ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 30, 2019 પર 17:26  |  સ્ત્રોત : CNBC-Bajar

આ રાહત માત્ર ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ માટે નહીં પરંતુ ભારતના પણ ઇક્વિટી રોકાણકારોને લાભ થશે. ભારતીય કરવેરાના ઇતિહાસ પ્રથમ વખત આવું થયું હતું. 5 કરોડથી વધુની આવક ઉપર 30 ટકાના ટેક્સ સ્લેબ ઉપર 37 ટકાનો સરચાર્જ લગાવ્યો છે. શેરબજારના સંસ્થાકીય રોકાણકારો ઉપર પણ આ પ્રકારનો સરચાર્જ લગાવવામાં આવ્યો હતો. ઇક્વિટી આધારિત સાધનો પર એસટીટી ચૂકવાયેલા મૂડી નફા ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 10 ટકા છે.


આ 10 ટકા ઉપર હેલ્થ અને એજ્યુકેશન સેસ 4 ટકા લાગે છે. 50 લાખથી 1 કરોડ વચ્ચે 10 ટકા અને 1 કરોડથી વધુની રકમ ઉપર પ્રવર્તમાન જોગવાઇ અનુસાર 15 ટકા સરચાર્જ છે. તેમાં ફેરફાર કરીને 1કરોડથી 2 કરોડ ઉપર 15 ટકાનો સરચાર્જ છે. 2 કરોડથી 5 કરોડ રૂપિયા ઉપર 25 ટકાનો સરચાર્જ છે. જ્યારે 5 કરોડથી વધુની આવક ઉપર 37 ટકાનો સરચાર્જ લાગુ કર્યો હતો.


સેક્શન 112A અંતર્ગત એસટીટીની પેઇડ લાબાંગાળાના મૂડીનફા ઉપર 50 લાખથી ઓછી રકમ ઉપર 10.4 ટકાનો ટેક્સ લાગે છે. ચાલુ વર્ષે 25 અને 37 ટકાના સરચાર્જના કારણે 4.25ટકા ટેક્સનો દર વધ્યો હતો. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઉપર સરચાર્જ અને સેસ સાથે 17.16 કે 17.94 ટકાનો મહત્તમ દર થતો હતો. સરચાર્જ વધ્યા બાદ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 19.5 ટકા અને 5 કરોડથી વધુ ઉપર 21.5 ટકા જેટલો ટેક્સ થતો હતો.


જો કે હવે આ વધારેલા ટેક્સમાંથી એફપીઆઇને રાહત આપી છે. જેમાં સેક્શન 111A અને 112A અંતર્ગત એસટીટી ભરાયેલો હોય તો નવો સરચાર્જ અમલી નહીં બને. આ ઉપરાંત વાયદા બજારમાં વિદેશી રોકાણકારોના કેસમાં નવો સરચાર્જ અમલી નહીં બને. પરંતુ વાયદા બજારમાંથી સ્થાનિક રોકાણકારોને થતી બિઝનેસ ઇન્કમ ઉપર નવો સરચાર્જ અમલી થશે.


મ્યુચ્યુઅલ ફંડમાં લિક્વિડ ફંડ કે જ્યાં એસટીટી ભરાતો નથી તેમાં પણ નવો સરચાર્જ અમલી થશે. ગ્રાન્ડ ફાધરિંગ કમ્યુટેશન ઓફ કેપિટલ ગેઇન માટે છે. સરકારે આ નોટિફિકેશન બહાર પાડ્યું છે તો તેમાં કાયદાની રીતે ફેરફાર કેવી રીતે કરે છે.


સવાલ-


મારા બંને સંતાનો એનઆરઆઇ છે પરંતુ તેમને તેમનું સોનુ વેચવુ છે અને વેચાણ બાદની રકમ કર મુક્તિ મર્યાદાની અંદર છે તો તેના ઉપર શું કરવેરાની જોગવાઇ રહેશે?


જવાબ-


સામાન્ય રીતે એનઆરઆઇને વ્યાજની આવક કે અન્ય સ્ત્રોત અને બિઝનેસ ઇન્કમ માટે પણ બેઝિક કરમુક્તિ મર્યાદાનો લાભ મળે છે. માત્ર કેપિટલ ગેઇન ટેક્સના સંદર્ભમાં તેમને ભારતના રહીશ મુજબનો લાભ મળતો નથી. કેપિટલ ગેઇનના સંદર્ભમાં માર્કેટની આવક હોય તો 10 ટકા અને મિલકતનો હોય તો 20 ટકાનો ટેક્સ લાગુ રહેશે.


કેપિટલ ગેઇન ટેક્સના સંદર્ભમાં આપણે ત્યાં ઇન્ડેક્સેશનની ગણતરી કર્યા બાદ ફ્લેટ ટેક્સ રેટ લાગુ પડે છે. જ્યારે એનઆરઆઇના કેસમાં પણ અઢી લાખ રૂપિયાની મુક્તિ મર્યાદા કેપિટલ ગેઇન ટેક્સના સંદર્ભમાં અમલી રહેશે નહીં.


સવાલ-


10 વર્ષ પહેલાંના મારા પત્નીના ટ્રેડિંગ એકાઉન્ટના ઇસીએન નથી તો આઇટી વિભાગ તરફથી કોઇ મુશ્કેલી પડે અને બીજો પ્રશ્ન છે કે મારા પગારમાંથી અમુક રકમ હું મારા પત્નીને ખાતામાં આપું છું અને તેમાંથી તે ફિક્સડ ડિપોઝિટી કરે છે તો તે આયોજન યોગ્ય છે?


જવાબ-


31 જાન્યુઆરી 2018ના ગ્રાન્ડફાધરિંગ સાથે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જોગવાઇ આવી છે. 31 જાન્યુઆરી 2018ની બેઝ પ્રાઇઝ ગણતરી કરો ત્યારે જો લોસ ક્લેઇમ કરતાં હોવ તો મુશ્કેલી છે. કારણ કે લોસ ક્લેઇમ કરતાં સમયે તમારે કોસ્ટ ઓફ એક્વિઝિશન પ્રૂવ કરવી પડે છે. તમારા બીજા મુદ્દા ઉપર વિસ્તારપૂર્વક આગામી સપ્તાહના એપિસોડમાં વાત કરીશું.


સવાલ-


મારા જૂના ફ્લેટનું વેચાણ 2017માં કર્યું જ્યારે મારો બીજો ફ્લેટ મારા પુત્ર સાથે 2016માં ફ્લેટ ખરીદ્યો હતો તો 2017માં થયેલા કેપિટલ ગેઇન થયો છે લોનના પ્રિપેમેન્ટ માટે કરી શકાય?


જવાબ-


કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમમાં રોકાણ કર્યું છે તેનો ઉપયોગ ઘર ખરીદવા કે બાંધકામ માટે કરી શકો છો. તમે અગાઉ લીધેલાં મકાનના લોનની ચૂકવણી માટે ઉપયોગ કરીને કર બચત નહીં કરી શકો છો.


સવાલ-


મારી ઓફિસ 2019માં વેચાણ કર્યું તો તેમાં ઇન્ડેક્સેશનનો લાભ મળશે?


જવાબ-


જો 2018-19માં વેચાણ કર્યું છે તો તેમાં ઇન્ડેક્સેશન 280 હતી. ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝીશનની ગણતરી માટે એપ્રિલ 2001ના વર્ષને બેઝ યર ગણવાનું રહેશે. ઇન્ડેક્સેશનના લાભ લીધા બાદ વધારાની રકમ ઉપર કેપિટલ ગેઇન ભરવાનો રહેશે.