ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

નાણાંકીય 2018-19ની જોગવાઇ અનુસાર એકથી વધુ માલિકીનું રહેઠાંણનું મકાન હોય અને તે ભાડે આપવામાં ન આવ્યું.
ના રોજ પ્રકાશિત Fri, 13, 2019 પર 17:30  |  સ્ત્રોત : CNBC-Bajar

હાઉસ પ્રોપર્ટીથી થતા આવક અને કરવેરા આયોજન


બજેટમાં હાઉસ પ્રોપર્ટી ઉપર સરકારનો ફોકસ રહ્યો હતો. નાણાંકીય 2018-19ની જોગવાઇ અનુસાર એકથી વધુ માલિકીનું રહેઠાંણનું મકાન હોય અને તે ભાડે આપવામાં ન આવ્યું. તો આવી એકથી વધુ સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટીને ભાડે ન આપી હોય તો પણ તેના ઉપર નોશનલ રેન્ટ ગણવામાં આવતું હતું.


આ જોગવાઇમાં આવકારપાત્ર રાહત અમલી બની છે. નવી જોગવાઇ મુજબ કરદાતાની પસંદગીના બે પ્રોપર્ટીનું વાર્ષિક મૂલ્ય શૂન્ય ગણાશે. ચાલુ નાણાંકીય વર્ષથી જો બે થી વધુ રહેઠાંણના મકાન છે તો તમારી પસંદગીના ગમે તે બે મકાનનું વાર્ષિક મૂલ્ય શૂન્ય ગણાશે.


કલમ 24 હેઠળ વ્યાજ કપાતની જોગવાઇ રૂપિયા 2 લાખની યથાવત્ રાખવામાં આવી છે. જો કરદાતાંના આવા રહેઠાંણના બે મકાન છે તો તે બંનેનું સંયુક્ત વ્યાજ રૂપિયા 2 લાખ જ ગણાશે.


સમગ્ર રિયલ એસ્ટેટ ડેવલપર્સની આ અંગેની માંગણી હતી


ઘર ખરીદનારની સાથે ઘર બાંધનારને પણ કેટલીક રાહત આપવામાં આવી છે. જુલાઇમાં એક કલમ 80EEA દાખલ કરવામાં આવી છે. હાઉસિંગ લોન લીધી હોય તો વધારાની રૂપિયા 1.5 લાખની કપાતની જોગવાઇ કરવામાં આવી છે.


રૂપિયા 1.5 લાખના વધારાના વ્યાજનો લાભ જેમણે 2019-20માં ઘર ખરીદી કે બાંધકામ માટે હાઉસિંગ લોન લેતાં હોય તેના માટે અમલી છે. આ મકાનની ઘર ખરીદી કે બાંધકામની કિંમત રૂપિયા 45 લાખથી વધુ ન હોવી જોઇએ. જ્યારે મકાન ખરીદી કરો ત્યારે ખરીદનારને નામે અન્ય કોઇ રહેણાંક મકાન ન હોવું જોઇએ.


આમાં જીંદગીનું પ્રથમ મકાન હોવું એવું નથી. જે તારીખે મકાન ખરીદો છો ત્યારે કોઇ અન્ય કોઇ મકાનની માલિકી રહેશે નહી. આ કલમ 80EEA હેઠળ વધારાની વ્યાજ કપાત માટે કોઇ નાણાંકીય સંસ્થા માંથી લીધેલી લોન હશે તો જ વ્યાજ બાદ મળશે.


સવાલ-


હું મારા પત્નીના ખાતામાં વ્યાજમુક્ત લોન આપવા માટે મારા પત્ની જે ખાતામાં પ્રાયમરી એકાઉન્ટ હોલ્ડર છે તેના ઉપર આપીને આયોજન કરી શકાય?


જવાબ-


તમારી સમજ બિલકુલ યોગ્ય છે. આપની પત્નીના પ્રાયમરી એકાઉન્ટ હોલ્ડર છે તેમાં રકમ જમા કરાવી શકો છો. પરંતુ ઓનલાઇન ટ્રાન્સફરના બદલે ચેક થકી આ રકમ ડિપોઝીટ કરાવો તો એ સારું રહેશે.


