ટેક્સ પ્લાનિંગ: મુડીનફાનું કરવેરાનુ આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 20, 2019 પર 17:18  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા કાયદાની કલમ સેક્શન 54 મુજબ કરદાતાંની માલિકીનું રહેઠાણના મકાનનું વેચાણ કરવામાં આવે.


જો આ મકાન લાંબાગાળાની મૂડીરૂપી મિલક્ત હોય તેનું વેચાણ કર્યા બાદ નફાનો ઉપયોગ નવું ઘર ખરીદવા કે બાંધવા માટે ઉપયોગમાં કર્યો હોય છે. લાંબાગાળાની મૂડીરૂપી મિલકત 2 વર્ષથી વધુના સમય માટે ધારણ કરેલું હોવું જોઇએ. વેચાણ કર્યાની તારીખથી 2 વર્ષમાં ખરીદી માટે અને 3 વર્ષ બાંધકામ માટે આપવામાં આવે છે.


વેચાણ કર્યાની તારીખથી એક વર્ષ અગાઉના સમયમાં પણ કરેલ રોકાણ આ હેતુસર માન્ય ગણવામાં આવે છે. જો સંપૂર્ણ રકમનો ઉપયોગ કર્યો છે તો સંપૂર્ણ મૂડીનફા ઉપર કરમુક્તિ રહેશે. જો આંશિક રકમનો ઉપયોગ કર્યો હોય તો બાકી રકમ ઉપર ટેક્સ ભરવો પડશે.


2018-19ની જોગવાઇ મુજબ મૂડીનફાની કરમુક્તિનો લાભ ફક્ત એક જ મકાનની ખરીદી કે બાંધકામ માટે મળતો હતો.


એક જ મૂડીનફામાંથી બે મકાન ખરીદી કરવા હોય તો તે માટેની સુવિધા આપવામાં આવી છે. જે કિસ્સામાં મકાન વેચાણનો મૂડીનફો 2 કરોડ રૂપિયાથી વધુ ન હોય તો ¤WA4 3900 કરદાતા બે મકાન ખરીદીમાં મૂડીનફાને વહેંચી શકશો. જો કે આ લાભ ફક્ત કરદાતાને એક જ વખત આપવામાં આવશે. આ લાભ વેચાણ કિંમત પર નહીં પરંતુ જે મૂડીનફો થાય છે તેના ઉપર ગણવાનો રહેશે. અર્થાત જો તમારી મિલક્તનું વેચાણ 3.25 કરોડમાં થયું છે. પરંતુ તેમાં ઇન્ડેક્સેશનની ગણતરી બાદ મૂડી નફો 1.5 કરોડ જ છે. તો તેવા કિસ્સામાં ઉપરોક્ત મૂડીનફાનું આયોજન કરી શકાય છે.


સવાલ-


સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમના TDSની કપાત ન થાય તેના માટે શું કરવું?


જવાબ-


રૂપિયા 50 હજારની મર્યાદામાં વ્યાજ મળતું હોય તો તેના ઉપર TDS નહીં થાય. જો તમારી કરપાત્ર આવક ઉપર કરવેરો ભરવાનો થતો હોય તો TDSની કપાત થશે. પરંતુ જો કરપાત્ર આવક ન હોય તો ફોર્મ 15H ભરીને આપવાનુ રહેશે. જેમાં વિગત આપવાની રહેશે કે મારી કોઇ કરપાત્ર આવક નથી તેથી TDSની કપાત નહીં થાય.


સવાલ-


મેં રૂપિયા 20 હજાર ગ્રોથ ફંડમાં રોક્યા હતા જેમાં રૂપિયા 3 લાખનું રિટર્ન મળ્યું છે તો તે ફંડને અન્ય ફંડમાં રોકાણ કરું તો તેના ઉપર ટેક્સની જવાબદારી શું થાય?


જવાબ-


ટેક્સ તો તમને કોઇપણ ફંડ સ્વીચ કરો તો પણ લાગવાનું છે. તમારું ઇક્વિટી ઓરિયેન્ટ ફંડ છે તેથી 31મી જાન્યુઆરી 2018 સુધી આવકવેરો ન હોતો. 31 મી જાન્યુઆરી 2018ના દિવસની એનએવી હશે તેના બાદ જે એનએવી વધી હશે તો જ ટેક્સ ભરવાનો આવશે. જો એનએવી ઘટી હશે તો તેના ઉપર કોઇ કરવેરો ભરવાની નહીં રહે. નવી કલમ 112A અનુસાર 1 લાખ રૂપિયાની અંદર તમારો ગેઇન થતો હશે તો તેના ઉપર કરમુક્તિ રહેશે.


