ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

તેના જાણકારી લઇશું કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલ પાસથી.
ના રોજ પ્રકાશિત Fri, 26, 2019 પર 17:42  |  સ્ત્રોત : CNBC-Bajar

હવે તો આવકવેરા રિટર્ન ભરવાના ગણતરીના જ દિવસો રહ્યાં, અને તેવા સમયે રિટર્ન ભરવામાં જો કરદાતાના સગીર વયના સંતાન હોય તો તેની આવક પણ તેના માતા કે પિતાની આવકમાં ઉમેરવાની જોગવાઈ છે, તો આ સપ્તાહે આપણે તેના અંગે સમજ મેળવીશું. અને તેના જાણકારી લઇશું કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલ પાસથી.


સગીરવયના બાળકોની આવકનું આયોજન


બાળકોની આવક પર ટેક્સ ન લાગે તેવું નથી. કલમ 64માં ક્લબિંગ ઓફ ઈન્કમ લાગુ પડે છે. કલમ 64 (1A) માં સગીરવયના બાળકોની આવકને કેવી રીતે હેન્ડલ કરવી તે દર્શાવવામાં આવે છે. જો બાળક કંઈ ફિઝીકલ કામ કરી કમાતુ હોય તો તે બાળકે કમાયેલી આવક એ તે બાળકની આગવી આવક ગણાય છે તેમા માતા-પિતાને કર નથી લાગતો. બાળકને જો કોઈ કલા-કૌશલ્ય થકી કોઈ આવક મેળવે તો તેની આવક ગણાય છે. માતા-પિતા જો બાળકો માટે કોઈ રોકાણ કરે અને તેમાથી કોઈ કરપાત્ર આવક ઉદભવે તો રૂપિયા 1500 બાદ કરીને તે માતા-પિતા માંથી જેની આવક વધારે હોય તેમા લાગુ પડે છે.


સર તમે બધાને ટેક્સ પ્લાનિંગ શિખવો છો તો સગીર વયના બાળકોની આવક અંગેની શું જડીબુટ્ટી આપશો?


બાળકોના નામે આવક હોય તો--


બાળકો માટે PPF, SSY જેવી સ્કીમમાં રોકાણ કરી શકો છો. દિકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના ખુબ લાભદાઈ રહે છે. કલમ 80C માં ડિડક્શનનો પણ લાભ લઈ શકાય છે. જો બાળક 12-13 વર્ષનું હોય તો તે સમયે તમે 5 વર્ષની ક્યુમ્યુલેટિવ ડિપોઝીટ સ્કીમમાં રોકાણ કરી શકો છો. ક્યુમ્યુલેટિવ ડિપોઝીટ સ્કીમના રોકાણથી જે રકમ નફા સ્વરૂપે મળે તે રકમ તમારુ બાળક 18 વર્ષ પૂર્ણ કરી ચૂક્યુ હોય તો તેની આવક ગણાય છે.


સવાલ-


હાલમે એક વિદેશી કંપની માટે સેલ્સ અને માર્કેટિંગ કર્યુ હતું, તો તે આવક કંઈ કલમમાં લાગુ પડશે કલમ 44AD કે કલમ 44ADAમાં?


જવાબ-


પ્રિઝમ્ટિવ ઈન્કમમાં ક્યાય એવું નથી લખ્યું કે વિદેશથી આવક થાય તો તેના પર 44ADA નો લાભ ન મળે. જો તમને કમિશનની આવક મળી હશે તો કલમ 44ADAમાં સ્થાન મળશે નહિં. તમે 44ADનો લાભ લઈ શકો છો. અંદાજીત આવકમાં જેટલી આવક મળી હોય તે દર્શાવવી ફરજીયાત છે.


સવાલ-


હું પ્રાઈવેટ સેલેરાઈડ છું, મે PPFમાં રોકાણ કર્યું છે, અને રોકાણ પર ક્યુમ્યુલેટિવ વ્યાજ મળે છે તો મારે PPF ઈન્ટરેસ્ટ ક્યાં દર્શાવવાનું રહેશે?