સવાલ-


હું સેન્ટ્રલ ગર્વમેન્ટ સર્વન્ટ છું ઘરભાડાનો કરાર કરેલ હોય તો તે બાદ મળી શકે?


જવાબ-


હાઉસ રેન્ટ એલાઉન્સ સરકાર તરફથી તમને મળે છે. તમે જે ભાડું ચૂકવતાં હોય તે ભાડું ચૂકવ્યું હોવાનું પ્રમાણ હોવું જોઇએ. એગ્રીમેન્ટ હોય તો બરાબર છે એગ્રીમેન્ટ ન હોય તો ભાડાચિઠ્ઠીની નોંઘ પૂરતી રહેશે. તમારા પગારના 10 ટકાથી વધુ જે ભાડું ચૂકવો છો તે તમારી આવકની 40 ટકાની મર્યાદામાં બાદ મળી શકે છે.


સવાલ-


HUFના ફોર્મેશન કરવાની માટેની સમજ જોઇએ છે?


જવાબ-


સૌપ્રથમ બેન્ક સમક્ષ જાવ ત્યારે પ્રોસિઝર કરવા માટેની ડીડ હોવી જરૂરી છે. બેન્ક એકાઉન્ટ અને પાન કાર્ડની પ્રોસેસ કરવા માટે ડીડ કરવી પડે છે. તમારે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જ પ્રક્રિયા કરવાની રહે છે. આ સ્ટેમ્પ પેપર ઉપર પત્ની અને જો બાળકો હોય તો તેની વિગત આપવાની રહેશે. આ ઉપરાંત તેમાં એચયુએફ અસ્તિત્ત્વમાં આવ્યાની વિગત આપવાની રહે છે.


સવાલ-


ખેતીની આવક સાથે વ્યાજની આવક હોય તો તે રકમ કરપાત્ર રહે?


જવાબ-


જો તમારે બિનખેતીની આવક કરમુક્તિ મર્યાદાની અંદર હોય તો તમારે ખેતીની આવક ઉપર કોઇ ટેક્સ લાગે નહીં. જો તમારી બિનખેતીની આવક કરમુક્તિ મર્યાદાથી વધુ હોય તો તમારો ટેક્સ રેટ નક્કી કરવા ખેતીની આવક લક્ષમાં લેવામાં આવે છે. અર્થાત બિનખેતીની આવક `8 લાખ છે અને રૂપિયા 10 લાખ ખેતીની આવક છે. તો ટેક્સનો દર નક્કી કરવા માટે તમારી ખેતીની આવકને ધ્યાનમાં લેવામાં આવે છે.


સવાલ-


મારો પુત્ર અમેરિકા છે તેના NRE અને NRO એકાઉન્ટ છે જેમાં NROઓ ખાતામાં રૂપિયા 45 TDS થયો છે તો તેના માટે મારે રિટર્ન ફાઇલ કરવું પડે?


જવાબ-


તમારા કેસમાં તમારા પુત્રની કુલ આવક છે તે કરમુક્તિ મર્યાદાની અંદર છે. આ ઉપરાંત ઇ-રિટર્ન ફાઇલ કરવું પણ આસાન છે. પરંતુ આપના કેસમાં કાયદાકીય રીતે પણ રિટર્ન ભરવું ફરજિયાત નથી.


સવાલ-


મે મારા પરિવારના 6 રિટર્ન સમયસર ભરી દીધા હતા, પરંતુ તાજેતરમાં એક ફોન આવ્યો જેમાં કેસેટ બોલી હતી કે તમારા રિટર્ન નામંજૂર થશે પરંતુ કોઇ ઇમેઇલ કે મેસેજ આવ્યો નથી તો શું કરવું?


જવાબ-


તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. આવકવેરા વિભાગ તરફથી તમને ઇમેઇલ કે મેસેજ તમારા નામથી આવે તો જ તમારે લક્ષમાં લેવાનો છે.