સવાલ-


ભાગીદારી પેઢીનું પાનકાર્ડ રદ્દ કરવા શું કરવું પડે?


જવાબ-


ભાગીદારી પેઢી હવે અસ્તિત્ત્વમાં રહી નથી. કોઇપણ એકમ જેનું પાનકાર્ડ અને ત્યારબાદ એકમનું અસ્તિત્ત્વ ન રહે ત્યારે આવકવેરા વિભાગને જાણ કરતી વિગત મોકલવી પડે છે. આપને પત્ર લખીને પાનકાર્ડ આવકવેરા વિભાગમાં પરત જમા કરાવવું જોઇએ.


સવાલ-


મેં એક વ્યવસાયિક પ્રોપર્ટી ખરીદીને એક સોફ્ટવેર કંપનીને ભાડે આપી છે આ પ્રોપર્ટી ઉપર મે વ્યવસાયિક લોન લીધી છે તો તેના ઉપર કોઇ કપાત મળી શકે?


જવાબ-


જો કોઇ મિલક્ત વ્યવસાયિક ધોરણે ભાડે આપી છે તો તેમાં 3 મહત્ત્વની કપાત મળવાપાત્ર છે. જો માલિકની જવાબદારી કોર્પોરેશનનો ટેક્સ ભરવાની હોય તો તે ખર્ચ તરીકે બાદ મળશે. જે ભાડું તમને મળે છે તેમાંથી 30 ટકા સ્ટાન્ડર્ડ ડિડ્ક્શન આપવાની જોગવાઇ છે. રહેઠાંણના મકાનમાં વ્યાજની મર્યાદા 2 લાખ રૂપિયાની છે. પરંતુ વ્યવસાયિક પ્રોપર્ટીમાં વ્યાજની મર્યાદા નથી.


વ્યવસાયિક પ્રોપર્ટીના વ્યાજમાં કોઇપણ મર્યાદા વગર કપાત મેળવી શકે છે. અર્થાત આપની પ્રોપર્ટી ઉપર 3.60 હજાર આવક છે અને તેના ઉપર 4 લાખ રૂપિયા વ્યાજની ચૂકવણી કરો છો. તો આપને સંપૂર્ણ રકમ કરમુક્ત રહેશે અને 2 લાખ રૂપિયાની મર્યાદામાં રકમ અન્ય આવક સામે સેટ ઓફ કરી શકાશે. આ મર્યાદા ઉપરાંતની રકમ બચે છે તો તે આગામી વર્ષમાં પણ કેરી ફોરવર્ડ કરી શકાશે.


સવાલ-


મારા પુત્રનું PPF એકાઉન્ટ માઇનર હતો ત્યારે ખોલ્યું હતું હવે પુત્ર મેચ્યોર થઇ ચૂક્યો છે પરંતુ હજુ હું તેના ખાતામાં રકમ જમા કરું છું તો તે માન્ય છે અને ઉપાડ કરતાં સમયે ટેક્સ શું રહેશે?


જવાબ-


કોઇપણ બાળકના સગીર કે પુખ્ત વયના પીપીએફ ખાતામાં માતા-પિતા રકમ જમા કરાવી શકો છો. જે રકમ જમા કરાવવામાં આવે છે તેના ઉપર કર કપાત પણ લઇ શકાય છે. તમે જ્યારે પુત્રના ખાતામાં રોકાણ કરો છો તે બક્ષિસ તરીકે ગણાશે. તેથી આ રકમ પર આપે કે આપના પુત્રને કોઇ ટેક્સ ભરવાની જવાબદારી નહીં રહે.


સવાલ-


હું મારા ખાતામાંથી પુત્રીના ખાતામાં PPFની રકમ જમા કરું છું અને HUFમાંથી પણ PPFની રકમ જમા થાય છે તો કર કપાતનો લાભ મળશે?


જવાબ-


પીપીએફના નિયમ અનુસાર આજે કોઇપણ પીપીએફ ખાતામાં વર્ષમાં 1.5 લાખથી વધુ રકમનું રોકાણ કરી શકાતું નથી. આપના કિસ્સામાં પુત્રીના ખાતામાં 1 લાખ તમારા ખાતામાંથી અને 50 હજાર એચયુએફમાંથી રોકાણ કરવું જોઇએ. અર્થાત એચયુએફને 50 હજારની કપાત અને વિશાલભાઇ આપને 1 લાખ રૂપિયાની કપાતનો લાભ મળી શકશે.