તો 2.5 લાખનો ફાયદો લઈ શકીએ?


જવાબ-


HUF માટે વ્યક્તિનું લગ્ન થયેલું હોવું અનિવાર્ય છે. સંતાન ન હોય તો પણ HUF ખોલાવી શકાય છે. સંતાનમાં જો દિકરી હોય તો પણ HUF ખોલાવી અને ચલાવી શકાય છે.


સવાલ-


મારી દિકરી વિદેશમાં રહે છે અને NRI છે, અમે તેના બદલ ભારતમાં રિટર્ન ભરીએ છીએ. તો આ અમે જે અમાઉન્ટ ભરીએ છીએ તેની ટેક્સ પ્રમાણે શું વેલ્યુ થઈ શકે?


જવાબ-


NRI ના કેસમાં નાણાંકિય વર્ષ 2019-20થી વિષેશ વિગતો આપવાની રહેશે. આવતા વર્ષથી તમારા દિકરી ભારતમાં કેટલા દિવસ રહ્યાં તે દર્શાવવાનું રહેશે. જો તમે એક વખત લખો કે તમારી દિકરી NRI છે તો તેનો વિદેશનો ટેક્સ ID નંબર અને ક્યા દેશના રહિશ છે તે પણ દર્શાવવાનું રહેશે. એનઆરઆઈ ના કેસમાં આઈટીઆર 1 નથી ભરી શકાતું. તમે PPFના સંદર્ભમાં જાણવું જોઈએ કે જો તમારી દિકરી એનઆરઆઈ હોય તો પીપીએફ મેચ્યોર થયા બાદ રિન્યુ થઈ શકે તેમ નથી.


સવાલ-


આકારણી વર્ષ 2019/20 ના સંદર્ભમાં જો ઈકવિટી શૅરના વેચાણથી (કે જેમાં STT ચુકવેલ છે) લોંગ ટમૅ કેપિટલ લોસ હોય અને એમએફના યુનિટના રિડમ્શન (કે જેમાં STT ચુકવેલ નથી ) લોગ ટમૅ નફો હોય તો લોસની રકમ સામે નફો સરભર કરી શકાય કે નહી? અને લાંબા ગાળાના કેપિટલ ગેઇન સહીત અન્ય આવક બેઝિક લિમીટની અંદર, એટલે કે 250000/- થી ઓછી (સિનીયર સીટીઝન માટે 300000/-થી ઓછી)થતી હોય તો કોઇ ટેક્સ ભરવાનો થાય કે નહી?


જવાબ-


આપની કરપાત્ર આવક 2 લાખ 85 હજાર છે, તમે 15,000નો શોર્ટફોલ STT નથી. 15,000 બાદ કરતા બચેલો કેપિટલ ગેઈનની ગણતરી કરી ઈન્ડેક્શેશન પ્રમાણે 20 ટકાના દરે લોંગટર્મ કેપિટલ ગેઈન ભરવાનો રહેશે.