જવાબ-


તમે કોઈપણ ITR ભરતા હો તેમા શિડ્યુલ EI હોય છે તેમા તમે PPF વ્યાજ કે MF કે શૅરનું ડિવિડન્ડ કે અન્ય કરમુક્ત આવક ઉમેરી શકો છો. જો તમે એક્ઝમ્ટ ઈન્કમ નહિં દર્શાવો તો તેના સાથેની સંલગ્ન મૂડી દર્શાવવી અઘરી પડી શકે છે.


સવાલ-


મને 10 વર્ષ પહેલા LIC પોલિસીમાં રોકાણ કર્યું હતું, તેના સામે પાકતી રકમ મળી છે તે કેવી રીતે દર્શાવી શકાય?


જવાબ-


તમને મળેલી પાકતી રકમ અને રોકાણ કરેલી રકમની વચ્ચે જે ડિફરન્સની રકમ છે તેના આધારે તમારે કર ભરવાનો રહેશે. તમારી રોકાણ અને પ્રિમિયમ સિવાય જે ડિફરન્સની રકમને ગણવાની રહેશે. આ આવકને ઈન્કમ ફ્રોમ અધર સોર્સિસ પર દર્શાવવાનું રહેશે.


સવાલ-


જો મારા મિત્ર મને પાંચ લાખ રૂપિયાની શૅરો ગીફટ કરે તો પછી કોણ કર ચૂકવશે? જો મારે આ શૅર ઉપર કર ચૂકવવાનો હોય તો મારે તેને તાત્કાલિક ભરી દેવો પડે.કે વર્ષના અંતને ભરવાનો રહેશે. આ ભેટ શેર્સ પર ખરીદકિંમત ની ગણતરી કરવા માટે મારે શું લેવાનું છે? જે દિવસે શેરને મને ભેટ આપવામાં આવી છે, તે દિવસ નાઆ શેરના બજાર ભાવને ખરીદ કિંમત તરીકે ગણવામાં આવે છે?


જવાબ-


તમને જે શૅર મળે છે તે તમારા મિત્ર આપે છે માટે તેના પાસેથી રૂપિયા 50,000 કરતા વધારેની રકમ મળે તો તેના પર ટેક્સ ભરવો પડે છે. જો તમે એડવાન્સ ટેક્સ ભરવા પાત્ર હો તો તમે તે ભરી શકો છો. તમને જ્યારે બક્ષિશ મળે તેના પછીના હપ્તામાં એડવાન્સ ટેક્સ ભરવો પડે છે. તમારા મિત્ર જે દિવસે ગીફ્ટ આપે તે દિવસના ભાવની ગણતરી કરવી જોઈએ. રૂપિયા 50,000થી વધારે હોય તો સંપૂર્ણ રકમ ટેક્સેબલ છે. તમારા મિત્રની ખરીદ કિંમત તમારી ખરીદ કિંમત ગણાશે.


સવાલ-


મારો દિકરો USનો સિટીઝન છે, અને મારા પાસે ભારતમાં જમીન છે તો શું ભવિશ્યમાં તેને તે મળે તો તેમા કોઈ મુશ્કેલી થઈ શકે?


જવાબ-


NRI ભારતમાં ખેતીની જમીનમાં રોકાણ કરી નથી શકતા. તમારા દિકરા જ્યાં સુધી NRI રહે ત્યાં સુધી તે ખેતીની જમીન ખરીદી શકતા નથી કે રાખી શકતા નથી. જો તમારા સંતાનને ખેતીની જમીન વારસામાં મળે તો કોઈ મુશ્કેલી નથી.


સવાલ-


હું ફેબ્રુઆરીમાં સુપર સિનિયર સિટીઝન થવાનો છું તો 80Cમાં `5 લાખ પર `50,000 વ્યાજના અને મેજિક્લેમમાં નાણાં મળે તો PPFમાં અન્ય કોઈ રાહત મળે?


જવાબ-


તમે આખા વર્ષ માટે સુપર સિનિયર સિટીઝનનું સ્ટેટસ મેળવશો માટે રૂપિયા 5 લાખનું બેઝિક એક્ઝેમ્શન કલમ 80TTBમાં રૂપિયા 50,000 સાથે રૂપિયા 1.5 લાખ કલમ 80Cમાં બાદ મેળવી શકશો. આમ ટોટલ કરી રૂપિયા 7 લાખ સુધીની કરપાત્ર આવક હોય તો તમારે કોઈ ટેક્સ નહિં ભરવો પડે છે.